Estimated reading time: 2 minutes
YUGEN REALTY, SURAT
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ (ICEA), સુરત દ્વારા તેના સભ્યો અને તેમના પરિવારજનો માટે કરાઓકે મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોન્ક્રીટ અને બ્લૂપ્રિંટ્સની દુનિયામાં જીવતા પ્રોફેશનલ માટે સર્વે સહધંધાર્થીઓને સપરિવાર મળવાનો અને ઇવેન્ટને એન્જોય કરવાનો આ અનેરો લહાવો હતો.
આ કાર્યક્રમને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો જેમાં ભાગ લેનારા સભ્યોએ ઉત્સાહપૂર્વક માઇક્રોફોન હાથમાં લઈ પોતાની મનગમતી ધૂન પર ગીતો ગાયા હતા.
આ ઉલ્હાસભર્યા વાતાવરણમાં, સભ્યો અને તેમના પરિવારજનોએ એકબીજાને પ્રોત્સાહિત કરીને અનોખી ઊર્જા અને ઉત્સાહનું સર્જન કર્યું હતું.
આર્કિટેક્ટ્સ અને ઇજનેરોને, જેમને સામાન્ય રીતે ગંભીર માનવામાં આવે છે, તેઓના સહજ અને સર્જનાત્મક પાસાંને દર્શાવતા જોઈને લોકોને ખૂબ આનંદ મળ્યો હતો.
કરાઓકે સિસ્ટમ એ આનંદ અને સંગીતનું અનોખું મિશ્રણ છે ગીત સંગીતની મજા માણવાની સુંદર તક આપે છે.
આ સાંજે સોલો, ડ્યુએટ અને ગ્રૂપ પર્ફોર્મન્સનો સુમેળ ઓડિટોરિયમમાં ગુંજી ઊઠ્યો હતો. ભાગ લેનારા અને હાજર રહેલા સૌના આનંદ અને ઉત્સાહને કારણે આ ઇવેન્ટ યાદગાર બની ગઈ.
આ સંગીતમય સાંજ મનોરંજનની સાથે ICEAના સભ્યો વચ્ચેના સંબંધોને પણ મજબૂત બનાવનાર સાબિત થઈ હતી. ગીત સંગીત અને મિત્રો તેમજ પરિવારના સભ્યો એક સાથે હોય તો એ પળો હંમેશાં યાદગાર બની રહે છે એ આ પ્રકારની ઇવેન્ટ પરથી સમજી શકાય છે અને તેની અનુભૂતિ પણ કરી શકાય છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE



















