Yugen Coffee Table Book Banner
Home Regional News સુરતનું રિયલ એસ્ટેટ લેન્ડસ્કેપ: ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક વૃદ્ધિ અને રહેણાંકની વધતી માંગ

સુરતનું રિયલ એસ્ટેટ લેન્ડસ્કેપ: ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક વૃદ્ધિ અને રહેણાંકની વધતી માંગ

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને કોમર્શિયલ વિસ્તરણ વચ્ચે સુરતના પ્રોપર્ટી માર્કેટની ઉત્ક્રાંતિની શોધખોળ

Surat's Real Estate Landscape: Infrastructure, Industrial Growth, and Rising Residential Demand

Estimated reading time: 3 minutes

YUGEN REALTY, SURAT

પહેલા વિકસિત થયા હતા જ્યાં આધુનિક સુવિધાઓ અને પાર્કિંગની સુવિધાનો અભાવ છે. તેથી મહત્ત્વાકાંક્ષી હાઈ-એન્ડ લીવીંગ અને કોમર્શિઅલ સ્પેસીઝની જરૂરિયાતો વધવા લાગી. આના પરિણામે શહેરનું વિસ્તરણ થયું અને વેસુ, ન્યૂ સિટીલાઈટ, પાલ, નવા કતારગામ, મોટા વરાછા, જહાંગીરપુરા, દાંડીરોડ અને ઓલપાડ, કામરેજ, મરોલી, વેલેંજા જેવા બહારના વિસ્તારો જેવા નવા વિસ્તારોનો પણ વિકાસ થવા લાગ્યો. રેસિડેન્શિઅલ અને કોમર્શિઅલ રીઅલ એસ્ટેટ પ્રોજેકટ્સ માટે સરકારનો ટેકો અને સહાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુધારેલી કનેક્ટિવિટીથી વિકાસને વેગ મળવા લાગ્યો.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ

સુરતને પણ સ્માર્ટ સિટીઓમાંથી એક તરીકે પસંદ કરવામાં આવ્યું છે અને તેની આર્થિક વૃદ્ધિ અને વધતાં પ્રદૂષણને જોતા; પરિવહન નેટવર્કના વિસ્તરણ, નવા રસ્તાઓ, પુલો અને ફ્લાયઓવર, મેટ્રોનું નિર્માણ અને શોપિંગ મોલ, મલ્ટિપ્લેક્સ અને મનોરંજન કેન્દ્રો જેવી આધુનિક સુવિધાઓના વિકાસ સહિત નાગરિકોના વધુ સારાં જીવન માટે સરકારે અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપેમન્ટ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. આખરે આ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ આવા વિકાસશીલ વિસ્તારોમાં રિઅલ એસ્ટેટની માંગ વધારવામાં મદદ કરે છે.

સમૃદ્ધ ઔદ્યોગિક અને બિઝનેસ હબ

સુરતે ગુજરાતમાં એક મુખ્ય ઔદ્યોગિક અને બિઝનેસ હબ તરીકે નામના મેળવી છે. તે તેના ડાયમંડ પોલિશિંગ અને ટેક્સ્ટાઈલ ઉદ્યોગો માટે પ્રખ્યાત છે જે દેશભરમાંથી અસંખ્ય ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને વ્યાવસાયિકોને આકર્ષે છે. ઔદ્યોગિક વૃદ્ધિએ શહેરમાં કોમર્શિઅલ સ્પેસીઝ અને ઇન્ડસ્ટ્રીઅલ પ્લોટની માંગને વધુ પ્રોત્સાહન આપ્યું છે. પરિણામે સાયણ, કામરેજ, કડોદરા, પલસાણા, પાંડેસરા અને સચિન જેવા વિસ્તારોએ નોંધપાત્ર વૃદ્ધિનો અનુભવ કર્યો છે જે ઇન્વેસ્ટર્સ અને યુઝર્સને વિસ્તરણ માટે વિવિધ તકો આપે છે. ડેવલોપર્સ આ પ્લોટીંગ યોજનાઓમાં આંતરરાષ્ટ્રીય ધોરણોની સુવિધાઓ આપી રહ્યા છે જેમ કે, કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (CETP), 66 KW પાવર પ્લાન્ટ, ફાયર સ્ટેશન અને તબીબી સેવાઓ અને આ યોજનાઓની અંદર કો-વર્કિંગ સ્પેસ.

વધતી રેસિડેન્શિઅલ ડિમાન્ડ

સુરતનું રિઅલ એસ્ટેટ માર્કેટ વધતી જતી વસ્તી, આવકના સ્તરમાં વધારો અને જીવનધોરણમાં સુધારને કારણે રેસિડેન્શિઅલ પ્રોપર્ટીઝની માંગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ શહેર એફોર્ડેબલ એપાર્ટમેન્ટ્સ, હાઈ-એન્ડ એપાર્ટમેન્ટ્સથી લઈને લક્ઝરી વિલા, સમાજના વિવિધ વર્ગોની જરૂરિયાતો અને પસંદગીઓને પૂરી કરવા માટેના રેસિડેન્શિઅલ વિકલ્પોની વિશાળ શ્રેણી પ્રસ્તુત કરે છે. આધુનિક સુવિધાઓ, સારી કનેક્ટિવિટી અને અનુકૂળ સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા સાથે, સુરત ઘર ખરીદનારાઓ અને રોકાણકારો માટે એક આકર્ષક સ્થળ બની ગયું છે.

સુરત કોમર્શિઅલ રિઅલ એસ્ટેટ સેક્ટર

સુરતમાં વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરતા વ્યવસાયો સાથે, 2021થી સ્ટાર્ટઅપ્સ અને વ્યાપારી બજારોના વિકાસમાં ઝડપી વધારો થયો છે. સુરત એ ગુજરાતમાં સૌથી ઝડપથી વિકસતા ટીયર-II શહેરોમાંનું એક છે. આ વધારો રિટેલ, બૂમિંગ IT સેક્ટર અને લોકલ કાપડ અને હીરા ઉદ્યોગોમાં ઘણી વૃદ્ધિને કારણે છે. આના પરિણામે કોમર્શિઅલ રિઅલ એસ્ટેટમાં ઉછાળો આવ્યો છે, જે નવા રોકાણકારોને વધુ આકર્ષે છે. જો તમે સુરતમાં કોમર્શિઅલ રિઅલ એસ્ટેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો કોમર્શિઅલ પ્રોપર્ટીના ભાવમાં મુવમેન્ટ જોઈ શકો છો. મોટા વરાછા આઈટી પાર્કસ આવી રહ્યા છે, તે સિવાય કતારગામ, વેસુ, ન્યૂ સિટીલાઈટ, વીઆઈપી રોડ, પાલમાં કોમર્શિઅલ રિઅલ એસ્ટેટના ઉચ્ચ ધોરણોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :