Yugen Coffee Table Book Banner
Home Local News બી થિયાગરાજન CII-IGBCના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા

બી થિયાગરાજન CII-IGBCના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા

ભારતની ગ્રીન બિલ્ડીંગ ચળવળમાં અગ્રણી: બી. થિયાગરાજનનું ટકાઉ વિકાસ અને કાર્બન ઘટાડવાનું વિઝન

Leading India's Green Building Movement: B. Thiagarajan's Vision for Sustainable Development and Carbon Reduction

Estimated reading time: 2 minutes

YUGEN REALTY, SURAT

બી થિયાગરાજનને 2024-26 ટર્મ માટે કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી – ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (CII-IGBC) ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેમની નવી ભૂમિકામાં, બ્લુ સ્ટાર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર થિયાગરાજન, સંસાધન વપરાશ અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્ય સાથે ભારતના ગ્રીન બિલ્ડિંગ મુવમેન્ટનું નેતૃત્વ કરવા તૈયાર છે.

થિયાગરાજનનું નેતૃત્વ સમગ્ર દેશમાં પર્યાવરણને અનુકૂળ વિકાસને પ્રોત્સાહન આપતા સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે જણાવ્યું હતું કે, “કૂલિંગની માંગમાં નોંધપાત્ર વધારા સાથે અને ભારતીય HVAC માર્કેટ 2030 સુધીમાં લગભગ 16% ની CAGR પર વૃદ્ધિ પામવાનું  અનુમાન છે. અમારું ધ્યેય ઓપરેશનલ સાધનોની કાર્યક્ષમતાને વધારવાનું અને ઓછી કાર્બન કૂલિંગ સિસ્ટમને અપનાવવાનો છે. ” તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર ભારતમાં ગ્રીનપ્રો ઈકો-લેબલવાળી બિલ્ડિંગ પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા ઉદ્યોગના સ્ટેકહોલ્ડર્સને 2070 સુધીમાં નેટ-ઝીરો કાર્બન હાંસલ કરવાના ભારતના ધ્યેયને સહાયતા કરીને, સસ્ટેનેબલ પ્રેક્ટિસીસ અપનાવવા પ્રોત્સાહિત કરશે.

થિયાગરાજન, જેમણે મદુરાઈ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં બેચલર ઑફ એન્જિનિયરિંગ કર્યું છે અને 2006માં લંડન બિઝનેસ સ્કૂલમાં સિનિયર એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે, તેમની નવી ભૂમિકામાં ત્રણ દાયકાથી વધુનો ઉદ્યોગ અનુભવ લાવે છે. 1998માં બ્લુ સ્ટારમાં જોડાતા પહેલા તેમની વ્યાવસાયિક યાત્રામાં એલએન્ડટી, બીપીએલ અને વોલ્ટાસમાં નોંધપાત્ર કાર્યકાળનો સમાવેશ થાય છે. બ્લુ સ્ટારમાં, તેમણે શરૂઆતમાં માર્કેટિંગ સપોર્ટ સર્વિસ અને ગ્રાહક સેવાનું સંચાલન કર્યું, બાદમાં કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ અને માર્કેટિંગમાં ભૂમિકાઓ સંભાળી, કંપનીની બ્રાન્ડ ઈમેજ અને ઇક્વિટીમાં નોંધપાત્ર વધારો કર્યો. તેમને 2009માં એરકન્ડિશનિંગ અને રેફ્રિજરેશન પ્રોડક્ટ્સ ગ્રૂપના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા  જેમના નેતૃત્વ હેઠળ બિઝનેસમાં વોલ્યુમ અને નફાકારકતામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :