Estimated reading time: 2 minutes
YUGEN REALTY, SURAT
આશ્ચર્યજનક સિદ્ધિમાં, બિરલા એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડ, આદિત્ય બિરલા ગ્રૂપની રિઅલ્ટી એસ્ટેટ શાખા અને સેન્ચ્યુરી ટેક્સ્ટાઇલ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની, બિરલા ત્રિમાયાના ફેઝ-1 એ વેચાણના બધા રેકોર્ડ તોડીને માત્ર 36 કલાકમાં સંપૂર્ણ પ્રોજેક્ટનું બુકિંગ હાંસલ કરી લીધું છે. રૂ. 500 કરોડના મૂલ્યના 556 યુનિટ્સનું બુકિંગની સાથે કંપનીએ બેંગલુરુના લક્ઝરી રેસિડેન્શિઅલ રિઅલ્ટી એસ્ટેટ એરેનામાં તેનું વર્ચસ્વ દર્શાવ્યું છે. ઉત્તર બેંગલુરુમાં સ્થિત, બિરલા ત્રિમાયા, 52 એકર જમીનમાં ફેલાયેલી છે, જે M.S. રામૈયા રિઅલ્ટી એલએલપી સાથેની ભાગીદારીમાં ડેવલપ કરવામાં આવી છે.
બિરલા એસ્ટેટના MD અને CEO કે.ટી. જિતેન્દ્રએ કહ્યું હતું કે “ફેઝ-1ની સફળતાએ સતત વિકસતા શહેરમાં તેમના ત્રીજા ઇન્વેસ્ટમેન્ટ એ નોંધપાત્ર માપદંડ જ સ્થાપિત કર્યો છે સાથોસાથ અમારા ગ્રાહકોને અજોડ લિવિંગ એક્સપીરીયન્સ આપવા માટે તેઓ સમર્પિત છે તે પણ સ્પષ્ટ કર્યું છે. તેમની ‘LIFEDESIGNED’ (લાઈફ-ડિઝાઇન્ડ) ફિલસૂફી સાથે, બિરલા ત્રિમાયા એક શાંત ક્યુરેટેડ લેક સહિત વિસ્તરેલી લીલીછમ અને ઓપન સ્પેસીસ વચ્ચે, પ્રકૃતિ, વૈભવશાળી અને આધુનિક લિવિંગ સાથે વણાયેલી લાઈફ-સ્ટાઇલની રચના કરીને માત્ર રેસિડેન્સિસ કરતાં વધુ ઓફર કરવાની ઈચ્છા ધરાવે છે. તે ઉત્તર બેંગલુરુમાં લક્ઝુરિયસ લિવિંગ સ્પેસીસની વધતી જતી માંગને દર્શાવે છે, ગ્લોબલ IT કંપનીઓના વધતા જતા ઘસારા અને તેમાં કામ કરતા લોકોની આધુનિક લાઇફસ્ટાઇલ આધારિત રેસિડેન્સિસને કારણે વધી રહી છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE



















