Estimated reading time: 2 minutes
YUGEN REALTY, SURAT
તાજેતરમાં જ IndexTap.com દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજો પ્રમાણે હાલન પરિવાર કે જે ઇક્વિટી માર્કેટમાં રોકાણકાર છે, તેણે મુંબઈના વર્લી વિસ્તારમાં 15,996 ચોરસ ફૂટના આઠ લક્ઝરી એપાર્ટમેન્ટ્સ રૂ. 103.98 કરોડમાં ખરીદ્યા છે. આ સોદો મુંબઈ રિયલ એસ્ટેટ માર્કેટના રેસિડેન્શિઅલ સેગમેન્ટમાં 2023ના સૌથી મોટા સોદાઓમાંનો એક હોવાનું માનવામાં આવે છે.
2023નો સૌથી મોટો રહેણાંક સોદો ટાપરિયા પરિવારનો હતો જેણે લિસ્ટેડ રિઅલ એસ્ટેટ ડેવલપર મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ પાસેથી દક્ષિણ મુંબઈમાં આશરે રૂ. 369 કરોડની કિંમતની છ સી-ફેસિંગ પ્રોપર્ટી ખરીદી હતી.
હાલન પરિવારના ઘર ખરીદનારાઓમાં અજય હાલન, અંજુ હાલન, સુજાતા હાલન, વિમલ હાલન, વિશાખા હાલન, નારાયણ હાલન, પ્રવીણા હાલન, પવન હાલન, વિગેરેનો સમાવેશ થાય છે. હાલન પરિવાર શેરબજારમાં અગ્રણી રોકાણકાર છે અને રિયલ એસ્ટેટ, ફેશન પ્રિન્ટીંગ, આઈટી, વગેરે સાથે સંકળાયેલી ઘણી કંપનીઓમાં તેઓ મોટો હિસ્સો ધરાવે છે.
જાહેર કરવામાં આવેલા દસ્તાવેજો મુજબ આ સોદો 8 ડિસેમ્બરે કરવામાં આવ્યો હતો, વેચાણ કરનારા તેના રાહેજા મોડર્ન વિવેરિયા પ્રોજેક્ટ માટે કે રાહેજા કોર્પ છે અને આ વ્યવહાર 16 પાર્કિંગ લોટ સાથે આવે છે. કુલ આઠ એપાર્ટમેન્ટમાંથી, ચાર દરેક 1,759 સ્ક્વેરફૂટના છે અને ચાર દરેક 2,259 સ્ક્વેરફૂટના છે. પરિવારે આઠ એપાર્ટમેન્ટ માટે કુલ રૂ. 6 કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી હતી.
દરમિયાન, હાલન પરિવારની ટિપ્પણી માટે સંપર્ક થઈ શક્યો ન હતો. આ ઈમારત કે. રાહેજા કોર્પ હોમ્સ દ્વારા નિર્માણાધીન પ્રોજેક્ટમાં છે અને અહીંના એપાર્ટમેન્ટ્સ મહાલક્ષ્મી રેસકોર્સ અને અરબી સમુદ્રનો નજારો પ્રદર્શિત કરે છે.
અગાઉ માર્ચ 2023માં, પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ ફર્મ, ક્રિએટિવ ગ્રૂપના પ્રમોટરોએ આ જ બિલ્ડિંગમાં 154.6 કરોડ રૂપિયાના આઠ લક્ઝરી એપાર્ટમેન્ટ્સ ખરીદ્યા હતા.
કંપનીએ જૂન 2023માં જાહેરાત કરી હતી કે આ ઇમારત કુલ વેચાણપાત્ર વિસ્તારના 10 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી છે, અને તેમાં 3 અને 4-બેડરૂમના એપાર્ટમેન્ટની પસંદગી મળી શકે છે જે વિશિષ્ટતાઓને અનુરૂપ બનાવી શકાય છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.




















