Estimated reading time: 4 minutes
YUGEN REALTY, SURAT
2 મે, 2024 ના રોજ, સુરત ડિસ્ટ્રિક્ટ સિવિલ કોન્ટ્રાક્ટર એસોસિએશન (SDCCA) એ ઓડન સ્માર્ટ સમિટનું આયોજન કર્યું હતું જે બાંધકામ અને સિવિલ એન્જિનિયરિંગની દુનિયામાં એક લેન્ડમાર્ક કાર્યક્રમ હતો. સુરતમાં આયોજિત આ સમિટે આ રિજનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે મહત્ત્વપૂર્ણ એવી કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસને આધુનિક બનાવવાની દિશામાં ઓડાન કન્સ્ટ્રક્શન સોફ્ટવેરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
SDCCA ના પ્રેસિડેન્ટ નરેશ પટેલે સમિટને સંબોધિત કરતા કોન્ટ્રાક્ટરો દ્વારા સામનો કરવામાં આવતા વિવિધ પડકારોની ચર્ચા કરી હતી. તકરારોને રોકવા અને કાર્યક્ષમ પ્રોજેક્ટ અમલીકરણની ખાતરી કરવા માટે કન્સ્ટ્રક્શન સેક્ટરને વ્યવસ્થિત અને આયોજનબદ્ધ કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. નરેશ પટેલે બિલ્ડરો અને એજન્સીઓ સાથેના વિવાદોને ઘટાડવા માટે કોન્ટ્રાક્ટના યોગ્ય ડોક્યુમેન્ટેશન, સ્પષ્ટ વર્ક ઓર્ડર જારી કરવા અને સ્કોપ ઓફ વર્કને ડિફાઇન (વ્યાખ્યાયિત) કરવાની હિમાયત કરી હતી. બધું જ ડોક્યુમેન્ટેશન સમજાય તેવી ગુજરાતી ભાષામાં કરવાના આગ્રહ માટે સંકોચ નહિ કરવા જણાવ્યું હતું જેથી લીગલ મુદ્દાઓને યોગ્ય રીતે સમજીને આગળ વધી શકાય. વધુમાં, તેમણે લેબર શોર્ટેજના હાલના મુદ્દા પર પણ વાત કરી હતી જે દૈનિક કામગીરીને અસર કરી રહી છે. પારદર્શિતા અને જવાબદારી જાળવવા માટે પેમેન્ટ ચેક થકી લેવાનો અને કેશ ટ્રાન્ઝેક્શન્સથી દૂર રહેવા માટે આગ્રહ કર્યો હતો.
ઓડાન કન્સ્ટ્રક્શન સોફ્ટવેરનું લોન્ચિંગ
સમિટની વિશેષતા ઓડાન ઈન્ફોટેક દ્વારા વિકસિત ઓડાન કન્સ્ટ્રક્શન સોફ્ટવેરનું લોન્ચિંગ હતું. આ નવું સોફ્ટવેર કામગીરીને સુવ્યવસ્થિત કરીને અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝના રિઅલ-ટાઇમ ડેટા ટ્રેકિંગ સાથે બાંધકામ ઉદ્યોગમાં મોટું પરિવર્તન લાવી શકે છે. કોન્ટ્રેક્ટરોના દૈનિક ઓપરેશનલ પડકારોને જાણતાં અને સમજતા અનુભવી કોન્ટ્રાક્ટર રવિ પટેલ અને IT એક્સપર્ટ ઇન્દ્રજિતસિંહ રાયજાદા અને રાકેશ ઘસડીયાની ભાગીદારી હેઠળ, ઓડાન ઇન્ફોટેક દ્વારા વિકસિત, ઓડાન કન્સ્ટ્રક્શન સોફ્ટવેર બિલ્ડરો અને સિવિલ કોન્ટ્રાક્ટરો દ્વારા અનુભવાતા ચોક્કસ પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

ઓડન ઇન્ફોટેકએ કોન્ટ્રાક્ટરો માટે વિશ્વાસુ ભાગીદાર બનવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો, તેમના કામને વધુ સરળ અને વધુ કાર્યક્ષમ બનશે તેવું જણાવ્યું હતું.
ચર્ચાઓ અને નેટવર્કિંગ
સમિટે બાંધકામ ઉદ્યોગના હાલના પડકારો અને ભાવિ વિશે અર્થપૂર્ણ ચર્ચાઓ કરવા માટે 150 થી વધુ કોન્ટ્રાક્ટરો એકત્રિત થયા હતા. ઉપસ્થિત કોન્ટ્રાક્ટર્સ મિત્રોએ પોતપોતાના ઇસ્યુઝ વિષે પ્રશ્નો પૂછ્યા હતા. SDCCA ના સેક્રેટરી ધવલ ભંડેરી અને પ્રેસિડેન્ટ નરેશ પટેલે લોકોના પ્રશ્નો સંબોધ્યા હતા. પડકારો – તકરારો-અનુભવોને સંબોધવાની સાથે સ્થાનિક બાંધકામ કોમ્યુનિટીની સિદ્ધિઓની પણ ચર્ચા થઈ હતી. SDCCAની નવી ઓફિસ માટે મેમ્બર્સ મિત્રોએ દિલ ખોલીને આર્થિક યોગદાન આપ્યું હતું.
સમિટની અસર અને ભાવિ દિશાઓ
SDCCAના આમ જોઈએ તો હજુ તાજેતરમાં સ્થપાયેલી સંસ્થા છે પરંતુ તેમના સકારાત્મક પ્રયાસો બાંધકામ ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારાઓ માટે માર્ગ મોકળો કરી રહ્યા છે. એડ્યુકેશન, અવેરનેસ અને સહયોગના વાતાવરણને પ્રોત્સાહન આપીને, SDCCA શહેરી વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં શું પ્રાપ્ત કરી શકાય તે માટે નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે. ઉદ્યોગની વિકસતી જરૂરિયાતોને અનુરૂપ કાયદાકીય અને નિયમનકારી ફેરફારોની હિમાયત કરીને એસોસિએશન વિવિધ સ્તરે સ્ટેકહોલ્ડર્સ વાટાઘાટો કરવાનું ચાલુ રાખે છે.
SDCCA ઓડાન સ્માર્ટ સમિટ 2024 સુરત ડિસ્ટ્રિક્ટ સિવિલ કોન્ટ્રાક્ટર એસોસિએશન માટે બાંધકામ ઉદ્યોગને આગળ વધારવા માટેનું સમર્પણ દર્શાવવા માટે તે એક મહત્વપૂર્ણ પહેલ છે. ઓડાન કન્સ્ટ્રક્શન સોફ્ટવેર જેવી નવી ટેક્નોલોજીની રજૂઆત અને ઉદ્યોગના પડકારોને પહોંચી વળવા માટે ચાલી રહેલી પહેલ સાથે, SDCCA નિઃશંકપણે સુરતમાં બાંધકામ માટે વધુ સંગઠિત, કાર્યક્ષમ અને સમૃદ્ધ ભવિષ્યને આકાર આપી રહ્યું છે. SDCCAની કાર્યકારી ટિમ પ્રેસિડેન્ટ નરેશ પટેલ, મંત્રી નીતિનભાઈ શિંગાળા, સહ મંત્રી કલ્પેશ રંગપરીયા અને સેક્રેટરી ધવલ ભંડેરીની મજબૂત લિડરશીપ સાથે સંસ્થાને મજબૂતી સાથે આગળ લઇ જઈ રહી છે. આ સમિટ સંસ્થાના મોટો સૌનો સાથ સૌનો વિકાસ સાથે બાંધકામના લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવામાં એક અગ્રણી અને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE














