Yugen Coffee Table Book Banner
Home International News ભારતીય રોકાણકારો માટે રશિયાનું સુંદર અને આધુનિક શહેર સોચી રિઅલ એસ્ટેટમાં તકોનું...

ભારતીય રોકાણકારો માટે રશિયાનું સુંદર અને આધુનિક શહેર સોચી રિઅલ એસ્ટેટમાં તકોનું નવું પ્રવેશદ્વાર

દેશના રિઅલ એસ્ટેટના રોકાણકારો માટે રશિયાનું આધુનિક શહેર સોચી નવી તક પૂરી પાડનારું

Gateway for Indian Investors in Russia's Thriving Market

YUGEN REALTY, SURAT

બ્લેક સી એટલે કે કાળા સમુદ્રના  કિનારે વસેલું, સોચી રશિયાના વિકસતા રિઅલ એસ્ટેટ માર્કેટમાં ભારતના રોકાણકારો માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સોચી શહેર તેની  સમ-આબોહવા, આલહાદક વાતાવરણ અને  આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રસપ્રદ ઇતિહાસ માટે જાણીતું છે  તે લક્ઝરી રેસિડેન્સિસ અને સ્માર્ટ પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ બંને માટે ઝડપથી દુનિયાભરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સોચીના રિઅલ એસ્ટેટ માર્કેટનું આકર્ષણ તમામ મોટા રોકાણકારો માટે વધી રહ્યુ છે  જે તેના ભૌગોલિક વૈભવ, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આશાસ્પદ વિકાસના કારણે છે જે સમગ્ર વિશ્વના રોકાણકારોને ભવ્ય આવકાર આપી રહ્યું છે.

શ્રેષ્ઠ વાતાવરણ ભૌગોલિક અજાયબી અને કાયમી આકર્ષણનું કેન્દ્ર

સોચી, રશિયાના પ્રીમિયર રિસોર્ટ ડેસ્ટિનેશન, સુંદર દરિયા કિનારો અને બરફથી ઢંકાયેલા પર્વતોના આકર્ષણને કારણે અદ્દભુત વાતાવરણનું નિર્માણ કરે છે. વર્ષ 2014ના વિન્ટર ઓલિમ્પિક્સનું આયોજન સોચીમાં થયું હતું અને ત્યારથી જ સમગ્ર વિશ્વમાં સોચી વિષે લોકોને જાણકારી મળી અને  દુનિયાભરના ટુરિસ્ટોનો ત્યાં ધસારો વધતો ગયો છે. આજે સોચી પ્રવાસીઓનું સ્વર્ગ છે. સોચીમાં, તમે વર્ષમાં 300 દિવસ સુધી સૂર્ય પ્રકાશોને  આનંદ માણી શકશો – બાકી સમગ્ર રશિયન ફેડરેશનમાં બીજા બધા પ્રદેશ ખતરનાક વિન્ટરના પ્રભાવમાં રહે છે. સાથો સાથ સોચી તેની રોમેન્ટીક નાઇટલાઇફ માટે પણ જાણીતું  છે.

રોકાણકારો માટે સમૃદ્ધ બજાર

સોચીમાં રિઅલ એસ્ટેટ માર્કેટમાં 2014 થી સતત વૃદ્ધિ જોવા મળી છે  જે તેને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા રિઅલ એસ્ટેટ બજારોમાંના એક તરીકે ઊભરી રહ્યું છે. રોકાણકારો અનેક કારણોસર આ શહેર તરફ આકર્ષાયા છે.

રિઅલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ દ્વારા રેસિડેન્ટ માટે પરમીટ

રશિયન સરકારે રિઅલ એસ્ટેટ સેક્ટરમાં વિદેશી રોકાણને આકર્ષવા માટે સંખ્યાબંધ પગલાં ભર્યા  છે  જેમાં ટેક્સ રાહતો સહિત  રેસિડન્સી પરમિટ મેળવવા માટેની પ્રક્રિયાને સરળ બનાવવાનો સમાવેશ થાય છે. સોચી રિઅલ એસ્ટેટના ભાવ છેલ્લા 10 વર્ષથી સરેરાશ 15-20% પ્રતિ વર્ષે વધી રહ્યા છે. રેસિડન્ટ બાય ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ હેઠળ સોચીમાં રોકાણની રકમ 25 મિલિયન રુબેલ્સ (3,60,000 USD – આશરે રૂ. 3 કરોડ)થી ઓછી ન હોવી જોઈએ એવી જોગવાઇ કરવામાં આવી છે.

લક્ઝરી હાઉસિંગ: વર્લ્ડ-ક્લાસ લક્ઝરી હાઉસિંગ માર્કેટ

સોચી તાજેતરમાં તેના લક્ઝરી હાઉસિંગ સેગમેન્ટ માટે ન્યુયોર્ક અને લંડન જેવા શહેરોને ટક્કર આપીને; કન્સલ્ટન્સી નાઈટ ફ્રેન્કના ધ વેલ્થ રિપોર્ટ 2023 મુજબ NF ગ્રૂપની રિસર્ચમાં સોચીને વિશ્વભરમાં સૌથી મોંઘા લક્ઝરી હાઉસિંગ માટે ટોચના ત્રણ શહેરોમાંના એક તરીકે પસંદ કરવામાં  આવ્યું છે  જેથી  આ લક્ઝરી માર્કેટ આંતરરાષ્ટ્રીય બાયર્સને આકર્ષી રહ્યું છે.

દુબઈના રિઅલ એસ્ટેટ માર્કેટ સાથે સરખામણી

સોચી દુબઇથી માત્ર ત્રણ કલાકની દૂરી પર સ્થિત છે. સોચીનું રિઅલ એસ્ટેટ માર્કેટની અપીલ દુબઈના માર્કેટથી થોડી અલગ અને અનોખી છે. જ્યારે દુબઈ તેના અલ્ટ્રામોડર્ન આર્કિટેક્ચર માટે અને વૈશ્વિક વ્યાપાર માટેના કેન્દ્ર તરીકે જાણીતું છે, ત્યારે સોચી કુદરતી લેન્ડસ્કેપ્સનું મિશ્રણ અને શાંત દરિયાઈ રિસોર્ટનો અનુભવ પ્રદાન કરનારું છે. બંને બજારો તેમના ઊંચા વળતર અને વૈભવી મિલકતો માટે રોકાણકારો માટે આકર્ષક છે, પરંતુ સોચી રોકાણની તકો સાથે કુદરતી સૌંદર્ય માણનારા લોકો માટે સ્વર્ગ સમાન છે.

ઇન્વેસ્ટમેન્ટ ઇન્સાઇટ અને તકો

સોચીની રિઅલ એસ્ટેટમાં જંપલાવવાનું વિચારતા લોકો માટે  ભરપૂર તકો પૂરી પાડનારું છે. હોટેલ કોમ્પ્લેક્સની અંદર રેસિડેન્સીઅલ પ્રોપર્ટીઝ, પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય હોટેલ ચેઇન્સ દ્વારા સંચાલિત, લીઝિંગ દ્વારા વ્યક્તિગત ઉપયોગ અને રોકાણનો બેવડો લાભ મેળવી શકાય છે.  શહેરનું વિકસતું લેન્ડસ્કેપ, વિદેશી રોકાણકારો માટે રશિયન સરકારની સાનુકૂળ નીતિઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેમાં રેસિડન્સી બાય ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ, ટેક્સની રાહતો અને સરળ રેસિડેન્સી પરમિટ, સોચીને વૈશ્વિક રોકાણકારો માટે પ્રથમ પસંદગી બનાવે છે.

ભારતીય રોકાણકારો માટે નવું આકર્ષક માર્કેટ

ભારતીય રોકાણકારો માટે, સોચી નોંધપાત્ર સંભાવનાઓ સાથે વિકસતું મોટું  બજાર છે. શહેરનું વિકસતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તેની વ્યૂહાત્મક વિકાસ યોજનાઓ સાથે, તેને રોકાણના આકર્ષક સ્થળ તરીકે સ્થાન આપે છે. રિઅલ એસ્ટેટ ક્ષેત્ર દ્વારા ઓફર કરવામાં આવતી આર્થિક સ્થિરતા સાથે સાંસ્કૃતિક અનુભવો સાથે  પરંપરાગત બજારોની બહાર રોકાણ પોર્ટફોલિયોમાં ડાયવરસીફીકેશન કરવા માટે સોચીને આકર્ષક સ્થળ બનાવે છે.

સોચીમાં કયા પ્રકારની રિઅલ એસ્ટેટમાં રોકાણ કરવું?

  • સિટી સેન્ટરમાં નાના અને મોટા એપાર્ટમેન્ટ્સ
  • દરિયા કિનારે  નાના અને મોટા એપાર્ટમેન્ટ્સ , હોટેલ્સ અને રિસોર્ટ્સ

ખાસ કરીને જો તમે ભવિષ્યમાં તમારી પ્રોપર્ટી રેન્ટ પર આપવા માંગતા હોવ અથવા વેકેશનમાં તમારે જાતે તેનો ઉપયોગ કરવો હોય તો આ બંને કિસ્સાઓમાં – જો તમે રોકાણના હેતુ માટે પ્રોપર્ટી ખરીદો છો અથવા તમે તમારા રહેવા માટે ખરીદો છો – તો તમારે રિઅલ એસ્ટેટ માર્કેટ અને જરૂરિયાતોનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરીને રોકાણ કરી શકો છો.

ભારતીય રોકાણકારો માટે સોચીના લક્ઝરી રિઅલ એસ્ટેટનો પરિચય કરાવવા સાથે અમે લાંબા ગાળાના સંબંધો બનાવવા અને એક સીમલેસ રોકાણ અનુભવની ખાતરી આપવા માંગીએ છીએ. કાનૂની માર્ગદર્શનઅને સોચીની રિઅલ એસ્ટેટ તકોની સંપૂર્ણ સંભાવનાને અનલૉક કરવા માટે બજારની આંતરિક સમજ સાથે એલિટ સોચી ખાતે અમે અમારા ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતોને સમજવા પરપરસનલાઇઝડ સર્વિસ આપવા માટે ઉત્સુક છીએ. અમે માત્ર તમને પ્રોપર્ટી અપાવવામાં જ નહિ પરંતુ તમારી સુખ અને સમૃદ્ધિ ને નવી દિશા આપવામાં પણ તમારી સાથે જોડાવવાની રાહ જોઈ રહ્યા છીએ. – આર્તુર બદ્રેડિનોવ (ડાયરેક્ટર) એલિટ સોચી – સોચીની નંબર 1 રિઅલ એસ્ટેટ કંપની

રશિયાના રિઅલ એસ્ટેટ ક્ષેત્રોમાંખાસ કરીને સોચી અને થાઈલેન્ડમાંફૂકેટમાંએક દાયકા થી વધારેના અમારા અનુભવ સાથે અમે આ વૈવિધ્યસભર રિઅલ એસ્ટેટ બજારોની ઝીણવટભરી સમજ મેળવી છે. આ અનુભવ અમને અમારા માનવંતા ગ્રાહકોને  યોગ્ય પ્રોપર્ટી અપાવવામાં અને તેમને વધુમાં વધુ લાભ મળે તે માટે મદદરૂપ થાય છે. સોચી રિઅલ એસ્ટેટ વર્લ્ડમાં વિશિષ્ટ તકો અને લાભ લઈને ઊભું છે અમે સુનિશ્ચિત કરીએ છીએ કે અમારા ગ્રાહકોને માત્ર મિલકત જ નહીંપરંતુ તેમના ભવિષ્યમાં રોકાણ પર વિશેષ ગ્રોથ મળે. – શ્રી એડ્યુઅર્ડ કિખ્તેવ

આગામી સોચી ફેમ-ટૂર

અમે અમારી સોચી ફેમ ટૂર સાથે સોચીના ગતિશીલ રિઅલ એસ્ટેટ માર્કેટને જાણવા અને સમજવા માટે ભારતના સંભવિત રોકાણકારોને આમંત્રિત કરવા માટે ઉત્સાહિત છીએ. ગ્લોબલ નોમેડ અને સોચીની નામ્બેર 1 રિઅલ એસ્ટેટ કંપની – એલિટ સોચી દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ફેમ ટ્રીપ સોચીના પ્રોપર્ટી લેન્ડસ્કેપમાં અપને વિશેષ સમજ અને જાણકારી આપશે જેમાં લક્ઝરી એસ્ટેટથી માંડીને એપાર્ટમેન્ટ્સ, મકાનો, નવા વિકાસ અને જમીનની તકોમાં બજેટ-ફ્રેંડલી વિકલ્પોનો સમાવેશ થાય છે.

રોકાણ અને બિઝનેસના વિકલ્પો, કાનૂની માર્ગદર્શન સહિત આ ફેમ ટ્રીપ દ્વારા તમે તામરી નજરે સોચિના માર્કેટનું નિરીક્ષણ કરી શકશો. તમામ માર્કેટ સેગમેન્ટને અને ગ્રોથની સંભાવનાઓને સમજીને તમે જાતે નિર્ણય લઇ શકશો. દરેક પગલામાં તમને માર્ગદર્શન અપાશે અને સેલ્સ, વેચાણ, કાનૂની અને નાણાકીય જાણકારી, રેસિડેન્સીઅલ અને કોમર્શિઅલ પ્રોપર્ટી માટે વેચાણ અને લીઝિંગ સેવાઓ, આફ્ટર સેલ્સ સર્વિસીસ સહિત બધી જાણકારી અને સહાય આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સ્તરે તમે  આ ફેમ ટ્રીપમાં જોડાઓ અને આત્મવિશ્વાસ સાથે સોચીના રિઅલ એસ્ટેટ માર્કેટ વિષે જાણો અને સમજો.

કુદરતી સૌંદર્ય, વ્યૂહાત્મક વૃદ્ધિ અને રોકાણ પર વળતરના બેવડા લાભ સાથે સોચી વૈશ્વિક રિઅલ એસ્ટેટ માર્કેટમાં સૌથી અલગ તરી આવે છે  જે તેને રોકાણકારો માટેનું આકર્ષક સ્થળ બનાવે છે. તેનું વિકાસશીલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વર્ષભરના ટુરિઝમ સ્પોટ તરીકેની સ્થિતિ રોકાણકારો માટે આકર્ષક વળતરનું વચન આપે છે. વધુમાં, રિઅલ એસ્ટેટ રોકાણકારો માટે લાંબા ગાળાના વિઝા વિકલ્પો પણ પૂરા પાડે છે.  ઍક્સેસની સરળતા અને લાંબા સમય સુધી રોકાણની ઓફર કરે છે. આ, તેના વ્યૂહાત્મક સ્થાન અને દુબઈ દ્વારા પ્રવેશ સાથે, વિકાસની તકો અને પ્રકૃતિ સાથે જોડાણ બંને માટે વિચારતા રોકાણકારો માટે સોચીને મુખ્ય પસંદગીના સ્થળ  તરીકે સ્થાન અપાવે છે.

essential points

સમ-આબોહવા અને કુદરતી સૌંદર્યની અપીલ: સોચી વર્ષભરનું આકર્ષક ટુરિઝમ સ્પોટ અને પ્રવાસીઓનું સ્વર્ગ છે

લાંબા ગાળાના પરમિટ વિઝા સાથે  રોકાણ પર ઊંચુ વળતર તેની સાથે : રિઅલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ દ્વારા રેસિડેન્સી પરમીટ,

ટેક્સ ઈન્સેન્ટિવ અને સુવ્યવસ્થિત રેસિડેન્સી પરમિટ પ્રક્રિયાઓ દ્વારા રશિયન સરકારના રહેઠાણનો હેતુ $3,60,000 ની લઘુત્તમ રોકાણ થ્રેશોલ્ડ સેટ કરીને વિદેશી રોકાણ આકર્ષવાનો છે.

રિઅલ એસ્ટેટ માર્કેટ ગ્રોથ: 2014 થી, સોચી વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા રિઅલ એસ્ટેટ બજારોમાંના એક તરીકે ઊભરી આવ્યું છે  જેમાં મિલકતની કિંમત વાર્ષિક સરેરાશ 15-20% વધી રહી છે.

રેન્ટલ યીલ્ડ: 5.5% ની અંદાજિત સરેરાશ રેન્ટલ યીલ્ડ સાથે, સોચી રોકાણ પર આકર્ષક વાર્ષિક વળતર આપે છે  જે ટૂંકા ગાળાની આવક અને લાંબા ગાળાના મૂલ્ય લાભ બંને માટે તેની સદ્ધરતા આપનાર છે.

લક્ઝરી હાઉસિંગ સેગમેન્ટ: સોચી વૈભવી હાઉસિંગમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરે છે   જેમાં ન્યૂયોર્ક અને લંડન જેવા મોટા શહેરોની કિંમતો આંતરરાષ્ટ્રીય ખરીદદારોને આકર્ષે છે.

દુબઈ સાથે સરખામણી: વ્યૂહાત્મક આર્થિક વૃદ્ધિ સાથે કુદરતી સૌંદર્ય કેન્દ્ર તરીકે સોચીની અનોખી સ્થિતિ રોકાણકારો માટે  આકર્ષક તક પૂરી પાડનાર સાબિત થઇ રહી છે.  ખાસ કરીને દુબઈ જેવા પરંપરાગત બજારોનો વિકલ્પ શોધનારાઓ માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.

રોકાણની તકો: બજાર હોટલ કોમ્પ્લેક્સમાં રહેણાંક અને વ્યાપારી મિલકતોની તકોથી ભરપૂર છે  જે વ્યક્તિગત ઉપયોગ અને લીઝિંગ દ્વારા રોકાણ બંને માટે લાભો પ્રદાન કરે છે.

ભારતીય રોકાણકારો: સોચી સાંસ્કૃતિક અનુભવો અને આર્થિક સ્થિરતાનું મિશ્રણ પ્રદાન કરીને ભારતીય રોકાણકારો માટે નોંધપાત્ર સંભાવનાઓ સાથે વિકસતું બજાર છે.

વ્યવસાયિક માર્ગદર્શન અને સમર્થન: એલિટ સોચી અને યુગેન રિયલ્ટી સોચીના રિઅલ એસ્ટેટ લેન્ડસ્કેપમાં નેવિગેટ કરવામાં રોકાણકારોને મદદ કરવા વ્યક્તિગત સેવાઓ, કાનૂની માર્ગદર્શન અને બજાર જ્ઞાન પર ભાર મૂકે છે.

મુસાફરીની સુલભતા: ભારતથી દુબઈ અને દુબઇ સોચી (ત્રણ કલાક) સુધીની વન-સ્ટોપ ફ્લાઈટ્સ દ્વારા ભારતીય રોકાણકારો માટે હાઈલાઈટેડ કનેક્ટિવિટી, રોકાણની તકનું આકર્ષણ વધારે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  

વધુ સમાચાર વાંચો :