Yugen Coffee Table Book Banner
Home Market Analysis RBIના ડેટા પ્રમાણે બેન્કોએ ગત વર્ષ કરતા કોમર્શિઅલ રિઅલ એસ્ટેટને ત્રણ ગણી...

RBIના ડેટા પ્રમાણે બેન્કોએ ગત વર્ષ કરતા કોમર્શિઅલ રિઅલ એસ્ટેટને ત્રણ ગણી વધુ લોન આપી

કોમર્શિયલ રિયલ એસ્ટેટ લોન ત્રણ ગણી વધીને રૂ. નાણાકીય વર્ષ 2023-24માં 67,485 કરોડ, ઓફિસ સ્પેસની વધતી માંગને કારણે

Commercial Real Estate Loans Surge: Banks Triple Lending Amid Office Space Demand Boom

YUGEN REALTY, SURAT

તાજેતરના નાણાકીય વર્ષના એપ્રિલ 2023થી ફેબ્રુઆરી 2024 સુધીના 11 મહિનામાં બેન્કોનું કોમર્શિઅલ રિઅલ એસ્ટેટને ધિરાણ લગભગ ત્રણ ગણુ વધીને રૂ.67485 કરોડનું થયું છે. જ્યારે નાણાકીય વર્ષના સમાન ગાળામાં એ રૂ.23,432 કરોડ હતું. કોમર્શિઅલ રિઅલ એસ્ટેટ લોનમાં વધારો મુખ્યત્વે ઓફિસ સ્પેસના લીઝ ભાડામાં છૂટછાટને કારણે થયો છે. ભારતીય રિઝર્વ બેન્કના ડેટા પ્રમાણે 23 ફેબ્રુઆરી 2024 સુધીમાં કોમર્શિઅલ રિઅલ એસ્ટેટ પર બાકી લોન રૂ.3.9 લાખ કરોડ હતી જ્યારે ફેબ્રુઆરી 2022 સુધીમાં આ હેડ હેઠળ બાકી લોન રૂ.2.94 લાખ કરોડ હતી. છેલ્લા બે વર્ષમાં લગભગ રૂ. એક લાખ કરોડનો વધારો થયો છે.

ઓફિસ લીઝીંગ માર્કેટમાં ભારત સારૂ પ્રદર્શન કરી રહ્યું છે. આ મુખ્યત્વે બે પ્રકારના લીઝ લેનારાઓ દ્વારા પ્રમોટ કરવામાં આવ્યુ છે. એક ભારતની કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ છે જે સતત સારૂ પ્રદર્શન કરી રહી છે. બીજુ બહુ રાષ્ટ્રીય કંપનીઓના વૈશ્વિક ક્ષમતાના કેન્દ્રો છે જે ભારતમાં તેમના મોટા કેમ્પસ સ્થાપી રહી છે. આ મહિનાની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલા અથતંત્રની સ્થિતિ અંગેના અહેવાલ મુજબ વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોએ ગ્રે-એ ઓફિસોની માંગમાં મજબૂત ઉછાળો લાવવામાં મદદ કરી છે. આ સેગમેન્ટમાં લિસ્ટેટ કંપનીઓની કામગીરીને કારણે એકંદરે લીઝીંગ પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વૃધ્ધી થઇ છે. ઓફિસ લીઝીંગ ઝડપથી વધી રહ્યું છે. ડેવલપર્સ ઓફિસ સ્પેસ બનાવી રહ્યા છે. બેન્કો દસ્તાવેજો લઇને વિકાસકર્તાઓને ભંડોળ પૂરું પાડે છે. આના કારણે કોમર્શિઅલ રિઅલ એસ્ટેટ ધિરાણમાં ઝડપથી વધારો થયો છે.

કેલેન્ડર વર્ષ 2024 શ્રેષ્ઠ વર્ષ હોવાની શક્યતા છે કારણ કે તાજેતરની માંગ 2019ના સ્તરને વટાવી જવાની ધારણા છે. જાહેર ક્ષેત્રની બેન્કોના સૂત્રોએ જણાવ્યું હતું કે બેન્કો લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટ ધિરણા આપવામાં આરામદાયક છે કારણ કે તે સુરક્ષિત લોન છે. જગ્યા સંબધિત સ્થાન પર કબજાના પ્રમાણપત્ર અને ભાડૂત સાથે તૈયાર છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :