Estimated reading time: 5 minutes
YUGEN REALTY, SURAT
સુરત, ડાયમંડ સિટી, રાજ્યના કોમર્શિઅલ રિઅલ એસ્ટેટ લેન્ડસ્કેપમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ગ્રેડ A ઓફિસની સ્પેસીસમાં વધારા સાથે, સુરત શહેર બિઝનેસીસ નો જબરદસ્ત વિકાસ થઇ રહ્યો છે. ગ્રેડ A ઓફિસ સ્પેસ સરેરાશ રેન્ટ-ભાડા કરતા પ્રીમિયમ વિસ્તારમાં હોય છે અને રેન્ટ પણ વધારે હોય છે. આવી ગ્રેડ-A કોમર્શિઅલ પ્રોપર્ટીઝ શહેરના ઊભરતાં અને ડિમાન્ડમાં હોય તેવા એરિયામાં બાંધવામાં આવે છે અને તેમાં તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે. આ બીલ્ડિંગ્સ શહેરની શ્રેષ્ઠ દેખાતી ઇમારતો છે અને તેમાં ઘણી સારી વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ હોય છે. જેમ જેમ લાઇફસ્ટાઇલ વિકસતી જાય છે તેમ, હાઇ ઍન્ડ બ્રાન્ડ્સ શહેરમાં આવી રહી છે, જે કોમર્શિઅલ પ્રોપર્ટીઝની માંગને વધારી રહી છે. ગુજરાતના આર્થિક ભવિષ્યને ઘડવામાં સુરતની મહત્ત્વની ભૂમિકાને જોઈએ તો વૃદ્ધિ પામતો ડાયમંડ, ટેક્સટાઇલ, IT ઉદ્યોગ, હેલ્થકેર, સમૃદ્ધ રિટેલ કન્ઝ્યૂમર માર્કેટ આ પ્રકારની ગ્રેડ A ઓફિસની સ્પેસીસની ડિમાન્ડને નોંધપાત્ર રીતે આગળ વધારી રહ્યું છે.
ગુજરાતના કોમર્શિઅલ રિઅલ એસ્ટેટના ગતિશીલ ક્ષેત્રમાં, સુરત રાજ્યના આર્થિક વિકાસમાં એક શક્તિશાળી પરિબળ બનીને ઉભરી રહ્યું છે. અમદાવાદ અને ગિફ્ટ સીટી સાથે સુરત પણ ગુજરાતના વિકાસમાં એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે પરંતુ રાજ્યના કોમર્શિઅલ રિઅલ એસ્ટેટ લેન્ડસ્કેપના વ્યાપક સંદર્ભમાં સુરતની મુખ્ય વધુને વધુ અસરકારક બની રહી છે.
ગુજરાતનું કોમર્શિઅલ રિઅલ એસ્ટેટમાં સુરતની ભૂમિકા
અમદાવાદ, ઐતિહાસિક રીતે ગુજરાતનું નાણાકીય કેન્દ્ર, રાજ્યની કોમર્શિઅલ રિઅલ એસ્ટેટની ચર્ચાઓમાં ઘણી વખત સુરતને ઢાંકી દે છે. જો કે, તાજેતરનો સુરતનો વિકાસ ગુજરાતના કોમર્શિઅલ પ્રોપર્ટી માર્કેટને ફરીથી ચર્ચામાં લાવી રહ્યો છે. 2022-23માં, ગુજરાતમાં ગ્રેડ A ઓફિસની સ્પેસીસની માંગમાં વધારો જોવા મળ્યો હતો, જે ટ્રેન્ડ હજુ ચાલુ રહેવાનો અંદાજ છે. 2024 માટેના અંદાજો રાજ્યના નાણાકીય, રાજકીય અને ઔદ્યોગિક સ્તંભોને સમાવીને સમગ્ર અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં નવા કોમર્શિઅલ પ્રોજેક્ટ્સમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા રાખે છે.
CBREના રિપોર્ટ પ્રમાણે અમદાવાદમાં 2022માં નવી ઓફિસ સ્પેસ સપ્લાયમાં પાંચ ગણો વધારો થયો હતો, જે કુલ 4.6 મિલિયન ચોરસ ફૂટનો હતો, જે અગાઉના વર્ષમાં 0.9 મિલિયન સ્ક્વેર ફીટથી નોંધપાત્ર વધારો દર્શાવે છે.
સુરત, ગુજરાતના કોમર્શિઅલ રિઅલ એસ્ટેટના વિકાસમાં મુખ્ય પ્લેયર તરીકે ઉભરી રહ્યું . સુરતના બિઝનેસીસ ડાયમંડ, ટેક્સટાઇલ, IT ઉદ્યોગ, હેલ્થકેર, સમૃદ્ધ રિટેલ કન્ઝ્યૂમર માર્કેટ, મેન્યુફેક્ચરિંગ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોમાં ફેલાયેલું છે. શહેરના વ્યૂહાત્મક સ્થાન અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરે આ ક્ષેત્રોના વ્યવસાયોને આકર્ષક બનાવ્યા છે, જેનાથી સુરતમાં ઓફિસની સ્પેસીસની માંગમાં વધારો થયો છે.
સુરત ડાયમંડ બુર્સ અને અન્ય મોટા ઇન્ફ્રા પ્રોજેક્ટસ જેમકે અપકમિંગ મેટ્રો રેલ લાઈન, બુલેટ ટ્રેન, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વે, રિંગ રોડ વગેરે પણ સુરતને કોમર્શિઅલ રિઅલ એસ્ટેટ હબ તરીકે પ્રસિદ્ધિ અપાવી રહ્યું છે, રોકાણકારો અને વ્યવસાયોને આકર્ષે છે, સુરતને ગુજરાતમાં વેપાર અને વાણિજ્યના જોડાણ તરીકે મજબૂત બનાવે છે.
સુરતન કોમર્શિઅલ રિઅલ એસ્ટેટમાં પડકારો અને તકો
જ્યારે સુરતનું કોમર્શિઅલ રિઅલ એસ્ટેટ ક્ષેત્ર મોટા પાયે વિકસિત થઇ રહ્યું છે પરંતુ સાથેસાથે તે ચોક્કસ પડકારોનો સામનો પણ કરી રહ્યું છે. શહેરે, રાજ્યના અન્ય ક્ષેત્રો સાથે મળીને, વિકસતી બજારની ગતિશીલતા સાથે તાલમેલ સાધવો આવશ્યક છે. ડેવલપર્સ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સાહસોની બદલાતી પસંદગીઓ સાથે એકરૂપ થઈને ઓફિસ સ્પેસ વેચવાથી લીઝિંગ-રેંટિંગ વિકલ્પો ઓફર કરવા માટે સતત પ્રયન્ત કરી રહ્યા છે.
અન્ય નોંધપાત્ર પડકાર ESG (ઈકોલોજી (પર્યાવરણ), સોશિયલ (સામાજિક) અને ગવર્નમેન્ટ (પ્રશાસન) ધારા-ધોરણો અને ગ્રીન સર્ટિફિકેશન સાથે સુસંગત ગ્રેડ A ઇમારતોની માંગ છે પરંતુ સપ્લાઈ ઓછી છે. મલ્ટી-નેશનલ કોર્પોરેશનોના ધસારો સાથે, વૈશ્વિક ધોરણોને અનુરૂપ ઓફિસ સ્પેસની માંગ વધી રહી છે, જે સુરત અને સમગ્ર રાજ્ય આ માંગને પહોંચી વળવા માટે પ્રેરિત કરે છે.
સુરતની કોમર્શિઅલ રિઅલ એસ્ટેટની તેજીને વેગ આપતી વિકસતી લાઈફ-સ્ટાઇલ (જીવનશૈલી)
જીવનશૈલીની પસંદગીઓ અને અપેક્ષાઓમાં પરિવર્તન સુરતની કોમર્શિઅલ રિઅલ એસ્ટેટની માંગને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. સુરતના રહેવાસીઓ વિકસતી જીવનશૈલી અપનાવે છે અને હાઇ-એન્ડ બ્રાન્ડ્સ સુરતમાં મળે તેવી અપેક્ષાઓ રાખે છે પરિણામે સુરત આવી બ્રાન્ડ્સ માટે એક આકર્ષક સ્થળ બની ગયું છે. કન્ઝ્યુમર્સની પસંદગીઓમાં આ ફેરફારને કારણે કોમર્શિઅલ મિલકતોની ખરીદી અને લીઝમાં વધારો થયો છે, જે સુરતની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
સુરતમાં વર્લ્ડ ક્લાસ કોમર્શિઅલ પ્રોપર્ટીઝ
વિકસતી ડિમાન્ડ અને અપેક્ષાઓના પ્રતિભાવમાં, સુરતમાં રિઅલ એસ્ટેટ ડેવલપર્સ આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરતી વૈશ્વિક કક્ષાની કોમર્શિઅલ પ્રોપર્ટીઝ સાથે આગળ આવી રહ્યા છે. શ્રેષ્ઠતા માટેની આ પ્રતિબદ્ધતા માત્ર શહેરના રિઅલ એસ્ટેટ માર્કેટને જ નહીં પરંતુ સુરતને વ્યવસાયો અને રોકાણકારો માટે પસંદગીના સ્થળ તરીકે સ્થાપિત કરે છે.
સુરતનું રિઅલ એસ્ટેટ ક્ષેત્ર અત્યાધુનિક સુવિધાઓ, ઉત્કૃષ્ટ સુલભતા અને કોમર્શિઅલ સંચાલનથી સજ્જ ગ્રેડ A ઓફિસ સ્પેસીસ પહોંચાડવા માટે સમર્પિત છે. ડેવલપર્સ મલ્ટી-નેશનલ કોર્પોરેશનોની વર્લ્ડ-ક્લાસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ESG અને ગ્રીન સર્ટિફિકેશન ની જરૂરિયાતને સમજીને સુસંગત બિલ્ડિંગ્સ બનાવી રહ્યા છે.
ગુજરાતની વ્યાપારી રાજધાની તરીકે સુરતનો ઉદભવ તેના વધતા જીડીપી, તેના રહેવાસીઓની વધતી ખરીદ શક્તિ અને હાઈ-એન્ડ બ્રાન્ડ્સના ધસારાને કારણે છે. શહેરનું રિઅલ એસ્ટેટ ક્ષેત્ર આ પરિવર્તનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જે વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરતી અને શહેરની આર્થિક વૃદ્ધિને વેગ આપતી ટોચની કોમર્શિઅલ પ્રોપર્ટીઝ બનાવે છે. ઇન્ટરનેશનલ વ્યાપારી કેન્દ્ર બનવા તરફની સુરતની સફર ગુજરાતની અર્થવ્યવસ્થાના ભાવિને આકાર આપવા માટે સુરત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીને નોંધપાત્ર સંભાવનાઓ અને તકો આપે છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE



















