Yugen Coffee Table Book Banner
Home Brands બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો માટે ઓડાન કન્સ્ટ્રક્શન સોફ્ટવેર લોન્ચ

બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો માટે ઓડાન કન્સ્ટ્રક્શન સોફ્ટવેર લોન્ચ

કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટને સુગમ અને વ્યવસ્થિત કરી વિકાસની નવી તકો ખોલતી ટેક્નોલોજી

Estimated reading time: 5 minutes

YUGEN REALTY, SURAT

રિઅલ એસ્ટેટ વિકાસના ગતિશીલ ક્ષેત્રમાં, સિવિલ કોન્ટ્રાક્ટરો આર્કિટેક્ચરલ સપનાને કોંક્રિટ સ્વરૂપ આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સુરત જેવા ટાયર-2 શહેરોમાં હજુ જોઈએ તો પ્રમાણમાં જૂની કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસનો  ઉપયોગ કરવામાં આવે છે. દુનિયા બહુ જ ઝડપથી બદલાઈ રહી છે, બિઝનેસ –  મેન્યુફેક્ચરીંગ બધાં જ ક્ષેત્રોમાં ટેક્નોલોજીના ઉપયોગ થકી મેનેજમેન્ટ અને કામ કરવાની પદ્ધતિઓ સુગમ અને સરળ થઇ રહી છે. પરંપરાગત કે જૂની પદ્ધતિઓના ઉપયોગથી આ ક્ષેત્રને ઘણીવાર ઓછી કાર્યક્ષમતા અને વિલંબ સાથે ખર્ચમાં વધારાનો સામનો કરવો પડે છે. વિકસતા અને ઊભરતા બજારની માંગ સાથે નવીન ટેક્નોલોજી આધારિત ઓપરેશનલ સોલ્યુશન્સની જરૂરિયાત દિવસે ને દિવસે વધતી જાય છે. આ ગેપને ભરવા માટે ઓડાન ઇન્ફોટેકએ ક્રાંતિકારી કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ સોફ્ટવેર લોન્ચ કર્યું છે જે ગેમ-ચેન્જર બનવા જઈ રહ્યું છે.

રવિ પટેલ, ઈન્દ્રજીતસિંહ રાયજાદા અને રાકેશ ઘસડીયાના નેતૃત્વ હેઠળ ઓડાન ઈન્ફોટેક દ્વારા વિકસિત, ઓડાન કન્સ્ટ્રક્શન સોફ્ટવેર બિલ્ડરો અને સિવિલ કોન્ટ્રાક્ટરોને જે મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડે છે તેને ધ્યાનમાં રાખીને સોલ્યુશનરૂપે બનાવવામાં આવ્યું છે. રવિ પટેલ સુરતમાં એક સફળ સિવિલ કોન્ટ્રાક્ટિંગ ફર્મ ચલાવે છે, કન્સ્ટ્રક્શન ક્ષેત્રે તેમને વ્યાપક અનુભવ છે, દૈનિક ઓપરેશનલ મુશ્કેલીઓ – પડકારોને તેઓ ખૂબ સારી સમજે છે. ઈન્દ્રજીતસિંહ અને રાકેશને IT અને ટેક્નોલોજી ક્ષેત્રનો વ્યાપક અનુભવ અને કુશળતા છે. બંનેના સહિયારા પ્રયાસો દ્વારા આ સોફ્ટવેર બનાવવામાં આવેલું સોફ્ટવેર ખૂબ જ અસરકારક છે.

વધતા શહેરીકરણ અને આર્થિક વિકાસને કારણે ભારતીય રિઅલ એસ્ટેટ માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા છે. ઓડાન કન્સ્ટ્રક્શન સોફ્ટવેર બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને તેમની કામગીરીને સુવ્યવસ્થિત કરવા માટે સક્ષમ બનાવે છે, આ અપેક્ષિત વિસ્તરણનો લાભ લેવાની તેમની ક્ષમતામાં વધારો કરે છે. તેના ફીચર્સ કાર્યક્ષમતા અને બિઝનેસના સ્કેલને વધારવા માટે જરૂરી એવા સંશાધન અને મેનપાવારના બેસ્ટ ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ સોફ્ટવેરનો ઉપયોગ કરીને કોન્ટ્રાક્ટર્સને વધતી જતી માંગને પહોંચી વળવા અને તેમની કંપનીને અસરકારક રીતે વિકસાવવા અચૂક મદદ મળશે.

યુગેન રિઅલ્ટી સાથેની મુલાકાતમાં, રવિ પટેલે જણાવ્યું હતું કે “સિવિલ કન્સ્ટ્રક્શનમાં મારા ફર્સ્ટ હેન્ડ અનુભવ સાથે મેં જોયું છે કે હાલની મેનેજમેન્ટ સિસ્ટમ કાર્યક્ષમ નથી, સમય માંગી લે છે અને તમને રોજબરોજની સ્થિતિનો ખ્યાલ આપી શકતી નથી. ઓડાન કન્સ્ટ્રક્શન સોફ્ટવેર આ બિનકાર્યક્ષમતાઓને દૂર કરીને તેના 4M મોડલ : મશીનરી, મેનપાવર, મટીરિયલ્સ અને મનીનું યોગ્ય સંચાલન કરીને વર્કિંગ પ્રોસેસમાં ક્રાંતિ લાવવા સક્ષમ છે અને તમને એક કે વધુ સાઇટ્સ મેનેજ કરવા માટે એમ્પાવર કરે છે.”

વધુમાં તેમણે ઉમેર્યું કે  “લોકલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ સોફ્ટવેરનું ઇન્ટરફેસ બનાવવામાં આવ્યું છે, અંગ્રેજી ભાષાની ઓછી જાણકારીને કારણે ગુજરાતી ભાષામાં ઇન્ટરફેસ, વૉઇસ ટાઇપિંગ, ઈમેજો અને આઇકોન્સેનો સપોર્ટ આપવામાં આવ્યો છે જેથી સરળ ડેટા એન્ટ્રી થઇ શકે અને સોફ્ટવેરનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ સરળતાથી કરી શકે. આ કસ્ટમર ફ્રેન્ડલી સુવિધાઓ સાથે સોરફવેર ઉદ્યોગમાં ઝડપથી સ્વીકાર્ય બનશે તેવી અમને અપેક્ષા છે.”

ઓડાન ઈન્ફોટેકના સીઈઓ ઈન્દ્રજીતસિંહ રાયજાદાએ કહ્યું હતું કે “અમારું યુઝર-ફ્રેન્ડલી સોફ્ટવેર અત્યાધુનિક ટેકનોલોજીને રોજિંદા મેનેજમેન્ટમાં ઇન્ટિગ્રેટ કરીને સિવિલ કોન્ટ્રાક્ટર્સના કામકાજને રૂપાંતરિત કરી દેશે જેથી તેઓ કોમ્પિટિટિવ માર્કેટમાં આગળ રહી શકે અને તેમની ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે.”

મોડર્ન શેડ્યુલિંગ ટૂલ્સ અને અસરકારક રિસોર્સ એલોકેશન (સંસાધન ફાળવણી) સાથે ઓડાન કન્સ્ટ્રક્શન સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠ છે જે કર્મચારીઓની પ્રોડક્ટિવિટીમાં વધારો કરે છે અને પ્રોજેક્ટ ઓવરરન્સને અટકાવે છે. તેની રિસ્ક મેનેજમેન્ટ ક્ષમતાઓ સાથે સખત ક્વોલિટી કંટ્રોલ જાળવી રાખીને સંભવિત જોખમોને સક્રિયપણે ઓળખે છે અને તેને ઘટાડે છે. વધુમાં, સૉફ્ટવેર ટીમ કમ્યુનિકેશનને પ્રોત્સાહન આપે છે, ત્વરિત સહયોગ દ્વારા વિલંબ ઘટાડે છે અને સરળ ઍક્સેસ માટે ડોક્યુમેન્ટેશનને એક જ જગ્યા પર લઇ આવે છે.  મશીનરી, મેનપાવર, મટીરિયલ્સ અને મનીને ટ્રેક કરીને તમને રીઅલ ટાઈમ સ્ટેટસ બતાવે છે, તેનું મેનેજમેન્ટ અને એલોકેશનને વધુ કાર્યક્ષમ બનાવે છે.  સમજી શકાય તેવા ગ્રાફિકલ રિપોર્ટ સાથે યોગ્ય સમયે એલાર્મ પણ આપે છે. સોફ્ટવેર એક કે મલ્ટીપલ સાઇટ્સ હેન્ડલ કરતા બિલ્ડેર્સ અને કોન્ટ્રાક્ટરો માટે વરદાન સમાન છે.

સૉફ્ટવેર તેના અદ્યતન સ્ટોક મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા રિઅલ-ટાઇમમાં ખર્ચને ટ્રેક કરીને અને ખોટો ખર્ચ થતો અટકાવે છે અને બજેટ મેનેજમેન્ટ માટે પણ ખૂબ ઉપયોગી છે.

સોફ્ટવેર ફીચર્સ

કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટને સુગમ અને વ્યવસ્થિત કરી વિકાસની નવી તકો ખોલતી ટેક્નોલોજી

જેમ જેમ રિઅલ એસ્ટેટ ક્ષેત્રનો વિકાસ થતો જાય છે, તેમ તેમ ટેકનોલોજીની ભૂમિકા વધતી જાય છે. ઓડાન ઇન્ફોટેકએ ઓડાન કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ સોફ્ટવેર દ્વારા પરિવર્તનનું નેતૃત્વ કરી રહ્યું છે  જે સિવિલ કન્સ્ટ્રક્શનને વધુ કાર્યક્ષમ અને પ્રોડક્ટિવ બનાવશે. ડેવલપર્સ અને આર્કિટેક્ટ્સના વિઝનને કોન્ક્રીટ સ્વરૂપ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :