Estimated reading time: 4 minutes
YUGEN REALTY, SURAT
યુગેન રિઅલ્ટી, સુરત.

રિઅલ એસ્ટેટમાં વૉટર મેનેજમેન્ટની વર્તમાન પરિસ્થિતિ
રિઅલ એસ્ટેટ ક્ષેત્રે પર્યાવરણીય ચિંતાઓ અને રિસોર્સ મેનેજમેન્ટ (સંસાધન વ્યવસ્થાપન) પર ધ્યાન અત્યંત જરૂરી બની ગયું છે. 100 થી વધુ ફ્લેટ અથવા 20,000 ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતા રેસિડેન્શિઅલ કોમ્પ્લેક્સમાં સંકુલોમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STPs)નું ઇન્સ્ટોલ કરવું ફરજિયાત થઇ ગયું છે અને પર્યાવરણીય દ્રષ્ટિએ આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. STPs બાગકામ, ફ્લશિંગ અને સફાઈ માટે વેસ્ટ વૉટરને ટ્રીટ કરીને અને પુનઃઉપયોગ કરીને છે, મ્યુનિસિપલ પાણીની માંગમાં ઘટાડો કરે છે, પ્રદૂષણને ઓછું કરે છે અને ભૂગર્ભ જળના સ્તરને જાળવીને પાણીનો બચાવ કરે છે.
ફરજિયાત જરૂરિયાતો
ઓછામાં ઓછા 100 ફ્લેટ અથવા 96 લક્ઝુરિયસ યુનિટવાળા સિંગલ ટાવર ધરાવતા રેસિડેન્શિઅલ કોમ્પ્લેક્સ માટે એસટીપી ફરજિયાત છે. શૌચાલય, રસોડા અને બાથરૂમમાંથી 40% ગંદા પાણીને રિસાઈકલ કરવાથી બેંગલુરુ, પુણે, અને હૈદરાબાદ, જેવા શહેરોમાં પાણીની અછતને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. રેન વૉટર હાર્વેસ્ટિંગ (મોસમી વરસાદી પાણીના સંગ્રહ) વરસાદના ત્રણ-ચાર મહિના ઉપયોગી થાય છે જ્યારે STPs વર્ષભર પાણીની બચત કરીને પુનઃઉપયોગ કરવાનું સોલ્યુશન આપે છે. એસટીપી થકી ટ્રીટ થયેલું વેસ્ટ વૉટર બિન-વાંધાજનક, પારદર્શક અને ગંધમુક્ત રહેતેની ખાતરી કરે છે.
ખર્ચ અને રોકાણ પર વળતર
એકંદર પ્રોજેક્ટ ખર્ચની સરખામણીમાં STP ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ પ્રમાણમાં ખૂબ જ ઓછો છે. આ રોકાણ પર વળતરનો સમયગાળો નોંધપાત્ર રીતે ટૂંકો છે જે 1 થી 5 વર્ષ સુધીનો છે તે પ્રોજેક્ટના સ્કેલ પર અને જો યોગ્ય રીતે મેનેજ કરવામાં આવે તો તેના પર આધાર રાખે છે. તુલનાત્મક રીતે, એસટીપીની કિંમત એલિવેટર અથવા સોલર સિસ્ટમની કુલ મૂડી અને જાળવણી ખર્ચના માત્ર 25% છે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં તેમની અફોર્ડબિલિટી અને મહત્ત્વને દર્શાવે છે.
પ્રોજેક્ટનું કદ (ફ્લૅટ ની સંખ્યા) એસટીપી ઇન્સ્ટોલેશન ખર્ચ (કુલ પ્રોજેક્ટ ખર્ચનો %) પેબેક સમયગાળો
રેસિડેન્શિઅલ પ્રોજેક્ટ્સમાં ખર્ચનું વિતરણ
સામાન્યરીતે રેસિડેન્શિઅલ પ્રોજેક્ટ્સમાં, ખર્ચ નીચે પ્રમાણે વહેંચવામાં આવે છે :

વીજળીના વપરાશને સરભર કરવા માટે સોલાર ઊર્જાનો ઉપયોગ કરીને અને પાણીના વપરાશની ભરપાઈ કરવા માટે STPs દ્વારા, નોંધપાત્ર બચત પ્રાપ્ત કરી શકાય છે. 40% વેસ્ટ વૉટર (ગટરના પાણી)ને રિસાઈકલ કરવાથી ભૂગર્ભ જળના ઉપયોગની સરખામણીમાં સાત ગણું વધુ પાણી બચે છે, જે STP ની કાર્યક્ષમતાને દર્શાવે છે.
ઝડપી શહેરીકરણ અને પાણીની અછતનો ઉકેલ
ખેતીની જમીન પર બહુમાળી ઇમારતને બનાવ્યા પછી વર્તમાન શહેરી ઉપયોગ

વર્તમાન પાણીના વપરાશ અને ઐતિહાસિક કૃષિ પદ્ધતિઓ વચ્ચે સંતુલન જાળવવા માટે, એસટીપી અને વરસાદી પાણીના સંગ્રહની પ્રણાલીઓ સ્થાપિત કરવી અને તેનો અમલ કરવો જરૂરી છે. આ સક્રિય અભિગમ મેટ્રોપોલિટન શહેરોની જેમ ભવિષ્યમાં પાણીની અછતની સમસ્યાઓને રોકવામાં મદદ કરશે.

રેસિડેન્શિઅલ પ્રોજેક્ટ્સમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ ઇન્સ્ટોલ કરવું એ માત્ર એક નિયમનકારી જરૂરિયાત નથી, પરંતુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફનું એક નિર્ણાયક પગલું છે. વેસ્ટ વૉટર ટ્રીટમેન્ટ અને તેનો પુનઃઉપયોગ કરીને, એસટીપી મ્યુનિસિપલ પાણી પુરવઠા પરનું દબાણ ઘટાડે છે, પર્યાવરણીય પ્રદૂષણ અટકાવે છે અને ભૂગર્ભ જળના સ્તરને જાળવવામાં મદદ કરે છે. વધતા શહેરીકરણ અને વધતી જતી પાણીની માંગ સાથે વિસ્તરતા રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં રિસ્પોન્સિબલ વૉટર મેનેજમેન્ટ પદ્ધતિઓ સુનિશ્ચિત કરવા માટે એસટીપી આવશ્યક છે. ડેવલપર્સ અને ગ્રાહકો તેમના મહત્ત્વને જાણે છે, એવું ભવિષ્ય દૂર નથી જ્યાં પાણીની અછત નોંધપાત્ર રીતે ઓછી થાય અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ધોરણ બની જાય.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE




















