Yugen Coffee Table Book Banner
Home Featured Events સ્માર્ટ હોમ એક્સ્પો 2024

સ્માર્ટ હોમ એક્સ્પો 2024

હોમ ઓટોમેશનના ભવિષ્યની એક ઝલક

Experience the Latest Innovations and Trends in Home Automation, Smart Lighting, and Intelligent Building Solutions at Asia's Premier Exhibition

Estimated reading time: 4 minutes

YUGEN REALTY, SURAT

ભારતનો સૌથી મોટો હોમ-ઓટોમેશન B2B એક્સ્પો સ્માર્ટ હોમ એક્સ્પો 2024,  2 થી 4 મે સુધી જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે તેના ત્રણ દિવસીય ભવ્યતાનું સફળતાપૂર્વક સમાપન થયું હતું. આ વર્ષે તેની 5મી આવૃત્તિમાં, સ્માર્ટ હોમ ટેક્નોલોજી માટે એશિયાના પ્રીમિયર પ્રદર્શન તરીકે તેની પ્રતિષ્ઠાને સ્થાપિત થઈ   જેમાં ઉદ્યોગ પ્રોફેશનલ્સ, ટેકનોલોજી ઉત્સાહીઓ અને વૈશ્વિક મીડિયાની મોટી હાજરી જોવા મળી હતી.

વર્લ્ડ મીડિયા & એક્સ્પો અને મેસે ફ્રેન્કફર્ટ ટ્રેડ ફેર્સ ઇન્ડિયા દ્વારા આયોજિત આ એક્સ્પોમાં હેવેલ્સ, પેનાસોનિક, LG અને સોનોસ જેવા ઉદ્યોગની દિગ્ગઝ બ્રાન્ડ્સ સહિત વિશ્વભરના 150 થી વધુ એક્ઝિબિટર્સએ ભાગ લીધો હતો. ડિસ્પ્લે પર 350 થી વધુ બ્રાન્ડ્સ સાથે, ઇવેન્ટમાં હોમ ઓટોમેશન, સ્માર્ટ લાઇટિંગ, ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ સોલ્યુશન્સ અને ઑડિયો-વિડિયો ટેક્નોલોજીમાં લેટેસ્ટ ઇનોવેશન વ્યાપક પ્રમાણમાં જોવા મળી હતી. 

આ વર્ષની ઇવેન્ટનું સ્કેલ અને પ્રદર્શિત ટેક્નોલોજી નોંધપાત્ર હતી. 10,000 થી વધુ પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે સ્માર્ટ હોમ સોલ્યુશન્સમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. આ એક્સ્પો 70 થી વધુ નવી પ્રોડક્ટ્સ માટે લોન્ચપેડ સાબિત થયો હતો  જે ટેક્નોલોજીકલ ઈનોવેશનને આગળ વધારવામાં ઈવેન્ટની ભૂમિકાને હાઈલાઈટ કરે છે.

હાઇલાઇટ્સ અને નવીનતાઓ

એક્સ્પોમાં 100 થી વધુ સ્પીકર્સ સાથે હાઇ-પ્રોફાઇલ કોન્ફરન્સ અને સેશંસનો લાભ ઉપસ્થિત એક્ઝિબીટર્સ અને વિઝિટર્સએ લીધો હતો જેમાં AI અને IoT ઇન્ટિગ્રેશન જેવા ટ્રેન્ડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્માર્ટ હોમ્સના ભાવિ વિશે ચર્ચા કરવામાં આવી હતી, KNX પેવેલિયનમાં 11 બ્રાન્ડ્સની સર્ટિફાઈડ ટેક્નોલોજી પ્રદર્શિત કરવામાં આવી હતી, જે સ્માર્ટ હોમ ઇન્ટરઓપરેબિલિટી માટે સર્ટિફાઈડ સોલ્યુશન્સના મહત્ત્વને દર્શાવે છે. AV ડેમો રૂમોએ અદ્યતન હોમ-થિયેટર સેટઅપ્સના લાઇવ ડેમોન્સ્ટ્રેશન સાથે ઉપસ્થિતોને પ્રભાવિત કર્યા. સ્માર્ટ સ્પેસ એવોર્ડ્સ 2024 અને સ્માર્ટ હોમ એક્સ્પો ઓનર્સ 2024 એ ઉત્કૃષ્ટ નવીનતાઓ અને યોગદાનને એવોર્ડ્સ આપી બિરદાવ્યા હતા, શ્રેષ્ઠતાની ઉજવણી કરી અને કંપનીઓને હોમ ઓટોમેશનની સીમાઓને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા.

નેટવર્કીંગ અને કોમ્યુનિટી બિલ્ડિંગ

આ એક્સ્પો ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ માટે નેટવર્કિંગ, જોડાવા અને સહયોગ કરવા માટે એક વાઇબ્રન્ટ હબ હતું. લાઇટિંગ કનેક્ટ અને સ્માર્ટ બિલ્ડિંગ સમિટ જેવી ઇવેન્ટ્સે આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ, ડેવલપર્સ અને સ્ટેકહોલ્ડર્સ વચ્ચે ઈન્ટરેક્શન માટે સારું પ્લેટફોર્મ આપ્યું હતું, ઉદ્યોગના સ્ટાન્ડર્ડ્સ અને સસ્ટેનેબલ પ્રેક્ટિસીસને પ્રોત્સાહન આપ્યું. તે પ્રોડક્ટ્સ અને એન્ડ-યુઝર્સ વચ્ચે પણ વાતચીત અને ફીડબેક માટે એક પ્લેટફોર્મ આપ્યું હતું  જે ઓન-ગોઈંગ પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને માર્કેટ એક્સપેંશન માટે જરૂરી છે.

નોંધપાત્ર મહેમાનો અને સેશન્સ

વિખ્યાત આર્કિટેક્ટ સંજય પુરીએ મુખ્ય અતિથિ તરીકે તેમની હાજરી સાથે પ્રતિષ્ઠા ઉમેરતા ઈવેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રસિદ્ધ ઇન્ટિરિઅર ડિઝાઇનર સુઝેન ખાન ટેક્નોલોજીના પ્રદર્શનથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી  અને અભિનેતા હર્ષવર્ધન કપૂરે હાઈ-એન્ડ ઑડિયો અને સ્માર્ટ હોમ સોલ્યુશન્સમાં નવી ટેક્નોલોજીનો અનુભવ લીધો હતો.

આકર્ષક સેશન્સમાં “ઇન્ટેલિજન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર: કેવી રીતે ડેવલપર્સ ટેક્નોલોજી સાથે સ્માર્ટ સિટીઝના વિકાસને સમર્થન આપી રહ્યા છે” અને “સ્માર્ટ બિલ્ડિંગમાં ડિજિટલ ટ્વિન્સ: ડિઝાઇન, બાંધકામ, સંચાલન અને જાળવણીમાં વધારો”, “સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાવિમાં ઊંડી આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે” વગેરેનો લાભ લોકોએ લીધો.

સ્માર્ટ હોમ એક્સ્પો 2024 એ એક અગ્રણી એક્સ્પોની સાથે એક વ્યાપક પ્લેટફોર્મ પણ હતું જેણે સ્માર્ટ હોમ ઇકોસિસ્ટમના વિવિધ એલિમેન્ટ્સને એકસાથે લાવ્યાં હતાં. તેના થકી વર્તમાન સ્થિતિ અને હોમ ઓટોમેશનના ભાવિ વિશે અમૂલ્ય ઇનસાઇટ્સ મળ્યા, લિવિંગ સ્પેસીસને રૂપાંતરિત કરી  દે તેવા ઇનોવેશન્સ માટે સ્ટેજ સેટ કર્યું હતું. જેમ આપણે આગલી આવૃત્તિની રાહ જોઈ રહ્યા છીએ, વૈશ્વિક સ્માર્ટ હોમ અને ઓટોમેશન ટ્રેન્ડ પર સ્માર્ટ હોમ એક્સ્પોનો પ્રભાવ પહેલા કરતા વધુ નોંધપાત્ર છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :