Estimated reading time: 4 minutes
YUGEN REALTY, SURAT
આર્કિટેક્ચર, અર્બન પ્લાનિંગ અને શૈક્ષણિક ક્ષેત્રેમાં ખૂબ જ મોટું નામ ધરાવતા અને જાણીતા આર્કિટેક્ટ પદ્મશ્રી ડૉ. બિમલ પટેલે 2જી ઑગસ્ટના રોજ IIA-IIID સુરત ચેપ્ટર દ્વારા આયોજિત કાર્યક્રમમાં સુરત શહેરના ડિઝાઇનરોના સમુદાયને તેમના અનુભવ અને નોલેજની જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં ડિઝાઇનર કમ્યુનિટી સાથે સંકળાયેલા પ્રોફેશનલોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત વિશેષ વિગતો મેળવી હતી. શહેરના વાઇબ્રન્ટ ડિઝાઇન કમ્યુનિટીનો જ્ઞાન અને જાણકારી માટેનો ઉત્સાહ ઉડીને આંખે વળગે એવો હતો.
ડૉ.પટેલ, HCP ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ એક અગ્રણી મલ્ટિ-ડિસિપ્લિનરી ડિઝાઇન ફર્મના સ્થાપક અને પ્રિન્સિપલ આર્કિટેક્ટ છે.
અસંખ્ય પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સની તેમની સફરનો અનુભવ શેર કરીને ઉપસ્થિત લોકોને તેમણે અમૂલ્ય જાણકારી આપી હતી.
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક અભિન્ન ભાગ એવા દેશના નવા સંસદ ભવનથી માંડીને ભુતાનમાં શહેરનું અદભુત અર્બન પ્લાનિંગ અને દમણના સીફેસ પ્રોજેકટથી લઈને સાબરમતી રિવરફ્રન્ટ સુધી દરેક પ્રોજેક્ટમાં ડૉ. પટેલની કુશળતા જોઇ શકાય છે.
તેમણે આર્કિટેક્ટ ડિઝાઇન પ્રોસેસને ઊંડાણપૂર્વક સમજાવતા જણાવ્યું હતું કે કેવી રીતે અર્બન પ્લાનિંગ, આર્કિટેક્ચરલ ડિટેલિંગ અને સ્ટેક હોલ્ડર્સ મેનેજમેન્ટનો યોગ્ય અમલની જટિલ પ્રક્રિયામાં પસાર થઈને આવા જાણીતા અને લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સનું નિર્માણ થયું.
આવા પ્રોજેક્ટ અને કંપનીની સફળતામાં સર્વગ્રાહી આયોજન, ઝીણવટભર્યું ડિટેલિંગ અને એક મજબૂત, સુમેળભરી ટીમના મહત્ત્વ પર તેમણે ભાર મૂક્યો હતો.
આવા વિશાળ સ્કેલના પ્રોજેક્ટ્સ પર કામ કરવાના પડકારો અને સફળતાઓ માટેનું વિઝન પણ શેર કર્યું હતું, ઉપસ્થિત લોકોને તેમના પ્રોબ્લમ-સોલવિંગ અભિગમ અને શ્રેષ્ઠતા માટે અતૂટ પ્રતિબદ્ધતાની પ્રેરણા આપવા સાથે મહત્ત્વની જાણકારી આપી હતી.
સંસદ ભવન, રાષ્ટ્રનો મહત્ત્વનો પ્રોજેક્ટ હોવાને કારણે તેનું પ્રેઝન્ટેશન તેમના વક્તવ્યનું કેન્દ્રબિંદુ હતું.
આ પ્રોજેક્ટની જાણકારી મેળવીને પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા કારણ કે ડૉ. પટેલે ઝીણવટપૂર્વક સમજાવ્યું કે સેન્ટ્રલ વિસ્ટાના માઇક્રો લેવલથી ઇન્ટિરિઅર સ્પેસિસના માઇક્રો લેવલ સુધી ડિઝાઇન કેવી રીતે બનાવવામાં આવી હતી.
તેમણે ઝીણવટભરી વિગતોના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. ભવ્ય ફ્લોરથી માંડીને જટિલ જાળીઓ, કાર્પેટ અને ફર્નિચર સુધી, જે બધું બિલ્ડિંગની ભવ્યતા અને મહત્ત્વને દર્શાવવા માટે કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યુ છે.
પ્રેક્ષકો પ્રોજેક્ટના મોટા સ્કેલના હોવા છતાં તેના દરેક નાનામાં નાના પાસાંઓની જાણકારી મેળવીને તેમના વિચારશીલતાના સ્તરથી ઉપસ્થિત શ્રોતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
અન્ય મહત્ત્વાકાંક્ષી અને લાર્જ સ્કેલ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને, ડૉ. પટેલે ભૂતાનમાં અર્બન ડેવલપમેન્ટની શરૂઆત વિશે વાત કરી હતી.
તેમણે લેન્ડસ્કેપની ભૂમિકા અને ડિઝાઈનરના અભિગમને આકાર આપવામાં સ્થાનિક બિલ્ડિંગ કોડની અસર પર પ્રકાશ પાડ્યો. આ પ્રોજેક્ટ દરેક લોકેશનના વિશિષ્ટ સંદર્ભને સમજવા અને તે પ્રમાણે ડિઝાઇન કરવાના મહત્ત્વને દર્શાવે છે.
સુરત નજીક, ડૉ.પટેલે સુરતના રહેવાસીઓ માટે લોકપ્રિય સ્થળ, દમણના બીચ ફ્રન્ટની કાયાપલટ વિશે ચર્ચા કરી હતી. તેમણે સમજાવ્યું કે કેવી રીતે વિચારશીલ ડિઝાઈન અનયુટીલાઇઝ્ડ સ્પેસીસ (યોગ્યરીતે ના વપરાયેલી જગ્યા)ને વાઇબ્રન્ટ જાહેર સુવિધામાં રૂપાંતરિત કરી શકે છે.
પ્રોજેક્ટે કમ્યુનિટી માટે સુરક્ષિત, સુલભ અને વિઝિટ કરવી ગમે તેવી જગ્યાઓ બનાવવાની HCPની ક્ષમતાનું ઉદાહરણ પુરું પાડ્યું છે.સમગ્ર કાર્યક્રમ દરમિયાન, ડૉ.પટેલે મોટા પાયે પ્રોજેક્ટના અમલીકરણમાં ટીમ વર્કની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
તેમણે ડિઝાઇનના વિઝનને જીવંત બનાવવા માટે એક વેલ-સ્ટ્રક્ચર્ડ સંસ્થા અને કામને સમર્પિત ટીમના મહત્ત્વ વિશે વાત કરી હતી.
પ્રેક્ષકોએ આવા જટિલ પ્રોજેક્ટસ અને કંપનીઓના સંચાલનમાં આવતા પડકારો અને વ્યૂહરચનાઓ વિશે મૂલ્યવાન કહી શકાય એવી જાણકારી મેળવી હતી.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રશ્નોત્તરી સેશન હતું જેમાં પ્રેક્ષકોએ સીધા ડો.પટેલ સાથે સંવાદ કરી અને પ્રશ્નો પૂછવા સાથે વાર્તાલાપ કર્યો હતો.
આર્કિટેક્ચર અને અર્બન પ્લાનિંગના વિવિધ પાસાંઓ પર તેમની સમજ કુનેહ અને વિઝન શેર કરી.ઓફિસ કલ્ચર અને ગવર્નમેન્ટ પ્રોજેક્ટસથી લઈને સફળ ડિઝાઇન ફર્મ ચલાવવાના પડકારો સુધીના પ્રશ્નોમાં વિષયોની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવી હતી.
ઉપસ્થિત લોકોના પ્રશ્નોની ઉત્સુકતા ખતમ થવાનું નામ જ લેતી ન હતી અને પ્રશ્નોત્તરી ખૂબ લાંબા સમય સુધી ચાલી હતી.
કાર્યક્રમની સફળતાનું શ્રેય IIA-IIID સુરત ચેપ્ટરના સહિયારા પ્રયાસોને ફાળે જાય છે જેઓ શહેરના ડિઝાઇનર સમુદાયમાં શિક્ષણ અને નેટવર્કિંગને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યક્રમોનું આયોજન કરતા રહે છે.
એડવાઈઝર અને ભૂતપૂર્વ IIA ચેરમેન Ar. આઝમી વાડિયા અને IIID ના નેશનલ પ્રેસિડેન્ટ Ar. સરોષ વાડિયા, શહેરના ડિઝાઇન કમ્યુનિટી માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ડૉ. બિમલ પટેલના પ્રેઝન્ટેશનએ નિઃશંકપણે કાયમી અસર છોડી હતી.આર્કિટેક્ટ્સ, આયોજકો અને વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટતા માટે પ્રયત્ન કરવા અને નિર્મિત પર્યાવરણમાં અર્થપૂર્ણ યોગદાન આપવા પ્રેરણા આપી હતી.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE















