Estimated reading time: 2 minutes
YUGEN REALTY, SURAT
સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ બનાવવાની જાહેરાત તો કરી દેવામાં આવી છે પરંતુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નામ પર ફક્ત શારજહા અને દુબઇ જવા માટે જ હજુ સુધી સીધી ફ્લાઇટની સુવિધા છે. શહેરમાં હવે ડાયમંડ બુર્સ પણ કાર્યરત થઇ ગયું છે અને વિશ્વમાંથી હીરાના બાયર્સ સીધા સુરત આવી શકે તે માટે સુરતને ઇન્ટરનેશનલ એર કનેક્ટીવીટી વધારી આપવાની આવશ્યકતા ઊભી થઇ છે. આવા સંજોગોમાં હવે આગામી દિવસોમાં સુરતથી હોંગકોંગ અને સિંગાપુર જવા સીધી ફ્લાઇટ મળી રહે તે માટે સુરત આવેલા વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ માટેના પ્રયાસો ઝડપથી હાથ ધરાશે.
સુરતની મુલાકાતે વિદેશ મંત્રી એસ. જયશંકર આવ્યા ત્યારે ચેમ્બર સાથે સંકળાયેલા મનીષ કાપડિયાએ એરપોર્ટ પર આંતર રાષ્ટ્રીય ફ્લાઇટ વધારવામાં આવે તે માટે ચર્ચા વિચારણા કરી હતી. તે વખતે વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે સુરતનો જે રીતે ગ્રોથ થઇ રહ્યો છે તે જોતા વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સુવિધા સુરતને મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેનું પરિણામ આગામી દિવસોમાં દેખાશે. આગામી સમયમાં સુરતથી હોંગકોંગ અને સિંગાપુર જવા સીધી ફ્લાઇટ મળવાની શક્યતાઓ વધી છે. આ બન્ને સ્થળો પર જવા માટે સીધી ફ્લાઇટની સુવિધા મળી રહે તો વિદેશમાં કોઇ પણ સ્થળે જવા માટેની સુરતથી સીધી કનેક્ટીવિટી પણ મળી રહેવાની સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે કેમ કે શારજાહ, દુબઇ, સિંગાપુર અને હોંગકોંગથી વિશ્વના કોઇ પણ દેશ સાથેની સીધી એર કનેક્ટીવિટી સરળતાથી મળી રહે છે. દેશને સૌથી વધારે વિદેશી હુંડિયામણ રળીને આપતા હીરા ઉદ્યોગના મોટા ગજાના વેપારીઓની પણ આ ડિમાન્ડ છે કે સુરતના વિકાસ માટે હવે વધારે આંતર રાષ્ટ્રીય ફ્લાઇટ ફાળવવામાં આવે તે આવશ્યક છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE



















