Yugen Coffee Table Book Banner
Home Market Analysis શું 2024 ઘરની ખરીદી પરવડે તેવું વૃદ્ધિનું વર્ષ છે? નિષ્ણાતોનો વિશ્વાસ

શું 2024 ઘરની ખરીદી પરવડે તેવું વૃદ્ધિનું વર્ષ છે? નિષ્ણાતોનો વિશ્વાસ

ઐતિહાસિક વલણો અને ભવિષ્યની અપેક્ષાઓ અનુસાર, ગતિશીલ ભારતીય હાઉસિંગ માર્કેટ 2024માં ઘરની એફોર્ડિબિલિટીમાં સંભવિત વૃદ્ધિ માટે તૈયાર છે

શું 2024 ઘરની ખરીદી પરવડે તેવું વૃદ્ધિનું વર્ષ છે? નિષ્ણાતોનો વિશ્વાસ

Estimated reading time: 3 minutes

YUGEN REALTY, SURAT

2024માં એફોર્ડેબલ ઘર ખરીદવાની સંભાવનાઓ શોધીને, અમે રિઅલ એસ્ટેટ નિષ્ણાતોની જાણકારી અને એમના અભિપ્રાયો મેળવ્યા છે.

રિઅલ એસ્ટેટ સેક્ટરનો સતત વિકાસ સૂચવે છે કે છેલ્લા ત્રણ વર્ષની ખરીદીના લેવલને વટાવીને 2024 સુધીમાં ઘર ખરીદવાની શક્યતાઓમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. બજારની ગતિશીલતા, કિંમતનો ટ્રેન્ડ, એફોર્ડિબિલિટી અને આર્થિક પરિબળોને ધ્યાનમાં લેતા, નિષ્ણાતો નજીકના ભવિષ્યમાં લોકો પોતાની માલિકીનું ઘર ખરીદી શકે એ માટે આશાવાદી દૃષ્ટિકોણ સૂચવે છે.

મણિપાલ બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા સંચાલિત SahiBnk ના CEO કમલજીત રસ્તોગી, સ્થિર રેપો રેટને હાઇલાઇટ કરે છે પરંતુ સંભવિત બજાર પરિવર્તન વિશે ચેતવે પણ છે અને કહે છે કે “ફેબ્રુઆરી 2023થી રેપો રેટ 6.50% પર સ્થિર છે, મે 2022થી એમાં કોઈ ઘટાડો થયો નથી. તાજેતરમાં રેપો રેટમાં સ્થિરતા હોવા છતાં, બજારમાં હજુ પણ અણધાર્યા વળાંક આવી શકે છે. ઐતિહાસિક રીતે, સરેરાશ રેપો રેટ 6%થી થોડો વધારે રહ્યો છે જે વર્તમાન પરિસ્થિતિઓમાં મોટા ફેરફારોની મર્યાદા દર્શાવે છે. જોકે, એફોર્ડિબિલિટી ત્રણ વર્ષની ટોચે છે. કોવિડ પછીના સમયગાળામાં રેપો રેટ 4% જેટલો નીચો જોવા મળ્યો હતો. રેપો રેટમાં ફેરફારને ધ્યાનમાં લીધા વિના પ્રોપર્ટીના ભાવમાં વધારો, એફોર્ડિબિલિટી સામે મોટો પડકાર છે.”

જો ફુગાવો આરબીઆઈની નિર્ધારિત રેન્જના નીચલા લેવલ સાથે મેળ ખાય તો વિશ્લેષકો સંભવિત રેપો રેટ ઘટાડવાની આગાહી કરે છે.

રેલિગેર હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનના સીઇઓ રાહુલ મેહરોત્રા ઈનકમ ગ્રોથને ટેકો આપતા 2024માં એફોર્ડિબિલિટીમાં સુધારો થવાની આગાહી કરે છે. તેમણે કહ્યું કે “આર્થિક પરિસ્થિતિઓ આવકમાં વૃદ્ધિ માટે અનુકૂળ છે જે 2021માં ટોચની સરખામણીએ વધુ એફોર્ડિબિલિટીની ખાતરી આપે છે. જ્યારે બેંક વ્યાજ દરમાં વધારો EMIમાં વધારો કરી શકે છે, આ અસરો સ્થિર રેપો રેટ અને ઘરેલુ આવક વૃદ્ધિ દ્વારા ઘટી શકે છે.”

પ્રમોદ કથુરિયા, Easiloan ના સ્થાપક અને CEO, તાજેતરના હાઉસિંગ ભાવ અને મોર્ટગેજ દરમાં વધારો હોવા છતાં, 2024માં ઘર ખરીદવા માટેની એફોર્ડિબિલિટી માટે સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે. તે કહે છે કે “રેપો રેટમાં ઘટાડો થવાની સંભાવના હાઉસિંગ માર્કેટ પર સકારાત્મક અસર કરશે. મોટા શહેરોમાં એફોર્ડિબિલિટીમાં ઘટાડો સાધારણ રહ્યો છે, જે ગયા વર્ષની સરખામણીમાં સુધરેલી આર્થિક અને આવકની સ્થિતિને આભારી છે.”

શહેરના ટ્રેન્ડ બદલાતા રહે છે જેમાં મુંબઈમાં તેની એફોર્ડિબિલિટીના સૂચકાંકમાં ઘટાડો અને કોલકાતામાં નજીવો સુધારો જોવા મળે તેવી શક્યતા છે. 2023ના ભાવવધારા છતાં, સારી આર્થિક અને આવક વૃદ્ધિને કારણે એફોર્ડિબિલિટીમાં એકંદરે ઘટાડો જોવા મળે છે.

કથુરિયા ઉમેરે છે કે “2024માં સકારાત્મક બદલાવ લાવવાની અપેક્ષા છે. રેપો રેટમાં 60-80 બેઝિસ પોઈન્ટ્સનો અપેક્ષિત ઘટાડો ધિરાણ માટે વધુ અનુકૂળ વાતાવરણ બનાવી શકે છે જે સંભવિતપણે હાઉસિંગ માર્કેટને પુનર્જીવિત કરી શકે છે અને એફોર્ડિબિલિટી લેવલમાં વધારો કરી શકે છે.”

સારાંશ એ કે નિષ્ણાત વિશ્લેષણો, ઐતિહાસિક વલણો અને ભવિષ્યની અપેક્ષાઓ અનુસાર, ગતિશીલ ભારતીય હાઉસિંગ માર્કેટ 2024માં ઘરની એફોર્ડિબિલિટીમાં સંભવિત વૃદ્ધિ માટે તૈયાર છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  

વધુ સમાચાર વાંચો :