Estimated reading time: 6 minutes
YUGEN REALTY, SURAT
વ્યવસાય-રોજગાર માટે સુરત એક ધમધમતું અને ઝડપથી વિકસી રહેલું શહેર છે. અહીંના રિઅલ એસ્ટેટ બિઝનેસનું વાતાવરણ ખૂબ ગતિશીલ અને પરિવર્તનશીલ છે, હાલના સમયમાં પ્રોપર્ટી ઉદ્યોગમાં પ્રિલીઝિંગ એક નવો બઝવર્ડ છે. ડેવલપર્સ, રોકાણકારો અને યુઝર્સ બધા માટે પ્રોપર્ટીનું પ્રિલીઝિંગ ફાયદાકારક દેખાઈ રહ્યું છે. આ રસસપ્રદ અને આકર્ષક ટ્રેન્ડને સમજવા માટે “પ્રોકોન પ્રોપર્ટી કન્સલયન્ટ્સ” ના પ્રતિભાશાળી સ્થાપકો અનુજ દિવાન અને મેહુલ પટેલ સાથે વાત કરી, જેઓ 2012 આ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્યરત છે અને કોમર્શિઅલ પ્રીલીઝિંગનો પર્યાય બની ગયા છે.આવો, સમજીયે પ્રિલીઝિંગના ઊભરતા ટ્રેન્ડને.
પ્રિલીઝ કોમર્શિયલ રિઅલ એસ્ટેટ એટલે શું?
પ્રિલીઝ કોમર્શિઅલ રિઅલ એસ્ટેટએ પ્રોપર્ટીનું બાંધકામ અથવા રિનોવેશન પૂર્ણ થાય તે પહેલાં ચોક્કસ, લાંબા સમયગાળા માટે કરવામાં આવતો લીઝ (ભાડા) કરાર છે. પ્રોપર્ટી માલિક અને ટેનેન્ટ (ભાડૂત) માટે આશરે નવ થી અઢાર વર્ષ માટે પ્રિલીઝ કોન્ટ્રાક્ટ એ બંને માટે લીગલી (કાનૂની રૂપથી) બંધનકર્તા છે. મુખ્યત્વે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને કોર્પોરેટ્સ હાઉસીસ દ્વારા પસંદ કરવામાં આવતો આ કરાર અને મોટા ભાગે મેટ્રો શહેરોમાં જોવા મળતો ટ્રેન્ડ હવે ટાયર-II અને ટાયર-III શહેરોમાં પણ જોવા મળી રહ્યો છે. પ્રીલીઝ એ બંને ફાયદોનો સૌદો છે કારણ કે રોકાણકારો પ્રથમ દિવસથી ભાડાના રૂપમાં આકર્ષક વળતર મેળવે છે અને ભાડુઆત પણ પ્રથમ દિવસથી મિલકતનો ઉપયોગ કરી શકે છે. પેંડેમીક દરમિયાન લોકોની આવક પ્રવાહમાં આવેલા અવરોધ અને તેનાથી તેમની લાઈફ-સ્ટાઇલ મેનેજ કરવામાં આવેલી મુશ્કેલીએ ભાડારૂપે મળતી સતત આવક તરફ લોકોને આકર્ષ્યા છે . રોકાણકારોને સિક્યોર પેસીવ ઈન્ક્મ આપે છે, નવા ભાડૂતોની શોધ કરવી પડતી નથી અને આર્થિક અસ્થિરતા વચ્ચે સ્થિર વળતરની ખાતરી આપે છે.
પ્રોપર્ટીના માલિકો માટે કોમર્શિઅલ રિઅલ એસ્ટેટ પ્રીલીઝિંગના લાભો:
- નાણાકીય સ્થિરતા અને સિક્યોર પેસિવ ઇન્કમ: પ્રિલીઝિંગ થકી નવા પ્રોજેકટ્સમાં બાંધકામ પૂરું થાય તે પહેલાં જ ત્યાં ટેનેન્ટ(ભાડૂત) ફાઇનલ થઇ જાય છે. મિલકત માલિકો માટે નાણાકીય જોખમો ઘટાડીને સ્થિર સિક્યોર આવકનો પેસિવ સ્ત્રોત આપે છે.
- સરળ લોન મંજૂરીઓ: હાથમાં પ્રીલીઝ સાથે, પ્રોપર્ટી પર લોન કરવી સરળ થઇ જાય છે.
- તાત્કાલિક વળતર: રોકાણકારો માટે, પ્રીલિઝ્ડ પ્રોપર્ટીઝ જગ્યા રેડી થતા પહેલા દિવસથી જ તેને તેનો યુઝર્સ મળી જાય છે અને રોકાણકાર / ઓનરને ભાડૂત શોધવાની અનિશ્ચિતતાઓ દૂર કરીને પહેલા મહિનાથી જ રેન્ટલ ઈન્ક્મ શરુ કરી આપે છે.
- કિંમતમાં પ્રીમિયમ : જે અગાઉથી ભાડે આપવામાં આવી હોય એવી કોમર્શિઅલ પ્રોપર્ટીની કિંમતોમાં ઘણીવાર ખાલી મિલકતોની તુલનામાં વધુ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળે છે જે તેમને પ્રીમિયમ મૂલ્યમાં રિઅલ એસ્ટેટ માર્કેટમાં વેચવાનું સરળ બનાવે છે.
- હાઈ લિક્વીડિટી: પ્રીલિઝ્ડ પ્રોપર્ટીઝ રોકાણકારો માટે ગોલ્ડ સમાન છે જ્યારે પણ તેને વેચવી તો પ્રીમિયમ રેટ સાથે સરખામણીમાં ખૂબ જલદી તેને એનકેશ કરી શકાય છે.
- ભાડામાં વૃદ્ધિ: પ્રીલિઝ્ડ પ્રોપર્ટીઝમાં સમયાંતરે ભાડામાં વધારો નક્કી થયેલો હોય છે. સામાન્ય રીતે, દર ત્રણ વર્ષે ભાડામાં 10-15% વધારો જોવા મળે છે.
- ભાડાની આવક સામે લોન મેળવી શકાય: માલિકો સ્થિર ભાડાની આવક સામે ટર્મ લોન માટે અરજી કરી શકે છે, જેનાથી તેઓ તેમના રોકાણનાં મૂલ્યને વધુ મૂડી બનાવવા માટે ઉપયોગમાં લાવી શકે છે.
- વ્હાઇટ કેપિટલનું નિર્માણ: ભાડૂત દ્વારા લીઝની ચૂકવણી સંપૂર્ણ વ્હાઈટમાં હોય છે, જે તમારી વ્હાઈટ મૂડીને વધારવામાં મદદરૂપ થાય છે.
પ્રોકોનનો વારસો
પ્રોકોન અનુજ દિવાન અને મેહુલ પટેલના નેતૃત્વ હેઠળ, માત્ર એક રિઅલ એસ્ટેટ કન્સલટન્સી નથી. તેઓએ ખાસ કરીને પ્રીલીઝ પ્રોપર્ટી એડવાઈઝરીમાં પોતાને સાચા ટ્રેન્ડસેટર તરીકે સાબિત કર્યા છે. બજારમાં તેમનો પ્રભાવ તેમના મોટા માર્કેટ શેર અને તેમણે મેળવેલા વિશ્વાસ દ્વારા નક્કી થાય છે. તેમણે કુશળતાપૂર્વક બજારનું અવલોકન કર્યું છે અને નોંધ્યું છે કે આજના સમજદાર રિઅલ એસ્ટેટ રોકાણકારો કોમર્શિઅલ એસેટ્સ તરફ વળ્યા છે, જેમાં પ્રીલિઝ્ડ પ્રોપર્ટી તરફ વિશેષ ઝૂકાવ જોવા મળે છે. આ નિષ્ણાતોના મતે, વર્તમાન વાતાવરણમાં, પ્રીલિઝ્ડ કોમર્શિઅલ પ્રોપર્ટીઝ એ રિઅલ એસ્ટેટ રોકાણનું સોનેરી સોપાન છે. અનુજ દિવાન અને મેહુલ પટેલ, પ્રોકોન પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સે પ્રીલીઝીંગના લાભો અને આકર્ષણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, “કોમર્શિઅલ રિઅલ એસ્ટેટ પ્રીલીઝીંગ એ માત્ર એક ટ્રેન્ડ નથી; તે રોકાણકારો તાત્કાલિક વળતર, પેસિવ ઇન્કમ, નાણાકીય સ્થિરતા, મિલકતની કિંમતમાં વધારો, વેંચવામાં સરળતા, ઇઝી લિક્વીડિટી સાથે શ્રેષ્ઠ વિકલ્પ બનીને ઊભરી રહ્યું છે.“
શા માટે પ્રોકોન બેજોડ છે?
પ્રોકોનની સફળતા સ્ટ્રેટજી, સિદ્ધાંતો અને બેસ્ટ સર્વિસનું પરિણામ છે.
- પારદર્શિતા અને નિષ્પક્ષતા: પ્રામાણિકતા એ પ્રોકોનનો મંત્ર જ નથી, પણ એ તેમની કામ કરવાની પદ્ધતિ છે.
- વ્યાપક નેટવર્ક: તેમનું નેટવર્ક બેંકો, F&B બ્રાન્ડ્સ અને વીમા કંપનીઓ અને કોર્પોરેટ હાઉસીસથી લઈને રોકાણકારો અને પ્રતિષ્ઠિત ડેવલપર્સ સુધી ફેલાયેલું છે.
- ડ્યૂ ડિલિજન્સ: પ્રોકોન પ્રોપર્ટીઝ બંને પક્ષો માટે અત્યંત જરૂરી એવું પ્રોપર્ટી, ઇન્વેસ્ટર, ટેનેન્ટનું ઓડિટ કરે છે. સખત બેકગ્રાઉન્ડ વર્ક કરીને ફેર અને ક્લીન ટ્રાન્ઝેક્શન સાથે પ્રિલીઝિંગ થાય માટે કોઈ કસર છોડતા નથી.
- અનુભવ અને નિપુણતા: ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ, પરફેક્ટ લોકેશન અને પ્રોપર્ટીને ઓળખવામાં તેમને લાંબો અનુભવ અને નિપુણતા છે.
- એન્ડ-ટુ-એન્ડ સપોર્ટ: પ્રોકોન તેના ક્લાયન્ટ્સને તેમની સંપૂર્ણ લીઝ પિરિયડ દરમિયાન સહકાર આપે છે અને તેમના માર્ગમાં આવતા પડકારોને દૂર કરવા માટે મધ્યસ્થી સાથે દૂર કરવામાં માને છે.
- લીગલ ડોક્યુમેન્ટેશન : પ્રીલીઝ પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન માટે જરૂરી ડોક્યુમેન્ટેશનમાં તેઓ બંને પક્ષોને સહયોગ આપે છે.
- પ્રિલીઝડ પ્રોપર્ટી સેલ્સ : પ્રિલીઝડ પ્રોપર્ટીના સેલ-પરચેઝમાં પણ તેઓ લાંબો એક્સપીરિઅન્સ અને એક્સપર્ટાઇઝ ધરાવે છે.
રોકાણકારની પ્રતિબદ્ધતા, ભાડૂતનું વેલ્યુ એડિશન અને ડેવલપર્સનું વિઝન
પ્રી-લીઝ પ્રોપર્ટીમાં રોકાણકારો ભાડૂત માટે અમુક સુવિધાઓ એવી જરૂરી બને છે જેમ કે કોઈ વાર ફ્લોરિંગ, ગ્લાસ ફસાદ વગેરે બનાવી દેવું પડે છે. તેની સામે ટેનેન્ટ-ભાડૂત પ્રોપર્ટીમાં સારું એવું રોકાણ ઈન્ટીરીઅરમાં કરે છે. જેથી પ્રોપર્ટીનું મૂલ્ય વધી જાય છે. જોકે, આજકાલ ડેવલપર્સ લક્ઝરી કોમર્શિઅલ બનાવી રહ્યા છે મોટા ભાગે MNC બ્રાન્ડ્સ અને કોર્પોરેટ્સની જરૂરિયાતોને ધ્યાનમાં પ્રોજેક્ટ્સ ડેવલપ કરી રહ્યા છે. પ્રોકોન આ પરિવર્તનને ધ્યાનમાં રાખીને, ડેવલપર્સ, ઇન્વેસ્ટર્સ અને ટેનેન્ટસને એક સૂત્રમાં જોડવાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
જોખમ ઘટાડવાનો પ્રોકોનનો અભિગમ
પ્રોકોનમાં રિસ્ક મેનેજમેન્ટ સર્વોપરી છે. તેમના ભાડૂતની પૂરેપૂરી તપાસ કરે છે અને નાણાકીય વિશ્વસનીયતાની ખાતરી આપે છે. લીઝ એગ્રીમેન્ટમાં ઘણી વખત કાનૂની ગૂંચવણો વધુ હોય છે કે વધુ પડતી સમીક્ષા હોય છે. પ્રોકોનના સલાહકારો ગ્રાહકોને પ્રાઇમ વિસ્તારમાં પ્રોપર્ટીઝ અંગે જરૂરી માર્ગદર્શન આપે છે, પોર્ટફોલિયો ડાઈવર્સિફિકેશન અંગે પણ સલાહ આપે છે અને પ્રોપર્ટીના રિનોવેશન માટે ફંડ મેન્ટેન કરવાની જરૂરિયાત અંગે સમજણ આપે છે. પ્રોકોન સાથે, ગ્રાહક મજબૂત રોકાણની સફર શરૂ કરે છે.
સુરતનું ઊભરતું પ્રિલીઝ કોમર્શિઅલ પ્રોપર્ટી માર્કેટ
સુરતના પ્રિલીઝ કોમર્શિઅલ પ્રોપર્ટી માર્કેટ વિશે અનુજ અને મેહુલ આશાવાદી છે તેઓ માને છે કે, “સુરતની ગ્રોથ સ્ટોરી હજુ શરૂ થઈ છે તેને લાંબી મઝલ કાપવાની છે. સુરતને ટાયર-II શહેર છે છતાં, તે ઘણીવાર કોર્પોરેટ્સ તેને ટાયર-1 શહેરોની સમકક્ષ ગણે છે. સુરતમાં ગ્રાઉન્ડ ફ્લોર – ફર્સ્ટ ફ્લોરની રિટેલ સ્પેસીસની કિંમતો પુણે, ભોપાલ અને લખનૌ જેવા તેના ટિયર-II સમકક્ષો કરતાં નોંધપાત્ર રીતે ઓછી છે. ગ્રોથ માટે ખુબ જગ્યા રહેલી છે.”
બેન્કિંગ, વીમા અને અન્ય કોર્પોરેટ જેવા ક્ષેત્રો વધી રહ્યા છે, ત્યાં વિસ્તૃત અને આધુનિક બેક-ઓફિસ જગ્યાઓની માંગ વધી રહી છે. અનુજ અને મેહુલ આગામી સમયમાં માંગમાં વધારાની અપેક્ષા કરે છે અને કિંમતોમાં વૃદ્ધિની નોંધપાત્ર સંભાવના દર્શાવે છે. ગ્રાઉન્ડ ફ્લોર ની જેમ હવે હાયર ફ્લોર્સ પર પણ કોર્પોરેટ્સને રેન્ટલ કરી શકાય જેમાં RoI રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ સારું આવે સરેરાશ એપ્રિશીયેશન સારુ થાય છે.
રિઅલ એસ્ટેટમાં રોકાણ કરવા માંગતા લોકો માટે પ્રોકોન પ્રોપર્ટી કન્સલટન્ટ્સના અનુજ અને મેહુલ જેવા દિગ્ગજ વ્યક્તિઓ પાસેથી કોમર્શિયલ પ્રીલીઝિંગની જટિલતાઓને સમજવી ગેમ-ચેન્જર બની શકે છે.જેઓ રિઅલ એસ્ટેટ રોકાણની ટોચ પર છે તેમના માટે, પ્રોકોન પ્રોપર્ટી કન્સલટન્ટ્સ સાથેની ભાગીદારી, ઉદ્યોગના અગ્રણીઓ અનુજ અને મેહુલ દ્વારા સંચાલિત, સફળતા માટે ઉત્પ્રેરક બની શકે છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE





















