Yugen Coffee Table Book Banner
Home Featured Knowledge Center ભારતના બૂમિંગ રિઅલ એસ્ટેટ સેક્ટરમાં ટોચની પ્રતિભા (ટેલેન્ટેડ કર્મચારીઓ)ની જાળવણી

ભારતના બૂમિંગ રિઅલ એસ્ટેટ સેક્ટરમાં ટોચની પ્રતિભા (ટેલેન્ટેડ કર્મચારીઓ)ની જાળવણી

સ્પર્ધાત્મક વળતર અને કાર્ય-જીવન સંતુલન દ્વારા ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ટોચની પ્રતિભાને જાળવી રાખવા માટેની વ્યૂહરચનાઓ

### Subtitle Effective strategies for retaining top talent in India's expanding real estate sector, focusing on career growth, competitive compensation, and work-life balance.

Estimated reading time: 5 minutes

YUGEN REALTY, SURAT

જેમ જેમ ભારતીય રિઅલ એસ્ટેટ ક્ષેત્ર સતત વિસ્તરી રહ્યું છે, તેમ ટોચની પ્રતિભાને (શ્રેષ્ઠ કર્મચારીઓ) જાળવી રાખવાનો પડકાર ઉદ્યોગની અગ્રણી કંપનીઓ માટે મુખ્ય ચિંતાનો વિષય બની ગયો છે. ટેલેન્ટેડ કર્મચારીઓનું કંપનીમાંથી આવવા-જવાનું (પીપલ ટર્નઓવર) પ્રમાણ અને કુશળ પ્રોફેશનલ્સ માટે તીવ્ર સ્પર્ધાને કારણે વફાદાર અને પ્રોડક્ટિવ વર્કફોર્સ વિકસાવવા માટે સ્ટ્રેટજિક અભિગમની જરૂર છે. શું તમે માનોછો કે ટોચની પ્રતિભાઓને જાળવી રાખવાથી રિઅલ એસ્ટેટ ક્ષેત્રની તેજીને વેગ મળશે? પ્રશ્નમાં જ જવાબ છુપાયેલો છે અને પ્રશ્નએ પણ છે કે કેવી રીતે આપણે ટોચની પ્રતિભાના પ્રોફેશનલ ગ્રોથ અને કારકિર્દીની પ્રગતિને સમર્થન અને સુવિધા આપી શકીયે?

રિઅલ એસ્ટેટ ઉદ્યોગ મોટા બદલાવમાંથી પસાર થઇ રહ્યો છે અને સારા પ્રોફેશનલ લોકોની જરૂરિયાત દિવસે ને દિવસે વધી રહી છે. તેથી વધુ ને વધુ આકર્ષક, ઉત્સાહી અને પ્રેરણાદાયક કાર્ય વાતાવરણ પૂરું પાડવાની અને મજબૂત કરિયર ડેવલપમેન્ટની વિકાસ તકો આપવાની જરૂરિયાત છે. સ્પર્ધાત્મક જોબ માર્કેટ અને અન્ય ક્ષેત્રોમાં પણ સ્કિલ્ડ અને ટેલેન્ટેડ પ્રોફેશનલ્સની અછત હોવાને કારણે આ ક્ષેત્રના કર્મચારીઓ ઘણીવાર સારી તકોના આકર્ષણથી બીજા ક્ષેત્રોમાં ચાલ્યા જાય છે.

આ પીપલ ટર્નઓવરને ઘટાડવા માટેની પાયાની સ્ટ્રેટજીમાંની એક કર્મચારીઓની પ્રેરણા અને જરૂરિયાતોને સમજવી અને તેના પર ધ્યાન આપવું જરૂરી છે. કર્મચારીઓ ફ્લેક્સિબલ ટાઈમટેબલ અને વર્ક-લાઈફ (કાર્ય-જીવન) સંતુલનને ખૂબ મહત્ત્વ આપે છે જે વ્યક્તિગત અને પ્રોફેશનલ વિકાસને સમાવે છે. કરિયર ગ્રોથ વિશે સ્પષ્ટતા, સ્પર્ધાત્મક વળતર અને સકારાત્મક કાર્ય સંસ્કૃતિ ટોચની પ્રતિભા જાળવી રાખવા માટે નિર્ણાયક છે.

વર્ક-લાઈફ (કાર્ય-જીવન) સંતુલન પહેલ

રિઅલ એસ્ટેટ કંપનીઓએ ફ્લેક્સિબલરીતે કામ કરી શકવાની વ્યવસ્થાઓ જેવી કે રિમોટ વર્ક ઓપશન્સ અને ફ્લેક્સિબલ કામના કલાકો જેવા મુદ્દાઓ વિષે પણ વિચારવું જોઈએ. પેંડેમીક પછી મોટાભાગની અન્ય ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવાની પ્રેક્ટિસીસમાં પરિવર્તન આવી રહ્યું છે. એ પ્રમાણે રિઅલ એસ્ટેટએ પણ તેમાંથી કઈ શીખીને આગળ વધવું પડશે.  આવી પ્રેક્ટિસીસથી કર્મચારીઓને તેમના અંગત જીવન અને પ્રોફેશનલ જવાબદારીઓ વચ્ચે સ્વસ્થ સંતુલન જાળવવામાં મદદ મળે છે  જેનાથી કામ કરવાનો સંતોષ અને વફાદારી વધે છે.

સ્પર્ધાત્મક વળતર અને લાભો

કુશળ પ્રોફેશનલ્સને આકર્ષવા અને જાળવી રાખવા માટે, કંપનીઓને સ્પર્ધાત્મક બેઝ સેલરી અને પર્ફોર્મન્સ-આધારિત બોનસ ઓફર કરવાની જરૂર છે. વ્યાપક હેલ્થ બેનિફિટ્સ, ટ્રાવેલ અને અન્ય પ્રોત્સાહક પ્રવૃત્તિઓ અને સુખાકારી કાર્યક્રમો પણ સમાન રીતે મહત્ત્વપૂર્ણ છે  કારણ કે કર્મચારીઓના લાંબા ગાળાના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં કંપની ઈન્વેસ્ટ કરે છે અને તેના કર્મચારીઓના ભવિષ્ય બાબતે ચિંતિત છે તેવો સંદેશ આપે છે  જેથી કંપની પ્રત્યે તેમની લાગણી જોડાય છે. 

પ્રોફેશનલ વિકાસ અને વૃદ્ધિ

પ્રોફેશનલ્સના નોલેજને વધારવા માટે કંપનીઓએ તેમાં ઈન્વેસ્ટ કરવું ખૂબ જરૂરી છે. મેન્ટરશિપ પ્રોગ્રામ્સ, જોબ રોટેશન, અને સતત શિક્ષણ અને સર્ટિફિકેશન કરવા જેવી પહેલો સ્કિલ્સ (કૌશલ્યો) અને કારકિર્દીના માર્ગને મોટા પ્રમાણમાં વધારી શકે છે. આ માત્ર વ્યક્તિગત વિકાસમાં જ મદદ કરતું નથી પણ કંપનીના ઉદ્દેશ્યો સાથે કર્મચારીઓની વૃદ્ધિને પણ એકરૂપ કરે છે, આથી સક્ષમ અને પ્રેરિત વર્કફોર્સ તૈયાર કરવામાં મદદ મળે છે.

ઓન-ધ-જોબ ટ્રેનિંગ

જોબ પર રાખવા અને જાળવી રાખવા માટે ઓન-ધ-જોબ ટ્રેનિંગ ખુબ જ મહત્ત્વપૂર્ણ છે. ઉદ્યોગમાં શીખવા અને વિકાસ કરવા આતુર સંભવિત ઉમેદવારોને ટ્રેનિંગ કાર્યક્રમો આકર્ષે છે. તાલીમના વિવિધ સ્વરૂપો, જેમ કે ઓનબોર્ડિંગ, મેનેજમેન્ટ ટ્રેનિંગ અને શેડોઇંગ, કર્મચારી વિકાસ માટે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવતી વખતે મૂલ્યવાન શીખવાની તકો પણ આપે છે.

પોઝિટિવ અને જોડી રાખે રાખે તેવું વર્ક કલ્ચર

કર્મચારીઓના સંતોષને પ્રોત્સાહન આપવા માટે સહાયક, સહયોગી અને સમાવિષ્ટ વાતાવરણ કેળવવું જરૂરી છે. તેમના ઔપચારિક અને અનૌપચારિક બંને અચિવમેન્ટ્સને બિરદાવવાથી અને પ્રોત્સાહન આપવાથી, કર્મચારીઓને મૂલ્યવાન હોવાનો એહસાસ થાય છે અને કંપની સાથે જોડાણ વધુ મજબૂત કરે છે. કર્મચારીઓને એન્ગેજ રાખે તેવું તેવું વર્ક ક્લચર ખુબ જ જરૂરી છે જેમાં ટીમ-બિલ્ડિંગ એક્ટિવિટીઝ વગેરેનો સમાવેશ થાય છે. વિવિધતા, સમાનતા અને સમાવેશને પ્રોત્સાહન આપવું એ કામના વાતાવરણના નિર્માણમાં પણ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે જ્યાં દરેક વ્યક્તિ આદર અને મૂલ્યની લાગણી અનુભવે છે.

નિયમિત પરફોર્મન્સ રિવ્યુઝ

કર્મચારીઓને સુધારવા અને આગળ વધારવા, જરૂરી પ્રતિસાદ આપવા માટે નિયમિત કામગીરીની સમીક્ષાઓ (પરફોર્મન્સ રિવ્યુઝ) હાથ ધરવી મહત્ત્વપૂર્ણ છે. કામગીરી સમીક્ષા પદ્ધતિઓ ટ્ર્રાન્સપરંટ આને સ્ટ્રક્ચર્ડ પ્રોટોકોલ બેઝડ હોવી જોઈએ જેથી એ કર્મચારીની સફળતા અને સંતોષ માટે પ્રયત્ન કરે અને તેને જાળવી રાખવા પ્રયન્તશીલ રહે.

અસરકારક કમ્યુનિકેશન અને ફીડબેક

નિયમિત ચેક-ઇન્સ, પરફોર્મન્સની સમીક્ષાઓ અને કર્મચારી સર્વેક્ષણો દ્વારા પારદર્શક કમ્યુનિકેશન ચેનલો સ્થાપિત કરવાથી ચિંતાઓને-મુદ્દાઓને  સક્રિયપણે ઉકેલવામાં અને મેનેજમેન્ટ અને સ્ટાફ વચ્ચે સ્પષ્ટ સંવાદ જાળવવામાં મદદ મળી શકે છે. કમ્યુનિકેશનની આ ખુલ્લી લાઇનથી વિશ્વાસ સ્થાપિત કરવામાં અને કર્મચારીઓને સાંભળવામાં આવે છે અને તેમની કદર કરવામાં આવે છે તેવું તેઓ અનુભવે છે.

ટેક્નોલોજી ટૂલ્સ ઉપયોગમાં લાવવાથી કર્મચારીને જોડી રાખવામાં અને કાર્યક્ષમતા વધારવામાં મદદ મળે છે. વર્કફ્લો અને કમ્યુનિકેશનને સુવ્યવસ્થિત કરતા આ ટૂલ્સ રોજિંદા તણાવને ઘટાડી શકે છે. પરિણામે, કર્મચારીઓ તેમના કાર્ય  વધુ વ્યૂહાત્મક રીતે કરી શકે છે અને લાભદાયી પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

રિઅલ એસ્ટેટ સેક્ટરમાં પ્રતિભા જાળવી રાખવા માટે વ્યક્તિગત અને પ્રોફેશન વિકાસ, સ્પર્ધાત્મક વળતર અને કાર્યસ્થળને કાર્યક્ષમ બનાવવામાં બહુપક્ષીય અભિગમની જરૂર છે આ વ્યૂહરચનાઓ અપનાવીને, રિઅલ એસ્ટેટ કંપનીઓ તેમના શ્રેષ્ઠ કર્મચારીઓને જાળવી શકશે અને સાથે ઉદ્યોગમાંથી અને બહારથી પણ ટોચની પ્રતિભાઓને આકર્ષિત કરી શકે છે, જેનાથી ભારતના તેજીવાળા રિઅલ એસ્ટેટ માર્કેટમાં અગ્રણી રહી શકે.

અનુપમા સુલ્તાનિયા :

અનુપમા સુલ્તાનિયા, પાર્ટનર, સ્ટ્રેટફિક્સ કન્સલ્ટિંગ SME અને ફેમિલી મેનેજ્ડ બિઝનેસ માટે HR ટ્રાન્સફોર્મેશનમાં એક્સપર્ટ છે. તેમણે ટેલેન્ટ મેનેજમેન્ટ સ્ટ્રેટજીસ, લીડરશીપ અને એક્ઝિક્યુટિવ કોચિંગ, ઓર્ગેનાઇઝેશન ક્લચર અને ડિઝાઇન માં પણ નિષ્ણાંત છે. વિવિધ ઉદ્યોગોમાં ઉભરતા પડકારો સંબોધવાનો તેઓ પ્રયાસ કરે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :