Yugen Coffee Table Book Banner
Home National News ગોદરેજ પ્રોપર્ટીઝનો ઇન્દોરના માર્કેટમાં પ્રવેશ

ગોદરેજ પ્રોપર્ટીઝનો ઇન્દોરના માર્કેટમાં પ્રવેશ

ગોદરેજ પ્રોપર્ટીઝ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ, કનેક્ટિવિટી વધારવા અને પ્રાઇમ માઇક્રો-માર્કેટમાં વૃદ્ધિ માટે ઇન્દોરમાં 46 એકર જમીન હસ્તગત કરે છે.

YUGEN REALTY, SURAT

ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડ (GPL), ભારતના અગ્રણી રિઅલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા  એક  જાહેરાત કરવામાં આવી છે કે, તેઓ  ઈન્દોરમાં ~46-એકર જમીન  હસ્તગત કરી છે. આ જમીન પરના વિકાસમાં મુખ્યત્વે પ્લોટવાળા રહેણાંક યુનિટોનો સમાવેશ થશે અને તે અંદાજિત વેચાણ પાત્ર એવો 1.16 મિલિયન ચોરસ ફૂટ વિસ્તાર વેચાણથી આપશે.

આ જમીન ઇન્દોર-ઉજ્જૈન રોડની નજીક છે, જે ઇન્દોરના એક મુખ્ય આગામી કોરિડોર છે, જેને 6-લેન હાઇવે અને શહેરમાં એક મહત્વપૂર્ણ રહેણાંક અને વ્યાપારી વિસ્તાર તરીકે પહોળો કરવામાં આવશે. આ સ્થાન ઈન્દોર ઈન્ટરનેશનલ એરપોર્ટ, ઈન્દોર જંકશન રેલ્વે સ્ટેશન, શૈક્ષણિક સંસ્થાઓ અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુખ્ય સેન્ટરો  સાથે સારી કનેક્ટિવિટી પ્રદાન કરે છે.

મેટ્રો લાઇનના સૂચિત વિસ્તરણ, કોર્પોરેટ અને આઇટી ક્ષેત્રોની વૃદ્ધિ અને ચાલુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસએ શહેરમાં રહેણાંક રિઅલ એસ્ટેટ માર્કેટના વિકાસમાં વધુ ફાળો આપ્યો છે. ગોદરેજ પ્રોપર્ટીઝના MD અને CEO ગૌરવ પાંડેએ જણાવ્યું હતું કે, “અમને મધ્યપ્રદેશના ઈન્દોરમાં અમારી એન્ટ્રીની જાહેરાત કરતાં આનંદ થાય છે. તાજેતરના વર્ષોમાં રહેણાંક પ્લોટના વિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે અને ઇન્દોર-ઉજ્જૈન રોડ આ જગ્યામાં અમારી હાજરીને વિસ્તારવા માટે એક આશાસ્પદ માઇક્રો-માર્કેટ છે. આ યોજનાબદ્ધ વિકાસ પરિપ્રેક્ષ્યથી ઝડપથી વિકસતા શહેરોમાં પ્રવેશવાની અમારી વિકાસની વ્યૂહરચના સાથે સારી રીતે બંધબેસતી થાય છે. અમે એક ઉત્કૃષ્ટ ટકાઉ સમુદાયનું નિર્માણ કરવાનું લક્ષ્ય રાખીશું જે તેના રહેવાસીઓને લાંબા ગાળાનું મૂલ્ય પ્રદાન કરે અને ઇન્દોરની વૃદ્ધિની સંભાવનાને વધારે ઉજ્જવળ બનાવે.”

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :