Yugen Coffee Table Book Banner
Home Local News અરવિંદ સ્માર્ટસ્પેસે સાઉથ અમદાવાદમાં અરવિંદ અપલેન્ડ્સ 2.0ના પ્રી-લોન્ચ સાથે માત્ર ત્રણ દિવસમાં...

અરવિંદ સ્માર્ટસ્પેસે સાઉથ અમદાવાદમાં અરવિંદ અપલેન્ડ્સ 2.0ના પ્રી-લોન્ચ સાથે માત્ર ત્રણ દિવસમાં રૂ. 300 કરોડનું સેલ્સ કર્યું

અરવિંદ અપલેન્ડ્સ 2.0: દક્ષિણ અમદાવાદના ગોલ્ફ-થીમ આધારિત ડેવલપમેન્ટે માત્ર 3 દિવસમાં ₹300 કરોડનું વેચાણ મેળવ્યું, માર્કેટ રેકોર્ડ બનાવ્યો

Arvind Uplands 2.0: South Ahmedabad's golf-themed development fetches ₹300 crore in just 3 days, sets market record

Estimated reading time: 2 minutes

YUGEN REALTY, SURAT

અરવિંદ સ્માર્ટસ્પેસ લિમિટેડ (ASL), વિખ્યાત લાલભાઈ જૂથની પ્રતિષ્ઠિત એન્ટિટી અને ભારતના રિઅલ એસ્ટેટ ક્ષેત્રે એક મોટું નામ છે, તેમણે આદરોડા, બાવળા, સાઉથ અમદાવાદમાં સ્થિત, ગોલ્ફ-થીમ આધારિત પ્લોટેડ ડેવલપમેન્ટ, અરવિંદ અપલેન્ડ્સ 2.0નું પ્રી-લોન્ચ કર્યું છે. અભૂતપૂર્વ માર્કેટ રિસ્પોન્સ સાથે, આ પ્રોજેક્ટના પ્રિ-લોન્ચમાં જ  આશરે 4 મિલિયન ચોરસ ફૂટના સેલ્સ સાથે સેલેબલ એરિયા સાથે રૂ. 300 કરોડનું સેલ્સ-બુકિંગ માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં હાંસલ કર્યું છે.

આ વિશેષ પ્રોજેક્ટ તાજેતરની સહયોગી વિકાસ પહેલમાંથી ઉદ્ભવ્યો છે, જે નોંધપાત્ર રીતે 100-એકર જગ્યામાં ફેલાયેલો છે, જે ટોપ લેવલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સંપન્ન છે. અરવિંદ અપલેન્ડ્સ 2.0 ના ગ્રાહકો માટે મોનોગ્રામ રિસોર્ટ – અપલેન્ડ્સ 2.0 આદરોડા  મેમ્બરશિપ સાથે એક વિશેષ ડીલ આપવામાં આવી છે. જે ગોલ્ફ કોર્સ અને પ્રીમિયમ લાઈફસ્ટાઇલ ઓફરિંગની સુવિધાઓ સાથે સંપન્ન અપસ્કેલ એમેનીટીઝથી ભરપૂર છે.

અમદાવાદના વિસ્તારની અંદરના પ્લોટેડ ડેવલપમેન્ટ અને વિક-એન્ડ રેસીડેન્સ માટે સાઉથ અમદાવાદ ઝડપથી વિકાસ પામતા માઈક્રો-માર્કેટ તરીકે ઊભરી રહ્યું છે. આ વિસ્તારથી વિવિધ સિટી ઝોન્સ સાથે ઉત્તમ કનેક્ટિવિટીનો લાભ મળે છે અને તે ચાંગોદર અને GIDC જેવા મુખ્ય ઔદ્યોગિક હોટસ્પોટ્સની નજીક પણ છે.

રૂ. 1,600 કરોડથી વધુ માર્કેટ કેપ સાથે, ASL સ્પષ્ટપણે સ્મોલ-કેપ એન્ટરપ્રાઇઝ છે. જોકે, શેરનું પરફોર્મન્સ એક આશાવાદી વાતાવરણ સર્જે છે જે પાછલા વર્ષમાં 57% વૃદ્ધિ, બે વર્ષમાં 123% વધારો અને ત્રણ વર્ષમાં પ્રશંસનીય 300% લીપ દર્શાવે છે. 

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :