Yugen Coffee Table Book Banner
Home Featured Knowledge Center રિઅલ એસ્ટેટમાં સૌથી વધુ અને ભ્રામક રીતે વપરાતો શબ્દ લક્ઝરી જેનો અર્થ...

રિઅલ એસ્ટેટમાં સૌથી વધુ અને ભ્રામક રીતે વપરાતો શબ્દ લક્ઝરી જેનો અર્થ ખોવાઈ ગયો છે

લક્ઝરીનો અર્થ થાય છે સમૃદ્ધિ, આરામ અને આનંદ, અનહદ ભોગવિલાસપૂર્ણ વૈભવી જીવનશૈલી જે જીવનને અસાધારણ બનાવીને તમારા સ્ટેટસને ઊંચું બનાવે.

laxurious

Estimated reading time: 4 minutes

YUGEN REALTY, SURAT

રિઅલ એસ્ટેટ માર્કેટિંગમાં ‘લક્ઝરી’ અને ‘ લક્ઝુરિયસ’ એ સૌથી વધુ વપરાતા શબ્દોમાંનો એક છે. આજે આપણે જ્યાં પણ નજર કરીએ પ્રોજેક્ટના બ્રોશરોમાં, હેડિંગમાં, સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં, યૂટ્યુબ અથવા ટીવીની જાહેરાતોમાં – આ શબ્દ આપણને બધે જ જોવા મળે છે.

જો તમે રિઅલ એસ્ટેટના બ્રોશરમાં જાહેરાતમાં ‘લક્ઝરી’ અથવા ‘લક્ઝુરિયસ’ શબ્દ જોયો નથી, તો કદાચ તમારે તેને વધુ ધ્યાનથી જોવાની જરૂર છે.

ગીચ શહેરી વિસ્તારોના ટૂંકા 1 BHK ફ્લેટ્સથી લઈને ઉપનગરોમાં હાઈ-રાઈઝ એપાર્ટમેન્ટ્સ સુધી, ‘લક્ઝરી’ શબ્દનો એટલો દુરુપયોગ કરવામાં આવ્યો છે કે તે બજારના લગભગ દરેક પ્રોજેક્ટને ફિટ થાય છે.

પરંતુ શું આ પ્રક્રિયામાં આ શબ્દનો સાચો અર્થ ગુમાવી નાખ્યો છે? કે સૌથી વધુ અને ભ્રામક રીતે વપરાતો શબ્દ : લક્ઝરી જેનો અર્થ કદાચ ખોવાઈ ગયો છે.

લક્ઝરીનો અર્થ થાય છે સમૃદ્ધિ, આરામ અને આનંદ, અનહદ ભોગવિલાસપૂર્ણ વૈભવી જીવનશૈલી જે જીવનને અસાધારણ બનાવીને તમારા સ્ટેટસને ઊંચું બનાવે.

તેમ છતાં, મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, અથવા સુરત જેવા ટિયર II શહેરોની પ્રોપર્ટી લિસ્ટિંગ પર નજર નાખો તો તમને લાગશે કે દરેક ઘર, તેની ખરેખર કિંમત કે વૅલ્યુ હોય કે નહીં પણ ‘લક્ઝરી’ કે ‘લક્ઝુરીયસ’ છે.

રિઅલ એસ્ટેટમાં સાચી લક્ઝરી ફક્ત વૈભવી જીવનશૈલી નથી; તે એક એવા સ્પેસનું નિર્માણ છે જે વૈભવી, વિશાળ, વિશિષ્ટ, અનુકૂલનક્ષમ અને સારી રીતે જાળવવામાં આવે છે. તેમાં રહેવાસીઓ માટે એવી સુવિધાઓ હોય કે જે ફાઇવ-સ્ટાર હોટલને પણ ટક્કર આપે.

પરંતુ, આજના સમયમાં, લક્ઝરી શબ્દનો વ્યાપક ઉપયોગ દુરુપયોગમાં થઇ રહ્યો છે, જેનાથી હોમ બાયર્સ અને ટેનેન્ટ્સ – ભાડુઆતોમાં નિરાશા અને ભ્રમણા પેદા થાય છે.

 જેના કારણે જે ડેવલપર્સ હકીકતમાં રોકાણ કરીને લક્ઝરી પ્રોજેક્ટ્સ આપી રહ્યા છે તેમને પણ આ ભ્રામક્તાનો ભોગ બનવું પડે છે. અને તેમના અને કહેવાતા ‘લક્ઝરી’ પ્રોજેક્ટસ વચ્ચે પ્રોપર્ટી જોયા વગર ભેદ કરવો મુશ્કેલ થઇ જાય છે.

સુરત, પુણે અને હૈદરાબાદ જેવા શહેરોમાં ‘લક્ઝરી’ નામે ગણાતા અસંખ્ય એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ વીલા પર વિચાર કરો જેમાં તેઓએ માર્બલ ફ્લોરિંગ, બ્રાન્ડેડ ફિટિંગ્સ અને મોડ્યુલર કિચન વગેરે પણ આપ્યું હશે છતાં શું તે ખરેખર લક્ઝરી છે? આ બધું એકસાથે લક્ઝરીને વ્યાખ્યાયિત કરી શકતું નથી.

એકવાર બેંગ્લોરમાં એક વૈભવી જગ્યા શોધવા માટે એક રિઅલ એસ્ટેટ એજન્ટ પર કોઈએ વિશ્વાસ કર્યો. પરંતુ જે મળ્યું તે લક્ઝરીથી દૂર હતું કે દેખાવમાં સુંદરતામાં લક્ઝરી હતું પરંતુ ક્વોલિટીમાં નહિ. નબળું સાઉન્ડ ઇન્સ્યુલેશન, અતિશય મેન્ટેનન્સ કોસ્ટ અને આરામ અને સુવિધાઓનો અભાવ હતો, તો તેને કઈ રીતે લક્ઝરી કહી શકાય.

 લક્ઝરી માત્ર દેખાવની સુંદરતા નહિ પરંતુ સાથે નક્કર ક્વોલિટી પણ હોવી જોઈએ તો જ લક્ઝરીનો અનુભવ થાય. આ અનુભવ એ સ્પષ્ટ સંકેત હતો કે ‘લક્ઝરી’ ફક્ત એક માર્કેટિંગ ગીમીક બની ગઈ છે.

સાચી લક્ઝરીમાં સુંદરતા, દેખાવ કે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રામાઈઝ ન હોવું જોઈએ. લક્ઝરી લોકેશન સાથે પણ સંબંધિત છે, તે એવા વિસ્તારોમાં રહેવા વિશે છે જ્યાં સામાન્ય વિસ્તારો લક્ઝરી હોટલની જેમ જાળવવામાં આવે છે, અને જ્યાં સમયાંતરે પ્રોપર્ટીનું મૂલ્ય, સુવિધાઓ, આરામનું મેન્ટેનન્સ કરવામાં આવતું હોય.

‘લક્ઝરી’ શબ્દના વધુ પડતા ઉપયોગથી તેનું મૂલ્ય ઓછું થઈ ગયું છે. જ્યારે વેસુ થી કતારગામ, મગદલ્લા થી એરપોર્ટ અને પાલ થી મોટા વરાછા સુધીની દરેક મિલકતને ‘લક્ઝરી’ તરીકે વેચવામાં આવે છે, ત્યારે આ શબ્દનું મહત્ત્વ ખોવાઈ જાય છે.

લક્ઝરીનો સાચો સાર તેની વિશિષ્ટતા અને વિશિષ્ટ જીવનશૈલીમાં રહેલો છે જે તેના શબ્દના અર્થમાં પણ સૂચવાય છે – એક એવી જીવનશૈલી જે ફક્ત દેખાતી સુવિધાઓ જ નહીં, પરંતુ એવી સ્પેસીસ બનાવવા વિશે છે જ્યાં રહેવાસીઓ પોતાને સાચે જ મૂલ્યવાન અને વહાલ અનુભવે.

લક્ઝરી ફક્ત એક લેબલ નથી; તે એક જીવંત અનુભવ છે. હવે સમય આવી ગયો છે કે ભારતીય રિઅલ એસ્ટેટ ઉદ્યોગે આ શબ્દનો બહુજોળ ઉપયોગ કરવાનું બંધ કરી તેને સાચી લક્ઝરી માટે જ અમલમાં લાવે. છેવટે, લક્ઝરી એ એક અપવાદ છે, ધોરણ નહીં.

શું તમને લાગે છે કે ભારતીય સંદર્ભમાં ‘લક્ઝરી’ શબ્દનો અર્થ ખોવાઈ ગયો છે, અથવા તમે હજુ પણ માનો છો કે તે આજે રિઅલ એસ્ટેટ માર્કેટમાં મૂલ્ય ધરાવે છે? આવતા અંકમાં લક્ઝરી હકીકતમાં શું છે, તેના ધારાધોરણો વિષે વિગતવાર જાણીશું.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :