Yugen Coffee Table Book Banner
Home Brands ફિરોઝગર એલિવેટર ઇન્ડસ્ટ્રીઝ – રાઈટ પાર્ટનર ટુ રાઇઝ, તમારા રિઅલ એસ્ટેટને સુવિધાજનક...

ફિરોઝગર એલિવેટર ઇન્ડસ્ટ્રીઝ – રાઈટ પાર્ટનર ટુ રાઇઝ, તમારા રિઅલ એસ્ટેટને સુવિધાજનક બનાવી મૂલ્ય વધારતા એલિવેટર્સ

ફિરોઝગઢ એલિવેટર્સ: અદ્યતન ટેક્નોલોજી વડે પ્રોપર્ટી વેલ્યુ અને સૌંદર્યને ઉન્નત કરવું, આધુનિક ઇમારતો માટે સુવિધા અને આર્કિટેક્ચરલ અપીલમાં વધારો

Ferozgarh Elevators: Enhancing Property Value and Beauty with Advanced Technology

Estimated reading time: 4 minutes

YUGEN REALTY, SURAT

1993થી, ફિરોઝગર એલિવેટર ઇન્ડસ્ટ્રીઝ મજબૂત ડિઝાઈન, ટેક્નોલોજી ઈનોવેશન, અને પ્રતિબદ્ધ કસ્ટમર સર્વિસને કેન્દ્રમાં રાખીને આગળ વધી રહ્યું છે. લાઈફ સ્ટાઇલને બહેતર બનાવવા અને બિલ્ડિંગ્સમાં સીમલેસ મોબિલિટી (ગતિશીલતા) સુનિશ્ચિત કરવા માટે અમે સતત કાર્યરત છીએ. અમારા ગ્રાહકની અપેક્ષાઓ કરતાં વધુ આપીને તેમને ક્વોલિટી અને વિશ્વાસ આપવો એ જ અમારું ધ્યેય છે. હાઈ ક્વોલિટી એલિવેટર અનુભવો આપવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અડગ છે. વિશ્વસનીયતા જાળવવીને અમારા પ્રિય ગ્રાહકો અને યુઝર્સને વર્લ્ડ-ક્લાસ પ્રોડક્ટ્સ આપીને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અમારા ગ્રાહકોમાં અતૂટ વિશ્વાસ કેળવી રહ્યા છીએ. – ફિરોઝગર એલિવેટર

ફિરોઝગર એલિવેટર ઇન્ડસ્ટ્રીઝ – નાની શરૂઆતથી માર્કેટ લીડર સુધીની રોચક સફર

ફિરોઝગર એલિવેટર ઇન્ડસ્ટ્રીઝ, 1993માં તેની નાની શરૂઆતથી, સુરત અને દક્ષિણ ગુજરાતમાં એલિવેટર વ્યવસાયમાં એક અગ્રણી નોંધપાત્ર પ્લેયર બનીને ઊભર્યું છે.  જેમાં કોમર્શીઅલ – રેસિડેન્શિઅલ કોમ્પ્લેક્સ, હોસ્પિટલ, મોલ્સ અને સહિતની વિવિધ સ્પેસીસમાં 7000થી વધુ ઇન્સ્ટોલેશનનો સમાવેશ થાય છે. એક્સપર્ટ અને અડગ ટીમ સાથે, ઇન્સ્ટોલેશનના તબક્કાથી લઈને ઇન્સ્ટોલેશન પછીની આફ્ટર સેલ્સ સર્વિસીસ સુધી પ્રતિબદ્ધ ફિરોઝગર બ્રાન્ડ તેની સર્વિસમાં વિશ્વાસ અને ક્વોલિટીના સૂચક 95% રિપીટ ઓર્ડરો મેળવે છે.

હાઈ-ક્વોલિટી પ્રોડક્ટ રેન્જ સાથે એલિવેટર મોબિલિટી

સુરત અને દક્ષિણ ગુજરાતમાં વિખ્યાત અને વિશ્વાસપાત્ર બનેલી ફિરોઝગર એલિવેટર ઇન્ડસ્ટ્રીઝ, વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતોને અનુરૂપ તેની વિશિષ્ટ વિશેષતાઓ સાથે સાવચેતીપૂર્વક બનાવવામાં આવેલી પ્રોડક્ટ રેન્જ રજૂ કરે છે. અમારી પ્રોડક્ટ રેન્જમાં વ્યાપક અને દરેક પ્રકારના પ્રોડકટ સામેલ છે.

ટ્રેક્શન એલિવેટર સિસ્ટમ

MRL (મશીન રૂમ લેસ) એલિવેટર્સ

હોમ એલિવેટર્સ

કેપ્સ્યુલ એલિવેટર્સ

હોસ્પિટલ અને ગુડ્સ એલિવેટર્સ

ઓટોમોબાઈલ એલિવેટર્સ

હાઈડ્રોલિક એલિવેટર્સ

એસ્કેલેટર

શ્રેષ્ઠ યુઝર એક્સપીરિયન્સ: આકર્ષકતા – સુંદરતા સાથે કસ્ટમાઇઝડ ટેકનોલોજી

દરેક બિલ્ડિંગ આર્કિટેક્ચરલ રીતે યુનિક અને વિશિષ્ટ હોય છે તે સમજવું, અમારા કસ્ટમાઈઝડ સોલ્યુશન્સ આકર્ષકતા – સુંદરતા સાથે ટેક્નોલોજીને જોડીને કરવામાં આવે છે, કસ્ટમાઇઝ કરી શકાય તેવા એલિવેટર સોલ્યુશન્સ આપવામાં અમને મહારત હાંસલ છે જે તમારા બિલ્ડિંગની આર્કિટેક્ચરલ જરૂરિયાતોને અનુરૂપ હોય, બિલ્ડિંગ બ્યુટી અને કાર્યક્ષમતા બંને વધારે. અમારા યુઝર ઇન્ટરફેઝ પણ આકર્ષક અને શ્રેષ્ઠ હોય છે.

અપગ્રેડેશન અને આફ્ટર સેલ્સ સર્વિસીસ

ફિરોઝગર એલિવેટર ઇન્ડસ્ટ્રીઝ મજબૂત લિફ્ટ આધુનિકીકરણ અને એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાકટ (AMC) સહિત ખૂબ જ સારી આફ્ટર સેલ્સ સર્વિસીસ આપીને લાંબા ગાળાના ક્લાયન્ટ રિલેશનશિપને પ્રાથમિકતા આપે છે. એલિવેટર્સ સઘન ક્વોલિટી ટેસ્ટિંગમાંથી પસાર થઇ સુરક્ષિત છે અને સલામતીના  નિયમોનું પાલન કરે છે તેની ખાતરી કરીને, તેઓ પ્રતિષ્ઠિત ગ્રાહકોની સ્પેસીસમાં ઈન્સ્ટોલ કરવામાં આવે છે. ઈન્સ્ટોલેશન પછી શ્રેષ્ઠ કાર્યક્ષમતા, કામગીરી અને વિશ્વસનીયતાની બાંયધરી આપે છે.

સસ્ટેનેબલ ભવિષ્ય એસ્કેલેશન (ગતિ)

અમારા એસ્કેલેટર પ્રોજેક્ટની શરૂઆત સાથે, અમારો ઉદ્દેશ્ય ઉપયોગિતાને એનર્જી-એફિશિયન્ટ (ઊર્જા-કાર્યક્ષમ) કામગીરી સાથે જોડીને લોકોને કાર્યક્ષમ રીતે ફ્લોરની વચ્ચે એસ્કેલેટ કરવાનો અને મોલ્સ અને એરપોર્ટ જેવા ભરચક એરિયામાં અસરકારક અને સુવિધાજનક રીતે લોકોને મોબિલિટી આપવાનો છે જેથી તેમને વર્લ્ડ-ક્લાસ અનુભવ મળે.

ફિરોઝગર પ્રોમિસ

‘ચૂઝ ધ રાઈટ પાર્ટનર ટુ રાઇઝ’ એટલે કે ઉપર ઉઠવા માટે યોગ્ય ભાગીદાર પસંદ કરો એ અમારી માત્ર ટેગલાઇન નથી પરંતુ અમારી બિઝનેસ ફિલોસોફીનો મૂળમંત્ર છે. તમારી પ્રથમ પસંદગી બનવું અમારા વિઝનમાં સામેલ છે. અમે એક એવી દુનિયાની કલ્પના કરીએ છીએ જ્યાં બિલ્ડિંગ્સ અને શહેરો વધુમાં વધુ સુરક્ષિત, વધુ કાર્યક્ષમ, સસ્ટેનેબલ, સુવિધાજનક અને આરામદાયક હોય.

હેપ્પી ક્લાયન્ટ્સ

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી બ્રાન્ડ્સ અને સંસ્થાઓને સાથે સાંકળીને હજારો હેપ્પી અને સંતુષ્ટ ગ્રાહકો અને લાખો વપરાશકર્તાઓ સાથે અમારી સફર આગળ વધી રહી છે. શહેરની પ્રતિષ્ઠિત રિઅલ્ટી બ્રાન્ડ્સ, હોસ્પિટલ્સ, ઇન્ડસ્ટ્રીઅલ કોમ્પ્લેક્સિસ, સંસ્થાઓ અને પબ્લિક સ્પેસીસ અમારા એલિવેટર્સ સાથે લાખો લોકોને સેવા આપી રહ્યાનો અમને ગર્વ છે.

સુરત અને સાઉથ ગુજરાતનો રીઅલ એસ્ટેટ ઉદ્યોગ રોજબરોજ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે, ફિરોઝગર એલિવેટર ઇન્ડસ્ટ્રીઝ પ્રોપર્ટીઝની પાંખો બની તેમને ઊંચાઈઓ સુધી પહોંચાડવા તૈયાર છે.  દરેક રાઇઝ સરળ, સુગમ, સલામત અને ભવ્ય બને તેની અમે ખાતરી આપીએ છીએ. અમારી સાથે રાઇઝ થાઓ, જ્યાં દરેક પસાર થતો ફ્લોર તમને સફળતા, સ્થિરતા અને શાનદાર અનુભવોની કહાની કહે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :