Estimated reading time: 6 minutes
YUGEN REALTY, SURAT
તાજેતરમાં દમણમાં ગંદાપાણીના પાણીના રિસાઈક્લિંગની સંભાવનાઓનું વિશ્લેષણ “એક અસરકારક અવેરનેસ” પ્રોગ્રામનું આયોજન કર્યું હતું, જે ગટરના પાણીના રિસાયક્લિંગ માટે આધુનિક ટેક્નોલૉજીના ઉપયોગ વિશે માર્ગદર્શન આપનારું હતું. આ કાર્યક્રમમાં આર્કિટેક્ટ્સ, એન્જિનિયરો, પર્યાવરણવાદીઓ, બિલ્ડરો, ડેવલપર્સ, ઉદ્યોગ અધિકારીઓ અને સરકારી પ્રતિનિધિઓ સહિત અસંખ્ય પ્રતિષ્ઠિત મહેમાનોએ હાજરી આપી સફળ બનાવ્યો હતો. વેસ્ટ વૉટર મેનેજમેન્ટના મહત્ત્વપૂર્ણ વિષય પર અને રિઅલ એસ્ટેટ પર પણ તેની અસરો વિશે ચર્ચા કરવામાં આવી હતી.
નિત્યા એન્સેફે દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પેનલ ચર્ચાઓ, કેસ સ્ટડીઝ, નેટવર્કિંગ તકો અને પ્રશ્ન અને જવાબ સત્રો રાખવામાં આવ્યા હતા. સહભાગીઓએ આધુનિક ગંદા પાણીના રિસાઈક્લિંગ ટેક્નોલોજીના લાભો, તેમાં સામેલ પ્રક્રિયાઓ અને રિઅલ એસ્ટેટ ક્ષેત્ર માટેના નોંધપાત્ર ફાયદાઓની વિષે સકારાત્મક ચર્ચાઓ કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે ઉદ્યોગકારોની હાજરી જોવા મળી હતી. વિશિષ્ટ મહેમાનો અને પેનલિસ્ટો, જેમાં ઈશાન શાહ (વોટર એક્સપર્ટ અને ડિરેક્ટર, નિત્યા એન્સેફ), શ્રી હરેશભાઈ ટંગલ (ઉપપ્રમુખ, હોટેલ એસોસિએશન દમણ), શ્રી તુષાર પટેલ (ડિરેક્ટર, આકૃતિ ડિઝાઈનર્સ), શ્રી આર. કે. શુક્લા (ડિરેક્ટર, અલ્કુશ ઇન્ડસ્ટ્રીઝ), અને શ્રી ધર્મેશ મેકન (પાર્વતી કન્સ્ટ્રક્શન), PAEIVA, UIA અને DIA અને ચિરાગ પટેલ (સ્ટ્રેટેફીક્સ કન્સલ્ટિંગ) વગેરે મહાનુભાવો ઉપસ્થિત હતા. તેમણે નોંધપાત્ર ચર્ચાઓમાં યોગદાન આપ્યું. તેમની હાજરી અને દીર્ઘદ્રષ્ટિએ કાર્યક્રમને ખરેખર યાદગાર અને સફળ બનાવ્યો હતો.
પેનલ ડિસ્કશન અને ઇનસાઇટ્સ
આ કાર્યક્રમમાં મુખ્ય ચર્ચાઓમાંની એકમાં ભયજનક દર પર થઇ રહેલા પાણીના બગાડ અને ભવિષ્યમાં પાણીની અછતની સંભાવનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઈશાન શાહે ધ્યાન દોર્યું કે જો વર્તમાન પ્રવાહો ચાલુ રહેશે તો ભારતમાં પાણીની કિંમત પેટ્રોલ અને ડીઝલને ટક્કર આપી શકે છે. સેમિનારએ નિષ્ણાતોને પાણીના રિસાઈક્લિંગ ટેક્નોલૉજીમાં નવીનતમ પ્રગતિ વિશે ઊંડાણપૂર્વકનું જ્ઞાન શેર કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું જેમાં મેમ્બ્રેન બાયોરિએક્ટર (MBR) ટેક્નોલૉજીનો ઉપયોગ સામેલ છે જે ગંદા પાણીની ટ્રીટમેન્ટમાં તેની કાર્યક્ષમતા માટે સવિશેષ રીતે ઓળખાય છે.
રેગ્યુલેટર કોમ્પ્લાયન્સ (નિયમનકારી અનુપાલન) અને આર્થિક લાભો
આ કાર્યક્રમમાં વેસ્ટ વૉટર મેનેજમેન્ટમાં નિયમનકારી પાલનની ખૂબ જ જરૂરિયાત છે તેવું ઈશાન શાહ એ જણાવ્યું હતું. CPCB વિવિધ સંસ્થાઓ માટે એસટીપી ઇન્સ્ટોલેશન ફરજિયાત કરે છે, જેમાં હોસ્પિટલો, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને મોટી રેસિડેન્શિઅલ અને કોમર્શિઅલ બિલ્ડિંગ્સ, પર્યાવરણીય સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરે છે અને ફાઇન ટાળે છે. એસટીપી પાણીના બિલમાં લાંબા ગાળાની બચત પણ પ્રદાન કરે છે અને મિલકતના મૂલ્યમાં વધારો કરે છે જે રિઅલ એસ્ટેટ ડેવલપર્સ માટે કોસ્ટ-ઈફેક્ટિવ સૉલ્યુશન આપે છે.
નિત્યા એન્સેફેના કર્તાહર્તા: ઈશાન શાહ
સુરત સ્થિત, નિત્યા એન્સેફે વેસ્ટ વૉટર રિસાઈક્લિંગ અને પર્યાવરણીય સેવાઓમાં સેવા આપતી અગ્રેસર કંપની છે, તેઓના 50થી વધુ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે અને છેલ્લા એક દાયકામાં 450+ ગ્રાહકોને સેવા આપી છે. ડાયરેક્ટર ઈશાન શાહનું “10 ઇન્સ્પાયરિંગ ઇન્ડિયન એન્વાયરોન્મેટાલિસ્ટ્સ શેપિંગ ગ્રીનર ફ્યુચર”ની યાદીમાં નામ આવવાથી મોટું સન્માન થયું છે. કંપની સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને નવીન સૉલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. શાહે જણાવ્યું “અમારો ધ્યેય વેસ્ટને મૂલ્યવાન સંસાધનમાં રૂપાંતરિત કરીને સસ્ટેનેબલ ભવિષ્ય ઘડવાનો છે. અદ્યતન ટેક્નોલૉજી અને ઉદ્યોગ જગતના સહયોગ દ્વારા, અમારું લક્ષ્ય પાણીની અછત અને પર્યાવરણીય અધોગતિનો સામનો કરવાનો છે.”
સુએજ વોટર રિસાઈક્લિંગ : ટકાઉ રિઅલ એસ્ટેટ વિકાસ માટે અતિ આવશ્યક
ઈશાન શાહના જણાવ્યા અનુસાર સામાન્ય ગેરસમજથી વિપરીત, ગટરના પાણીનું રિસાઈક્લિંગ માત્ર ઉદ્યોગો માટે જ નથી, પરંતુ રેસિડેન્શિઅલ, કોમર્શિઅલ અને ઈન્ડસ્ટ્રીઅલ સહિતના રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ માટે પણ તે ખૂબ જ ઉપયોગી, ફાયદાકારક અને જરૂરી છે. આ ટેક્નોલૉજી થકી પ્રોજેક્ટ્સ તેમની કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડી શકે છે, વધુ ગ્રીન બની ઇકોલોજીકલ અને આર્થિક લાભ મેળવી શકે છે. ઇશાન શાહે પર્યાવરણીય સસ્ટેનેબિલિટી વધારવા, લિવિંગ કન્ડિશનમાં સુધારો કરવા અને લાંબા ગાળાની નાણાકીય બચત હાંસલ કરવા માટે રિઅલ એસ્ટેટમાં ગટરના પાણીના રિસાઈક્લિંગને સામેલ કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
ભવિષ્યના લક્ષ્યો અને વિઝન
Nitya Ensafe આગામી વર્ષોમાં વેસ્ટ વૉટર રિસાઈક્લિંગ પર તેની અસરને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરવાનું લક્ષ્ય રાખે છે. કંપની 2026 સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ઉત્પન્ન થતા ઘરેલું વેસ્ટ વૉટરના 2% અને 2033 સુધીમાં 20% સુધી રિસાઈક્લિંગ ક્ષમતા વધારવાની યોજના ધરાવે છે. 2047 સુધીમાં, નિત્યા એન્સેફે વૈશ્વિક વેસ્ટ વૉટરના રિસાઈક્લિંગ માર્કેટનો 1% હિસ્સો હાંસલ કરવાની યોજના ધરાવે છે જે ગ્રીનર અને વધુ સસ્ટેનેબલ ભવિષ્ય માટે યોગદાન આપે.
દમણમાં નિત્યા એન્સેફ કંપની દ્વારા આયોજિત જાગૃતિ કાર્યક્રમ જબરદસ્ત સફળ રહ્યો હતો જેમાં ગંદા પાણીના રિસાઈક્લિંગના મહત્ત્વપૂર્ણ વિષય અને રિઅલ એસ્ટેટ ક્ષેત્ર માટે તેના ફાયદાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. પર્યાવરણીય સસ્ટેનેબિલિટી અને નવીન સોલ્યુશન્સ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે, નિત્યા એન્સેફ પર્યાવરણને અનુકૂળ પ્રેક્ટિસીસ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો મંત્ર અપનાવ્યો છે. જેમ જેમ પાણીની માંગ વધતી જાય છે તેમ, આવનારી પેઢીઓ માટે સસ્ટેનેબલ ભાવિ સુનિશ્ચિત કરવા માટે આવી પહેલ અત્યંત આવશ્યક છે.
મુખ્ય હાઇલાઇટ્સ
ઘરેલું વેસ્ટ વૉટરનું પ્રદૂષણ 67.8% છે, જ્યારે ઉદ્યોગોમાંથી માત્ર 32.2% છે.
CPCB હોસ્પિટલો, હોટલ, રેસ્ટરાં અને અમુક રેસિડેન્શિઅલ અને કોમર્શિઅલ બિલ્ડિંગ માટે STP ઇન્સ્ટોલેશન ફરજિયાત કર્યું છે.
સેપ્ટિક ટેન્ક્સ 20થી વધુ લોકો માટે ઘરેલું વેસ્ટ વૉટરના મેનેજમેન્ટ માટે ખર્ચ-અસરકારક નથી.
100 થી વધુ કર્મચારીઓ ધરાવતા અથવા દરરોજ 10 કિલોલીટરથી ઓછું ઘરેલું વેસ્ટ વૉટર ઉત્પન્ન કરતા ઉદ્યોગોએ તેને રિસાઈકલ કરવું આવશ્યક છે.
ઉદ્યોગો ઓછામાં ઓછા 20% વેસ્ટ વૉટરને બચાવી શકે છે અને STPમાંથી આવક પેદા કરી શકે છે.
હોટેલ ઉદ્યોગ એસટીપીમાં ઇવેન્ટ્સ અને મોટા મેળાવડા દરમિયાન પીક લોડને હૅન્ડલ કરવા માટે 20% વધુ ક્ષમતા હોવી જોઈએ.
બે થી વધુ ટાવર ધરાવતી રેસિડેન્શિઅલ બિલ્ડિંગ અને 500થી વધુ ઓફિસો ધરાવતી કોમર્શિઅલ બિલ્ડિંગોએ ગંદા પાણીને રિસાઈકલ કરવું આવશ્યક છે.
અદ્યતન STP સ્થાપિત કરવાથી સસ્ટેનેબલીટી સુનિશ્ચિત કરીને નફો કરતી સંસ્થાઓ માટે 1-4 વર્ષનો ROI મળી શકે છે.
મેમ્બ્રેન બાયોરિએક્ટર (MBR) ટેક્નોલૉજીનો ઉપયોગ સામાન્ય રીતે કાર્યક્ષમ વેસ્ટ વૉટરની સારવાર અને રિસાઈક્લિંગ માટે થાય છે.
રસોડાના ગંદા પાણી સાથે ગ્રે વોટર લાઈન ભેળવવી જોઈએ. કોઈપણ રાસાયણિક અથવા ઇલેક્ટ્રિકલ કરંટ આધારિત એસટીપી ટાળવી આવશ્યક છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE






















