Yugen Coffee Table Book Banner
Home Local News પ્લોટ વેલિડેશનના અભિપ્રાય માટે અટવાતી ફાઇલોની યાદી બનાવવા તાકીદ

પ્લોટ વેલિડેશનના અભિપ્રાય માટે અટવાતી ફાઇલોની યાદી બનાવવા તાકીદ

વિલંબને સંબોધવા: સુરતમાં વિકાસ યોજનાની મંજૂરી માટે પ્લોટની માન્યતાની અભિપ્રાય પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે તાત્કાલિક પગલાં શરૂ કરાયા

Addressing Delays: Urgent Measures Initiated to Expedite Plot Validation Opinion Processing for Development Plan Approval in Surat

Estimated reading time: 2 minutes

YUGEN REALTY, SURAT

ડેવલપમેન્ટ પ્લાન મંજૂરી માટે જરૂરી પ્લોટ વેલિડેશન અભિપ્રાય આપવાની પ્રક્રિયામાં વિલંબ થઇ રહ્યાની સંકલન તથા બોર્ડની મિટિંગમાં ફરિયાદ થવા છતાં લોકો અટવાઇ રહ્યા હોવાની વાત સામે આવી રહી છે. આવા સંજોગોમાં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરે તાકીદે પેન્ડીંગ ફાઇલોના નિકાલની સૂચના આપી હતી. તમામ ઝોન અને ટીપી વિભાગમાં પ્લોટ વેલિડેશન અભિપ્રાય માટે અટવાઇ રહેલી ફાઇલોની યાદી રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે.

આ અંગે સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર મનિષ ડોક્ટરે જણાવ્યું હતું કે, પ્લાન મંજૂરી પૂર્વે પ્લોટ વેલિડેશનના અભિપ્રાય મેળવાય છે. જોકે, આ પ્રક્રિયા ટીપી લેવલે સમયસર રિપોર્ટ ન મળતા હોવાથી પેન્ડીંગ રહે છે. જે તે ટીપીઓને પણ પ્રિલિમનરી ટીપીમાં પ્લોટ વેલિડેશન શક્ય ન હોય ત્યારે રિપોર્ટ થશે કે નહીં તેની સ્પષ્ટતા થઇ જાય તો પણ અભિપ્રાય ફાઇલ પેન્ડીંગ રહેશે નહીં. આ અંગે ઝોન અને ટીપીઓને પણ ફાઇલોના ઝડપી નિકાલની તાકીદ કરવામાં આવી છે. 

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :