Estimated reading time: 2 minutes
YUGEN REALTY, SURAT
અંદાજે રૂ. 60000 હજાર કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતા મોરબીના સિરામિક ઉદ્યોગ માટે સારા સમાચાર છે. રાજ્યમાં મોરબીના સિરામિક ઉત્પાદકો માટે ડીપી વર્લ્ડ રેલ પરિવહન લાઈન શરૂ કરવામાં આવી છે. જે ભારતના સિરામિક ઉદ્યોગનું હૃદય છે. તેની શરૂઆતથી, આ સેવા શહેરમાંથી સિરામિક ટાઈલ્સના પરિવહનમાં ક્રાંતિ લાવ્યું છે, જેથી ઉત્પાદકો તેમના ઉત્પાદનો વિશ્વસનિય અને કાર્યક્ષમ રીતે પૂર્વભારતના કોલકત્તાના મોટા અને મહત્વના બજારોમાં ઉપલબ્ધ કરાવી શકે. રેલ ટ્રાન્સપોર્ટ લાઈનની શરૂઆત એ મોરબીના સિરામિક ટાઈલ્સ ઉદ્યોગને વિકસવા તથા માર્કેટ એક્સેસ માટે નવા રસ્તાઓ ઓફર કર્યા છે. સિરામિક ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતનો મોરબી જિલ્લો શિરમોર છે. આજે ગુજરાતનો મોરબી જિલ્લો ભારતનું સિરામિક હબ છે. સિરામિક ટાઇલ્સ, સેનિટરી વેર, ઔદ્યોગિક અને તકનીકી સિરામિક્સના 1000થી વધુ ઉત્પાદન એકમો સાથે ગુજરાતનું મોરબી એકલું જ ભારતમાં સિરામિક ઉત્પાદનોના બજાર હિસ્સામાં લગભગ 90% હિસ્સો ધરાવે છે.જેનું કુલ વાર્ષિક ટર્ન ઓવર અંદાજીત ₹60,000 કરોડનું છે.
આ એકમો અંદાજિત 4 લાખ લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે.ગુજરાતમાંથી સિરામિક સેક્ટરમાં ₹20,000 કરોડથી વધુ રકમની નિકાસ વાર્ષિક ધોરણે થઇ રહી છે જે ભારતની કુલ સિરામિક નિકાસના 80% છે અને તેમાં મોરબી જિલ્લાના સિરામિક ક્લસ્ટરમાંથી ₹15,000 કરોડથી પણ વધુ રકમની નિકાસ કરવામાં આવી છે. 2021માં તેની શરૂઆતથી જ રેલ નૂર સર્વિસ એ કોલકત્તામાં 8,600 ટીઇયુસનું શિપમેન્ટની સુવિધા આપી છે. નિયમિત સમયે પ્રવાસનું ઓપરેટિંગ કરીને મોરબીના સિરામિક વેપારીઓ માટે લોજિસ્ટિક્સને મોટા પ્રમાણમાં સુવ્યવસ્થિત કર્યું છે. આ સુરક્ષિત લોજિસ્ટિક્સ ઉકેલને લીધે પરિવહન સમય સપ્તાહથી લઇને દિવસો સુધી ઘટ્યો છે, તેનાથી પ્રોડક્ટ્સ શ્રેષ્ઠ સ્થિતિ અને ઓછા ખર્ચમાં બજાર સુધી પહોંચી જાય છે.
સેવાના ફાયદા અને તેમની કાર્યક્ષમતા તથા વિશ્વસનિયતાને બિરદાવતા, મોરબી સ્થિત સિરામિક ટાઈલ્સ ઉત્પાદક અગ્રણી નિટકો લિમિટેડના મેહુલ ધનજાએ જણાવ્યું કે ડીપી વર્લ્ડની રેલ ટ્રાન્સપોર્ટ લાઈન એ અમારા વ્યવસાયને નવા ચક્રો આપ્યા છે. નોંધપાત્ર રીતે ઘટેલા પરિવહન સમય અને અડચણરહિત લોજિસ્ટિક્સનો અનુભવ કરીએ છીએ.
લોજિસ્ટિક્સથી આગળ વધીને ગ્રાહકોને સરળ ડિલિવરીની ખાતરી કરીને, મોરબીના સિરામિક ઉત્પાદકોને બજારની પહોંચે વિસ્તરવા, ઓપરેશનલ ખર્ચ ઘટાડવા, ઘટતા ઉત્સર્જન સાથે ટકાઉ પરિવહન અને નફાકારક્તામાં સુધારો કરવામાં મદદ કરી છે. રેલ સેવા એ એક ગેમ-ચેન્જર બની રહી છે. સામાનની ખાતરીપૂર્વક કાર્યક્ષમ અને સમયસર ડિલિવરીએ અમારા ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં સુધારો કર્યો છે અને સપ્લાયર્સ સાથેના અમારા સંબંધોને મજબૂત બનાવ્યા છે. કલકત્તા સ્થિત લગભગ 340 વેપારીઓ હાલમાં આ સેવાનો ઉપયોગ કરી રહ્યા છે, ઉદ્યોગના વિકાસના ઉત્પ્રેરક તરીકે ઉભરી આવી છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE














