Estimated reading time: 6 minutes
YUGEN REALTY, SURAT
રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રોજેક્ટ લોન્ચ થયા બાદ તેના સેલ્સને એક પડકારરૂપ ગણવામાં આવે છે. તેનું કારણ એ છે કે, પ્રોજેક્ટ બન્યા ખાલી જમીન પર પ્રોજેક્ટની બ્લુપ્રિન્ટ થકી તેમાં બનવા જઈ રહેલા ઘર, ઓફિસ કે ફેક્ટરીનું વેચાણ કરવાનું હોય છે. 3D વોકથ્રુ અને હવે અન્ય ઇનોવેટિવ ડિજિટલ ટેક્નોલોજીએ આ વિઝયુલાઈઝેશન વધુ સરળ, સુંદર એન્ડ આકર્ષક બનાવી દીધું છે. રિઅલ એસ્ટટે માર્કેટ તેના પ્રોડક્ટ્સના સેલ્સમાં આધુનિક ટેક્નોલોજીસનો ઉપયોગ ઓછો કે ના કરતી હોય એવું મોટા ભાગના લોકો દ્વારા માનવામાં આવે છે. પરિણામે, ડેવલપર્સ અને ગ્રાહકો વચ્ચે પ્રોજેક્ટ વિશેની વિગતોની બન્ને પક્ષે જાણકારી મેળવવામાં અનેક પ્રકારની મુશ્કેલી ઊભી થાય છે. આ કનેક્ટને વધુ સુગમ અને સરળ બનાવવામાં 360 Eye જેવી સર્વિસ પ્રોવાઇડર કંપનીઓનો ફાળો મહત્વનો બની રહે છે. આ ક્ષેત્રે તેઓ પ્રોજેક્ટ પૂર્વાવલોકન અને ડેવલપર્સ-ગ્રાહકો વચ્ચે સુચારુ કમ્યુનિકેશન થાય અને ડેવલપર્સને તેમના પ્રોજેક્ટ સેલ્સ કરવામાં અને ગ્રાહકોએ તેમની પસંદગીની પ્રોપર્ટી ખરીદવામાં મદદરૂપ થાય એવા અદ્ભુત ગ્રાઉન્ડ બ્રેકિંગ સોલ્યુશન્સ આપવામાં અગ્રણી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રિઅલ એસ્ટેટના પ્રોજેક્ટના સેલ્સ અને માર્કેટિંગના અનુભવને નવા જ પ્રકારે રજૂઆત કરીને તેના થકી અસરકારક બનાવવમાં 360 Eye લીડીંગ પ્લેયર બનીને ઊભરી રહી છે.
પડકારોની ઓળખ
સામાન્યરીતે, રિઅલ એસ્ટેટ સેક્ટરમાં પ્રોજેક્ટ-પ્રોપર્ટીનું કન્સ્ટ્રક્શન કામ શરૂ અને પૂરું થાય તે પહેલા તેને તેના ગ્રાહકોને સંપૂર્ણ રીતે બતાવવી કે તેનું ઇમેજીનેશન ગ્રાહકના મગજમાં લાવવું એ એક પડકારભર્યું કામ છે. પરંપરાગત વિગતો જેમ કે બ્રોશર અને ફ્લેટ ફ્લોર પ્લાન અને 3D ઈમેજીસ ઉપયોગી હોવા છતાં, ગ્રાહકોને સ્પેસ, લોકેશન અને પ્રોજેક્ટની સાચી સમજ અને વિઝ્યુઅલ આપવામાં ઓછા પડે છે. તદુપરાંત, માહિતીના કેન્દ્રીય સ્ત્રોતના અભાવે સંભવિત ખરીદદારોને યોગ્ય અપડેટ્સ અને ડોક્યુમેન્ટેશનના માયાજાળમાં ચકરાવે ચડાવી દે છે જે તેમને હતાશા, અનિશ્ચિતતા અને અનિર્ણાયકતા તરફ દોરી જાય છે. જો ગ્રાહકોને પ્રોજેક્ટ – લોકેશન વિષે સંપૂર્ણ અસરકારક માહિતી અને વિઝયુલાઈઝેશન આપવામાં આવે તો ખરીદી વિષયક નિર્ણય લેવામાં તેમને સરળતા રહે છે.
આધુનિક બજાર માટે નવા ઉકેલ
360Eye એ આ પડકારોને ઓળખી અને સમજીને એવા ડિજિટલ અને ટેક સોલ્યુશન્સ માર્કેટ માટે બનાવ્યા છે જે માત્ર રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના માર્કેટિંગને જ નહીં પરંતુ ડેવલપર્સ અને ગ્રાહકો વચ્ચેના સંબંધને પણ મજબૂત બનાવે છે. ડેવલપર્સ અને ગ્રાહકો બંનેની લોકલ જરૂરિયાતો અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને વર્લ્ડ-ક્લાસ સોલ્યુશન્સ આપવામાં તેમની માસ્ટરી છે.
· એક વન-સ્ટોપ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ: તેઓએ એક વ્યાપક વર્ચ્યુઅલ હબ બનાવ્યું છે જ્યાં પ્રોજેક્ટના દરેક પાસાને ઝીણવટપૂર્વક વિગતો એકત્ર કરીને તેને સમજી શકાય છે. ડેવલપમેન્ટના પ્રારંભિક તબક્કાથી, ખરીદદારો મિલકતના દરેક ખૂણામાંથી વર્ચ્યુઅલ રીતે ચાલી શકે છે, જે સ્પેસ તેમને મળવાનો છે તેની સુંદર સમજ મેળવી શકે છે. આ પ્લેટફોર્મ કરંટ કન્સ્ટ્રક્શન સ્ટેટસ (વર્તમાન બાંધકામ સ્થિતિ), વીડિયો અને ફોટો ગેલેરીઓ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સને પણ ઇન્ટિગ્રેટ કરે છે અને ખાતરી કરે છે કે બધી માહિતી માત્ર એક ક્લિકથી મેળવી શકાય. વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ ફીચર અનુભવને વધુ વ્યક્તિગત બનાવે છે, વપરાશકર્તાઓને પ્રોજેક્ટ દ્વારા સરળતા અને કાર્યક્ષમતા સાથે માર્ગદર્શન આપે છે.
· ફર્નિશ્ડ અને અનફર્નિશ્ડ સ્પેસનું વિઝ્યુલાઇઝેશન: સ્પેસ વિઝ્યુલાઇઝેશનના મહત્વને ઓળખીને, આ કંપનીઓ ફર્નિશ્ડ અને અનફર્નિશ્ડ બંને રીતે પ્રોપર્ટી જોવાનો વિકલ્પ આપે છે. આ સુવિધા ખરીદનારને જગ્યામાં તેમના જીવનની કલ્પના કરવામાં મદદ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, મિલકતની સંભવિત સુવિધાઓની સ્પષ્ટ સમજ પૂરી પાડે છે.
· ડેવલપર – ગ્રાહક સંબંધોને મજબૂત બનાવવા: તેમના સોલ્યુશન્સના મૂળમાં પારદર્શિતા માટેની પ્રતિબદ્ધતા છે. વર્ચ્યુઅલ પ્લેટફોર્મમાં વિગતવાર ડોક્યુમેન્ટેશન અને આવશ્યક માહિતીનો સમાવેશ કરીને, ખરીદદારોને તેમના સંભવિત ઘર વિશે જાણવાની જરૂર હોય તે દરેક વસ્તુની તાત્કાલિક ઍક્સેસ મળે છે. નિખાલસતાનું આ સ્તર માત્ર વિશ્વાસ જ નથી બનાવતું પણ એ પણ સુનિશ્ચિત કરે છે કે ખરીદદારોને તેઓ શું પ્રાપ્ત કરશે તે વિશે સંપૂર્ણ માહિતગાર છે, ડેવલપર – ગ્રાહક વચ્ચે સ્વસ્થ સંબંધને પ્રોત્સાહન આપે છે.
ઉદ્યોગ પર અસર
360 Eyeના યોગદાનની રિઅલ એસ્ટેટ ઉદ્યોગે પણ નોંધ લીધી છે. તેમના અભિગમે રિઅલ એસ્ટેટ માર્કેટિંગ લેન્ડસ્કેપમાં ધરખમ ફેરફાર કર્યો છે, નવીનતા અને કોમ્યુનિકેશન માટે નવા ધોરણો સ્થાપિત કર્યા છે. ડેવલપર્સ હવે તેમના પ્રોજેક્ટ્સને વધુ ગતિશીલ અને આકર્ષક રીતે પ્રેઝન્ટ – પ્રદર્શિત કરી શકે છે, જ્યારે ગ્રાહકોનું ઇન્વોલ્વમેન્ટ ખૂબ જ વધી જાય છે નિર્ણય લેવા માટે સ્પષ્ટ માહિતી તેમને મળે છે જે અંગે અગાઉ કલ્પના કરવી પણ મુશ્કેલ હતી.
360Eye એ માત્ર નવા ટૂલ્સ આપ્યા નથી; તેઓએ રિઅલ એસ્ટેટ માર્કેટિંગ માટે એક ચીલો ચીતર્યો છે. જે વધુ કનેક્ટેડ, પારદર્શક અને ખરીદીનો અનુભવ આપે છે. પ્રોપર્ટીઝનું વેચાણ કેવી રીતે થાય છે તેનાથી આગળ વધીને સપનાઓ કેવી રીતે ફળદાયી નિવડે છે તે દિશામાં આગળ વધી રહ્યા છે. જેમ જેમ ડિજિટલ યુગ આગળ વધી રહ્યો છે અને નવી જનરેશન ખરીદી અને વેચાણ બંનેમાં નિર્ણાયક બની રહી છે તેમ તેમ આ નવા ગ્રાહકો નિઃશંકપણે વધુ માહિતગાર, એન્ગેજીંગ, સંતુષ્ટ અને ટેક-સેવી સોલ્યુશન્સની અપેક્ષા રાખશે. વિઝન અને રિઆલીટી વચ્ચેની ખાઈને ભરવામાં ઇનોવેશનના પાવરનો ઉપયોગ કરીને 360 Eye રિઅલ એસ્ટેટની દુનિયાને સતત કઈ નવું આપવામાં પ્રયત્નશીલ છે.
તુલનાત્મક વિશ્લેષણ: પરંપરાગત વિ. શોકેસ 360 રિઅલ એસ્ટેટ માર્કેટિંગ
| ફિચર્સ | પરંપરાગત રિઅલ એસ્ટેટ માર્કેટિંગ | શોકેસ 360 વર્ચ્યુઅલ પ્લેટફોર્મ |
| પ્રોજેક્ટ વિઝ્યુલાઇઝેશન | સ્ટીલ ઈમેજીસ, બ્રોશરો અને મૂળભૂત 3D મોડલ્સ પર આધાર રાખે છે જે મર્યાદિત વિઝયુલાઈઝેશન આપે છે. | ઇમર્સિવ 3D અને 4D વર્ચ્યુઅલ ટૂલ્સના માધ્યમથી નવી જ અનુભૂતિ કરાવે છે. વપરાશકર્તાઓને બાંધકામ શરૂ થાય તે પહેલાં જ વાસ્તવિક વિગતો સાથે પ્રોજેક્ટના દરેક ખૂણાનો અનુભવ કરવાનો મોકો આપે છે. |
| માહિતી સુલભતા | માહિતી બ્રોશરો, વેબસાઇટ્સ ઓફિસમાં અલગ અલગ સ્થળે અવ્યવસ્થિત હોય છે જે ગ્રાહકો માટે બધી વિગતો એકત્ર કરવી મુશ્કેલ બનાવે છે. | વિડિઓઝ, ફોટો ગેલેરીઓ, સોશિયલ મીડિયા લિંક્સ અને લાઇવ કન્સ્ટ્રક્શન અપડેટ્સ સહિત તમામ પ્રોજેક્ટ માહિતી માટે વન-સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરે છે, બધું ગમે ત્યાંથી ઍક્સેસિબલ છે. |
| કસ્ટમર એન્ગેજમેન્ટ | વાતચીત મુખ્યત્વે સુનિશ્ચિત મુલાકાતો, ફોન કૉલ્સ અથવા ઇમેઇલ્સ દ્વારા થાય છે, જે તાત્કાલિક જોડાણની તકોને મર્યાદિત કરે છે. | વધુ વ્યક્તિગત અને પ્રતિભાવાત્મક ગ્રાહક સેવા અનુભવ પ્રદાન કરીને, રિઅલ-ટાઇમ જોડાણ માટે વર્ચ્યુઅલ સહાયક અને ઇન્ટરેક્ટિવ સાધનોની સુવિધા આપે છે. |
| સ્પેસની સમજણ | ફ્લોર પ્લાન્સ અને મોડલ સ્પેસના અર્થને ચોક્કસ રીતે વ્યક્ત કરી શકતા નથી જેમાં ગેરસમજણ અને ખોટા અર્થઘટન થવાની સંભાવનાઓ રહે છે. | પર્સનલાઇઝેશનને વધારતા વપરાશકર્તાઓને ફર્નિશ્ડ અને અનફર્નિશ્ડ એમ બંને સ્થિતિમાં પ્રોપર્ટીઝ જોવાનો મોકો આપે છે. |
| પારદર્શિતા અને ટ્રસ્ટ | ઘણીવાર ગ્રાહકોને કન્સ્ટ્રક્શન સ્ટેટસ અને પ્રોજેક્ટ ટાઈમલાઈનને જણાવવામાં પડકાર હોય છે, જેથી વિશ્વસનિયતા પર અસર પડે છે. | પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રિઅલ-ટાઇમ કન્સ્ટ્રક્શન અપડેટ્સ અને વિગતવાર ડોક્યુમેન્ટટેશન પારદર્શિતામાં અને ટ્રસ્ટમાં વધારો કરે છે. ડેવલપર્સ અને ખરીદદારો વચ્ચે વિશ્વાસ વધારે છે. |
| વેચાણ પ્રક્રિયા | વેંચાણ પ્રક્રિયા લાંબી અને જટિલ હોઈ શકે છે, જેમાં બહુવિધ વ્યક્તિગત મીટિંગ્સ અને પ્રોપર્ટી મુલાકાતોની જરૂર પડે છે. | એક વ્યાપક ઑનલાઇન અનુભવ પ્રદાન કરીને વેચાણ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરે છે જે વ્યક્તિગત મુલાકાતોની જરૂરિયાતને ઘટાડી શકે છે અને નિર્ણય લેવાની ગતિ વધારી શકે છે. |
| માર્કેટિંગ ખર્ચ | પ્રોજેક્ટ મોડલ, પ્રિન્ટેડ મટીરિઅલ અને પ્રોપર્ટી સ્ટેજીંગની જરૂરિયાતને કારણે માર્કેટિંગ ખર્ચ ઊંચો છે. | અનુભવને ડિજિટાઇઝ કરીને અને ખર્ચાળ ભૌતિક માર્કેટિંગ સામગ્રીની જરૂરિયાતને દૂર કરીને માર્કેટિંગ ખર્ચ ઘટાડે છે. |
| પહોંચ | ભૌગોલિક અવરોધો અને સંભવિત ખરીદદારોને ભૌતિક રીતે હોસ્ટ કરવાની ક્ષમતા દ્વારા મર્યાદિત રીતે ગ્રાહકો સુધી પહોંચી શકાય છે. | વૈશ્વિક પહોંચ, આંતરરાષ્ટ્રીય ખરીદદારોને મુસાફરીની જરૂરિયાત વિના પ્રોજેક્ટ સાથે એક્સપ્લોર કરવા અને તેની સાથે કનેક્ટ થવાનો મોકો મળે છે. |
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE















