Yugen Coffee Table Book Banner
Home Featured Events બ્લેકસ્ટોન દ્વારા સપોર્ટેડ નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ, ભારતના શહેરી અને પ્રાદેશિક મોલ રિઅલ...

બ્લેકસ્ટોન દ્વારા સપોર્ટેડ નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ, ભારતના શહેરી અને પ્રાદેશિક મોલ રિઅલ એસ્ટેટ માર્કેટમાં વિસ્તરણ કરશે

નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ, સમગ્ર ભારતમાં મુખ્ય શહેરો અને વ્યૂહાત્મક પ્રાદેશિક સ્થાને તેના મોલ પોર્ટફોલિયોને વિસ્તારવાની યોજના ધરાવે છે.

Nexus Select Trust, backed by Blackstone, plans to expand its mall portfolio, targeting major cities and strategic regional locations across India.

Estimated reading time: 2 minutes

YUGEN REALTY, SURAT

અમેરિકા સ્થિત બ્લેકસ્ટોન દ્વારા સમર્થિત નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ સમગ્ર ભારતમાં તેના મોલ એક્વિઝિશન થકી એક્સપાન્શન (વિસ્તરણ) માટે તૈયાર છે, મોટા શહેરો અને સ્ટ્રેટજિક લોકેશન્સ તેમના ધ્યાનમાં છે. આ REIT ટ્રસ્ટનું લક્ષ્ય દર વર્ષે સરેરાશ 1 થી 1.5 મિલિયન સ્ક્વેર ફીટ દ્વારા તેની ફૂટપ્રિન્ટ વધારવાનું છે.

હાલમાં, નેક્સસ સિલેક્ટ 14 શહેરોમાં આશરે 10 મિલિયન ચોરસ ફૂટને આવરી લેતા 17 મોલ્સનો પોર્ટફોલિયો ધરાવે છે. ફોકસ એવા પ્રદેશો પર રહેશે જ્યાં નેક્સસ પહેલેથી જ સ્થપાયેલ છે, જોકે નવા વિસ્તારો જ્યાં તેમની હાજરી નથી ત્યાં પણ વિસ્તરણ માટે વિચારણા કરવામાં આવી રહી છે. ટ્રસ્ટ આંતરરાષ્ટ્રીય ટેનેન્ટ્સને સાથે રાખીને અને નવા ટેનેન્ટ્સ મિક્સને જોડીને તેના પોર્ટફોલિયોમાં ઘણા હાજર મોલ્સને પુનજીવિત કરવામાં સફળ રહ્યું છે.

ભાવિ એક્વિઝિશનમાં મેટ્રો અને નોન-મેટ્રો બંને વિસ્તારોમાં પ્રોપર્ટીનો સમાવેશ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે  ભુવનેશ્વર અને મેંગ્લોરમાં ટ્રસ્ટના મોલ્સે મજબૂત કામગીરી દર્શાવી છે. જ્યારે પ્રાધાન્યતા હાલના એસેટ્સ પર રહેશે, નેક્સસ સિલેક્ટ ગ્રીનફિલ્ડ સાઇટ્સ વિકસાવવાની શક્યતા માટે પણ ખુલ્લું છે, જોકે આવા પ્રોજેક્ટ્સ ખૂબ ઓછા હોવાની અપેક્ષા છે.

નેક્સસ સિલેક્ટે તેના પોર્ટફોલિયોમાં વાર્ષિક ધોરણે લગભગ 1 થી 1.5 મિલિયન ચોરસ ફૂટ ઉમેર્યા છે અને નવી એક્વાયર કરેલી સંપત્તિઓને ઝડપથી સ્થિર કરવા અને વધારવા માટેની વ્યૂહરચના વિકસાવી છે.

નાણાકીય વર્ષ 2024 માટે, નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે  સારી કામગીરી સાથે રૂ. 1,760 કરોડની ચોખ્ખી ઓપરેટિંગ આવક નોંધાવી હતી. ટેનેન્ટસનું વેચાણ 13% વધીને રૂ. 12,000 કરોડ થયું છે. નાણાકીય વર્ષ 2025ની આગળ જોતાં, ટ્રસ્ટ નેટ ઓપરેટિંગ આવકમાં 9% વૃદ્ધિ અને ઓપરેટિંગ ઈન્ક્મમાં 9-10% વૃદ્ધિની અપેક્ષા રાખે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :