Estimated reading time: 4 minutes
YUGEN REALTY, SURAT
ભારતમાં પ્રિકાસ્ટ બાંધકામની વધતી જતી પ્રસિદ્ધિમાં ઘણા બધા પરિબળોનો ફાળો છે. સૌપ્રથમ, ઝડપી શહેરી વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની વધતી જરૂરિયાત માટે એફિશિએન્ટ કન્સ્ટ્રક્શન ટેક્નલોલોજી (કાર્યક્ષમ નિર્માણ તકનીકો)ની આવશ્યકતા છે જે ટૂંકા સમયમાં ગુણવત્તાયુક્ત પરિણામો આપી શકે. પ્રિકાસ્ટ ટેક્નોલોજી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરીને અને બાંધકામના સમયને નોંધપાત્ર રીતે ઘટાડીને આ જરૂરિયાતો સાથે સંપૂર્ણ રીતે પૂરી કરે છે.
બીજું, તાજેતરની ચર્ચાઓ અને ઉદ્યોગ અહેવાલોમાં દર્શાવેલ પ્રિકાસ્ટ બાંધકામના સહજ ફાયદાઓ તેની અપીલને ઉજાગર કરે છે. આ ફાયદાઓમાં કંટ્રોલ્ડ મેન્યુફેક્ચરિંગ એન્વાયરોન્મેન્ટ (વાતાવરણ), મટીરિઅલ્સનો ઓછો બગાડ, ઓછા ઓન-સાઇટ જોખમો સાથે બહેતર સલામતી અને બિલ્ડિંગ માટે વધુ સસ્ટેનેબલ અભિગમને કારણે શ્રેષ્ઠ બાંધકામ ગુણવત્તાનો સમાવેશ થાય છે.
ભવિષ્યને આકાર આપતી ટેક્નોલોજિકલ નવીનતાઓ
ભારતમાં પ્રિકાસ્ટ બાંધકામનું ભાવિ ટેક્નોલોજિકલ નવીનતાઓ સાથે જોડાયેલું છે જે ક્ષમતાઓને સુધારવા અને વિસ્તૃત કરવાનું ચાલુ રાખે છે. ડિજિટલ બાંધકામ ટેકનોલોજીનું ઇન્ટિગ્રેશનએ નોંધપાત્ર પ્રગતિએ છે. જેમ કે બિલ્ડિંગ ઇન્ફર્મેશન મોડેલિંગ (BIM) અને અદ્યતન સિમ્યુલેશન ટૂલ્સ, જે ડિઝાઇન, પ્લાનિંગ અને અમલીકરણ પ્રક્રિયાઓને શ્રેષ્ઠ બનાવે છે.
પ્રિકાસ્ટ પ્રોડક્ટ્સનો વિકાસ પણ આંખે ઉડીને વળગે તેવો છે. આધુનિક પ્રિકાસ્ટ સોલ્યુશન્સ માત્ર સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ જ નહીં, પરંતુ એસ્થેટિક અપીલ અને ફંક્શનલ કાર્યક્ષમતા અને વિવિધતા પણ આપે છે. દાખલા તરીકે, પ્રિકાસ્ટ પેનલ્સની અંદર ઇન્સ્યુલેશન સ્તરોનો સમાવેશ એનેર્જી-એફિશિઅન્સી (ઊર્જા કાર્યક્ષમતા) અને પર્યાવરણીય સસ્ટેનેબલીટી વધારે છે, જે બિલ્ડિંગ્સને ગ્રીન બનાવે છે અને વિવિધ ક્લાયમેટિક કંડિશન્સ માટે યોગ્ય બનાવે છે.
માર્કેટની સ્વિકૃતિ અને ઉદ્યોગનો સહયોગ
મોટા પાયે ડેવલપર્સ અને સરકારી સંસ્થાઓ તેની ઉપયોગીતા, કાર્યક્ષમતા અને એકન્દરે ઓછા ખર્ચ માટે પ્રિકાસ્ટ ટેકનોલોજીને વધુને વધુ અપનાવી રહી છે. દેશના બાંધકામ ક્ષેત્રના મુખ્ય ખેલાડીઓ તેમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સને સાકાર કરવા માટે પ્રિકાસ્ટ પદ્ધતિઓનો સક્રિયપણે ઉપયોગ કરી રહ્યાં છે.
ટાયર-2 શહેરોના ડેવલપર્સ પણ શરૂઆતના પ્રતિરોધ પછી આ માટે ઉત્સાહ દેખાડી રહ્યા છે.
ઉદ્યોગના સ્ટેકહોલ્ડર્સ, ટેક્નોલોજી પ્રોકેઇડર્સ અને રેગ્યુલેટરી સંસ્થાઓ વચ્ચે વ્યૂહાત્મક સહયોગ પ્રિકાસ્ટ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસને આગળ વધારવા માટે પ્રયન્તશીલ છે. આ સહયોગ નોલેજ શેરિંગ, પ્રક્રિયાઓનું સ્ટાન્ડર્ડાઇઝેશન અને બેસ્ટ પ્રેક્ટિસીસના વિકાસની સુવિધા આપે છે, જેથી પ્રિકાસ્ટ ટેક્નોલૉજીની વ્યાપક સ્વીકૃતિ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ બની રહી છે.
પીએમ ગ્રૂપના પાર્ટનર અંકિત ફાલ્દુએ યુગેન રિઅલ્ટી ન્યૂઝપેપર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે “ભારતને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોતાં, સ્પષ્ટ સંદેશ મળે છે કે ભારતના દરેક ભાગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો જંગી વિકાસ જોવા મળી રહ્યો છે. આ ઝડપી વૃદ્ધિને મેચ કરવા માટે ‘PRECAST’ એ અલ્ટીમેટ સોલ્યુશન છે જે ગુણવત્તા અને સચોટતા બંને સાથે ટૂંકી સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને ખૂબ જ મોટા પ્રમાણમાં કામ કરી શકાય છે.
Pm ગ્રૂપમાં અમે ‘ઓન્લી‘ VSI એગ્રીગેટ્સ, મેન્યુફેક્ચર્ડ સેન્ડ, પેવર બ્લોક્સ, કર્બસ્ટોન અને રેડી મિક્સ કોંક્રિટ જેવા ક્વોલિટી રો-મટીરિઅલ્સના બેક સપોર્ટર્સ તરીકે ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઇ જવામાં ગર્વ અનુભવીએ છીએ.
ઇનોવેશન અને ક્વોલિટી મેન્યુફેક્ચરિંગના સંદર્ભમાં ઉદ્યોગમાં અમે ટ્રેન્ડ સેટર કંપની છીએ, સતત શીખવવાના અભિગમથી અમે અમારા નોલેજને જ્ઞાનને અપડેટ કરવાનું ચાલુ રાખીએ છીએ. આપણા રિજિયનમાં દેશના સુધી પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સ જેવા કે બુલેટ ટ્રેન, સુરત મેટ્રો અને NHAI જેવા પ્રોજેક્ટ માટે વેન્ડર પાર્ટનર હોવાનો અમને અત્યંત ગર્વ છે.”
પડકારો અને ભાવિ આઉટલુક
ભારતમાં પ્રિકાસ્ટ બાંધકામનું ભાવિ આશાસ્પદ દેખાઈ રહ્યું છે, ત્યારે અમુક પડકારો પર ધ્યાન આપવાની જરૂર છે. ક્ષેત્રમાં સતત વૃદ્ધિ અને કાર્યક્ષમતા પ્રાપ્ત કરવા માટે નિર્ણાયક એવા સ્કેલેબિલિટી, માસ પ્રોડક્શન અને પ્રિકાસ્ટ પ્રોડક્ટ્સના ટ્રાન્પોર્ટેશન માટે લોજિસ્ટિક્સ ઓપ્ટિમાઇઝેશન અને સ્કિલ્ડ લેબરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જેવા પરિબળો પર ધ્યાન આપવું પડશે.
આગળનો સમય રોમાંચક છે, ભારત પ્રિકાસ્ટ બાંધકામ સતત વિસ્તરણ અને નવીનતા માટે તૈયાર છે. મટીરિઅલ્સ, ઓટોમેશન અને ડિજીટલાઇઝેશનમાં ચાલી રહેલી પ્રગતિ સાથે, પ્રિકાસ્ટ પદ્ધતિઓ બાંધકામની ઝડપ, ગુણવત્તા અને સસ્ટેનેબલીટીને વધુ વધારશે, જે તેમને ભારતના વધતા જતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિઅલ એસ્ટેટની દુનિયામાં અનિવાર્ય હિસ્સો બનાવશે.
ભારતમાં પ્રિકાસ્ટ બાંધકામનું ભાવિ નવીનતા, સહયોગ અને વધુ સ્માર્ટ, ઝડપી અને ગ્રીન કન્સ્ટ્રક્શન કરવાની પ્રતિબદ્ધતા દ્વારા ચિહ્નિત થયેલ છે. જેમ જેમ આ ટેક્નોલૉજી સતત વિકસિત થઈ રહી છે અને ટ્રેક્શન મેળવશે તેમ, તે આવનારા વર્ષો સુધી દેશના નિર્મિત વાતાવરણને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
| વિગત | હાલની બાંધકામ પદ્ધતિઓ | પ્રિકાસ્ટ ટેકનોલોજી |
| સમય | ફોર્મવર્ક અને ક્યોરિંગ જેવી ઑન-સાઇટ પ્રક્રિયાઓને કારણે સમય માંગી શકે છે. | મુખ્ય પ્રોડક્શન પ્રોસેસીસને ઓફ-સાઇટ સ્થાનાંતરિત કરીને બાંધકામના સમયને નોંધપાત્ર રીતે ઘટાડે છે. |
| ક્વોલિટી અને કન્સીસ્ટન્સી | ક્વોલિટી કંટ્રોલ એ સાઇટ પરની પ્રક્રિયાઓમાં વિવિધતા સાથે પડકારરૂપ બની શકે છે. | કંટ્રોલ્ડ મેન્યુફેક્ચરિંગ એન્વાયરમેન્ટને કારણે ક્વોલિટી અને કન્સીસ્ટન્સી બંને જળવાઇ રહે છે |
| ખર્ચ અને મટીરિઅલ મેનેજમેન્ટ | મટીરિઅલ વેસ્ટેજ અને સાઇટ પરની ઓછી કાર્યક્ષમતાને કારણે ખર્ચ અને મટીરિઅલ મેનેજમેન્ટમાં વધુ ખર્ચ થઈ શકે છે. | પ્રારંભિક રોકાણ વધારે છે, પરંતુ મટીરિઅલ વેસ્ટેજ ઘટાડીને અને પ્રોસેસીસને સુવ્યવસ્થિત કરીને લાંબા ગાળામાં ખર્ચમાં ઘટાડો કરે છે |
| ફ્લેક્સિબિલિટી અને અમલીકરણ | બાંધકામ દરમિયાન ડિઝાઇન ફેરફારો માટે સુગમતા આપે છે. | એકવાર મેન્યુફેક્ચરિંગ શરૂ થઈ જાય તે પછી અચાનક ડિઝાઇન ફેરફારોને સ્વીકારવામાં તેની મર્યાદાઓ હોઈ શકે છે. |
| પર્યાવરણીય અસર | જો કાર્યક્ષમ રીતે સંચાલિત ન કરવામાં આવે તો પર્યાવરણ પર અવળી અસરોમાં યોગદાન આપી શકે છે | સામગ્રીનો બગાડ, ઑન-સાઇટ પ્રદૂષણ અને સંસાધનના ઉપયોગને ઑપ્ટિમાઇઝ કરે છે, સસ્ટેનેબિલિટી લક્ષ્યોને હાંસિલ કરવામાં માળારૂપ બને છે |
| સલામતી | સાઇટ પરની પ્રવૃત્તિઓ અને મેન્યુઅલ લેબર પર આધાર રાખે છે જે સલામતી જોખમો ઉભી કરે છે. | ઓછી ઓન-સાઇટ પ્રવૃત્તિઓ અને મેન્યુઅલ લેબર પરની ઓછી નિર્ભરતા સાથે સલામત કાર્યકારી વાતાવરણમાં ફાળો આપે છે |
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE















