YUGEN REALTY, SURAT
સુરત રિઅલ એસ્ટેટ માર્કેટ પોઝિટિવ પ્રોસ્પેક્ટ્સ દર્શાવે છે અને ક્રમશઃ મેચ્યોર (પરિપક્વ) થઈ રહ્યું છે. સ્પેક્યુલેટીવ પ્રેક્ટિસિઝને પાછળ છોડીને એન્ડ-યુઝર બજાર તરફનું પરિવર્તન એ નોંધપાત્ર બાબત છે. આ ઊભરાતા બજારના પરિપ્રેક્ષ્યમાં પારદર્શિતા અને સ્પષ્ટ માનસિકતા નિર્ણાયક છે. કન્ઝ્યુમર્સ અને ડેવલોપર્સ બંને વચ્ચે પરસ્પર સમજણ વધી રહી છે – ગ્રાહકો તેમની પસંદગીઓ અને તેમને શું જોઈએ છે તે જાણે છે, અને ડેવલોપર્સ તેમની અપેક્ષાઓ વટાવવાનો પ્રયત્ન કરે છે. પરિણામે, બ્રાંડનું મહત્ત્વ દિવસેને દિવસે વધી રહ્યું છે, જેમાં ડેવલોપર્સ ગ્રાહકોના માઈન્ડશેર મેળવવા માટે બ્રાન્ડ ડેવલપમેન્ટ માટે રીસોર્સીઝમાં ઈન્વેસ્ટ કરી રહ્યા છે.
આજે, બ્રાન્ડ ડેવલપમેન્ટ એટલે માત્ર એડવર્ટાઇઝિંગ નથી રહ્યું પણ તેનાથીયે આગળ વધી રહ્યું છે; ડેવલોપર્સ સુપીરિઅર એન્ડ પ્રોડક્ટ્સને એન્ડ કન્ઝ્યુમર સુધી ઝડપથી પહોંચાડવા માટે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની પ્રોડક્શન મેથડ્સ-પદ્ધતિઓ-અપનાવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, અમારી વિશેષતા બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડલિંગ (BIM)માં છે જે લોકો, ટેક્નોલૉજી અને પ્રોસેસના ઇન્ટિગ્રેશન સાથે માટે બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શનમાં પરિણામોને સુધારવાની તક આપે છે. સુધારેલા પરિણામો અને કો-ઓર્ડિનેશન હાંસલ કરવા માટે વધુ ને વધુ ડેવલોપર્સ સરળતાથી આવી ટેક્નોલૉજીને અપનાવી રહ્યા છે. BIM, આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રેક્ટિસ છે, રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની ફ્લોલેસ એક્ઝીક્યુશન અને સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવાની સાથે સમય, ખર્ચ અને સંસાધનોના ઉપયોગને ઓપ્ટિમાઇઝ કરી આપે છે.
વધુમાં, તે ફેસિલિટી મેનેજમેન્ટના સંચાલનમાં મદદ કરે છે, બિલ્ડિંગના સમગ્ર લાઈફ સ્પાન દરમિયાન સીમલેસ એક્સ્પીરિઅન્સ મળે, ટેનેન્ટને કોઈ પણ અગવડ ના પડે અને પડે તો તેનો યોગ્ય અને સમયસર ઉકેલ લાવવામાં મદદ કરે છે. કરંટ માર્કેટ ટ્રેન્ડ જોઈએ તો, 3-4 BHK રેસિડેન્સિસની માંગ છે અને પાલ અને વેસુ જેવા વિસ્તારોને નોંધપાત્ર મૂવમેન્ટનો અનુભવ થઈ રહ્યો છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE














