Estimated reading time: 5 minutes
YUGEN REALTY, SURAT
યુગેન રિઅલ્ટી : એટલાન્સ ક્લબ શા માટે ? શું તમને લાગે છે કે દક્ષિણ ગુજરાતમાં ક્લબિંગ પ્રોજેક્ટ્સ ટ્રેન્ડમાં છે?
નિલેશ જાદવ: દક્ષિણ ગુજરાત ડેવલપમેન્ટ અને ઇકોનોમિક એક્ટિવિટીઝનું એક હોટસ્પોટ બની રહ્યું છે, ખાસ કરીને સુરત અને વાપીમાં. જેમ જેમ આ પ્રદેશના વિકાસ સાથે લોકોની સમૃદ્ધિમાં વધારો થઇ રહ્યો છે, તેમ તેમ આપણા રિચ અને ઉચ્ચ-મધ્યમ-વર્ગની અપેક્ષાઓ લાઇફસ્ટાઇલ, હરવા ફરવા અને ક્લબિંગના વિકલ્પોની માંગ પણ વધી રહી છે. એટલાન્સ ક્લબ નિલેશ રિઅલ એસ્ટેટ ગ્રૂપ અને એટલાન્સ ગ્રૂપની સંયુક્ત પહેલ છે જેનો ઉદ્દેશ્ય આ ઊભરતા વિકલ્પને પૂરો કરવાનો છે.
યુગેન રિઅલ્ટી : એટલાન્સ ક્લબ કઈ રીતે અલગ છે ? ક્લબ ઓનરશીપનો આ નવો કોન્સેપ્ટ શું છે ?
નિલેશ જાદવ: એટલાન્સ ક્લબમાં અમારું ધ્યાન ફક્ત લક્ઝરી પર નથી, પરંતુ અમારા સભ્યો માત્ર મેમ્બર જ નહિ પરંતુ ક્લબના માલિક બને તેના પર છે. સામાન્યરીતે ક્લબ મેમ્બરશિપ પૂરી થતા મેમ્બરને પછી તેમાં કોઈ ફાયદો મળતો નથી તેનાથી વિપરીત અમે અહીંયાં મેમ્બર્સને જ શેર આપીને માલિકી બનાવી આપીશું જેથી તેમનો અધિકાર તેના પર રહે. અમારા સભ્યોને માલિક તરીકે ગણવામાં આવશે.
યુગેન રિઅલ્ટી : શું તમે એટલાન્સ ક્લબના સભ્યોને મળતા લાભો વિશે વિગતવાર કહી શકો છો?
નિલેશ જાદવ: ચોક્કસ, અમારા મેમ્બર્સને રૂ. 2.41 લાખની મેમ્બરશિપની સામે આગામી 21 વર્ષની મેમ્બરશિપ દરમિયાન રૂ. 35 લાખ જેટલા મૂલ્યનો મોટો ફાયદો મળશે જેમાં અત્યાધુનિક 51 થી વધુ વર્લ્ડક્લાસ અમેનીટીઝ – સુવિધાઓ જેવી કે 10,000 ચોરસ ફૂટનો સ્વિમિંગ પૂલ, લક્ઝરી રેસિડેન્સ અને ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સનો સમાવેશ થાય છે. તેઓ ક્લબ, ઇવેન્ટ્સ અને સર્વિસીસ માટે વિશિષ્ટ ઍક્સેસ પણ મેળવશે જે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી. સભ્યોને 21 વર્ષ માટે દર વર્ષે 9 રૂમ નાઈટ્સ ઉપરાંત પ્રસંગો માટે 25 રૂમ + બેંક્વેટની સુવિધા 21 વર્ષમાં બે વાર મળશે. આ વિશેષતાઓ અમારા ક્લબને માત્ર લકઝિરિયસ જ નહીં પણ સુલભ પણ બનાવે છે. ફેમિલિઝને ગમે તેવું વાતાવરણ પૂરું પાડે છે, કોમ્યુનિટી લિવિંગ અને નેટવર્કિંગની તક આપે છે.
યુગેન રિઅલ્ટી : એટલાન્સ ક્લબ મેમ્બરશિપના શું ફાયદા છે?
નિલેશ જાદવ: પારદર્શિતા અને સુરક્ષાની ખાતરી કરીએ છીએ અને 100% ચેક પેમેન્ટ સાથે એટલાન્સ ક્લબની મેમ્બરશિપ સરળ EMI સુવિધાઓ દ્વારા મેળવી શકાય છે. પ્રથમ 500 સભ્યો માટે બાયબેક ઓફર પણ છે જેમાં 21 વર્ષ પછી તેમને લેખિતમાં તેમના રોકાણ રૂ. 2.41 લાખની સામે રૂ. 7.5 લાખનું વળતર આપવાની ખાતરી અમે આપીએ છીએ.
યુગેન રિઅલ્ટી: એટલાન્સ ક્લબને દમણથી માત્ર 5 કિમી દૂર ઉદવાડામાં શા માટે પસંદ કરવામાં આવી? આ લોકેશનનું મહત્ત્વ શું છે?
નિલેશ જાદવ: દમણથી માત્ર 5 કિમીના અંતરે ઉદવાડા નજીક નદી કિનારે શાંત લેન્ડસ્કેપ અને સુરત અને વાપી જેવા મુખ્ય શહેરી કેન્દ્રોની નિકટતાને કારણે એટલાન્સ ક્લબ માટે એક બેસ્ટ લોકેશન છે. ઊભરતા ટુરિઝમ સ્થળ દમણની નજીક હોવાને કારણે અમારા સભ્યોને કોમર્શિઅલ સેન્ટર્સની નજીક હોવા છતાં રિસોર્ટ જેવા વાતાવરણનો આનંદ માણવાનો અનોખો લાભ મળશે તેની અમે ખાતરી આપીએ છીએ. આ લોકેશન સુનિશ્ચિત કરે છે કે અમારા સભ્યો લાંબી મુસાફરીની ઝંઝટ વિના ઝડપી રિલેક્સ થઇ આનંદ માણી શકશે જે તેને એક બેસ્ટ ડેસ્ટિનેશન બનાવે છે.
યુગેન રિઅલ્ટી: તમે અમને એટલાન્સ ક્લબ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ બ્રોકર્સ અને એજન્ટો માટે શું કેહેશો?

નિલેશ જાદવ: રિઅલ એસ્ટેટ ઉદ્યોગમાં પ્રોપર્ટી બ્રોકર્સની મહત્ત્વની ભૂમિકાને ઓળખીને, નિલેશ રિઅલ એસ્ટેટ ગ્રૂપ અને એટલાન્સ ગ્રૂપ સુરત, નવસારી, વલસાડ, ચીખલી, વાપી અને અન્ય વિસ્તારના પ્રોપર્ટી બ્રોકર્સ માટે એક ભવ્ય બિઝનેસ મીટિંગ અને ડીજે પાર્ટીનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ઈવેન્ટ 17 મે, 2024ના રોજ કેટલા પાર્ટી પ્લોટ, દમણ નારાયણ પાર્ક ખાતે યોજાશે. બ્રોકર્સ મિત્રો માટે અમે વિશેષ ઓફર્સ પણ જાહેર કરીશું અને તેમની સાથે મળીને આ પ્રોજેક્ટને નવી ઊંચાઈઓ પર લઇ જશું
યુગેન રિઅલ્ટી: છેલ્લે, તમે કેવી રીતે ખાતરી કરશો કે એટલાન્સ ક્લબ તમારા ગ્રાહકોની અપેક્ષાઓ પર પાર પડશે?
નિલેશ જાદવ: અમે અમારા ગ્રાહકો સાથે નજીકથી જોડાયેલા રહીએ છીએ. તેમની જરુરીયાતો અને પસંદગીઓને સમજીને તેમની અપેક્ષાઓ પૂરી કરવામાં અમે કોઈ કસર છોડતા નથી. સમયાંતરે વિવિધ મનોરંજક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીને, અમે અમારા સભ્યોને વધુમાં વધુ એન્ગેજ રાખવાનો પ્રયન્ત કરીએ છીએ. અમે ખાતરી કરીશું કે Atlance Club તેમનાં જીવનનો એક અભિન્ન અને પ્રિય ભાગ બની રહે.
લોકોની ઊભરતી અપેક્ષાઓને, ટ્રેન્ડને અને લાઈફસ્ટાઈલને ધ્યાનમાં રાખીને એટલાન્સ ક્લબને બનાવમાં આવી રહી છે. ગ્રાહકોને તેમની અપેક્ષા કરતા વધુ કઈ રીતે આપી શકીએ તે માટે અમે સતત પ્રયાસ કરતા રહીયે છીએ. એટલાન્સ ક્લબ લક્ઝરી લાઇફસ્ટાઇલને અનુરૂપ સાઉથ ગુજરાતની એક લેન્ડમાર્ક ક્લબ બનીનેને ઉભરશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE





















