Yugen Coffee Table Book Banner
Home National News RERAની જોગવાઇ પ્રમાણે મકાનમાં સ્ટ્રક્ચરલ ખામી કે વર્કમેનશીપની ખામી હોય તો બિલ્ડરે...

RERAની જોગવાઇ પ્રમાણે મકાનમાં સ્ટ્રક્ચરલ ખામી કે વર્કમેનશીપની ખામી હોય તો બિલ્ડરે ખરીદનારને રિપેરીંગ કરાવી આપવું પડે

ઘરની ખામીઓનું નિવારણ: RERA બિલ્ડરોને મકાનમાલિકોની માનસિક શાંતિ માટે માળખાકીય અને કારીગરી સમસ્યાઓ સુધારવા માટે આદેશ આપે છે

Redressing Home Defects: RERA Mandates Builders to Rectify Structural and Workmanship Issues for Homeowners' Peace of Mind

Estimated reading time: 3 minutes

YUGEN REALTY, SURAT

કોઇ પણ વ્યક્તિએ નવા ખરીદેલા મકાનની દીવાલો પર ભેજ ઉતરતો હોય તો કેવી હાલત થાય? આપણે ત્યાં ઘણા મકાનમાલિકોની આવી જ સ્થિતિ છે. જોકે, મકાનમાલિકો આવા કેસમાં બિલ્ડર સામે RERAમાં ફરિયાદ કરીને ઉકેલ લાવી શકે છે. તાજેતરમાંજ અમદાવાદના વાસણા વિસ્તારમાં મલાવ તળાવ પાસે નવા બનેલા ફ્લેટ ખરીદનાર એક વ્યક્તિને આવો જ અનુભવ થતા તેમણે રેરામાં ફરિયાદ કરી હતી. RERAએ આ ફ્લેટની દીવાલો રિપેર કરી આપવા માટે બિલ્ડરને ઓર્ડર આપ્યો છે. નવા બનેલા મકાનોમાં સિવિલ વર્કમાં કોઈ પણ ખામી હોય તો મકાનમાલિકો રેરાના સેક્શન 14(3) હેઠળ ફરિયાદ કરી શકે છે.

આ કેસની વિગત એવી છે કે  ફરિયાદીએ  અમદાવાદના વાસણા વિસ્તારમાં મલાવ તળાવ પાસે એક નવા એપાર્ટમેન્ટમાં 10મા માળે ફ્લેટ ખરીદ્યો હતો. તેમણે જોયું કે ફ્લેટની અમુક દીવાલો પર ભેજ ઊતરતો હતો. તેમણે પઝેશન લેતા પહેલાં જ બિલ્ડરને આ વિશે ફરિયાદ કરી હતી. બિલ્ડરે રિપેર કરી આપ્યું અને ખાતરી આપી કે હવે આ સમસ્યા નહીં થાય. મકાનમાલિક નવા ફ્લેટમાં રહેવા આવી ગયા ત્યાર પછી પણ સમસ્યા યથાવત્ રહી અને દીવાલમાંથી ભેજ ઊતરવાનું ચાલુ રહ્યું. તેના કારણે દીવાલ પર કરેલો પેઈન્ટ પણ ઉતરી ગયો હતો.

આ સમસ્યા એટલી વિકટ હતી કે મકાનમાલિકે જે ફર્નિચર કરાવ્યું હતું તે સડી ગયું અને ઈલેક્ટ્રિક સામાન પણ ખરાબ થઈ ગયો. દીવાલના કેટલાક ભાગ પર પ્લાસ્ટર પણ ઉખડી ગયું હતું  જેના કારણે મકાનમાલિકે ના છૂટકે RERAમાં ફરિયાદ કરી અને તેની ફરિયાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી રહેવા માટે વૈકલ્પિક ફ્લેટની માંગણી કરી. બિલ્ડરે તેની સામેના આરોપો નકારી કાઢ્યા અને આ સમસ્યા ઈન્ટીરિયર વર્કના કારણે થઈ છે તેવું બહાનું આપ્યું. તેમણે દલીલ કરી કે ખરીદનારે આખા ઘરમાં વ્યવસ્થિત ચકાસણી કર્યા પછી જ મકાનનું પઝેશન લીધું છે.

આ મામલો એટલો બધો ઉગ્ર બન્યો કે મકાનમાલિક અને બિલ્ડરે એકબીજા સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી દીધી હતી. બંનેએ એકબીજા પર ધમકાવવાનો આરોપ મૂક્યો હતો. બંને પાર્ટીને સાંભળ્યા પછી RERA ઓથોરિટીએ કહ્યું કે જરૂરી રિપેરીંગ, પ્લાસ્ટર અને પેઈન્ટ વર્ક કરવા માટે બિલ્ડર તૈયાર છે. આ રિપેરીંગ કામ પૂરું થયા પછી રેરાએ મકાનમાલિકની અરજીનો નિકાલ કર્યો હતો.
RERA એક્સ્પર્ટ નિપુન સિંઘવીનું કહેવું છે કે RERAના સેક્શન 14(3) મુજબ બિલ્ડિંગમાં કોઈ પણ સ્ટ્રક્ચરલ ખામી અથવા વર્કમેનશિપની ખામી હોય તો બિલ્ડરે તેને રિપેર કરી આપવી પડે. મકાનનું પઝેશન મળ્યાથી 5 વર્ષ સુધી આ બિલ્ડરની જવાબદારી રહે છે અને તેને હોમ વોરંટી પણ કહેવાય છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :