Estimated reading time: 2 minutes
YUGEN REALTY, SURAT
સુરત શહેરમાં અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે અને કેપિટલ ખર્ચમાં પણ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં કેપીટલ ખર્ચમાં સુરત મહાનગર પાલિકાએ કૂલ રૂ.2566 કરોડનો ખર્ચ કર્યો છે. જે ચાલુ નાણાકિય વર્ષના અંત સુધીમાં ત્રણ હજાર કરોડ સુધી પહોંચવાની સંભાવનાઓ છે. મહાનગર પાલિકાએ અત્યાર સુધીના તમામ વર્ષના ઇતિહાસમાં સૌથી વધારે ખર્ચ ચાલુ નાણાકીય વર્ષમાં કર્યો છે.
સુરત શહેરમાં હાલમાં અનેક વિકાસના કામો ચાલુ છે, ખાસ કરીને, સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી માટે ખટોદરા સબ જેલની જગ્યા પર પૂર જોશમાં કામ ચાલી રહ્યુ છે. બીજી તરફ તાપી શુદ્ધીકરણ માટેના પ્રોજેકટ, બેરાજ પ્રોજેક્ટ તેમજ નવા જોડાયેલા વિસ્તારોમાં હાઇડ્રોલિક અને ડ્રેનેજ નેટવર્ક માટેનું અગત્યનું કામ ચાલુ છે જેના કારણે મહાનગર પાલિકાનું બજેટ પણ વધ્યું છે. પાલિકા દ્વારા તમામ કામોનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે અને હાલમાં તમામ કામો પ્રગતિ હેઠળ છે. સુરત પાલિકાના ઇતિહાસમાં ચાલુ વર્ષે સૌથી વધારે કેપિટલ ખર્ચ થયો છે અને ચાલુ વર્ષે કેપિટલ ખર્ચનો ટાર્ગેટ 3203 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે. જેની સામે ત્રણ હજાર કરોડનો ખર્ચ થવાની સંભાવનાઓ છે. તેની સામે પાલિકાની કેપીટલ આવકની વાત કરીએ તો એ આંક રૂ.3840 કરોડ જેટલી થવાની સંભાવના છે અને રૂ.3136 કરોડની આવક પાલિકાને થઇ છે. કેપિટલ આવકમાં પાલિકાને મિલકત વેરો, રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ, પેઇડ એફએસઆઇ જેવી આવકોને મુખ્ય ગણવામાં આવે છે. રેવન્યુ આવકમાં પણ તમામ વર્ષ કરતા આ વર્ષે વધારે આવક થઇ છે અને રૂ.4659 કરોડના ખર્ચ સામે રૂ.3986 કરોડની આવક થઇ છે અને રેવન્યુ ખર્ચમાં 3778 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE



















