Yugen Coffee Table Book Banner
Home Featured Consumer Corner ગુજરેરા પોર્ટલ 1.0 થી 2.0માં જવાના સંક્રમણ દરમિયાન જે સમસ્યાઓનો સામનો કરવાનો...

ગુજરેરા પોર્ટલ 1.0 થી 2.0માં જવાના સંક્રમણ દરમિયાન જે સમસ્યાઓનો સામનો કરવાનો વખત આવ્યો છે

ટિયર ll – ટિયર lll શહેરોના દેશના વિકાસશીલ આર્થિક લેન્ડસ્કેપમાં એક મજબૂત સ્થંભ બનીને ઊભરી રહ્યા છે.

India's Real Estate Renaissance Innovations Sustainability and Collaborative Progress

Estimated reading time: 5 minutes

YUGEN REALTY, SURAT

પ્રિય વાચકો,

અમારી કવર સ્ટોરી ગુજરાત રિઅલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ (ગુજરેરા) ની ગૂંચવણો છે જે ગુજરેરા પોર્ટલ 1.0 થી 2.0માં જવાના સંક્રમણ દરમિયાન જે સમસ્યાઓનો સામનો કરવાનો વખત આવ્યો છે તે અને તેના કારણે ઊભા થયેલા  પડકારો વિશે વિગતો આપવામાં આવી છે. બાંધકામ  ઉદ્યોગના સ્ટેકહોલ્ડર્સ અને નિષ્ણાતો સાથેની વ્યાપક વાતચીત દ્વારા સમસ્યાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા સાથે એવુ તારણ રજૂ કરવામાં આવ્યુ છે કે, વ્યાપક કન્સલ્ટેશનના  અભાવે બનેલું અને લાગુ કરાયેલું પોર્ટલ 2.0 અનેક ટેક્નિકલ ક્ષતિઓ થી ભરેલું છે. પરિણામે, ડેવલપર્સને ખૂબ વધારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તેનું કોઈ સ્થાયી સમાધાન પણ દેખાતું નથી. ગ્રાહકો અને ડેવલપર્સ બંને માટે મુશ્કેલીઓ ઊભી થઇ રહી છે. પોર્ટલ 2.0 નું નબળું અમલીકરણ ઉદ્યોગમાં એક સળગતી સમસ્યા છે. ગુજરેરાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગના વિકાસ અને સરળતા માટે વિકાસલક્ષી વાતાવરણ બનાવવાનો છે, પરંતુ હાલમાં તે માત્ર રજિસ્ટ્રેશન અને ત્રિમાસિક કોમ્પ્લાયન્સમાં જ અટવાઈ ગયું હોય તેવું લાગે છે. સરકાર અને સત્તાવાળાઓ દ્વારા આ મુદ્દે તાકીદે ધ્યાન આપવાની જરૂર છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધશે તો જ ઉદ્યોગના વિકાસને વેગ આપી શકાશે.

 વચગાળાનું બજેટ 2024ની રિઅલ એસ્ટેટ ક્ષેત્ર પર તેની અસરનું વિશ્લેષણ કરીએ તો જણાય છે કે નાણાપ્રધાન નિર્મલા સીતારમણની રાજકોષીય વ્યૂહરચના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ પહેલને પ્રાથમિકતા આપે છે. ઉદ્યોગની અપેક્ષાઓ અને વધુ સુધારાની માગણી હજુ પણ અપેક્ષિત છે. બજેટ વિકાસને ઉત્પ્રેરક બનાવવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે, ખાસ કરીને ટિયર ll – ટિયર lll શહેરોના દેશના વિકાસશીલ આર્થિક લેન્ડસ્કેપમાં એક મજબૂત સ્થંભ બનીને ઊભરી રહ્યા છે.

ભારતના રિઅલ એસ્ટેટ ક્ષેત્રનો સસ્ટેનેબલ ઇકો-ફ્રેન્ડલી પ્રેક્ટિસીસ તરફ ઝુકાવ વધી રહ્યો છે. ગ્રીન પહેલોને પ્રોત્સાહન આપતી નીતિઓ અને IGBC, ગ્રિહા  અને LEED સર્ટિફિકેશન કરતી સંસ્થાઓ સાથે મળીને ઉદ્યોગ ગ્રીન રિવોલ્યૂશન (હરિયાળી ક્રાંતિ) માટે તૈયાર છે. ડેવલપર્સ સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ અપનાવી રહ્યા છે, શહેરી જીવનધોરણોને પુન: આકાર આપી રહ્યા છે અને ભારતને સસ્ટેનેબલ ઇકો-ફ્રેન્ડલી  ડેવલપમેન્ટમાં અગ્રણી સ્થાન અપાવી રહ્યા છે.

બજારની ગતિશીલતા, સુરત અને અમદાવાદમાં મોટા પાયે રી-ડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સના આવી રહ્યા છે અને મહત્વાકાંક્ષી અર્બન ડેવલપટમેન્ટ માટે રી-ડેવલપમેન્ટ એક ઊભરી રહેલું માર્કેટ છે એમ ચોક્કસ પણે કહી શકાય.

ઉદ્યોગની છત્ર સંસ્થા CREDAIએ તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી, શહેરી અને પર્યાવરણીય પ્રગતિ માટે નવી પ્રતિબદ્ધતાના સાક્ષી એવી આ સંસ્થા ઉદ્યોગના હિતો, સામાજિક-આર્થિક વિકાસ અને સસ્ટેનેબિલિટીને લક્ષ્યમાં રાખીને અનેક પહેલો હાથમાં લે છે. CREDAI ભારતના રિઅલ એસ્ટેટ લેન્ડસ્કેપ પર અવિશ્વસનીય છાપ છોડીને સર્વગ્રાહી વિકાસ  તરફનો માર્ગ દર્શાવે છે.

CREDAI સુરત યુથ વિંગ અને સુરત સિરામિક એસોસિયેશન જેવા ઉદ્યોગ સંગઠનોનો ઉદ્યોગના વિકાસમાં પ્રોત્સાહક યોગદાન આપી રહ્યા છે. તેમના સભ્યો માંટે બંને સંસ્થાઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સભ્યોમાં એકતા અને મનોબળને પ્રોત્સાહન આપે છે. આવા પ્રયાસો થકી સહયોગ, નવીનતા અને ઉદ્યોગ-વ્યાપી ઉજવણી માટે એક સુંદર અસર પણ મળે છે.

ભારતના પવિત્ર યાત્રાધામો નોંધપાત્ર રિઅલ એસ્ટેટ તેજીનો અનુભવ કરી રહ્યાં છે. રામ મંદિરના ચુકાદા પછી અયોધ્યામાં ખાસ કરીને મિલકતના મૂલ્યોમાં વધારો, સાથે કાશી અને મથુરા જેવા આધ્યાત્મિક કેન્દ્રોમાં હોસ્પિટાલિટી અને રેસિડેન્શિઅલ જગ્યાઓની વધતી માંગને દર્શાવે છે. આ ક્ષેત્રમાં રોકાણ કરનારા મોટા પ્લેયર્સ સાથે, ઉત્તર પ્રદેશના પવિત્ર લેન્ડસ્કેપમાં નોંધપાત્ર વૃદ્ધિ અને સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે.

ભારતમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્ર 2036 સુધીમાં 93 મિલિયન ઘરોની અનુમાનિત માંગ દ્વારા પરિવર્તનશીલ ગ્રોથ મુવમેન્ટ દેખાઈ રહી છે. ટિયર-II અને III શહેરો આ વૃદ્ધિના માર્ગને આગળ ધપાવવા માટે તૈયાર છે  જેને સરકારી પહેલો અને વધતી કોમર્શિઅલ એક્ટિવિટી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મૂકતા, CREDAI અને Liases Foras દ્વારા સહયોગી અહેવાલ 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરફ ભારતની આર્થિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે પ્રોત્સાહન આપવા માટે બ્લુપ્રિન્ટ આપી છે.

આ અંકમાં એ વિગતો પણ આપવામાં આવી છે કે   ભારતીય રોકાણકારો માટે એક આકર્ષક રિઅલ એસ્ટેટ રોકાણ સ્થળ તરીકે રશિયાના સોચી શહેર પર પ્રકાશ પાડે છે. ગ્રોઇન્ગ માર્કેટ અને આકર્ષક સરકારી પ્રોત્સાહનો સાથે, સોચી રિઅલ પોર્ટફોલિયો ડાઇવર્સીફીકેશન માટે એક આકર્ષક તક રજૂ કરે છે. સોચી ફેમ-ટૂર જેવી ઈવેન્ટ્સ રોકાણકારોને સોચી શહેરની જાતે મુલાકાત લઈને અનુભવ કરવા માટેની તક આપે છે.

ભારતનું રિઅલ એસ્ટેટ માર્કેટ 2030 સુધીમાં USD 1 ટ્રિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. જીડીપીમાં 13% થી વધુ યોગદાન આપતું અને 52 મિલિયન નોકરીઓનું સર્જન પણ કરે છે. આ ક્ષેત્ર ભારતના શહેરીકરણના ટ્રેન્ડને પ્રતિબિંબિત કરતા વિવિધ પ્રોપર્ટી સેગમેન્ટ્સને સમાવે છે. પડકારો હોવા છતાં, રિઅલ એસ્ટેટ રોકાણ મૂડીના એપ્રિશિયેશન અને રેન્ટલ યીલ્ડ આપે છે, આર્થિક વિકાસ અને શહેરી વિકાસને આગળ ધપાવે છે અને સ્ટેકહોલ્ડર્સ માટે વિકાસનો માર્ગ પ્રશસ્ત કરે છે.

એક્સિસ બેંકના બર્ગન્ડી પ્રાઈવેટ અને હુરુન ઈન્ડિયાના તાજેતરના અહેવાલમાં ભારતની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં રિઅલ એસ્ટ ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ ડીએલએફ, મેક્રોટેક અને ગોદરેજ પ્રોપર્ટીઝ સહિત કંપનીઓને સામેલ કરવામાં આવી છે. આપણા ઉદ્યોગ માટે આ ગર્વ અને ઉત્સાહની વાત છે. .

ભારતનું રિઅલ એસ્ટેટ ક્ષેત્ર અભૂતપૂર્વ વૃદ્ધિ માટે તૈયાર છે  જે નવીનતા, સહયોગ અને સસ્ટેનેબિલિટી દ્વારા સંચાલિત છે. ભવિષ્ય માટે પરિવર્તનશીલ વિઝન  સાથે ભારતની રિઅલ એસ્ટેટ સ્ટોરી મજબૂતી, અનુકૂલનક્ષમતા અને પ્રગતિના અવિરત પ્રયાસનું જીવતું જાગતું પ્રમાણ છે. અમારા દ્વારા રિઅલ એસ્ટેટ ક્ષેત્રના વર્તમાન સાથે ભવિષ્યને પણ સાંકળી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અમારા સુજ્ઞ વાંચકોને ચોક્કસ પણે પસંદ આવશે એવી આશા-અપેક્ષા છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  

વધુ સમાચાર વાંચો :