YUGEN REALTY, SURAT
આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રાઉન્ડબ્રેકિંગ પરિવર્તનમાં, બિલ્ડીંગ ઇન્ફોર્મેશન મોડલિંગ (BIM) એક નવી ટેક્નોલૉજી તરીકે ઊભરી રહ્યું છે. કન્વેન્શનલ કન્સ્ટ્રક્શન પ્રોસેસનું આધુનિકીકરણ કરીને BIM અદ્યતન 3D મોડેલિંગ અને BIG Data Management વડે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટના નિર્માણના દરેક સ્ટેજિસને પૂર્ણ કરવા સુધી ઉપયોગમાં તો આવે જ છે. સાથે પ્રોજેક્ટ દરમિયાન આવતા ડિઝાઈન ચેંજીસથી થતા સમય અને નાણાના વ્યયને પણ કાબુમાં રાખે છે.
બિલ્ડીંગ ઇન્ફોર્મેશન મોડેલિંગ (BIM) શું છે?
બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડલિંગ (BIM)એ આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન (AEC) ઉદ્યોગની એક ટ્રાન્સ્ફોર્મેટિવ પ્રોસેસ છે, જે પ્રોજેક્ટના વિવિધ પાસાઓ જેમકે પ્લાનિંગ, ડિઝાઈન, કન્સ્ટ્રક્શન અને મેનેજમેન્ટમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. 2D ડિઝાઈનથી વધીને, BIM 3D મોડેલિંગની પ્રોસેસ અને ડેટા મેનેજમેન્ટનો સમન્વય કરે છે જેને બાંધકામ પ્રોજેક્ટ્સનું ડિજિટાઈઝેશન પણ કહી શકાય.
BIMને સમજો
BIMને સરળ શબ્દોમાં સમજીએ તો આર્કિટેક્ટની ડિઝાઈન પ્રમાણે આર્કિટેક્ટનું 3D મોડલ + સ્ટ્રક્ચર કન્સલટન્ટની ડિઝાઈન પ્રમાણે સ્ટ્રક્ચર ડિઝાઈનનું 3D મોડેલ + MEP કસલ્તંટની ની ડિઝાઇન પ્રમાણે કન્સલટન્ટની ડિઝાઈન પ્રમાણે MEP ડિઝાઈનનું 3D મોડેલ.
આમ વિવિધ કન્સલટન્ટની ડિઝાઈન પ્રમાણે તેમના અલગ અલગ 3D મોડેલ બનાવી અને બધાને એક કોમન પ્લેટફોર્મ ઉપર સીમ્યુલેશન કરવામાં આવે કે જેના દ્વારા જે અલગ અલગ ડિઝાઈન વચ્ચેની વિસંગતતાઓ અને ખામીઓ જાણી શકાય છે અને તેને દૂર કરી શકાય છે. જેથી સાઈટ ઉપર કામ શરુ કરતા પહેલા આપવામાં આવતા GFCમા કોઇ ણ ક્વેરિ કે કંફ્યુજન રહેતું નથી. આથી RFI (રિક્વેસ્ટ ફોર ઈન્ફોર્મેશન)ને લીધે થતા પ્રોજેક્ટ ડિલેને અટકાવી શકાય છે. આ ઉપરાંત BIM મોડલ દ્વારા એક્યુરેટ ક્વોન્ટીટી એસ્ટીમેશન મેળવી શકાય છે જેના દ્વારા મટીરિઅલ પ્રોક્યોર્મેંટ, ઇંવેંટરી મેનેજમેન્ટ અને પ્રોજેક્ટનું બજેટિંગ સરળ બને છે.
BIM પરંપરાગત 2D-CAD (કમ્પ્યુટર-એડેડ ડિઝાઈન) ડિઝાઈનથી 3D ડિઝાઈન પરનું ટ્રાન્સ્ફોર્મેશન છે. જે માત્ર ડાઈમેંશનમાં સીમિત રહેતું નથી પણ સાથે સાથે મટીરિઅલ પ્રોપર્ટીઝ, લાઇટ એનાલિસિસ, જીયોગ્રાફિક ઇન્ફોર્મેશન, ડિટેલ્ડ પ્રોપર્ટીઝ અને બિલ્ડિંગ કોમ્પોનેન્ટ્સ જેવા ડેટાનો પણ સમાવેશ કરે છે. બિલ્ડિંગ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં આ ઇન્ટિગ્રેટેડ વર્કફ્લો તેની ડિઝાઈન, કન્સ્ટ્રક્શન, અને મેનેજમેન્ટને એફિશિએન્ટ અને કોલોબોરેટિવ પ્રોસેસ દ્વારા વધુ કાર્યક્ષમ બનાવે છે.
BIM 3Dની પ્રોસેસ :
3D મૉડેલિંગ : BIMનું મૂળ છે એજીનીયરીંગ 3D મોડલ્સ, જે ફિઝિકલ બિલ્ડિંગના દરેક આસ્પેક્ટ રિપ્રેઝન્ટ કરે છે. આ માત્ર મોડલ્સ વિઝ્યુઅલ રિપ્રિઝન્ટેશન કરતાં વધુ આપે છે; કી ડેટા જેમ કે ટેક્નિકલ સ્પેસિફિકેશન્સ અને ટાઇમલાઇન્સ તેમાં એમ્બેડ કરે છે.
કોલોબ્રેશન અને કોર્ડીનેશન : BIM આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ અને કન્સ્ટ્રક્શન પ્રોફેશનલ્સ વચ્ચે કોલોબ્રેશન અને કોર્ડીનેશન સરળ બનાવે છે. કારણ કે એ જ મોડેલ અને ડેટાનો બધા કંસલટન્ટને એક્સેસ હોય છે, જે ડિઝાઈન કન્સિસટેન્સી એન્સ્યોર કરે છે અને ડિસિઝન-મેકિંગમાં મદદ કરે છે.
લાઈફસાઈકલ મેનેજમેન્ટ : શરૂઆતના ડિઝાઈનથી લઈને કન્સ્ટ્રક્શન સુધી, ઓનગોઈંગ મેન્ટેનન્સ અને અંતે ડિમોલિશન સુધી બિલ્ડિંગની આખી લાઈફસાઈકલને BIM સપોર્ટ કરે છે.
BIMની પ્રક્રિયા
- ડિઝાઈન ફેઝ : BIM મોડેલ શરૂ થાય છે ડિઝાઈન ફેઝમાં જ્યારે આર્કિટેક્ટ્સ અને એન્જિનિયર્સ એક યુનિફાઇડ 3D મોડેલ પર કોલોબોરેટ કરે છે
- કન્સ્ટ્રક્શન પ્લાનિંગ : કન્સ્ટ્રક્શન ફેઝના પ્લાનિંગમાં, મટિરિઅલ પ્રોક્યોરમેન્ટ અને બજેટિંગમાં BIM મોડેલ મદદ કરે છે
- એક્ઝિક્યુશન : BIM મોડેલ કન્સ્ટ્રક્શન દરમિયાન એક્યુરેટ અને એફિશિએન્ટ બિલ્ડિંગના નિર્માણમાં મદદ કરે છે જેના દ્વારા પ્રોજેક્ટમાં એરર્સ અને રીવર્કનું જોખમ ઘટે છે.
- મેન્ટેનન્સ : પોસ્ટ-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના મેનેજમેન્ટ અને મેન્ટેનન્સમાં ડેટા ઇંવેંટરી દ્વારા BIM મોડેલ્સ મદદ કરે છે.
BIMની ઉપયોગિતા અને ફાયદા અનેક ગણા છે :
- કોલોબોરેશન : BIMના શેર્ડ મોડેલ્સ સ્ટેકહોલ્ડર્સ વચ્ચેના કમ્યુનિકેશનને સુધારે છે, ભૂલો અને ફેરફારોને ઘટાડે છે.
- એફિશિએન્સી : પ્લાનિંગ અને કન્સ્ટ્રક્શન પ્રોસેસને ડિટેલ્ડ 3D મોડલ્સ સ્ટ્રીમલાઇન કરે છે અને પ્રોજેક્ટ ટાઇમલાઇન અને કોસ્ટમાં ઘટાડો કરે છે.
- રિસ્ક મેનેજમેન્ટ : ડિઝાઈન ફેઝમાં જ કન્સ્ટ્રક્શન-સંબંધિત રિસ્ક્સ અને પોટેન્શિયલ ઇશ્યૂઝને ઓળખીને તેને ઘટાડે છે.
- કોસ્ટ સેવિંગ : એક્યુરેટ મોડેલ્સ બેટર બજેટિંગ અને રિસોર્સ એલોકેશનમાં લીડ કરે છે અને વેસ્ટ અને અણધાર્યા ખર્ચમાં ઘટાડો કરે છે.
- ઈનોવેશન અને અપોર્ચ્યુનિટી : BIM વર્ચ્યુઅલ રિઆલિટી પ્રિવ્યુઝ અને સિમ્યુલેશન્સને એનેબલ કરે છે અને ઇનોવેટિવ ડિઝાઈન અને કન્સ્ટ્રક્શન ટેકનિક્સનું વાતાવરણ ઊભું કરે છે.
- સસ્ટેનેબલ બિલ્ડિંગ : BIM ડિઝાઈનિંગ એનર્જી-એફિશિએન્ટ બિલ્ડિંગ્સમાં મદદ કરે છે અને એનર્જી યુઝ અને પર્યાવરણ પર અસરને એનાલાઈઝ કરે છે.
- ફેસિલિટી મેનેજમેન્ટ : બાંધકામ પૂર્ણ થયા બાદ પણ BIM મોડેલ્સ રીનોવેશન્સ અને અપગ્રેડ્સ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
BIM ટેક્નોલોજિકલ એડ્વાન્સમેન્ટથી વધારે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં એક પેરાડાઇમ શિફ્ટને રીપ્રેઝન્ટ કરી, કોલોબોરેશનને પ્રોત્સાહન આપે છે, કાર્યક્ષમતાને વધારે છે, અને કોમ્પ્રિહેન્સિવ પ્રોજેક્ટ મેનેજમેન્ટને ફેસિલિટેટ કરે છે. આ અપ્રોચ વધુ સ્માર્ટર અને વધુ સસ્ટેનેબલ બિલ્ડિંગ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો માર્ગ મોકળો કરે છે.
આરીહા BIM વર્ક્સ : અગ્રણી BIM સોલ્યુશન્સ
Aariha BIM Works, કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીમાં BIM સોલ્યુશન્સ પ્રોવાઈડ કરતી એક પ્રતિષ્ઠિત કંપની છે. જે આર્કિટેક્ચરલ, સ્ટ્રક્ચરલ અને MEP (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ) સર્વિસીસમાં સ્પેશિયલાઈઝ કરે છે. Aariha BIM Works રેવિટ મોડેલ્સ, ક્લેશ ડિટેક્શન અને એડ્વાન્સ્ડ 4D અને ઓગ્મેન્ટેડ રિઆલિટી સર્વિસીસ જેવી સર્વિસીઝ પૂરી પાડે છે. કંપની કોલોબોરેશન અને કમ્યુનિકેશનને પ્રાધાન્ય આપે છે, એક યુનિફાઇડ અને કોમ્પ્રિહેન્સિવ અંડરસ્ટેન્ડિંગ બધા પ્રોજેક્ટ સ્ટેકહોલ્ડર્સ શેર કરે છે જેનાથી સફળ પ્રોજેક્ટ અમલીકરણ માટે અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન મળે છે.
Aariha BIM Works પાછળના પ્રેરકબળ યુવાન ટેક્નોક્રેટ રિકુંજ મોરડિયા અને નિનાદ શાહ સમકાલીન બાંધકામમાં BIMના મહત્ત્વ પર ભાર મૂકતાં જણાવે છે કે, “BIM માત્ર 3D મૉડલ બનાવવા પૂરતું સીમિત નથી; તે બાંધકામ ઉદ્યોગમાં એફિશિએન્સી, ઇનોવેશન અને કોલોબોરેશનના પાયાનું નિર્માણ કરવા વિશે છે. Aariha BIM Works ખાતે, અમે અમારા ગ્રાહકોના વિઝનને વાસ્તવિકતામાં ફેરવવા માટે સંકલ્પિત છીએ, BIMને બાંધકામ પ્રક્રિયાઓ અને પરિણામોને સુધારવામાં શક્તિશાળી સાધન તરીકે ઉપયોગ કરવા અમારી ડેડીકેટેડ ટીમ છે. અમે તેમની જરૂરિયાત સમજીને તેને અનુરૂપ કસ્ટમાઈઝ્ડ સૉલ્યુશન આપીએ છીએ.”
બિલ્ડીંગ ઇન્ફોર્મેશન મોડલિંગ (BIM) પ્રોજેક્ટ્ના અલગ અલગ ખુણેથી કામ કરતા પ્રોજેક્ટના વિવિધ ટીમ મેમ્બર વચ્ચે કોર્ડિનેશનની સુવિધા આપીને બાંધકામ ઉદ્યોગને પુનઃઆકાર આપી રહ્યું છે. આ ડિજિટલ ઈનોવેશન પ્રોજેક્ટ એફિશિએન્સી વધારે છે, વિલંબ અટકાવે છે અને ખર્ચ અને સમય બચાવે છે, જે ક્લાયન્ટ અને સ્ટેકહોલ્ડર્સ વચ્ચેના સંબંધોને વધુ મજબુત કરે છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.






















