Estimated reading time: 3 minutes
YUGEN REALTY, SURAT
કોરોનાકાળ પછી ચીનના રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં ભયંકર આર્થિક સંકડામણ શરૂ થઇ છે અને ઉદ્યોગકારો પર દેવું સતત વધી રહ્યુ છે. ચીનની આવી હાલત કેવી રીતે થઇ એ પણ સમજવા જેવી બાબત છે. અત્યાર સુધી ગરીબ અને નાના દેશોને દેવાના તળિયા નીચે દબાવનાર ચીન પોતે જ હાલ દેવાના ડુંગર હેઠળ દબાઇ રહ્યો છે. વર્ષ 2023માં ચીનનું દેવું તેની કૂલ જીડીપી કરતા 288 ટકા વધારે હતું જે અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તર પર છે અને વર્ષ 2022ની સરખામણીએ 13.50 ટકા વધારે છે.ચીનનો વિકાસ દર ધીમો થઇ રહ્યો છે. રોજગારી નથી . રિઅલ એસ્ટેટ ક્ષેત્રની હાલત ખૂબ જ ખરાબ થઇ રહી છે. ગત વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ચીનની અર્થ વ્યવસ્થા વિશે કહ્યું હતું કે તેની હાલત ખતરનાક સાબિત થઇ શકે છે.
એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ચીન પર વર્ષ 2023માં કૂલ 560 અબજ ડોલરનું દેવું હતું જે તેની જીડીપીના 288 ટકા જેટલું હતું. નિક્કેઇ એશિયાના જણાવ્યા પ્રમાણે ચીનમાં રહેતા પરિવારો પર દેવાનો બોજો જીડીપીના 63.5 ટકા જેટલો છે જેની સામે બિન નાણાકીય કોર્પોરેટ પર દેવું વધીને 168.4ટકા અને સરકાર પરનું દેવું વધીને 55.9 ટકા થઇ ગયુ છે. અમેરિકા પર જેટલુ દેવું છે તેના કરતા ડબલ દેવું ચીન પર છે. હાલમાં ચીનનો રિઅલ એસ્ટેટ બિઝનેસ ખૂબજ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ચીનના આર્થિક વિકાસમાં રિઅલ એસ્ટેટનો હિસ્સો 20 ટકા જેટલો રહે છે. માત્ર બે મહિના પહેલા જ હોંગકોંગની કોર્ટે ચીનની મોટી પ્રોપર્ટી કંપની એવરગ્રાન્ડને તેની પ્રોપર્ટી વેચીને લોન ચૂકવવા હુકમ કર્યો હતો. તેના પર 300 બિલીયનથી વધુ દેવું છે. અમેરિકન અર્થશાસ્ત્રી અંટોનિયા ગ્રેસફોને સોશિયલ મીડિયા પર લખ્યુ હતું કે ચીનમાં રિઅલ એસ્ટેટ સેક્ટર તૂટી રહ્યુ છે અને આવનારા દિવસોમાં તેના કારણે બેન્કો પણ ડૂબશે. ચીનમાં રિઅલ એસ્ટેટ સેક્ટરની હાલત વર્ષ2020ના કોરોનાકાળ પછી વધુ બગડી છે. આ પહેલા જીનપિંગ સરકારે વર્ષ 2008માં આર્થિક મંદીથી બોધપાઠ લેતા રિઅલ એસ્ટેટ ડેવલપરને લોન લેવાની ક્ષમતા મર્યાદિત કરી દીધી હતી જેથી અબજો ડોલરની લોન ભરપાઇ કરવામાં તેઓ નિષ્ફળ ગયા હતા. ચીનમાં ઘર ખરીદવામાં તેજી ધીમે ધીમે ઓછી થઇ રહી છે અને એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2022માં દેશભરમાં 96 લાખ ઘર વેચાયા હતા જે વર્ષ 2021ની સરખામણીએ 30 ટકા ઓછી હતી.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE














