Yugen Coffee Table Book Banner
Home Investment મારે પણ એક સોહામણું ઘર હોય

મારે પણ એક સોહામણું ઘર હોય

દરેક યુવાન પોતાનું પણ એક ઘર હોય એવું સપનું જોતો હોય છે અને હવે તો યુવતીઓ પણ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગે છે.

-નરેશ વણજારા, બી.કોમ , એલએલબી, એડવોકેટ, રોકાણ સલાહકાર (ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ, મુંબઈ)

Estimated reading time: 3 minutes

YUGEN REALTY, SURAT

home

દરેક યુવાન પોતાનું પણ એક ઘર હોય એવું સપનું જોતો હોય છે અને હવે તો યુવતીઓ પણ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગે છે.

આવા સંજોગોમાં પ્રોપર્ટીમાં રોકાણ કઈ રીતે કરવું , રોકાણ કરતાં પહેલાં કયા પરિબળો અંગે ધ્યાન રાખવું જેથી સપનું સાકાર થાય એ જોવું મહત્ત્વનું છે.

તો આપણે આ લેખમાળામાં પ્રોપર્ટીમાં રોકાણ કઈરીતે કરવું એની ચર્ચા કરતા રહેશું.

તો શરૂ કરીએ. સૌ પ્રથમ તો તમારો ઘર ખરીદવાનો ઉદ્દેશ શું છે એ નક્કી કરવું જરૂરી છે. એક ઉદ્દેશ એ કે તમારે ત્યાં કાયમી વસવાટ કરવો છે. એ શહેરમાં કે એ જિલ્લામાં કે ગામ હોય.

બીજો ઉદ્દેશ એ હોઈ શકે કે તમારે એક રોકાણ કરવું છે ભવિષ્યમાં એ પ્રોપર્ટીનો ભવ વધશે જ એ ગણતરીથી અને સાથે સાથે તમને ભાડાની માસિક આવક પણ મળતી રહે.તો સૌ પ્રથમ તમે એ બાબતમાં સ્પષ્ટ હોવું જરૂરી છે કે તમારે શા માટે ઘર ખરીદવું છે.

જો રહેવા માટે ઘર ખરીદવું છે તો કયા શહેરમાં તમે કાયમી વસવાટ કરવા માંગો છો એ નક્કી કરવું જરૂરી છે.

મારા મતે તમે આ નક્કી કરી શકો ૩૫ વર્ષની ઉમર બાદ કારણ કે ત્યારે તમે નોકરી કે ધંધામાં સ્થિર થઇ ગયા હોવ,લગ્ન કરી સંસાર પણ માંડ્યો હોય અને સંતાન પણ હોય,આમ એક કુટુંબની જવાબદારીમાં તમે સ્થિર થઇ જાવ એટલે ત્યારે કાયમી વસવાટ ક્યાં કરવો એ નક્કી કરી શકો.

જો તમારે રોકાણ માટે ઘર ખરીદવું હોય તો ત્યારે એ તમારું બીજું ઘર હોવું જરૂરી છે કારણ કે જ્યાં સુધી તમે કોઈ એક જગ્યાએ સ્થિર વસવાટ કરવા માંગતા ના હોવ તો ત્યાં પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી એની સંભાળ ભવિષ્યમાં કઈ રીતે લેશો એનું કોઈ આયોજન નહીં થઇ શકે અને રોકાણ તમને સોના કરતાં ઘડામણ મોંઘુ થાય એવું પણ બની શકે.

ખાસ તો વિદેશમાં ભણવા જતાં યુવાનોએ આ બાબતમાં ખાસ આયોજન કરવું જરૂરી છે. હવે ઘણાં વિદેશ જનારા પોતાનો સ્ટાર્ટ અપ ધંધો કે વ્યવસાય હોય એવું વિચારતા હોય છે અને એવ માટે ભારત પાછા ફરવાનું આયોજન કરવા માંડયા છે તો આ વિદેશમાં રહેતાં યુવાનોને તો હું કહીશ કે જો તમે ભારત પાછા ફરવા માંગતા હોવ તો સૌ પ્રથમ ભારતમાં જ એક ઘર ખરીદી એમાં રોકાણ કરો.

 એના બે કારણો છેઃ

એક તો તમે ત્યાં ભાડાના ઘરમાં સરસ રીતે રહી શકો છો અને ત્યાં સસ્તા દરે લોન લઇ ભારતમાં પ્રોપર્ટી લઇ શકો છો અને ત્યાં સુધી ભાડાની આવક પણ ચાલુ કરી શકો છો.

આજે હવે પ્રોપર્ટી કેર ટેકર એટલે કે તમારી પ્રોપર્ટીની કાળજી રાખનારનો પણ વ્યવસાય શરૂ થયો છે ,ખાસ તો ગોવા જેવા રાજ્યમાં. વળી પ્રોપર્ટી એજન્ટો પણ આ કામ મોટા ગ્રાહકો માટે કરતા હોય છે.

આ કેર ટેકિંગ માટે એક વકીલ દ્વારા એગ્રીમેન્ટ પણ થતાં હોય છે. એથી કોઈ સગાનાં ભરોસે હવે અવલંબનની જરૂરી નથી.

આમ પ્રોપર્ટી રોકાણ માટે હવે વધુ સરળ બન્યું છે.

પ્રોપર્ટીના રોકાણમાં આજ સુધીમાં જે વળતરના આંકડા જોવામાં આવ્યા છે એ ૮% થી ૧૦% સીએજીઆર (કીમ્યુલેટીવ એન્યુઅલ ગ્રોથ રેટ ) છે. અને જો એની કાળજી લેવાય તો સલામત રોકાણ છે.

હવે પછી આપણે જોઈશું કે પ્રોપર્ટીમાં રોકાણ કરવા કેટલી મૂડી જોઈએ અને એનું આયોજન કઈ રીતે કરી શકાય.

પરંતુ હાલ એટલું જ કહીશ કે જો તમારે પ્રોપર્ટીમાં રોકાણ કરવું હોય તો તમારા પહેલાં પગારથી જ ઇક્વિટી મ્યુચ્યુઅલફંડમાં દર મહીને રોકાણ કરવાનું શરૂ કરી દો સાથે સાથે શેર રોકાણ માટે પણ તૈયાર થઇ જાવ.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :