Yugen Coffee Table Book Banner
Home Architecture અયોધ્યાનાં રામમંદિરના મુખ્ય આર્કિટેક્ટ શ્રી ચંદ્રકાંત સોમપુરાની – આર્કિટેક્ચરલ અજાયબી અને રામમંદિરનાં...

અયોધ્યાનાં રામમંદિરના મુખ્ય આર્કિટેક્ટ શ્રી ચંદ્રકાંત સોમપુરાની – આર્કિટેક્ચરલ અજાયબી અને રામમંદિરનાં સ્થાપત્યના તેમના વારસાની ઉજવણી

ચંદ્રકાંત સોમપુરા પોતે લગભગ 130 મંદિરોનોની પ્રભાવશાળી રચના તૈયાર કરવાનો અનુભવ ધરાવે છે, જે આ પ્રાચીન કલા સ્વરૂપમાં તેમની નિપુણતા દર્શાવે છે.

Chief Architect of Ram Mandir in Ayodhya Shree Chandrakant Sompura-1

YUGEN REALTY, SURAT

ભારતમાં 22 જાન્યુઆરી, 2024ના રોજ એક મહત્ત્વપૂર્ણ પ્રસંગની ઉજવણી થવા જઈ રહી છે. આ દિવસે અયોધ્યામાં રામમંદિરનું ઉદઘાટન થવાનું છે, જે દેશના 1947 પછીના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ પ્રકરણનું આલેખન કરશે. આ પ્રસંગ એ કંઈ માત્ર ધાર્મિક પ્રસંગની ઉજવણી જ નથી પરંતુ મંદિર સ્થાપત્યના પર્યાયસમા ચંદ્રકાંત સોમપુરાની સ્થાપત્ય પ્રતિભા પ્રત્યેનો આદર પણ છે.

ચંદ્રકાંત સોમપુરા એટલે મંદિરના સ્થાપત્યનો વારસો

ચંદ્રકાંત સોમપુરા, એવા વંશમાંથી આવે છે જેમણે ભારતમાં મંદિરના આર્કિટેક્ચર લેન્ડસ્કેપને આકાર આપ્યો છે. તેઓ રામમંદિરના મુખ્ય આર્કિટેક્ટ તરીકે કાર્યરત્ છે. તેમનો સોમપુરા પરિવાર, પ્રતિષ્ઠિત સોમનાથ મંદિર સહિત 200થી વધુ પ્રતિષ્ઠિત રચનાઓ તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચંદ્રકાંત પોતે લગભગ 130 મંદિરોનોની પ્રભાવશાળી રચના તૈયાર કરવાનો અનુભવ ધરાવે છે, જે આ પ્રાચીન કલા સ્વરૂપમાં તેમની નિપુણતા દર્શાવે છે.

સોમપુરા સલાટ : પ્રાચીન કારીગરીના જનક

ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના ભાગોમાંથી ઉદભવેલો, સોમપુરા સલાટ સમુદાય પથ્થર પર કામ કરનારા કારીગરો અને મંદિરના સ્થાપત્યની સમૃદ્ધ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના ઉત્કૃષ્ટ કારીગરી અને કલાત્મક કોતરણીકામ માટે જાણીતો, આ સમુદાય આશાપુરા માતા અને ભગવાન શિવની પૂજા કરે છે, જે તેમના આધ્યાત્મિક અને કલાત્મક વારસાને પ્રતિબિંબિત કરે છે.

રામમંદિર ડિઝાઇનની ઉત્પત્તિ

રામમંદિરની રચનાની યાત્રા ત્રણ દાયકા પહેલા શરૂ થઈ ગઈ હતી, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંઘલ અને બિરલા પરિવાર દ્વારા, ચંદ્રકાંત સોમપુરાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સમર્પણની એ ઉચ્ચ કક્ષા હતી, જ્યારે ચંદ્રકાંતે, એક ભક્તનાં રૂપમાં મંદિરની જમીનને પગથિયાથી માપી હતી. આ રીતે એક સમયે એમણે રામમંદિરનો પાયો નાંખ્યો હતો એ સંરચના એક ભવ્ય સ્થાપત્ય તરીકે તૈયાર થઈ ચૂકી છે, જેમાં 2020માં  તેમણે વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રોને ધ્યાનમાં રાખીને કેટલાકા સુધારા કર્યા હતા.

અભિષેક સમારંભ : શ્રદ્ધા અને કલાત્મકતાનો સંગમ

આ ઐતિહાસિક અભિષેક સમારોહમાં આશરે 4,000 સંતો અને 8,000 લોકો ઉપસ્થિત રહેવાનો એક અંદાજ બાંધવામાં આવ્યો છે. આ પ્રસંગમાં માત્ર મંદિરનાં ધાર્મિક મહત્ત્વની જ ઉજવણી નથી કરવાની પરંતુ આસ્થા અને કલાત્મક અભિવ્યક્તિનાં જોડાણનું પ્રતીક સમા રામમંદિરનાં સ્થાપત્યમાં સોમપુરા પરિવારનાં યોગદાનને પણ પ્રકાશિત કરવાનું છે.

સોમપુરા ટચ : રામમંદિરની બીજી બાજુ

જ્યારે રામમંદિર શ્રદ્ધા અને આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, ત્યારે ચંદ્રકાંત સોમપુરાનું સ્થાપત્ય કૌશલ્ય મુંબઈના સ્વામિનારાયણ મંદિર અને કોલકાતાના બિરલા મંદિર જેવા અન્ય પ્રખ્યાત મંદિરો સુધી વિસ્તરેલું છે. તેમના પુત્રો, આશિષ અને નિખિલની મદદથી, ચંદ્રકાંત સોમપુરાએ રામમંદિરની સંરચનામાં પરિવારના વારસાને આગળ વધાર્યો છે.

જેમ જેમ ભારત રામમંદિરનાં ઉદઘાટનની તૈયારી કરી રહ્યું છે, તેમ સમજાય છે કે આ માત્ર ધાર્મિક મહત્ત્વની ઉજવણીની ક્ષણ નથી પણ ચંદ્રકાંત સોમપુરાનાં સ્થાપત્યકૌશલની ઉજવણી પણ છે. તેમનું કાર્ય પરંપરાગત હોવા છતાં તેની રજુઆતમાં નાવીન્ય ધરાવે છે, જે ભારતના આધ્યાત્મિક સ્થાપત્યનાં દૃશ્યને નવી દિશા આપે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  

વધુ સમાચાર વાંચો :