Estimated reading time: 3 minutes
YUGEN REALTY, SURAT
રાજ્ય સરકારના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણી સર નિરીક્ષક દ્વારા અગાઉ એક જાહેરનામું પ્રસિધ્ધ કરીને એવી જાહેરાત કરવામાં આવી હતી કે, મિલકતો કે જમીનોના દસ્તાવેજની નોંધણી કરનારા વકીલો અને એજન્સીઓએ પક્ષકારોની સાથે પોતાની વિગતો પણ આપવી પડશે. જો કોઇ સંજોગોમાં બોગસ દસ્તાવેજની નોંધણી થશે તો તેના માટે એજન્સી કે વકીલ પણ જવાબદાર રહેશે, પરંતુ વકીલો અને એજન્સીઓ દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવતા આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે વકીલોની જવાબદારી ફિક્સ કરવામાં આવશે નહીં તેમજ તેમને કોઇ પ્રકારની સજા નહીં થાય.
રાજ્યના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણી સર નિરીક્ષકે પરિપત્ર જાહેર કરી દસ્તાવેજ તૈયાર કરનાર વીકલ કે એજન્સીને બન્ને પક્ષકારોની ખરાઇ કરવાની જવાબદારી નિશ્ચિત કરવામાં આવી હતી જેના માટે પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો હતો. નોંધણી સમયે જો વિગતો ખોટી હોય અથવા તો મિલકત વેચનાર અને ખરીદનાર વચ્ચે ખટરાગ ઊભો થાય તો આવા સંજોગોમાં વેચનારી અને ખરીદનારી પાર્ટી ઉપરાંત દસ્તાવેજ તૈયાર કરનારી એજન્સી કે વકીલને પણ સાત વર્ષની કેદની સજાની જોગવાઇ કરવામાં આવી હતી. જોકે, વકીલો અને દસ્તાવેજ નોંધણી કરનારી એજન્સીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હવે આ જોગવાઇને દૂર કરવામાં આવી છે જો વિગતો ખોટી હોય તો હવે પહેલાની માફક દસ્તાવેજ કરી આપનાર અને લેનાર જ સજાને પાત્ર રહેશે. અગાઉ નવા નક્કી કરાયેલા નિયમ પ્રમાણે દસ્તાવેજ નોંધણી સાથે એક ફોર્મ ભરવાનું રહેતું હતું જેમાં દસ્તાવેજ તૈયાર કરનારને દસ્તાવેજ સબંધી વિગતો સાચી છે એવી બાંયધરી આપવા ઉપરાંત પોતાના નામ, વ્યવસાય, સરનામું અને મોબાઇલ નંબર પણ આપવાના રહેતા હતા, હવે સર નોંધણી નિરીક્ષકે આ કોલમ પણ ફોર્મમાંથી હટાવી દીધી છે.
અગાઉ 7 માર્ચે જારી કરવામાં આવેલા પરિત્રમાં ગત મંગળવારે સુધારો કરીને નવો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે અને તેમાં બધી જ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ નવા પરિપત્રનો અમલ આગામી 1લી એપ્રિલથી કરવામાં આવશે. દસ્તાવેજ તૈયાર કરીને તેની નોંધણી કરાવતી વખતે હવેથી આ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે નહીં, દસ્તાવેજ કરનારા લોકોને અને એજન્સીઓને આ નિયમથી હવે રાહત રહેશે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE



















