Yugen Coffee Table Book Banner
Home Featured Events નિલેશ રિઅલ એસ્ટેટ ગ્રૂપ બ્રોકર્સ મીટ – ઉદ્યોગના સહયોગી પ્રોફેશનલ્સને નવાજ્યા

નિલેશ રિઅલ એસ્ટેટ ગ્રૂપ બ્રોકર્સ મીટ – ઉદ્યોગના સહયોગી પ્રોફેશનલ્સને નવાજ્યા

બે નવા પ્રોજેક્ટ એટલાન્સ ક્લબ અને ત્રિનેત્ર હોમ્સ લોન્ચ કર્યા

Atlance Club and Trinetrra Homes at Brokers Meet

YUGEN REALTY, SURAT

નિલેશ રિઅલ એસ્ટેટ ગ્રૂપ દ્વારા 14 વર્ષની તેની સફરની ઉજવણી કરવા સાથે  તાજેતરમાં જ સુરતના પાલ વિસ્તારમાં આવેલી ક્રાટોસ ક્લબ ખાતે લેન્ડમાર્ક બ્રોકર્સની મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.  રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં નવીનતા, ગુણવત્તા અને સહકાર માટે તેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવતી આ ઇવેન્ટ ગ્રૂપની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટના છે એમ ચોક્કસ પણે કહી શકાય.

આ ઇવેન્ટમાં 400 થી વધુ પ્રતિષ્ઠિત બ્રોકરોની હાજરી સાથે, નિલેશ રિઅલ એસ્ટેટ ગ્રૂપને રિઅલ એસ્ટેટ ઉદ્યોગમાં અગ્રણી સ્થાન પર હોવાની સાબિતી આપનાર હતી. આ સમારોહમાં બે અત્યંત મહત્વના  પ્રોજેક્ટ્સનું અનાવરણ કરવા માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવ્યું હતું.  એટલાન્સ ક્લબ અને ત્રિનેત્ર હોમ્સ. વલસાડના ઉદવાડા પાસે આવેલી એટલાન્સ ક્લબ, શાંત વાતાવરણ વચ્ચે વૈભવી જીવન જીવવાનું વચન આપે છે. તો બીજી તરફ  સુરતના ઓલપાડના મધ્યમાં નિર્માણાધીન પ્રોજેક્ટ એવા  ત્રિનેત્ર હોમ્સ, આધુનિક મકાન માલિકોની સમજદાર જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઉત્કૃષ્ટ રહેઠાણ લાયક સુવિધા પૂરી પાડવા માટે તત્પર હોવાનું પુરવાર થાય છે. 

આ બન્ને પ્રોજેક્ટ લોન્ચ કરવા ઉપરાંત, ઇવેન્ટમાં વિપુલ દવે, ભરત દેવડા, મનીષ તોમર, યાસીન દારા, રશ્મિ રાણા અને લેખા ઘીવાલા સહિત રિઅલ એસ્ટેટ સમુદાયની મુખ્ય વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નિલેશ રિઅલ એસ્ટેટ ગ્રૂપની નૈતિકતાને અને તેના યોગદાનને ધ્યાનમાં રાખીને સમગ્ર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

Atlance Club and Trinetrra Homes at Brokers Meet

આ કાર્યક્રમમાં બોલતા, યુગેન રિઅલ્ટી અખબારના મુદ્રક, પ્રકાશક અને ચીફ એડિટર મનીષ તોમરે મહત્વાકાંક્ષી બ્રોકરો માટે નવી તકો ઊભી કરવા બદલ નિલેશ રિઅલ એસ્ટેટ ગ્રૂપના એમડી નિલેશ જાદવની પ્રશંસા કરી હતી. તોમરે પ્રતિભાને ઉછેરવામાં અને સફળતાને પ્રોત્સાહન આપવામાં નિલેશ રિઅલ એસ્ટેટ ગ્રૂપની ભૂમિકાને સમર્થન આપતા, રિઅલ એસ્ટેટ માર્કેટની અપાર વૃદ્ધિની સંભાવના પર ભાર મૂક્યો હતો. તેમજ ગ્રૂપના કાર્યની સરાહના કરવા સાથે સાથ સહકાર આપવાની નેમ પણ વ્યક્ત કરી હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  

વધુ સમાચાર વાંચો :