Yugen Coffee Table Book Banner
Home Local News રૂ. 66.22 કરોડના ખર્ચે બીજા ડુમસ સી-ફેઝના ડેવલપમેન્ટમાટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ

રૂ. 66.22 કરોડના ખર્ચે બીજા ડુમસ સી-ફેઝના ડેવલપમેન્ટમાટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ

સુરત મહાનગર પાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ એવા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટના મહત્વના પ્રોજેક્ટને સંપન્ન કરવાની દિશામાં વધુ એક વખત કવાયત હાથ ધરવામાં આવી

Advancing the Coastline Surat Dumas Sea-face Enters Next Stage

Estimated reading time: 3 minutes

YUGEN REALTY, SURAT

સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરીજનો તેમજ બહારગામથી આવતા મુલાકાતીઓ માટે પિકનિક સ્પોર્ટ તરીકે જાણીતા એવા ડુમસ સી ફેઝ ડેવલમેન્ટ માટે વધુ એક ફેઝને સંપન્ન કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. પ્રથમ તબક્કાનું કામ હાલમાં ચાલી રહ્યુ છે ત્યારે આ સેકન્ડ ફેઝની કામગીરી શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવતા આગામી દિવસોમાં સુરતથી ડુમસ સુધીના સમગ્ર વિસ્તારના ડેવલપમેન્ટના નવા આયામો ખુલશે.

સુરત મહાનગર પાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ એવા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટના મહત્વના પ્રોજેક્ટને સંપન્ન કરવાની દિશામાં વધુ એક વખત કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રથમ તબક્કાનું ખાત મુહૂર્ત તાજેતરમાં જ થયું હતુ  અને સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂપિયા 174 કરોડ રાખવામાં આવ્યો હતો.

પ્રથમ તબક્કાની કામગીરી હાલમાં ચાલી રહી છે ત્યારે સેકન્ડ ફેઝ માટેની કામગીરી શરૂ કરવા માટે અને સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે રૂ. 66.22 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને આ ટેન્ડર મંજૂર થયા બાદ કામગીરી હાથ ધરવામાં આવશે. ફેબ્રુઆરી 2023માં આ સમગ્ર પ્રોજેક્ટને સુરત મહાનગર પાલિકાની જાહેર બાંધકામ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર બાદ સ્થાયી સમિતિમાં ટેન્ડર મંજૂર થયા બાદ કામગીરી શરૂ થઇ ગઇ છે.

ઝોન-1 અંતર્ગત અર્બન ઝોનમાં પેકેજ-1 માટે ડુમસના દરિયા કિનારા પર કૂલ 10.32 હેક્ટર જમીન વિસ્તારમાં સમગ્ર પ્રોજેક્ટની કામગીરી હાલમાં શરૂ કરી દેવામાં આવી છે  જે અંગે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે ફેઝ-1 માટે કામગીરી હાથ ધરાયા બાદ 2.54 હેક્ટર જગ્યામાં કામગીરી શરૂ કરવા માટે રૂ. 66.22 કરોડના ટેન્ડર હાલમાં બહાર પાડવામાં આવ્યા છે.

આ કામગીરી વિવિધ પ્રકારની એમીનીટીઝમાં બિલ્ડિંગ, કાફે એરિયા, મરીન થીમ બેઝ લેન્ડ સ્કેપીંગ, હોર્ટી કલ્ચર એરિયા સહિત મુલાકાતીઓ માટે બેસવાની વ્યવસ્થા, મરીન લાઇફ કોરીડોર, વોકિંગ ટ્રેક અને સાઇકલ ટ્રેક વિગેરેનો સમાવેશ થાય છે. આગામી એક વર્ષમાં 12.86 હેક્ટર વિસ્તારમાં ઝોન એક પેકેજ-1 અને પેકેજ-2 તૈયાર કરી દેવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત ડુમસના મુલાકાતીઓ માટે અરાઇવલ પ્લાઝા તરીકે સહેલાણીઓને ખૂબ સારો અનુભવ મળી રહે તે માટે લાઇટીંગ પ્રોજેક્શન, આરામ દાયક બેસવાની વ્યવસ્થા સાથે દરિયા કિનારા પર જે વૃક્ષો ઉગે છે એવા પ્રકારના વૃક્ષ અને થીમ માટે 48 હજાર ચોરસ મીટર વિસ્તારમાં અલગ અલગ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

નવા રહેણાંક વિસ્તારનું ઝડપી ડેવલપમેન્ટ થશે…

ડુમસ સી ફેઝના ડેવલપમેન્ટ સાથે આ વિસ્તારની જમીનોના ભાવ ઉચકાવાની સંભાવનાઓ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. સાથો સાથ દરિયા કિનારા સુધી સુરત શહેરને ડેવલપ કરી અને વિકસાવવાનો ટાર્ગેટ સુરત મહાનગર પાલિકા દ્વારા રાખવામાં આવ્યો છે.

તેના માટે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી રહે અને પીવાના પાણી, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટ સહિત રોડ રસ્તા અને આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટને કારણે સુરતથી ડુમસ સુધીનો સમગ્ર વિસ્તાર નવા રહેણાંક વિસ્તાર તરીકે ડેવલપ થશે.

હાલમાં જે પ્રકાશે શહેરના અડાજણ, પાલ, વેસુ જેવા પોશ વિસ્તારોમાં ડેવલપમેન્ટ ચાલી રહ્યુ છે એ જ પ્રકારે ડુમસ દરિયા કિનારા સુધીના વિસ્તારમાં રેસીડન્સીયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટો આવશે અને તેના કારણે આ વિસ્તાર ધમધમતો થઇ જશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  

વધુ સમાચાર વાંચો :