YUGEN REALTY, SURAT
સુરત શહેરને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવામાં આવ્યા બાદ હવે એરપોર્ટના વિસ્તરણ માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સુરત એરપોર્ટના વિસ્તરણ માટે ખાનગી જમીન સંપાદન કરવા માટે પરવાનગી આપી છે. એરપોર્ટ નજીક આવેલા મગદલ્લાના કુલ 20 સર્વે નંબરોની 80640 ચોરસ મીટર જમીનનું સંપાદન કરવામાં આવશે. જમીન સંપાદન કરવા માટે સરકાર દ્વારા વર્ષ 2013ના સંપાદન નિયમ પ્રમાણે વળતર પણ ચૂકવાશે. રાજ્ય સરકારના નાગરિક ઉડ્યન વિભાગ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આ અંગે પત્ર વ્યવહાર પણ કરવામાં આવ્યા છે. આ અંગે વધુમાં મળતી વિગતો અનુસાર, રાજ્ય સરકારે અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા સાથે ડિસેમ્બર 2024માં એમઓયુ કરવા માટેની વહીવટી મંજૂરી પણ આપી દીધી છે. ખાનગી જગ્યાના કાયમી સંપાદન માટે 2023-24ના બજેટમાં રૂ.215 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.
ક્યા સર્વે નંબરની જમીનોનું સંપાદન થશે
મજૂરા મગદલ્લાના સર્વે નંબર-44-બી, 45,48,49-1 અ, 51-5-50-2—1 પૈકી 1-બ,50-2-1 પૈકી-1-અ, 50-1,50,52-1-અ—3, 51-3,51-2-53-3-53-4-55-4-,55-5-55-6, અને 57 મળી કુલ 80643 ચોરસ મીટર ખાનગી જમીન સંપાદન કરાશે.
કેટ-1 એપ્રોચ લાઇટ આ રીતે કામગીરી કરશે
મગદલ્લાની જમીન મળ્યા બાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડા સુરત એરપોર્ટ પર કેચ-1 એપ્રોચ લાઇટ સિસ્ટમ લગાવશે. જેથી ધોધમાર વરસાદ ગાઢ ધુમ્મસમાં ઓછી વિઝીબિલીટીમાં પણ પાયલોટ ફ્લાઇટને ટેક ઓફ કે લેન્ડ સરળતાથી કરી શકાશે. આ ઉપરાંત ફ્લાઇટ ડાયવર્ટ કરવાની જરૂર પણ નહીં રહે. કેટ-1 એપ્રોચ લાઇટમાં સૌથી આગળ લીલા કલરની લાઇટ હોય છે જે રવેના ટચ ડાઉન થ્રેસ હોલ્ડ એરિયાની જાણ પાયલોટને હજારો મીટરની ઉંચાઇથી થશે. જ્યારે બન્ને તરફ લાલ લાઇટ હોય છે જે વિંગ એરિયા સ્પસ્ટ કરશે. ઉપરાંત પાયલોટનો ફાઇનલ એપ્રોચ ટચ ડાઉન એરિયાની જાણ કરશે. હાલમાં સુરત એરપોર્ટ પર સાદી એપ્રોચ લાઇટ છે. એરપોર્ટ દરિયાથી નજીક હોવાથી ચોમાસા સિવાય પણ અહીં વાતાવરણમાં અનેકવાર પલટો આવતા વિઝિબિલિટી ઘટી જાય છે.
માલિકો પાસે વાંધા સૂચનો મંગાવાશે
એરપોર્ટ વિસ્તરણ માટે આગામી દિવસોમાં સંપાદન અધિકારી કલમ 10 પ્રમાણે જાહેરનામું બહાર પાડવામાં આવશે. ત્યાર બાદ સંપાદન કાર્યવાહી કરવામાં આવશે. જમીન માલિકો પાસે વાંધા સૂચનો મંગાવવામાં આવશે અને પછી સંપાદનની કાર્યવાહી કરાશે.
જમીનનું વળતર
એરપોર્ટના વિસ્તરણ મગદલ્લા ગામના 20 સર્વે નંબરોની જમીનનું સંપાદન થશે. જે જમીનનું સંપાદન કરવાનું છે તે તમામ જગ્યા ખાનગી માલિકીની છે જેનું વળતર વર્ષ 2013ના સંપાદન નિયમ મુજબ અપાશે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE














