Yugen Coffee Table Book Banner
Home Market Analysis એલિવેટર્સ – બિલ્ડિંગ્સની સફળતાના મુખ્ય પરિબળોમાંનું એક – સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં...

એલિવેટર્સ – બિલ્ડિંગ્સની સફળતાના મુખ્ય પરિબળોમાંનું એક – સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિકસી રહેલું એલિવેટર માર્કેટ

દેશના એલિવેટર માર્કેટનું કદ હાલમાં એટલે કે વર્ષ 2024માં 4.1 બિલિયન અમેરિકન ડોલર છે 2030 સુધીમાં 9.47% દરે વધવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.

Growing elevator market in South Gujarat including Surat

Estimated reading time: 12 minutes

YUGEN REALTY, SURAT

દેશના એલિવેટર માર્કેટનું કદ હાલમાં એટલે કે વર્ષ 2024માં 4.1 બિલિયન અમેરિકન ડોલર છે જે વર્ષ 2030 સુધીમાં 9.47% દરે વધવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. ખાસ કરીને શહેરીકરણ, હાઈ-રાઇઝ બિલ્ડિંગોના નિર્માણ અને રેસિડેન્શિઅલ અને કોમર્શિઅલ મિલકતોની માંગને કારણે છે. સરકારની નીતિઓ અને ટેક્નોલોજીમાં સતત થઇ રહેલા વિકાસને કારણે એનર્જી-એફિશિયેન્ટ એટલે કે ઊર્જા-કાર્યક્ષમતા આપણને સ્માર્ટ એલિવેટર્સમાં દેખાઈ રહી છે.

ગુજરાતનું એલિવેટર માર્કેટ

ગુજરાત એ દેશના અગ્રણી ઔદ્યોગિક રાજ્યોમાંનું એક છે અને ગુજરાત એ દેશના એલિવેટર માર્કેટમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરો મજબૂત આર્થિક વિકાસ અને શહેરીકરણને કારણે મલ્ટીસ્ટોરી બાંધકામોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ઔદ્યોગિકીકરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર રાજ્યનું ધ્યાન એલિવેટર્સની માંગને વધુ વેગ આપે છે. ગુજરાતમાં, એલિવેટર માર્કેટમાં સ્થાનિક કંપનીઓ અને બહુરાષ્ટ્રીય એટલે કે મલ્ટી નેશનલ કંપનીઓ (MNCs)ના મિશ્રણ દ્વારા પ્રદેશની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર છે.

સુરત અને દક્ષિણ ગુજરાતનું એલિવેટર માર્કેટ

વાપી, સેલવાસ, દમણ, નવસારી અને ભરૂચ સહિત સુરત અને દક્ષિણ ગુજરાતમાં એલીવેટર માર્કેટ, ગુજરાતના ઝડપથી વિસ્તરી રહેલા એલિવેટર ઉદ્યોગમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. રેસિડેન્શિઅલ, કોમર્શિઅલ અને રિટેલ ક્ષેત્રોમાં સુરત અને દક્ષિણ ગુજરાતનું એલિવેટર માર્કેટ અંદાજે 6,500 યુનિટનું છે. આ ક્ષેત્રમાં શહેરીકરણ અને આર્થિક વિકાસને કારણે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. હાઇ-રાઇઝ બાંધકામમાં વધારો આધુનિક એલિવેટર સિસ્ટમ્સની માંગને આગળ વધારે છે. આ બજારનો વિકાસ કાર્યક્ષમ સીધા ટ્રાન્સપોર્ટેશનના મહત્ત્વને ઉજાગર કરે છે જે સુરત અને તેના આસપાસના વિસ્તારોને એલિવેટર ઉદ્યોગનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બનાવે છે.

એલિવેટર મેન્ટેનન્સ, રિપેર અને આધુનિકીકરણ માટે વધતું માર્કેટ

સુરત અને દક્ષિણ ગુજરાતમાં, એલિવેટર માર્કેટ માત્ર અપકમિંગ પ્રોજેક્ટ્સમાં નવા ઇન્સ્ટોલેશન દ્વારા જ નહીં, પરંતુ હાલની સિસ્ટમ્સની મેન્ટેનન્સ, રિપેર અને આધુનિકીકરણ, રિપ્લેસમેન્ટ અને રિટ્રો ફિટિંગની નોંધપાત્ર માંગથી પણ આગળ વધી રહ્યું છે. જેમ જેમ ઇમારતોની ઉંમર વધતી જાય છે તેમ, વર્તમાન સલામતી ધોરણોને પૂર્ણ કરવા અને નવી ટેકનોલોજીનો સમાવેશ કરવા માટે જૂની એલિવેટર સિસ્ટમ્સને અપગ્રેડ કરવાની જરૂરિયાત મહત્ત્વપૂર્ણ બની જાય છે. બિલ્ડિંગ ટકાઉ અને લાંબાગાળા સુધી સક્ષમ રહે તેના માટે ઊર્જા-કાર્યક્ષમ અને સ્માર્ટ એલિવેટર સિસ્ટમ્સ અપનાવવામાં આવે છે. શહેરીકરણ અને વધતા ડેવલપમેન્ટ સાથે, એલિવેટર મેન્ટેનન્સ, રિપેર અને આધુનિકીકરણ સર્વિસનું બજાર નવા ઈન્સ્ટોલેશનની માંગ સાથે વધી રહ્યું છે.

એલિવેટર્સના પ્રકાર:

  • કેપ્સ્યુલ એલિવેટર
  • સ્ટ્રેચર એલિવેટર
  • ફ્રેઇટ / ગુડ્સ એલિવેટર
  • મશીન રૂમ લેસ (MRL) એલિવેટર
  • એસ્કેલેટર
  • ઓટોમોબાઈલ એલિવેટર્સ
  • ગિયરલેસ હોમ લિફ્ટ્સ
  • હોમ લિફ્ટ હાઇડ્રોલિક
  • કી માર્કેટ ડ્રાઇવર્સ

સુરત અને દક્ષિણ ગુજરાતમાં એલિવેટર માર્કેટના વિકાસ માટેના મુખ્ય પરિબળો જોઈએ તો :

  • શહેરીકરણ અને રિઅલ એસ્ટેટ વૃદ્ધિ: સુરત અને આસપાસના વિસ્તારોમાં ઝડપી શહેરીકરણને કારણે બહુમાળી ઇમારતોના બાંધકામમાં વધારો થયો છે. રેસિડેન્શિઅલ, કોમર્શિઅલ અને રિટેલ ઇમારતોમાં કાર્યક્ષમ વર્ટિકલ ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત એ એલિવેટર માર્કેટનું મહત્ત્વનું પાસું છે એમ કહી શકાય.
  • સરકારી પહેલ: સ્માર્ટ સિટીઝ મિશન અને PMAY જેવી નીતિઓ માળખાકીય વિકાસને પ્રોત્સાહિત કરી રહી છે જે એલિવેટર્સની માંગને વેગ આપે છે.
  • ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ: ગ્રાહકોની સુવિધા અને સસ્ટેનેબિલિટી માટે વધતી જાતિને માંગને કારણે સ્માર્ટ અને ઊર્જા-કાર્યક્ષમ એલિવેટર્સને વધુ સ્વીકૃતિ મળી રહી છે.
  • આર્થિક વૃદ્ધિ: સુરત અને સાઉથ ગુજરાતના મજબૂત આર્થિક વિકાસને કારણે રેસિડેન્શિઅલ, કોમર્શિઅલ અને રિટેલ રિઅલ એસ્ટેટમાં રોકાણમાં વધારો થઇ રહ્યો જે એલિવેટર્સની માંગને આગળ ધપાવે છે.
  • લોન્ગ લાસ્ટીંગ અને હાઈ ક્વોલિટી એલિવેટર્સ : ટકાઉ અને ઉચ્ચ-ગુણવત્તાવાળા એલિવેટર્સ માટે વધતી જતી માંગ હાલમાં છે. તે બજારના વલણો અને ગ્રાહકોની પસંદગીનું એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે.

માર્કેટના પડકારો

સકારાત્મક દષ્ટિકોણ હોવા છતાં, સુરત અને દક્ષિણ ગુજરાતમાં એલિવેટર – લિફ્ટ માર્કેટ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે:

  • તાલીમબધ્ધ મેનપાવરની અછત: એલિવેટર્સના ઈન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ માટે કૌશલ્યની આવશ્યકતા રહે છે. પરંતુ રાજ્યમાં પર્યાપ્ત રીતે તાલીમબધ્ધ ટેક્નિશિયનની અછત છે. આ અછત ઇન્સ્ટોલેશનમાં વિલંબ અને મેઇન્ટેનન્સનો ખર્ચ વધારે છે.
  • રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ: ગ્રાહકો, ઉત્પાદકો અને ઉપભોગતા બધા માટે રાજ્યમાં જટિલ રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ સાથે કામ કરવું પડકારરૂપ બની રહ્યું છે. સલામતીના ધોરણો અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે વારંવાર વધારાના રોકાણની જરૂર પડે છે અને અમલમાં વિલંબ થાય છે.
  • વધતો ખર્ચ: એલિવેટર્સના ઈન્સ્ટોલેશન કરવા અને જાળવવા માટેનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. પાર્ટ્સ અને મેનપાવર દિવસેને દિવસે મોંઘા બની રહ્યા છે. સામે એલિવૅટર કંપનીઓને તેમના ગ્રાહકો પાસેથી ભાવ વધારો મળતો નથી.
  • જાગૃતિ અને અનુકૂલન: સ્થાનિક વસ્તી અને ઉદ્યોગના સ્ટેકહોલ્ડર્સમાં આધુનિક એલિવેટર સિસ્ટમના ફાયદાઓ અને સુરક્ષા વિશે જાગૃતિ લાવવાની જરૂર છે. આમાં સલામતીના ધોરણો, ઊર્જા કાર્યક્ષમતા અને અદ્યતન એલિવેટર ટેક્નોલોજીમાં રોકાણ કરવાના લાંબા ગાળાના ફાયદાઓ વિશે લોકોને જાગૃત કરવાની જરૂર છે.
  • આર્થિક અસ્થિરતા: રો-મટીરિઅલના ભાવમાં વધઘટ અને સરકારી નીતિઓમાં ફેરફાર બજારની ગતિશીલતાને અસર કરે છે જેનાથી ઉદ્યોગ માટે જોખમ ઊભું થાય છે. રિઅલ એસ્ટેટ માર્કેટમાં સ્લો-ડાઉનની અસર પણ એલિવેટર માર્કેટ પર પડે છે.

માર્કેટ ગ્રોથ અને રિઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ

સુરત અને દક્ષિણ ગુજરાતમાં એલિવેટર માર્કેટનો વિકાસ પ્રદેશના રિઅલ એસ્ટેટ વિકાસ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. રેસિડેન્શિઅલ, કોમર્શિઅલ અને રિટેલ જગ્યાઓની વધતી જતી માંગ બહુમાળી ઇમારતોના નિર્માણને આગળ વધારી રહી છે જે બદલામાં એલિવેટર્સની માંગને વેગ આપે છે. નવા રેસિડેન્શિઅલ કોમ્પ્લેક્સ, શોપિંગ મોલ્સ અને ઓફિસ બિલ્ડિંગો સાથે રાજ્યના શહેરોનું સતત વિસ્તરણ થઈ રહ્યું છે, અદ્યતન એલિવેટર સિસ્ટમ્સની જરૂરિયાત વધવાની અપેક્ષા છે. રાજ્યનું રિઅલ એસ્ટેટ ક્ષેત્ર આગામી વર્ષોમાં એલિવેટર માર્કેટના વિકાસનું મહત્ત્વપૂર્ણ ડ્રાઈવર બની રહેવાની સંભાવના છે.

માર્કેટ ટ્રેન્ડ્સ

સુરત અને દક્ષિણ ગુજરાતમાં એલિવેટર માર્કેટના મુખ્ય ટ્રેન્ડ જોઈએ તો:

  • સ્માર્ટ એલિવેટર્સ: સ્થાનિક જરૂરિયાતોને સાથે ગ્લોબલ ઇનોવેશનનું મિશ્રણ: સ્માર્ટ એલિવેટર્સ સ્થાનિક લોકોની જરૂરિયાતો સાથે અદ્યતન એલિવૅટર સિસ્ટમ્સ આજે ચલણમાં છે, લક્ઝરી, મધ્યમ કે અફોર્ડબલ કોઈ પણ સ્થળો પર આજકાલ બેસ્ટ-ઈન-ક્લાસ એલિવેટર જોઈએ છે. આ અદ્યતન સિસ્ટમો કાર્યક્ષમતા, સલામતી અને ઉપયોગ કરનારાના અનુભવને વધારે છે જે ઊર્જા-કાર્યક્ષમ અને લોકલ જરૂરિયાતો અને અપેક્ષાઓને પૂરી પાડતી ડિઝાઇન અને ઊપયોગિતા હોય તેવા એલિવેટર્સ લોકો પસંદ કરી રહ્યા છે.
  • ટકાઉપણું અને ઊર્જા કાર્યક્ષમતા: ડેવલપર્સ ઊર્જા-કાર્યક્ષમ એલિવેટર સિસ્ટમ્સ વધુ પસંદ કરે છે જેનો નિભાવ ખર્ચ અને પર્યાવરણીય અસર ઘટાડે છે તેની સાથે, ટકાઉપણા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમો નવા બાંધકામો અને આધુનિકીકરણ પ્રોજેક્ટ્સમાં વધુને વધુ લોકપ્રિય બની રહી છે.
  • આધુનિકીકરણ અને રેટ્રોફિટીંગ: રાજ્યમાં ઇમારતો જૂની હોવાથી, હાલની એલિવેટર સિસ્ટમ્સના આધુનિકીકરણ અને રેટ્રોફિટીંગની જરૂરિયાત વધી રહી છે. આ વલણ વર્તમાન સલામતી ધોરણોનું પાલન કરતી વખતે સલામતી, કાર્યક્ષમતા અને પર્ફોમન્સ વધારવાની જરૂરિયાત દ્વારા સંચાલિત થાય છે.

એન્ડ-યુઝર ઇન્સાઇટ

સુરત અને દક્ષિણ ગુજરાતમાં એલિવેટર્સની માંગ મુખ્યત્વે રેસિડેન્શિઅલ, કોમર્શિઅલ અને રિટેલ દ્વારા આગળ વધી રહી છે. રેસિડેન્શિયલ સેગમેન્ટ તેમાં મોટો હિસ્સો ધરાવે છે, જે રાજ્યના ઝડપી શહેરીકરણ અને બહુમાળી રેસિડેન્શિયલ ઇમારતોના નિર્માણને કારણે છે. શોપિંગ મોલ્સ, ઓફિસ બિલ્ડિંગ્સ-ફેક્ટરી અને હોટલો સહિત વ્યાપારી ક્ષેત્ર પણ એલિવેટર્સની માંગમાં નોંધપાત્ર વધારો કરી આપે છે. વધુમાં, સાર્વજનિક અને રેસિડેન્શિયલ ઇમારતોમાં સુલભતાની જરૂરિયાતો અંગે વધતી જતી જાગૃતિ વિકલાંગ વ્યક્તિઓ અને વૃદ્ધો માટે ઉપયોગમાં આવી શકે તેવા એલિવેટર્સને અપનાવવા તરફ આગળ વધી રહી છે.

પ્રાદેશિક ઇન્સાઇટ

સુરત, દક્ષિણ ગુજરાતના મુખ્ય શહેર તરીકે, પ્રદેશના એલિવેટર માર્કેટમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. શહેરની આર્થિક પ્રવૃત્તિઓ, ખાસ કરીને કાપડ અને હીરામાં, રિઅલ એસ્ટેટના વિકાસને વેગ મળ્યો છે જેના કારણે એલિવેટર્સની માંગમાં વધારો થયો છે. ભરૂચ અને વાપી જેવા નજીકના વિસ્તારો પણ ઔદ્યોગિક વિકાસ દ્વારા પ્રેરિત વિકાસનો અનુભવ કરી રહ્યા છે જે પ્રદેશના એલિવેટર માર્કેટને વધુ વેગ આપે છે.

કી માર્કેટ પ્લેયર્સ

સુરત અને દક્ષિણ ગુજરાતમાં એલિવેટર માર્કેટ બહુરાષ્ટ્રીય કંપનીઓ (MNCs) અને સ્વદેશી કંપનીઓના બંને ખૂબ સારી રીતે ઓપરેટ કરી રહી છે:

  • MNCs: કોન એલિવેટર્સ ઇન્ડિયા પ્રા. લી. શિન્ડલર ઇન્ડિયા પ્રા. લી, ઓટિસ એલિવૅટર કંપની ઇન્ડિયા લી, TK એલિવૅટર કંપની ઇન્ડિયા પ્રા. લી., મિત્સુબિશી એલિવૅટર ઇન્ડિયા પ્રા. લી., હિટાચી લિફ્ટ ઈન્ડિયા પ્રા. લી., લોગો લિફ્ટ વિગેરેનો સમાવેશ આમા થાય છે.
  • નેશનલ પ્લેયર્સ: જ્હોન્સન લિફ્ટ્સ ઈન્ડિયા પ્રા. લી, ટ્રાયો એલિવેટર્સ કંપની (ઈન્ડિયા) પ્રા. લી, ઓમેગા એલિવેટર્સ
  • રિજનલ પ્લેયર્સ: અવધ એલિવેટર્સ ઈન્ડિયા પ્રા. લી, એક્સપ્રેસ એલિવેટર કંપની, ફિરોઝગર એલિવેટર્સ, ન્યુ એજ એલિવેટર્સ, , ઓશન એલિવેટર્સ, આઇકોન એલિવેટર્સ.

તક

સુરત અને દક્ષિણ ગુજરાતમાં એલિવેટર માર્કેટ વૃદ્ધિ માટે ઘણી તક આપે છે:

  • ટેક્નોલોજીકલ એડવાન્સમેન્ટ્સ : સ્માર્ટ અને એનર્જી-કાર્યક્ષમ એલિવેટર્સનો વધતો ઉપયોગ કંપનીઓને તેમની કાર્યક્ષમતામાં વધારો કરવા સાથે નવીનતા લાવવા અને અલગ કરવાની તકો પ્રદાન કરે છે.
  • આધુનિકીકરણ પ્રોજેક્ટ્સ : રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિકીકરણ પ્રોજેક્ટ્સ માટે નવી તકો આપે છે, જે કંપનીઓને હાલની એલિવેટર સિસ્ટમ્સને અપગ્રેડ કરવાની અને સલામતી અને કાર્યક્ષમતામાં વધારો કરવાની તક આપે છે.
  • બજારનું વિસ્તરણ : આર્થિક વિકાસ અને શહેરીકરણ દ્વારા સંચાલિત રિઅલ એસ્ટેટ ક્ષેત્રનો સતત વિકાસ, રાજ્યમાં એલિવેટર્સની સતત માંગની ખાતરી આપે છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાં એલિવેટર માર્કેટ શહેરીકરણ, રિઅલ એસ્ટેટના વિસ્તરણ અને ટેક્નોલોજિકલ પ્રગતિને કારણે નોંધપાત્ર રીતે વિકાસ કરી રહ્યું છે. જેમ જેમ આધુનિક, કાર્યક્ષમ સિસ્ટમ્સની માંગ વધી રહી છે, મેન્યુફેક્ચરર્સ પાસે વૈશ્વિક સહયોગ દ્વારા, સ્થાનિક જરૂરિયાતો સાથે વૈશ્વિક નવીનતાઓને મર્જ કરીને નવી પ્રોડક્ટ્સ પ્રસ્તુત કરવાની તક છે. વધુમાં, ટકાઉપણું અને ઊર્જા કાર્યક્ષમતા પર વધતું ધ્યાન ગ્રીન એલિવેટર ટેક્નોલોજીને અપનાવવા તરફ દોરી રહ્યું છે. સ્કિલ્ડ લેબરની અછત અને નિયમનકારી અવરોધો જેવા પડકારો હોવા છતાં, રાજ્યમાં સ્થાનિક અને બહુરાષ્ટ્રીય એલિવેટર કંપનીઓ બંને માટે એક આશાસ્પદ અને ઊભરતું બજાર છે.

ભાવિક પાલડિયા અને વિજય ઢોલરિયા (અવધ એલિવેટર્સ ઈન્ડિયા પ્રા. લિ.) એ પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “અમે માનીએ છીએ કે લિફ્ટ એ કોઈ પણ રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટનું હૃદય હોય છે અને તેથી કાળજી લેવામાં અમે કોઈ કસર છોડતા નથી. માટે જ ક્વોલિટી અને સેફટી હંમેશાં અમારા માટે કેન્દ્રમાં રહે છે. સ્કિલ્ડ અને અનુભવી ઈન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ ટિમ અમારું જમા પાસું છે. અમારું સૌથી વધુ ફૉકસ આફ્ટર સેલ્સ સર્વિસ પર રહે છે ઓછામાં ઓછા સમયમાં રોકાયેલી લિફ્ટને શરૂ કરી કાર્યરત કરી આપવી એ જ અમારું લક્ષ્ય છે. સુરતમાં એલિવેટર માર્કેટ વધવાની સાથે વિકસી પણ રહ્યું છે. માર્કેટ સ્માર્ટ અને ટકાઉ સોલ્યુશન્સ તરફ આગળ વધી રહ્યું છે, અમે લોકલ મેન્યુફેક્ચરર્સ તરીકે, લોકલ જરૂરિયાતોને વધુ સારી રીતે સમજીએ છીએ અને તેને લેટેસ્ટ ઇનોવેશન સાથે જોડીને અદ્યતન એલિવેટર્સની પ્રોડક્ટ્સ રેન્જ ઓફર કરીએ છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ એવો એલિવેટર શૉરૂમ અવધ એલિવેટર દ્વારા સુરતમાં શરૂ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં અમે સારો એવો માર્કેટ શેર પ્રાપ્ત કર્યો છે.”

લિફ્ટ એ કોઈ પણ રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટનું હૃદય હોય છે અને તેની કાળજી લેવામાં અમે કોઈ કસર છોડતા નથી – અવધ એલિવેટર્સ

Growing elevator market in South Gujarat including Surat-1

અમે માનીએ છીએ કે લિફ્ટ એ કોઈ પણ રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટનું હૃદય હોય છે અને તેની કાળજી લેવામાં અમે કોઈ કસર છોડતા નથી. માટે જ ક્વોલિટી અને સેફટી હંમેશાં અમારા માટે કેન્દ્રમાં રહે છે. સ્કિલ્ડ અને અનુભવી ઈન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ ટિમ અમારું જમા પાસું છે. અમારું સૌથી વધુ ફૉકસ આફ્ટર સેલ્સ સર્વિસ પર રહે છે ઓછામાં  ઓછા સમયમાં રોકાયેલી લિફ્ટને શરૂ કરી કાર્યરત કરી આપવી એ જ અમારું લક્ષ્ય છે. સુરતમાં એલિવેટર માર્કેટ વધવાની સાથે વિકસી પણ  રહ્યું છે. માર્કેટ સ્માર્ટ અને ટકાઉ સોલ્યુશન્સ તરફ આગળ વધી રહ્યું છે, અમે લોકલ મેન્યુફેક્ચરર્સ તરીકે, લોકલ જરૂરિયાતોને વધુ સારી રીતે સમજીએ છીએ અને તેને લેટેસ્ટ ઇનોવેશન સાથે જોડીને અદ્યતન એલિવેટર્સની પ્રોડક્ટ્સ રેન્જ ઓફર કરીએ છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ એવો એલિવેટર શૉરૂમ અવધ એલિવેટર દ્વારા સુરતમાં શરૂ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં અમે સારો એવો માર્કેટ શેર પ્રાપ્ત કર્યો છે.

લોકોના જીવનના રોજિંદા અનુભવને અમારી પ્રોડક્ટ્સ થકી વધુ સુંદર અને આરામદાયક બનાવવો એ જ અમારું મિશન છે  – લોગો લિફ્ટ

Growing elevator market in South Gujarat including Surat-2

ગુજરાતના વિકસિત થઇ રહેલા અર્બન વિસ્તારમાં અત્યાધુનિક અને કસ્ટમાઇઝ કરી શકાય તેવા હોમ એલિવેટર્સની માંગ વધી રહી છે. લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અદ્યતન ડિઝાઇન અને હાઈટેક એન્જિનિયરિંગ થકી અધુનિક અને સુંદર એલિવેટર-લિફ્ટ સોલ્યુશન્સ આપીએ છીએ. લક્ઝરી હોમ અને કોમર્શિઅલ સ્પેસીસ માટેની લિફ્ટ્સમાં અમારી વિશેષતા છે. સુરત અને દક્ષિણ ગુજરાતના લોકોને વર્લ્ડ ક્લાસ એલિવેટર પ્રોડક્ટ્સનો અનુભવ કરાવવાની અમારા માટે એક આકર્ષક તક છે.આ વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા સાથે  અમારો હેતુ માત્ર અમારા ગ્રાહકો માટે જીવન ધોરણના સ્તરમાં વધારો કરવાનો છે. લોકોના જીવનના રોજિંદા અનુભવને અમારી પ્રોડક્ટ્સ થકી વધુ આરામદાયક અને સુંદર બનાવવો એ જ અમારું મિશન છે.

સ્થાનિક જરૂરિયાતોની ઊંડી સમજ સાથે અદ્યતન ટેક્નોલોજીને જોડીને, અમે એવા સોલ્યુશન્સ ડિલીવર કરીએ છે – એક્સપ્રેસ એલેવેટર્સ કંપની

Growing elevator market in South Gujarat including Surat-3

ગ્રાહક સંતોષ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા હંમેશાં કેન્દ્રમાં રહે છે અને અમારી બધી જ પ્રવૃતિઓમાં તે જોવા મળે છે. અમારા એલિવેટર્સની હાઈ ક્વોલિટી અને વિશ્વસનીયતાના ઉચ્ચતમ ધોરણોને જાળવીને અમે લોન્ગ ટર્મ  સંબંધો બાંધવાને પ્રાથમિકતા આપીએ છીએ. સ્થાનિક જરૂરિયાતોની ઊંડી સમજ સાથે અદ્યતન ટેક્નોલોજીને જોડીને, અમે એવા સોલ્યુશન્સ ડિલીવર કરીએ છે  જે માત્ર કાર્યક્ષમ જ નહીં , પરંતુ લોકલ જરૂરિયાતો અને અપેક્ષાઓ પ્રમાણે હોય. સુરત અને દક્ષિણ ગુજરાતમાં અમારા ગ્રાહકોની સુવિધા વધે તેવા વર્ટિકલ ટ્રાન્સપોર્ટેશનમાં શ્રેષ્ઠતા અને નવીનતા આપવા માટે અમે કટિબદ્ધ છીએ.

શ્રેષ્ઠતા, સેફટી, ઇનોવેશન અને સર્વિસ અમારા માટે સર્વોપરી છે – TRIO Elevators Co (India) Pvt. Ltd.

Growing elevator market in South Gujarat including Surat-4

શ્રેષ્ઠતા, સેફટી, ઇનોવેશન અને સર્વિસ અમારા માટે સર્વોપરી છે, જેમ જેમ આપણે ભારતની સ્કાયલાઇન્સ ઊંચી થઇ રહી છે, તેમ અમારું ધ્યાન આ ચાર પાયા પર રાખીને એલિવેટર્સ બનાવવા પર રહે છે. વેર્ટીકલ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ચાર દાયકાથી વધુના અનુભવ સાથે પ્રતિષ્ઠા, વિશ્વસનીયતા અને શ્રેષ્ઠ પરફોર્મન્સ થકી અમે ઉદ્યોગમાં એક બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. અમારા ગ્રાહકોની વધતી જરૂરિયાતોને સંતોષીને દરેક લિફ્ટ યાત્રાનો દરેક અનુભવ સરળ, સલામત અને ઝડપી બને તેની ખાતરી કરીએ છીએ. સુંદરતા  સલામતી, સુગમતા, નવીનતા, પ્રોમ્પ્ટ સર્વિસ અને પ્રોડક્ટ ક્વોલિટી સાથે અમારા અત્યાધુનિક એલિવેટર સોલ્યુશન્સ થકી સફળતાપૂર્વક લોકોની આકાંક્ષા અને અપેક્ષાઓને પૂર્ણ કર્યા પછી, TRIO સમગ્ર ભારતમાં નવા એલિવેટર્સ માટે વિશ્વસનીય બ્રાન્ડ બની છે.

ઉત્કૃષ્ટ ગુણવત્તા અને આફ્ટર સેલ્સ સર્વિસીસ અમારી પ્રાથમિકતા છે – ન્યુએજ લિફ્ટ્સ પ્રા. લિ.

Growing elevator market in South Gujarat including Surat-5

વર્ષોના અનુભવના આધારે અમારા માટે ઉત્કૃષ્ટ ગુણવત્તા અને આફ્ટર સેલ્સ સર્વિસીસ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. અમે એથિકલ બિઝનેસ કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમારા ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે સદાય સમર્પિત છીએ.

સુરતમાં 80% હોસ્પિટલો અને શાળાઓ ફિરોઝગર લિફ્ટ્સ પસંદ કરે છે – ફિરોઝગર એલિવેટર ઇન્ડસ્ટ્રીઝ

Growing elevator market in South Gujarat including Surat-6

અત્યંત સ્પર્ધાત્મક એલિવેટર માર્કેટમાં જ્યાં સ્થાનિક ભારતીય કંપનીઓ મલ્ટીનેશનલ બ્રાન્ડ્સને વધુને વધુ પડકાર આપી રહી છે, ફિરોઝગર એલિવેટરે દક્ષિણ ગુજરાતમાં એક અગ્રણી પસંદગી તરીકે ઉભરી રહી છે. વિશ્વસનીય 24-કલાક સેવા માટે મજબૂત પ્રતિષ્ઠા સાથે, ફિરોઝગરએ ગ્રાહકો માટે પસંદગીનો વિકલ્પ બનીને સ્થાનિક કુશળતાને મહત્ત્વ આપે છે. આગળ જોતાં, ફિરોઝગર જેવી સ્થાનિક કંપનીઓ ગુજરાત એલીવેટર-લિફ્ટ માર્કેટમાં પ્રભુત્વ મેળવવા માટે તૈયાર છે.  ચોવીસ કલાક સેવા પૂરી પાડવાની કંપનીની પ્રતિબદ્ધતાને કારણે હાલમાં સુરતમાં 80% હોસ્પિટલો અને શાળાઓ ફિરોઝગર લિફ્ટ્સ પસંદ કરે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :