Yugen Coffee Table Book Banner
Home National News ભારતીય રિઅલ એસ્ટેટમાં ટીયર-II અને ટીયર-III શહેરોનું ઉજ્જવળ ભવિષ્ય – અનુજ પૂરી,...

ભારતીય રિઅલ એસ્ટેટમાં ટીયર-II અને ટીયર-III શહેરોનું ઉજ્જવળ ભવિષ્ય – અનુજ પૂરી, એનારોક

જાણો દેશમાં કેવી રીતે ટ્રેન્ડ્ઝ અને નવીનતાઓ રેસિડેન્શિઅલ, કોમર્શિઅલ અને ઇન્ડસ્ટ્રીઅલ રિઅલ એસ્ટેટને અસર કરી રહ્યા છે

Estimated reading time: 10 minutes

YUGEN REALTY, SURAT

 યુગેન રિઅલ્ટી સાથે એક વિશિષ્ટ મુલાકાતમાં એનારોક ના ચેરમેન, સ્થાપક અને વિઝનરી બિઝનેસ લીડર અનુજ પુરી ભારતીય રિઅલ એસ્ટેટ બજારની વિકસતી ગતિશીલતા એને સંભાવનાઓ પર તેમની સમજ શેર કરે છે. એનારોક એક વિખ્યાત મુંબઈ સ્થિત રિઅલ એસ્ટેટ સર્વિસ કંપની છે. તેઓ વૈશ્વિક પ્રભાવોની નોંધપાત્ર અસરો અને ટીયર-II અને ટીયર-III શહેરોના ભાવિ વિકાસ માટે આશાવાન છે, સમગ્ર રેસિડેન્શિઅલ, કોમર્શિઅલ અને ઇન્ડસ્ટ્રીઅલ રિઅલ એસ્ટેટમાં ટ્રેન્ડ્ઝ, નવી તકો અને પડકારોનું અનાવરણ કરીને, મુખ્ય વૃદ્ધિ કરતા પરિબળો, ટેક્નોલોજીની પ્રગતિની ભૂમિકા અને સસ્ટેનેબિલિટીનું મહત્ત્વ વિષે તેમના વિચારો ઉજાગર કરે છે.

શ્રી પુરી, શું તમે અમને ભારતીય રિઅલ એસ્ટેટ માર્કેટમાં વર્તમાન પ્રવાહોની ઝાંખી આપી શકશો? તાજેતરના આર્થિક વિકાસના સંદર્ભમાં રેસિડેન્શિઅલ, કોમર્શિઅલ અને ઇન્ડસ્ટ્રીઅલ રિઅલ એસ્ટેટ કેવું પ્રદર્શન કરી રહ્યા છે?

ભારતીય રિઅલ એસ્ટેટ માર્કેટ તેના સેગમેન્ટમાં વિવિધ પ્રકારની પરિસ્થિતિઓમાંથી પસાર થઇ રહ્યું હોવાનું લાગી રહ્યું છે. રેસિડેન્શિઅલ ક્ષેત્રે અફોર્ડેબલ આવાસ અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા સરકારી પ્રોત્સાહનોની માંગને કારણે આ ક્ષેત્રમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે. શહેરી વિસ્તારોમાં ગામડાઓમાંથી થઇ રહેલું લોકોનું સ્થળાંતર અને કોરોનાકાળ પછી પોતાની માલિકીનું મકાન હોવાની વિચારસરણીને કારણે રેસિડેન્શિઅલ પ્રોપર્ટીની ડિમાન્ડમાં વધારો થયો છે.

કોમર્શિઅલ સેગમેન્ટમાં ઓફિસ સ્પેસ અને કો-વર્કિંગ સેટઅપ્સની માંગમાં વધારો સાથે હાઇબ્રિડ વર્ક મોડલને અનુકૂલન કરી રહ્યું છે. પ્રાઇમ લોકેશન્સમાં ગ્રેડ-એ ઓફિસની જગ્યાઓ ખાસ કરીને માંગમાં છે કારણ કે કંપનીઓ પ્રીમિયમ સુવિધાઓ સાથે આ ક્ષેત્રના લોકોને આકર્ષવા માંગે છે.

સરકારની “મેક ઇન ઇન્ડિયા” પહેલ અને દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિઅલ કોરિડોર જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા ઔદ્યોગિક સેગમેન્ટ ઉત્સાહી છે. ઈ-કોમર્સ બૂમ અને સપ્લાય ચેઈન ઓપ્ટિમાઈઝેશનના પ્રયાસોને કારણે વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ જગ્યાઓ ઝડપથી વિસ્તરી રહી છે. જે ઝડપથી વિકસી રહેલા અર્થતંત્રની પણ નિશાની ગણી શકાય. એકંદરે, જ્યારે રેસિડેન્શિઅલ અને ઇન્ડસ્ટ્રીઅલ રિઅલ એસ્ટેટ મજબૂત વૃદ્ધિ દર્શાવે છે, ત્યારે કોમર્શિઅલ ક્ષેત્ર નવા મકાનો અને ઓફિસ સ્પેસની માગને પહોંચી વળવા તરફ આગળ વધી રહ્યું છે.

રેસિડેન્શિઅલ સેક્ટરમાં, 2024 માં માંગને આગળ વધારતા મુખ્ય પરિબળો શું છે? શું આપણે મેટ્રો સિટીઝ વિરુદ્ધ નોન-મેટ્રો સિટીઝ – પ્રદેશોમાં વિસંગતતા જોઈ રહ્યા છીએ?

ભારતના રેસિડેન્શિઅલ રિઅલ એસ્ટેટ સેક્ટરમાં માંગને આગળ ધપાવતા મુખ્ય પરિબળોમાં સરકારી પ્રોત્સાહનો, ઓછા વ્યાજ દરો અને કોરોનાના રોગચાળા પછીના ઘરની માલિકી તરફના લોકોના ઝુકાવનો સમાવેશ થાય છે. વધતો જતો મધ્યમ વર્ગ, શહેરી સ્થળાંતર અને દૂરસ્થ કામ અને ઓનલાઈન શિક્ષણને કારણે વધુ સારી સવલતો સાથે મોટા ઘરો માટેની વધતી જતી માગ પણ નોંધપાત્ર કહી શકાય તેમ છે.

મેટ્રો પ્રદેશોમાં, અદ્યતન સુવિધાઓ સાથે સસ્તું હાઉસિંગ અને પ્રીમિયમ પ્રોજેક્ટ બંને માટે માંગ વધારે છે. યુવા વ્યાવસાયિકો અને પરિવારો બિઝનેસ હબની નજીક સારી રીતે જોડાયેલા સ્થળો શોધી રહ્યા છે. સસ્ટેનેબલ અને સ્માર્ટ ઘરો તરફનું વલણ મેટ્રો સિટીમાં વધારે જોવા મળી રહ્યું છે, ખરીદદારો એનેર્જી એફિશિએન્ટ (ઊર્જા કાર્યક્ષમતા) અને ટેકનોલોજીના સમન્વયને હંમેશાં પ્રાથમિકતા આપે છે.

નોન-મેટ્રો પ્રદેશોમાં, સુધરેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારીની તકો અને ઓછા ખર્ચે મોટી જગ્યાઓની ઉપલબ્ધતા દ્વારા સંચાલિત, સસ્તું અને મધ્ય-સેગમેન્ટ હાઉસિંગ માટે માંગ વધી રહી છે. ટિયર 2 અને ટિયર 3 શહેરો ઇન્વેસ્ટર્સ અને એન્ડ-યુઝર્સ બંને તરફથી ડિમાન્ડમાં વધારો કરી રહ્યાં છે, જેને આ ક્ષેત્રોને વિકસાવવા માટે સરકારની પહેલ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

કોમર્શિઅલ રિઅલ એસ્ટેટ તરફ આગળ વધવું, કોરોનાના રોગચાળા પછી ઓફિસમાં પાછા ફરવાથી ઓફિસની જગ્યાઓની માંગ પર કેવી અસર પડી છે? શું વર્કસ્પેસ ડિઝાઇન અને સ્થાનમાં નવા પરિવર્તનો આવ્યાનું લાગે છે?

કોરોનાકાળ પછી વર્ક ફ્રોમ હોમમાં પૂરું થયું અને ઓફિસ પર પાછા ફરવાથી ભારતના કોમર્શિઅલ રિઅલ એસ્ટેટ સેક્ટરમાં ઓફિસ સ્પેસની માંગ પર નોંધપાત્ર અસર પડી છે. ઘણી કંપનીઓ હાઇબ્રિડ વર્ક મોડલ્સ અપનાવી રહી છે, જે ઓફિસ સ્પેસ અને કો-વર્કિંગ સ્પેસની નવી માંગ તરફ દોરી જાય છે. આ શિફ્ટ અનુકૂલન અને ટેક્નિક્લ રીતે સજ્જ વર્કસ્પેસની જરૂરિયાતને આગળ વધારી રહી છે જે એકસાથે સહયોગ અને દૂરસ્ત કાર્યને સમર્થન આપે છે.

વર્કસ્પેસ ડિઝાઇનમાં નવા વલણો ખુલ્લા લેઆઉટ, સુખાકારી સુવિધાઓ અને લાંબા સમય સુધી ચાલે એ બાબતો પર ભાર મૂકે છે. કર્મચારીઓની સુખાકારી અને પ્રોડક્ટિવિટી વધારવા માટે ઓફિસો વધુ કુદરતી પ્રકાશ, હરિયાળી અને મનોરંજનના ઝોનનો સમાવેશ કરી રહી છે. આરોગ્ય અને સલામતીના પગલાં, જેમ કે સુધારેલ વેન્ટિલેશન અને ટચલેસ ટેક્નોલોજી પણ લોકો અપનાવી રહ્યા છે.

લોકેશનના સંદર્ભમાં જોઈએ તો સબર્બન (ઉપનગરીય) અને શહેરના મુખ્ય કોમર્શિયલ હબથી દૂર લોકો ઓફિસ સ્પેસ પસંદ કરી રહ્યા છે જેથી ઘર-ઓફિસ વચ્ચે મુસાફરીનો સમય ઘટાડી શકાય. રેસિડેન્શિઅલ વિસ્તારોની નજીકની સેટેલાઇટ ઓફિસો લોકપ્રિયતા મેળવી રહી છે જે વર્ક-લાઈફ બેલેન્સ (કાર્ય-જીવન સંતુલન) અને સુલભતાની બદલાતી ગતિશીલતાને દર્શાવે છે.

ઇન્ડસ્ટ્રીઅલ સેગમેન્ટ માટે, ઉત્પાદન અને વેરહાઉસિંગ તરફના ઝુકાવ સાથે, કયા પ્રશ્નો સામે આવી રહ્યા છે અને બજાર આ જરૂરિયાતોને કેવી રીતે પ્રતિસાદ આપી રહ્યું છે?

ભારતીય ઇન્ડસ્ટ્રીઅલ રિઅલ એસ્ટેટ સેગમેન્ટ સરકારની “મેક ઇન ઇન્ડિયા” પહેલ અને ઈ-કોમર્સ બૂમને કારણે મજબૂત વૃદ્ધિનું સાક્ષી બની રહ્યું છે. મુખ્ય વલણોમાં વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ જગ્યાઓના ઝડપી વિસ્તરણનો સમાવેશ થાય છે, ખાસ કરીને મોટા શહેરી કેન્દ્રો અને ટ્રાન્સપોર્ટેશન હબ્સની નજીક. અદ્યતન ઓટોમેશન અને ઈન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ્સ સાથે આધુનિક, ટેક-સક્ષમ સુવિધાઓ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. એનેર્જી એફિશિએન્ટ બિલ્ડીંગમાં રોકાણ કરતી કંપનીઓ સાથે, ગ્રીન અને સસ્ટેનેબલ વ્યવસ્થાઓ આકર્ષણ મેળવી રહી છે. બજાર ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક્સ અને સમર્પિત લોજિસ્ટિક્સ ઝોનમાં વધતા રોકાણો સાથે પ્રતિસાદ આપી રહ્યું છે, ઉચ્ચ-ગુણવત્તાવાળી, એક્સપાન્ડ કે મોટી કરી શકાય તેવી ઔદ્યોગિક જગ્યાઓની વધતી માંગ સાથેઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને સુનિશ્ચિત કરે છે.

શું ભારતીય રિઅલ એસ્ટેટ બજાર પર વૈશ્વિક રિઅલ એસ્ટેટ બજારની કોઈ અસર છે?

વૈશ્વિક રિઅલ એસ્ટેટ બજાર ભારતીય રિઅલ એસ્ટેટ ક્ષેત્રને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે. આંતરરાષ્ટ્રીય આર્થિક સ્થિતિ, વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) અને વૈશ્વિક નાણાકીય સ્થિરતા ભારતમાં મૂડીના પ્રવાહને અસર કરે છે. અનુકૂળ નીતિઓ અને વ્યાપાર કરવાની સરળતા આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષે છે, જેનાથી કોમર્શિઅલ અને રેસિડેન્શિઅલ સેગમેન્ટમાં વૃદ્ધિ થાય છે. વધુમાં, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ માટેની વૈશ્વિક માંગ, ઈ-કોમર્સ દ્વારા સંચાલિત ઔદ્યોગિક રિઅલ એસ્ટેટ માર્કેટને વેગ આપે છે. ચલણની વધઘટ અને ભૌગોલિક રાજકીય ઘટનાઓ પણ ઇન્વેસ્ટર પરસેપ્શન (રોકાણકારોની માન્યતા) અને ભંડોળની ઉપલબ્ધતાને અસર કરે છે. એકંદરે, વૈશ્વિક પ્રવાહો ભારતના રિઅલ એસ્ટેટ માર્કેટમાં રોકાણની વ્યૂહરચનાઓ, બજારની ગતિશીલતા અને વૃદ્ધિની તકોને ઊભી કરવામાં મદદ કરે છે.

ભારતમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્ર માટે તમારો લાંબા ગાળાનો અંદાજ શું છે? તમે નોંધપાત્ર વૃદ્ધિની તકો ક્યાં જુઓ છો? ભાવિ આઉટલુક અને રોકાણની સંભાવનાઓ કેવી છે?

રેસિડેન્શિઅલ, કોમર્શિઅલ અને ઇન્ડસ્ટ્રીઅલ ક્ષેત્રોમાં નોંધપાત્ર વૃદ્ધિની તકો સાથે, ભારતના રિઅલ એસ્ટેટ ક્ષેત્ર માટે લાંબા ગાળાનો દૃષ્ટિકોણ સકારાત્મક છે. શહેરીકરણ, વધતો મધ્યમ વર્ગ અને સ્માર્ટ સિટીઝ અને હાઉસિંગ ફોર ઓલ જેવી સરકારી પહેલોને કારણે રેસિડેન્શિઅલની માંગને આગળ વધારશે. અફોર્ડેબલ હાઉસિંગ એ એક નિર્ણાયક વિકાસ ક્ષેત્ર છે.

કોમર્શિઅલ ક્ષેત્રમાં, હાઇબ્રિડ વર્ક મોડલ્સનો ઉદય ફ્લેક્સિબલ ઓફિસ સ્પેસ અને કો-વર્કિંગ હબની માંગને વેગ આપશે. ઓર્ગેનાઇઝડ રિટેલ (સંગઠિત છૂટક) અને ઉપભોક્તા ખર્ચની વૃદ્ધિ સાથે રિટેલ સેગમેન્ટ પણ વિસ્તરશે.

‘મેક ઇન ઈન્ડિયા’ પહેલ અને ઈ-કોમર્સ વિસ્તરણથી ઉત્સાહિત ઔદ્યોગિક ક્ષેત્ર આધુનિક વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માંગમાં વધારો કરશે. તમામ સેગમેન્ટમાં ટકાઉ અને ટેક-સક્ષમ વિકાસ ચાવીરૂપ ભૂમિકા ભજવશે.

શું તમે આવનારા સમયમાં ક્યાં ઉભરતા ક્ષેત્રોમાં રોકાણ કરવું ફાયદેમંદ રહેશે ?

ભારતીય રિઅલ એસ્ટેટમાં રોકાણના ઊભરતી સંભાવનાઓમાં મિલેનિઅલ્સ (1981 અને 1996 ની વચ્ચે જન્મેલા લોકો) અને રિમોટ-વર્કિંગ (દૂર બેસીને કામ કરતા લોકો) માટે કો-લિવિંગ અને કો-વર્કિંગ સ્પેસીસનો ઉદય અને સરકારી પ્રોત્સાહનો અને શહેરી સ્થળાંતર દ્વારા સંચાલિત અફોર્ડેબલ હાઉસિંગના ક્ષેત્રમાં ખુબ જ સંભાવનાઓ રહેલઈ છે. ઇકો-ફ્રેન્ડલી, ઊર્જા-કાર્યક્ષમ બાંધકામો ટ્રેક્શન મેળવવા સાથે, ગ્રીન બિલ્ડીંગ અને સસ્ટેનેબિલિટી પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સ્માર્ટ પ્રોપર્ટી મેનેજમેન્ટ માટે AI, IoT અને બ્લોકચેનનો ઉપયોગ કરીને ટેક-સક્ષમ રિઅલ એસ્ટેટ પણ વધી રહી છે. ખાસ કરીને નાના શહેરોમાં ઈ-કોમર્સ વૃદ્ધિ અને સપ્લાય ચેઈન જરૂરિયાતોને કારણે લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ ક્ષેત્ર વિસ્તરી રહ્યું છે. વધુમાં, રિઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs) તેમની વૈવિધ્યસભર રોકાણની તકો અને સ્થિર આવકના પ્રવાહો માટે લોકપ્રિયતા મેળવી રહ્યાં છે. આ વલણો નોંધપાત્ર વૃદ્ધિની તકો રજૂ કરે છે અને આગામી વર્ષોમાં બજારને દિશા આપશે.

ટિયર-II અને ટિયર-III શહેરો પર ફોકસ

સુરત અને વાપી જેવા નાના શહેરોની વાત કરીએ તો ભારતના રિઅલ એસ્ટેટ માર્કેટના એકંદર વિકાસમાં તમે ટિયર-II અને ટિયર-III શહેરોની શું ભૂમિકા જુઓ છો?

તેઓ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ભારતના ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં પ્રોપર્ટીના ભાવ સરખામણીમાં ઓછા છે, સુધારેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારી પ્રોત્સાહનોને કારણે રોકાણ માટે આકર્ષક સ્થળો બની રહ્યા છે. તેઓ રેસિડેન્શિઅલ, કોમર્શિઅલ અને ઇન્ડસ્ટ્રીઅલ રિઅલ એસ્ટેટ માટે નોંધપાત્ર વૃદ્ધિની સંભાવના આપે છે જે શહેરીકરણ, વધતી ખર્ચ કરવાની વધતી શક્તિ અને ઉદ્યોગોના વિસ્તરણ દ્વારા સંચાલિત છે. ઈ-કોમર્સ અને લોજિસ્ટિક્સની વૃદ્ધિ ખાસ કરીને વેરહાઉસિંગ અને ઇન્ડસ્ટ્રીઅલ જગ્યાઓની માંગને વેગ આપી રહી છે. વધુમાં, આ શહેરો અફોર્ડેબલ હાઉસિંગ ડેવલપમેન્ટની તકો પૂરી પાડે છે અને વધતા મધ્યમ વર્ગની જરૂરિયાતોને સંતોષે છે અને ભારતમાં એકંદરે રિઅલ એસ્ટેટ માર્કેટના વિસ્તરણમાં નોંધપાત્ર યોગદાન આપે છે.

આ શહેરો તેમના રિઅલ એસ્ટેટ ક્ષેત્રોને માપવા માટે કઈ વિશેષ તકો અને પડકારોનો સામનો કરે છે?

તકોમાં જમીનની નીચી કિંમત, વધતું શહેરીકરણ, અફોર્ડેબલ હાઉસિંગ માટે સરકારી પ્રોત્સાહનો અને વિસ્તરતા ઉદ્યોગો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને કારણે રેસિડેન્શિઅલ, કોમર્શિઅલ અને ઇન્ડસ્ટ્રીઅલ જગ્યાઓની વધતી માંગનો સમાવેશ થાય છે. જોકે, પડકારોમાં અપૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ધિરાણની મર્યાદા, અમલદારશાહી અવરોધો અને ધીમી નિયમનકારી મંજૂરીઓનો સમાવેશ થાય છે. વધુમાં, આ શહેરોમાં મેટ્રોની સુવિધાઓ અને જીવનશૈલીના આકર્ષણોનો અભાવ હોય છે, જે માંગને અસર કરી શકે છે. સુધારેલ શાસન, બહેતર કનેક્ટિવિટી અને ઉન્નત શહેરી આયોજન દ્વારા આ પડકારોને સંબોધવાથી તેમના રિઅલ એસ્ટેટ ક્ષેત્રોમાં નોંધપાત્ર વૃદ્ધિની સંભાવનાને ઉપર દ્રષ્ટી કરી શકાય છે.

તમારા મતે, સુરત અને વાપી જેવા શહેરોની સ્થાનિક સરકારો અને વિકાસકર્તાઓએ તેમના રિઅલ એસ્ટેટ માર્કેટને વેગ આપવા માટે કયા વ્યૂહાત્મક પગલાં લેવા જોઈએ?

તેઓએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, નિયમનકારી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે પ્રોત્સાહનો ઓફર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેઓએ સ્માર્ટ સિટી પહેલમાં પણ રોકાણ કરવું જોઈએ અને બહેતર પરિવહન નેટવર્ક દ્વારા કનેક્ટિવિટી વધારવી જોઈએ. મિશ્ર-ઉપયોગ વિકાસ અને સસ્ટેનેબલ પ્રેક્ટિસીસને પ્રોત્સાહન આપવાથી વધુ રોકાણ આકર્ષિત થશે. સુલભ ધિરાણ વિકલ્પો પ્રદાન કરવા અને પારદર્શક શાસન સુનિશ્ચિત કરવા માટે નાણાકીય સંસ્થાઓ સાથે સહયોગ રિઅલ એસ્ટેટ માર્કેટમાં વિશ્વાસને વધુ વેગ આપશે, આ શહેરોમાં વૃદ્ધિ અને વિકાસને આગળ વધારશે.

આ શહેરોમાં રિઅલ એસ્ટેટના ભાવિને આકાર આપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કેટલો મહત્વપૂર્ણ છે

ભારતના ટિયર 2 અને ટિયર 3 શહેરોને આકાર આપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ મહત્વપૂર્ણ છે. સુધારેલ પરિવહન, કનેક્ટિવિટી અને ઉપયોગિતાઓ રોકાણને આકર્ષે છે અને જીવનધોરણમાં વધારો કરે છે. સારી રીતે વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર આર્થિક વૃદ્ધિને ટેકો આપે છે, મિલકતના મૂલ્યોને વેગ આપે છે અને રેસિડેન્શિઅલ, કોમર્શિઅલ અને ઇન્ડસ્ટ્રીઅલ ક્ષેત્રોના વિસ્તરણની સુવિધા આપે છે. તે આ શહેરોને વ્યાપક આર્થિક નેટવર્ક્સમાં એકીકૃત કરવામાં પણ મદદ કરે છે, જે તેમને વ્યવસાયો અને રહેવાસીઓ માટે વધુ આકર્ષક બનાવે છે.

એનારોક ઈન્ડિયા ભારતીય રિઅલ એસ્ટેટ માર્કેટના વિકાસમાં કેવી રીતે મદદ કરી રહ્યું છે, તમે તેની ભૂમિકા અને મહત્વ સમજાવો

ANAROCK પ્રોપટેક અને અન્ય ટેક્નોલોજિકલ નવીનતાઓમાં ભારે રોકાણ કરી રહ્યું છે. અમે સમગ્ર રિઅલ એસ્ટેટ ચેઇનમાં વૈવિધ્યસભર પાસાંઓ ધરાવીએ છીએ અને અમારા ગ્રાહકો વતી માર્કેટિંગ અને વેચાણને વેગ આપવા માટે અમારા માલિકીનું ટેક્નોલોજી પ્લેટફોર્મ ગોઠવીએ છીએ. છેલ્લા સાત વર્ષોમાં, ANAROCK એ રેસિડેન્શિઅલ-કેન્દ્રિત સંસ્થામાંથી રિટેલ, કોમર્શિઅલ, હોસ્પિટાલિટી, લોજિસ્ટિક્સ અને ડેટા સેન્ટર્સ, ઔદ્યોગિક અને જમીન સહિતના પૂરક ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું છે. અમે સ્ટ્રેટેજિક એડ્વાઇઝિંગ (વ્યૂહાત્મક સલાહકાર), ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, સંશોધન અને વેલ્યુએશનમાં પણ વિશેષતા ધરાવીએ છીએ અને એપ્લિકેશન-આધારિત વર્કસ્પેસ અને સોસાયટી મેનેજમેન્ટ સેવાઓ આપીયે છીએ. ANAROCK એ અધિનિક ટેક્નોલોજી વિકસાવી છે જે ભારત અને મધ્ય પૂર્વના તમામ મુખ્ય બજારોમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે અપનાવવામાં આવી રહી છે.

ટિયર-II અને ટિયર-III શહેરોના ડેવેલપર્સ એનારોક પાસેથી શું અપેક્ષા રાખી શકે છે?

એનેરોક મુખ્ય ટિયર 2 અને ટિયર 3 માર્કેટ પાર વિશેષ ધ્યાન આપી રહી છે જ્યારે અમે નવા માર્કેટમાં પ્રવેશીએ છીએ, ત્યારે અમે અમારી કુશળતા, અનુભવ અને ટેક્નોલોજીનો સંપૂર્ણ લાભ ત્યાં લઈએ છીએ. ડેવેલપર્સ અમારી ફૂલ-ફ્લેજ્ડ સર્વિસનો લાભ આ શહેરોમાં લઇ શકશે અને તેનો ઉપયોગ કરીને વિકાસ કરી શકશે.

સસ્ટેનેબલ ડેવલપમેન્ટની ભાવનાને રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં કેવી રીતે એકીકૃત કરવામાં આવી રહી છે? શું એવી કોઈ નવીન પ્રેક્ટિસીસ છે જે તમને લાગે છે કે આગામી દાયકામાં મુખ્ય પ્રવાહ બની જશે?

ઇકો-ફ્રેન્ડલી ડિઝાઇન, ઊર્જા-કાર્યક્ષમ ઇમારતો અને LEED અને IGBC જેવા ગ્રીન સર્ટિફિકેશન દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો માર્ગ મોકળો બની રહ્યો છે છે. ડેવલપર્સ નવીન ઊર્જા સ્ત્રોતો જેમ કે સોલાર પેનલ્સ અને રૈન વૉટર હાર્વેસ્ટિંગ (વરસાદી પાણીના સંગ્રહ) અને વેસ્ટ વૉટર રિસાયક્લિંગ સિસ્ટમ્સ સાથે વૉટર મેનેજમેન્ટને શ્રેષ્ઠ બનાવી રહ્યા છે. સસ્ટેનેબલ કંસ્ટ્ર્રક્શન મટિરિઅલનો ઉપયોગ અને કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડતી બાંધકામ પદ્ધતિઓ પણ આકર્ષણ જમાવી રહી છે.

આગામી દાયકામાં મુખ્ય પ્રવાહ બનવાની ધારણામાં નવીન પ્રથાઓમાં શહેરી ઊર્જા મેનેજેમેન્ટ માટે IoT-સક્ષમ સિસ્ટમો સાથે સ્માર્ટ ઇમારતો, ગ્રીન રૂફ્સ અને વર્ટિકલ ગાર્ડન્સનો સમાવેશ થાય છે. પેસિવ ડિઝાઇન સ્ટ્રેટેજીસ કે જે ઊર્જાનો વપરાશ ઘટાડે છે અને ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાત બની જશે. વધુમાં, ચાલીને પહોંચી શકાય તેવા અંતરે ઘર-ઓફિસ અને કાર પરની ઘટતી નિર્ભરતાને પ્રોત્સાહન આપતા મિક્સ-યુઝ ઉપયોગના ડેવલપમેન્ટ વૈશ્વિક પર્યાવરણીય ધ્યેયો સાથે લાંબાગાળાના શહેરી વિકાસને આગળ વધારશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :