Estimated reading time: 7 minutes
YUGEN REALTY, SURAT
ધવલ ગોવિંદભાઈ ઢોલા બીજી પેઢીના રિઅલ એસ્ટેટ ડેવલપર છે, જેમણે સુરતના અનેક પ્રખ્યાત પ્રોજેક્ટ્સમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ક્વોલિટી અને કસ્ટમર સેટિસ્ફેક્શન માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે જાણીતા, ધવલ ઢોલા રિઅલ એસ્ટેટ સેક્ટરમાં એક વિઝનરી સાહસિક છે જે ડેવલપમેન્ટના દરેક પાસાઓમાં ચોકસાઈને પ્રાધાન્ય આપે છે.
પ્રોજેક્ટ્સને સમયસર અને વિવાદમુક્ત રીતે પૂર્ણ કરવાના તેમના શ્રેષ્ઠ ટ્રેક રેકોર્ડ અને નાનામાં નાની વિગતો પર ખાસ ધ્યાન આપતા ધવલ ઢોલા સતત રિઅલ એસ્ટેટમાં શ્રેષ્ટ માટે પ્રયત્નશીલ છે.
તેમના ગ્રુપની ઓળખ સ્પષ્ટતા, પ્રામાણિકતા અને ગ્રાહક કેન્દ્રિત સર્વિસનો છે, જે માત્ર ઘરો બનાવવામાં નહીં, પરંતુ ગ્રાહકો માટે કાયમી વારસો બનાવવા માટે ધ્યાન આપે છે.
તેમના સફળ પ્રોજેક્ટ્સમાં બિલ્વમ પેરેડાઇઝ, બિલ્વમ રિજન્સી, બિલ્વમ બંગલોઝ, સોલિટેર ક્વેઝ, બિલ્વમ અમોર, અને આલ્ફા સીઝન્સનો સમાવેશ થાય છે. તેમનો નવો પ્રોજેક્ટ, એસ્ટર વિલા, 35-પ્લોટ સાથે, તેમના ઇનોવેટિવ ડિઝાઇન અને ક્વોલિટી કન્સ્ટ્રક્શનને આગળ વધારશે.
ધવલ ઢોલા, ન્યુ એજ ડેવલપર માઇન્ડસેટ ધરાવતાં, સ્માર્ટ, પરિણામલક્ષી અને ઝડપથી આગળ વધતા એક વિઝનરી છે. શ્રેષ્ઠતા અને નૈતિકતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સાથે, તેઓ સુરતમાં રિઅલ એસ્ટેટના ધોરણોને ઊંચું લાવવાનો મિશન ધરાવે છે અને રિઅલ એસ્ટેટના ભવિષ્ય માટે સકારાત્મક અભિગમ ધરાવે છે.
યુગેન રિઅલ્ટી ન્યૂઝપેપરની નવી કોલમ “યંગ વિઝનરીઝ” અમે રિઅલ એસ્ટેટ ઉદ્યોગના ભવિષ્યને આકાર આપી રહેલા યુવાન રિઅલ એસ્ટેટ બિઝનેસ લીડર્સની આ ઉદ્યોગમાં યાત્રાની ઝલક આપીએ છે.
ધવલ ઢોલા (બિલ્વમ ગ્રુપ) આ અંકના યંગ વિઝનરી છે, આ ઇનસાઈટ ફુલ ઇન્ટવ્યૂમાં એવો જાણીયે તેમની પ્રેરણાઓ, પડકારો અને તેમની ઉદ્યોગ સાહસિક યાત્રા પર થયેલા અલગ અલગ અનુભવોમાંથી તેઓ જે પાઠ શીખ્યા છે તેના વિશે.
રિઅલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં કારકિર્દી બનાવવા માટેની પ્રેરણા તમને ક્યાંથી મળી?
મારા વ્યાવસાયિક જીવનની શરૂઆત લેગોથી થઇ અને પછી રિઅલ એસ્ટેટ વ્યવસાયના મારા મિત્રો થકી મને રિઅલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં જોડાઈને કારકિર્દી બનાવવા માટે પ્રેરણા મળી.
શું તમે 1st જનરેશન ડેવલપર છો કે આ તમારો કૌટુંબિક વ્યવસાય છે?
ના , હું આ ઉદ્યોગમાં બીજી પેઢીએ આવું છું ! મને લાગે છે કે રિઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ ઉદ્યોગ વારસાગત રીતે મારી અંદર ઊતર્યો છે, હું મારી નસો અને લોહીમાં બ્લુપ્રિન્ટ્સ અને કોંક્રિટની ધૂળ સાથે જન્મ્યો છું – આજે આ ફેમિલી બિઝનેસ મારા માટે એક પેશન બની ગયો છે અને હું તેને નેક્સટ લેવલ પર લઈ જવા માટે તૈયાર છું!
શું તમે એવી મહત્ત્વ પૂર્ણ ક્ષણ શેર કરી શકો છો કે જેણે રિઅલ એસ્ટેટ બિઝનેસ પ્રત્યે તમારા અભિગમને આકાર આપ્યો હોય ?
જ્યારે મને સમજાયું કે “ઇનોવેશન – નવીનતા” નો અર્થ ફક્ત ઊંચી બિલ્ડિંગ્સ બનાવવાનો નથી, પરંતુ વધુ સ્માર્ટ અને ઇકો-ફ્રેન્ડલી લિવિંગ કે વર્કિંગ સ્પેસ બનાવવાનો પણ છે, કારણ કે વૃક્ષો મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને સમગ્ર વિશ્વ સામે આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે ધરતી પરથી વૃક્ષોની સંખ્યા ઓછી થઇ રહી છે દરેક દેશોમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે આવા સંજોગોમાં જો જીવ સૃષ્ટિને બચાવવી હશે તો આપણે વૃક્ષોનું જતન કરવું જ પડશે. ટૂંકમાં આપણું ફ્યૂચર ગ્રીનરી જ છે. પર્યાવરણને નુકસાન ન થાય એ જોવાની જવાબદારી પ્રત્યેક વ્યક્તિની છે અને આ વાત મને સમજાઇ ત્યારથી તેના પ્રત્યે મેં સતત સતર્કતા રાખવાનો પ્રયાસ કર્યો છે. પર્યાવરણનું જન્નત કરવા સાથે વિકાસ કરવો એ સમજ આવી જે મારા જીવનની મોટી વાત છે અને હું આ દિશામાં સતત કાર્યરત છું.
જ્યારે તમે રિઅલ એસ્ટેટ બિઝનેસમાં જોડાયા ત્યારે તમને શું સલાહ મળી હતી?
શહેરમાં કે ગમે ત્યાં એવી બિલ્ડિંગ્સ બનાવો જે અચાનક જ તૂટી ના પડે અને કોઈ પણ વ્યક્તિ આ બિલ્ડિંગને જુએ ત્યારે તે આકર્ષક લાગવી જોઇએ અને જોનાર તેનાથી પ્રભાવિત થવા જોઇએ આર્થિક વ્યવહારમાં 100% પારદર્શિતા રાખો.હંમેશાં ગુણવત્તાને મહત્ત્વ આપો અને ગ્રાહકો અને સપ્લાયર્સ સાથે લાંબા ગાળાના સંબંધો બનાવો.
સાથો સાથ ગ્રાહકો સાથેના વાણી વર્તનથી તમારી માઉથ ટુ માઉથ પબ્લિસિટી થાય એવા પ્રકારનું વર્તન રાખો. જે કોઇ લોકો તમારી સાથે ધંધા વ્યવસાયમાં સંકળાયેલા છે તેમની સાથે તમારો વ્યવહાર અને વાણી અણિશુદ્ધ હશે તો તમારી એક ઇમેજ બંધાશે.
આ ઇમેજ જ્યાં સુધી તમે આ વ્યવસાયમાં હશો ત્યાં સુધી તમારે મેઇન્ટેન કરવાની છે એ સતત યાદ રાખવાનું છે.
આજના સમયમાં યુવા ડેવલપર્સ કયા વિશેષ પડકારોનો સામનો કરે છે?
આજના સમયમાં યુવા ડેવલપર્સ સામે ઘણા પડકારો છે તેમાં ખાસ કરીને બાંધકામ ઉદ્યોગમાં સતત વધતી જતી મટીરિઅલની કિંમતો, જટિલ અને અતાર્કિક લાગતાં અટપટા સરકારી નિયમો આ તમામમાંથી માર્ગ કાઢીને આગળ વધવું એ ખરેખર એક પડકાર જનક બાબત જ છે.
ઘણી વખત સરકારી નિયમોને કારણે આ દેશ છોડીને જતા રહેવાનું પણ મન થાય એટલી હદે કંટાળો આવે છે. ઉપરાંત આજે ગ્રાહકોની અપેક્ષાઓ ઓછી કિંમતમાં વધુ મેળવવાની વધતી જાય છે . આવા ગ્રાહકોને કન્વીન્સ કરવા એ પણ એક પડકાર જ છે.
તમે આ પડકારોને કેવી રીતે દૂર કરશો?
બાંધકામ ઉદ્યોગમાં હંમેશાં નવી નવી ટેકનોલોજી આવતી રહે છે આ નવી ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને, ગમે એવા દબાણ હેઠળ શાંત રહીને, અને “ચોક્કસ, અમે કરી આપીશું… કઇ રીતે.” એવું કહેતી વખતે કેવી રીતે ચહેરા પર સ્મિત રાખવું અને ગ્રાહકને સંતોષજનક રીતે જવાબ આપીને જ આ પડકારોનો સામનો કરી શકાય. આ સિવાય સરકારી નિયમો અને ધારા ધોરણોનું મહત્તમ પાલન થાય એ બાબતની કાળજી લેવી પણ આવશ્યક છે.
રિઅલ એસ્ટેટમાં તમારી યાત્રા શરૂ કર્યા પછી તમે સૌથી મૂલ્યવાન પાઠ શું શીખ્યા?
બાંધકામ ઉદ્યોગમાં ફ્લેક્સિબલ બનો, કારણ કે જો તમે બદલાવ – ફેરફાર માટે તૈયાર નહીં હશો તો બજાર તમને તોડી નાખશે. બજાર સાથે સક્રિય, અપડેટ અને જોડાયેલા રહો, અને ધીરજથી યોગ્ય તકની રાહ જુઓ.
યોગ્ય સોદો-ડીલ મેળવવા માટે ધીરજ રાખો. ઉતાવળથી નિર્ણય લેવાને બદલે ભૂતકાળના અનુભવોને આધારે ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાની આવડત કેળવવી એ જ શીખતો રહું છું.
તમને કયા પ્રોજેક્ટ પર સૌથી વધુ ગમે છે અને ગર્વ છે અને શા માટે?
આમ જુઓ તો મને મારા બધા પ્રોજેક્ટ્સ પર ગર્વ છે જેમકે બિલ્વમ પેરેડાઇઝ, રિજન્સી, બંગલો, અમોર, સોલિટેર ક્વેઝ, કિરણ ક્લાસિક ટાવર્સ કારણ કે મેં તમામને સમયસર ગ્રાહકોના સંતોષ સાથે પૂર્ણ કર્યા છે.
તમારા શિક્ષણે રિઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ માટે તમારા અભિગમને કેવી રીતે પ્રભાવિત કર્યો છે?
શિક્ષણે મને શીખવ્યું કે સમસ્યાઓને વ્યવસ્થિત રીતે કેવી રીતે ઉકેલવી. જે હવે મારા કામનો 90% ભાગ છે. આભાર માન્ચેસ્ટર યુનિવર્સિટી, જ્યાં મને સ્ટડી કરવાનો મૌકો મળ્યો.
જોકે, હજુ પણ મારો અનુભવનો અભ્યાસ ચાલુ છે અને લોકો દિન પ્રતિ દિન કંઇને કંઇ પદાર્થ પાઠ શીખવતા જ રહે છે તેમાંથી પ્રેરણા લઇને અનુભવના આધારે આગળ વધવું એજ અભિગમ રાખુ છું.
તમારા મતે કયા ઇમર્જિંગ ટ્રેન્ડ્સ રિઅલ એસ્ટેટના ભવિષ્યને આકાર આપશે?
ઇન્ટેલિજન્ટ અને સ્માર્ટ બિલ્ડિંગ જે પોતાના માટે વિચાર કરશે, અને સસ્ટેનેબલ પ્રેક્ટિસિસ (ટકાઉ પ્રથાઓ) જે તમને તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઓછી કરીને ખર્ચ પણ ધટાડશે.
રિઅલ એસ્ટેટ ઉદ્યોગમાં તમારો રોલ મોડેલ કોણ છે અને તમે તેમની પાસેથી શું શીખ્યા છો?
એવા ડેવલપર્સ, જે સતત તેમની મર્યાદાઓથી આગળ જઈને વિકાસ કરે છે જેમ કે તેઓ મોનોપોલીની ગેમ રમી રહ્યા હોય પરંતુ હકીકતમાં.
ડૉ નિરંજન હિરાનંદાની મારા રોલ મોડલ છે કેમ કે તેમની પાસે શીખવા જેવું અને પ્રેરણા લેવું જેવું ઘણું બધું છે. હું તેમની પાસેથી સતત પ્રેરણા મેળવતો રહું છું અને તેમના વિશે સતત જાણકારી મેળવવાનો પ્રયાસ મારો હોય છે.
આગામી દાયકામાં તમે રિઅલ એસ્ટેટ માર્કેટમાં કયા ફેરફારો જોવા માંગો છો?
બાંધકામ ઉદ્યોગમાં આવનારા દિવસોમાં ઓછા કાગળનો ઉપયોગ અને વધુ ઈકો-ફ્રેન્ડલી અને પ્લાનેટ-સેવિંગ મટીરિઅલ . તેમજ એવી ઇમારતો જે ગ્રીન હોય- એનેર્જી એફિશિયેન્ટ – ઊર્જાનો બચાવ કરતી હોય.
તમારું લાંબા ગાળાનું વિઝન શું છે?
ફ્યુચરિસ્ટિક (ભવિષ્યવાદી), સસ્ટેનેબલ કમ્યુનિટીઝનું નિર્માણ કરનાર ડેવલપર તરીકે ઓળખાવવું – Sci-Fi (સાયન્સ ફિક્શન) જેવા શહેરો વિશે વિચારો પરંતુ વધુ સારા Wi-Fi સાથે.
બજારમાં આવનારી કઈ તકો વિશે તમે સૌથી વધુ ઉત્સાહિત છો?
ગ્રીન બિલ્ડિંગ્સ અને ઘરો, જે પોતાના સ્માર્ટ અને સક્ષમ હોય, તમને એવું પણ પહેલેથી જણાવી દે કે હવે આ બિલ્ડિંગનું આયુષ્ય પૂર્ણ થયું છે. અથવા તો હજુ પણ આ બિલ્ડિંગ સસ્ટેનેબલ છે.
વૈશ્વિક સ્તરે કયો પ્રોજેક્ટ તમને સૌથી વધુ ગમે છે અને શા માટે ?
અબુ ધાબીની અર્બન કમ્યુનિટી મસ્દર સીટી મને ખુબ જ ગમે છે. જેને જોઈને તમને લાગે ખરેખર કોઈએ ફ્યુચરીસ્ટિક સીટી બનાવ્યું છે અને તે પણ સસ્ટેનેબલ. આ સિવાય પણ વિશ્વમાં ઘણા એવા પ્રોજેક્ટ કે મહાકાય કહી શકાય એવા બાંધકામો અને સ્ટ્રક્ચર છે જે જોઇને ખરેખર તેમાંથી કોઇ પ્રેરણા મળી શકે છે.
તમારું ફરવાનું સૌથી પ્રિય સ્થળ કયું?
દુબઈ અને સિંગાપોર જેવા શહેરો મારા માટે ફરવાના બેસ્ટ પ્લેસીસ છે, ત્યાંનું આર્કિટેક્ચર સતત પોતાની સીમાઓની ઓળંગીને કઈંકને કઈંક અદભુત, નવું કર્યા જ કરે. અને ત્યાંનું ફૂડ પણ સારું છે – સોને પે સુહાગા!
તમારા શોખ વિષે જણાવશો?
મને આર્કિટેક્ચરલ લેન્ડમાર્ક પ્લેસીસ વિઝિટ કરવાનો ખુબ જ શોખ છે જેને જોઈને કઈંક નવીન ડેવલપ કરવાની પ્રેરણા મળે અને હા, સ્પામાં જવું મારા મનનો સ્ટ્રેસ દૂર કરવા માટે સૌથી સારો ઉપાય છે.
રિઅલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં શરુઆત કરતા નવા ઉત્સાહીજનોને કોઈ એક સલાહ કઈ આપશો?
બાંધકામ ઉદ્યોગમાં કોઇ પણ સ્થળે પ્રોજેક્ટ મુકો તો તેમાં ક્વોલિટી કામ કરો, શીખવાનું ચાલુ રાખો, અને જયારે મુશ્કેલીઓ – અડચણો ઊભી થાય ત્યારે હંમેશા બેકઅપ પ્લાન રાખો. અને હા, વધુ કોફી પીતા રહો.
તમે રિઅલ એસ્ટેટમાં લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને નવીનતાઓ સાથે કેવી રીતે અપડેટ રહો છો?
મારા Google સાથે મારો લગાવ છે. તે મારા દરેક પ્રશ્નનો જવાબ આપે છે મારી બધી જ ઉત્સુક્તાઓ સંતોષીને અને જાણકારીઓ પૂરી પાડે છે. સતત અપડેટ રહેવા માટે ટેકનોલોજીનો સહારો લેવો જ રહ્યો.
તમારો ડ્રીમ પ્રોજેક્ટ કેવો હશે?
એક સેલ્ફ-સસ્ટેનેબલ (સ્વ-ટકાઉ) સ્માર્ટ સિટીનું નિર્માણ કરવું, જે કાયમી રીતે જાતે કાર્ય કરે, જેથી હું વહેલા નિવૃત્ત થઈ શકું અને રોબોટ્સને બધી મહેનત કરવા દઉં.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE




















