Yugen Coffee Table Book Banner
Home Tech ઘર શોધવું હવે સરળઃ AI તમને છેલ્લા બે-ત્રણ વર્ષની કિંમત કે ભાડું...

ઘર શોધવું હવે સરળઃ AI તમને છેલ્લા બે-ત્રણ વર્ષની કિંમત કે ભાડું જાણવામાં મદદરૂપ થશે

AI પાવર્ડ પ્રાઇસ ટ્રેન્ડ એન્જિન ઘર શોધવાના તમારા અનુભવને યાદગાર બનાવવા માટે લૉન્ચ કરવામાં આવ્યું, તેની શરૂઆત housing.com દ્વારા કરવામાં આવી

Home Search Now Easy AI will help you know the price or rent for the last two-three years

Estimated reading time: 3 minutes

YUGEN REALTY, SURAT

AI પાવર્ડ પ્રાઇસ ટ્રેન્ડ એન્જિન ઘર શોધવાના તમારા અનુભવને યાદગાર બનાવવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે

તેની શરૂઆત હાઉસિંગ ડોટ કોમ દ્વારા કરવામાં આવી છે.

આના પર છેલ્લા 2-3 વર્ષના ઐતિહાસિક ભાવનાં ટ્રેન્ડ આપવામાં આવ્યા છે

દિલ્હી એનસીઆરમાં જ નહીં પરંતુ બેંગલુરુ, ચેન્નાઈ, મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા જેવા મેટ્રોપોલિટન શહેરોમાં પણ ઘરેથી કામ કરવાનું કલ્ચર હવે રહ્યુ નથી. આવી સ્થિતિમાં કામદારોને તેમના ગામો અને શહેરો છોડીને તેમના પોસ્ટિંગ વિસ્તારોમાં પાછા ફરવાની ફરજ પડી છે. જને પગલે મકાનોની માંગમાં વધારા સાથે, ખરીદી અથવા ભાડા માટેનાં મકાનોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.

આવી સ્થિતિમાં મકાનના ભાવો તો વધ્યા જ છે પણ મકાનમાલિકોએ પણ મકાનનાં ભાડામાં આડેધડ વધારો કર્યો છે. જો તમારે પણ આવી ઘટનાઓનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તમારી મદદ માટે એક પ્લેટફોર્મ તૈયાર થઈ ચૂક્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા AI સંચાલિત પ્રાઇસ ટ્રેન્ડ એન્જિન લોન્ચ કરવામાં આવ્યું છે. જેની મદદથી તમે જે વિસ્તારમાં ભાડાનું ઘર શોધી રહ્યા હો, ત્યાં તમે છેલ્લા બે-ત્રણ વર્ષના ભાડાનો ટ્રેન્ડ જોઈ શકશો.

કોણે શરૂઆત કરી?

અગ્રણી રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ Housing.com એ AI સંચાલિત પ્રાઇસ ટ્રેન્ડ એન્જિન લોન્ચ કર્યું છે. એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ એન્જિન ઘરની શોધ કરી રહેલા લોકોને મદદરૂપ થશે. આ અદ્યતન ફીચર તેના યુઝર્સને કિંમતી ડેટા અને જાણકારી આપવા માટે મશીન લર્નિંગ (ML) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરે છે.

આ એન્જિનની મદદથી, તમે પ્રોપર્ટીની ખરીદી, વેચાણ અથવા ભાડે આપવા અંગે વધુ બુદ્ધિશાળી નિર્ણયો લઈ શકો છો. આ સેવા પ્રારંભિક ધોરણે મુંબઈ, ગુરુગ્રામ, બેંગલુરુ અને હૈદરાબાદમાં ઉપલબ્ધ છે અને તેને અન્ય મોટા શહેરોમાં લાવવાની યોજના ચાલી રહી છે.

તમને વિગતવાર વિશ્લેષણ મળશે

અહેવાલ છે કે આ લોન્ચમાં Housing.com ની માલિકીનું અલ્ગોરિધમ મહત્ત્વપૂર્ણ છે. તે માત્ર વર્તમાન બજાર કિંમતો જ નથી દર્શાવતું પરંતુ છેલ્લા 2-3 વર્ષમાં ભાવની ગતિવિધિઓનું વિગતવાર વિશ્લેષણ પણ આપે છે. આ ટૂલ તેના યૂઝર્સને તેમના પડોશ અને વિકાસની કિંમતની સ્થિતિની જાણકારી પણ આપે છે.

આ રીતે સંપત્તિ માટે લેન-દેનમાં યોગ્ય સમય પારખવામાં મદદ કરે છે અને મૂલ્યાંકન વિશે આગાહી કરે છે. આ સાધન ગ્રાહકોને તેમના નાણાકીય આયોજનને વ્યવસ્થિત રાખવામાં અને તેને તેમના ઘર ખરીદવાના બજેટ સાથે સંરેખિત કરવામાં પણ મદદ કરે છે.

AI મદદ કરે છે

હાઉસિંગ ડોટ કોમના ગ્રુપ સીઈઓ ધ્રુવ અગ્રવાલ કહે છે કે આજના ટેક્નોલોજીના ગતિશીલ વાતાવરણમાં એઆઈ વિવિધ ક્ષેત્રોમાં ઈનોવેશનનો આધાર બની ગયું છે. AI અને MLનો સમાવેશ કરવો એ માત્ર એક વિકલ્પ નથી પરંતુ કોઈપણ પ્રગતિશીલ ટેકનોલોજી એન્ટરપ્રાઈઝ માટે વ્યૂહાત્મક આવશ્યકતા છે. AIના કારણે વિશ્વ સાથેની આપણી ક્રિયાપ્રતિક્રિયા બદલાઈ રહી છે. આ ટેક્નોલૉજીનો ઉપયોગ માત્ર સ્પર્ધાત્મક ધાર જ નહીં, પણ અજોડ ગ્રાહક અનુભવ પણ પ્રદાન કરે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  

વધુ સમાચાર વાંચો :