Yugen Coffee Table Book Banner
Home Building Materials AAC બ્લોક્સ : એક સસ્ટેનેબલ અને ઈકો-ફ્રેન્ડલી બિલ્ડિંગ સોલ્યુશન,મેજીક્રેટ બિલ્ડિંગ સોલ્યુશન્સ ગ્રીન...

AAC બ્લોક્સ : એક સસ્ટેનેબલ અને ઈકો-ફ્રેન્ડલી બિલ્ડિંગ સોલ્યુશન,મેજીક્રેટ બિલ્ડિંગ સોલ્યુશન્સ ગ્રીન પ્લાનેટ પ્રોત્સાહન આપવામાં અગ્રણી

આબોહવા માટે વધતી જતી ચિંતા સાથે, આઠ બ્લોક્સ પોર્ટેબિલિટી માટે વધુ સુરક્ષિત, ભારે-વજન માળખાં પ્રદાન કરે છે.

AAC blocks: Eco-friendly, lightweight, insulating solution for sustainable construction amid rising climate concerns

Estimated reading time: 5 minutes

YUGEN REALTY, SURAT

થર્મલ ઇન્સ્યુલેશન, ફાયર રેઝિસ્ટન્સ અને સાઉન્ડ ઇન્સ્યુલેશન સહિતની વિશિષ્ટ લાક્ષણિકતાઓને કારણે AAC બ્લોક્સે વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી છે. એકલા ભારતમાં, 92 મિલિયન ક્યુબિક મીટરથી વધુ AAC બ્લોક્સનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, જેના કારણે લગભગ 106 મિલિયન ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો થયો છે અને એનેર્જી કન્ઝમ્પશનમાં 22.15 GWનો ઘટાડો થયો છે. AAC બ્લોક્સ માટે વૈશ્વિક બજારનું કદ 6.7% ના કમ્પાઉન્ડ  વાર્ષિક ગ્રોથ રેટ (CAGR) સાથે $18.5 બિલિયન હોવાનો અંદાજ છે. ભારતમાં, AAC બ્લોક્સ માર્કેટ આશરે $675 મિલિયન (રૂ. 5,535 કરોડ)નું  છે અને આગામી વર્ષોમાં તે 18%ના CAGRથી વધવાની ધારણા છે.

AAC બ્લોક્સના ફાયદા :

લાઈટવેઇટ : એએસી બ્લોક્સ તેમની હળવી પ્રકૃતિ હોવા છતાં સારી એવી મજબૂતી ધરાવે છે. લગભગ 4 N/mm² ની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સાથે, તેઓ ટ્રેડિશનલ રીતે વાપરાતી ઇંટોને વટાવી જાય છે અને કોંક્રિટ બ્લોક્સ સાથે સરખામણી કરી શકાય છે. એએસી બ્લોક્સનો હાઈ સ્ટ્રેન્થ-ટુ-વેઇટ રેશિયોને કારણે તેના દ્વારા બાંધવામાં આવેલી ઇમારતોને ભૂકંપ, વાવાઝોડા અને પૂર જેવી કુદરતી આફતો માટે વધુ પ્રતિરોધક બનાવે છે.

થર્મલ ઇન્સ્યુલેશન અને ઈકો-ફ્રેન્ડલી : AAC બ્લોક્સ થર્મલ ઇન્સ્યુલેશનમાં શ્રેષ્ઠ છે, જે તેમને ખૂબ જ ગરમીવાળા પ્રદેશોની બિલ્ડિંગ્ઝ માટે આદર્શ બનાવે છે. ગરમ આબોહવામાં, તેઓ ગરમીનું શોષણ ઘટાડે છે, સ્ટ્રકચરને 5°C સુધી ઠંડુ રાખે છે. ઠંડી આબોહવામાં, તેઓ ગરમીને બહાર નીકળતા અટકાવે છે, ગરમી જાળવી રાખવામાં મદદ કરે છે. પરિણામે, AAC બ્લોક્સ સાથે બાંધવામાં આવેલી ઇમારતોને ગરમી અને ઠંડક માટે ઓછી ઊર્જાની જરૂર પડે છે, ઊર્જા કાર્યક્ષમતા અને ઇકોલોજીકલ સ્ટેબિલિટીને પ્રોત્સાહન આપે છે.

ફાયર રેઝિસ્ટન્ટ : AAC બ્લોક્સ અસાધારણ ફાયર રેઝિસ્ટન્ટ હોય છે, જેમાં ચાર કલાકથી વધુ સમય સુધી આગનો સામનો કરવાની ક્ષમતા હોય છે. કોંક્રિટની અંદરના એર પોકેટ્સ ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે, જે ગરમીના પ્રવેશને અવરોધે છે. વધુમાં, AAC બ્લોક્સમાં લગભગ 1600°C નો હાઈ મેલ્ટીંગ પોઇન્ટ હોય છે, જે તેમને ડીફૉર્મેશન વગર ઊંચા તાપમાનનો સામનો કરવા સક્ષમ બનાવે છે.

સસ્ટેનેબલ અને કોસ્ટ-ઇફેકટીવ : AAC બ્લોક્સ ઉધઈ અને ઉંદરો જેવા જીવાતોને પ્રતિરોધે છે, જે લાકડા અને કોંક્રિટ જેવી પરંપરાગત મકાન સામગ્રીને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે. આ લાક્ષણિકતા તેમની સસ્ટેનેબલીટી વધારે છે અને લાંબા ગાળાની જાળવણી અને સમારકામ ખર્ચ ઘટાડે છે. વધુમાં, AAC બ્લોક્સ પર્યાવરણને અનુકૂળ છે, કારણ કે તેમની ઉત્પાદન પ્રક્રિયા ઓછી કચરો પેદા કરે છે અને પરંપરાગત સામગ્રીની સરખામણીમાં ઓછી ઊર્જા વાપરે છે. વધુમાં, AAC બ્લોક્સ ફ્લાય એશમાંથી બનાવવામાં આવે છે, જે રાષ્ટ્રીય કચરો છે, તે લાલ માટીની ઇંટોની સરખામણીમાં વધુ સસ્ટેનેબલ પસંદગી છે. લાલ ઈંટ ફળદ્રુપ જમીનનો ઉપયોગ કરવાની જરૂર પડે છે જયારે  AAC બ્લોક વેસ્ટનો બેસ્ટ ઉપયોગ કરે છે.

ઉપયોગમાં સરળતા : AAC બ્લોક્સ સાથે કામ કરવું સરળ છે, જે તેમને બિલ્ડરો અને આર્કિટેક્ટ્સમાં લોકપ્રિય બનાવે છે. પરંપરાગત સાધનોનો ઉપયોગ કરીને તેઓને કાપી, ડ્રિલ્ડ અને આકાર આપી શકાય છે, અને તેમની લાઈટવેઇટ હોવાને કારણે તેનું ટ્રાન્પોર્ટેશન અને ઑન-સાઇટ હેન્ડલિંગની સુવિધા સરળ કરી આપે છે. આ કન્સ્ટ્રક્શન પ્રોસેસને સરળ બનાવે છે, શ્રમ અને સમયની જરૂરિયાતો ઘટાડે છે અને છેવટે ખર્ચ બચાવે છે.

જેમ જેમ ટ્રેડિશનલ બિલ્ડિંગ મરિરિયલની કિંમતો સતત વધી રહી છે, AAC બ્લોક્સ કોસ્ટ-ઇફેકટીવ લાંબા ગાળાના વિકલ્પ સાબિત થઈ શકે છે. AAC બ્લોક્સની સસ્ટેનેબીલીટી, એનર્જી એફિશિએન્સી, લો મેન્ટેનન્સ જરૂરિયાતો અને ગરમી અને ઠંડક માટે ઓછી ઊર્જા વપરાશની જરૂરિયાત પડે છે, જે ઓપરેશનલ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.

આવા જ એક સસ્ટેનેબલ બિલ્ડિંગ મટિરિયલના મેન્યુફેક્ચરર છે મેજીક્રેટ બિલ્ડિંગ સોલ્યુશન્સ તેઓ AAC બ્લોક્સ મેન્યુફેક્ચરિંગમાં ભારતમાં એક મોટા પ્લેયર છે. ગ્રીન બિલ્ડિંગ મટિરિયલ્સમાં અગ્રણી તરીકે, મેજીક્રેટ ઇનોવેટિવ કન્સ્ટ્રક્શન લોકોને તેમના ઘરો વધુ સારા, સસ્તા અને ઝડપી બનાવવામાં મદદ કરે છે.

સૌરભ બંસલ, મેજિક્રેટના સહ-સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર, સસ્ટેનેબીલીટી પર ભાર મૂકતા જણાવે છે કે, “મેજિક્રેટ સસ્ટેઇનેબલ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીના મહત્ત્વને સમજે છે. અમારા AAC બ્લોક્સ કાર્બન એમિશન ઘટાડવામાં, નેચરલ રીસોર્સીસના સંરક્ષણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નેચરને નુકસાન પહોંચાડતા વેસ્ટને ઘટાડીને અમે ગ્રીન અને વધુ સસ્ટેનેબલ ભવિષ્ય માટે ઈકો-ફ્રેન્ડલી સામગ્રી અપનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

પુનીત મિત્તલ, સહ-સ્થાપક અને સીએ, ઉમેરે છે, “અમે બાંધકામ ઉદ્યોગમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મહત્ત્વને સમજીને તેને અનુરૂપ નવીનતાસભર AAC પ્રોડક્ટ્સ માર્કેટને આપીને ડેવેલોપર્સ અને ગ્રાહકો બંને માટે વીન-વીન પરિસ્થિતિનું નિર્માણ કરીયે છીએ જે તેમને આધુનિક જીવનશૈલી સાથે તાલ મિલાવીને ચાલવામાં મદદરૂપ બને છે. ઈકો-ફ્રેન્ડલી વે માં ઉદ્યોગનો વિકાસ એ જ અમારું લક્ષ્ય છે.”

ક્લાઈમેટ ચેન્જ અને વારંવાર થતી એકસ્ટ્રીમ વેધર ઈવેન્ટ્સને ધ્યાનમાં રાખીને, મજબૂત અને ટકી શકે તેવા બિલ્ડિંગ મટિરીયલની માંગ વધી રહી છે. AAC બ્લોક્સ ઘણા બધા ફાયદાઓ આપે છે જે તેમને મજબૂત અને ટકી શકે તેવા સ્ટ્રક્ચરના નિર્માણ માટે આદર્શ બનાવે છે. કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ માટે ટ્રેડિશનલ બિલ્ડિંગ મટિરીયલની સરખામણીમાં અસંખ્ય ફાયદાઓ આપતા AAC બ્લોક્સ ઇનોવેટિવ અને સસ્ટેઇનેબલ બિલ્ડિંગ મટિરિયલ સોલ્યુશન છે.  સ્ટ્રેન્થ, સસ્ટેનેબીલીટી, ઊર્જા કાર્યક્ષમતા, ઉત્તમ થર્મલ અને સાઉન્ડ ઇન્સ્યુલેશન, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં ઘટાડો, પાણીની બચત,હાઈ સ્ટ્રેન્થ-ટુ-વેઇટ રેશિયો, ફાયર અને પેસ્ટ રેઝિસ્ટન્ટ તેના મુખ્ય વિશેષતાઓ અને ફાયદાઓ છે.

કન્સ્ટ્રક્શનમાં AAC બ્લોકના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે બિલ્ડરો, આર્કિટેક્ટ્સ અને ડેવલોપર્સે તેના લાભો વિશે શિક્ષિત અને વધુ જાગૃત થવાની જરૂર છે. ટેક્સ રિબેટ, સબસિડી અને અન્ય પ્રોગ્રામ્સ દ્વારા AAC બ્લોક્સ જેવા સસ્ટેઇનેબલ બિલ્ડિંગ મટિરિયલને અપનાવવા માટે પ્રોત્સાહન આપીને સરકારો અસરકારક ભૂમિકા ભજવી શકે છે. AAC બ્લોક્સ અને અન્ય સસ્ટેઇનેબલ બિલ્ડિંગ મટિરિયલના ઉપયોગને પ્રોત્સાહન આપીને, આપણે  ભાવિ પેઢીઓ માટે મજબૂત અને સસ્ટેનેબલ પર્યાવરણના વિકાસને પ્રોત્સાહન આપી શકીએ છીએ.

ગ્લોબલ ક્લાઈમેટ ચેન્જના પડકારને પહોંચી વળવામાં રિઅલ એસ્ટેટ સેક્ટર તરફથી  AAC બ્લોક એક નાની પરંતુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે . આવા સસ્ટેનેબલ ઈકો અને ફ્રેન્ડલી મટિરીયલ પર્યાવરણને અનુકૂળ કન્સ્ટ્રક્શનમાં મદદરૂપ સાબિત થયું છે અને તેમાં મેજિક્રેટ જેવી કંપનીઓનું યોગદાન ઉલ્લેખનીય છે. ભવિષ્યની પેઢીઓ માટે પ્લેનેટને વધુ ગ્રીન બનાવવામાં પ્રોત્સાહન આપે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :