Estimated reading time: 4 minutes
YUGEN REALTY, SURAT

સતત ઝડપથી વિસ્તરી રહેલા સુરતના રિઅલ એસ્ટેટ માર્કેટના પાયામાં અનેક લોકોનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. આવા સંજોગોમાં સુરતના રિઅલ એસ્ટેટ માર્કેટમાં છેલ્લા 35 વર્ષથી બ્રોકરેજ ક્ષેત્રે જતીન શાહ સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે. ત્રણ દાયકાથી વધુ સમયથી જતિન શાહ શહેરના પ્રોપર્ટી માર્કેટના વિકાસના સાક્ષી છે અને તેમાં તેમનું મહત્ત્વપૂર્ણ કહી શકાય એવું યોગદાન આપી રહ્યા છે. 1989માં નાની શરૂઆતથી લઈને RERA રજિસ્ટર્ડ રિઅલ એસ્ટેટના સફળ બ્રોકર બનવા સુધીની તેમની સફર દ્રઢતા, દૂરંદેશી અને સતત કાર્યશીલ રહેવાની તેમની ઘગશનું પરિણામ છે.
રિઅલ એસ્ટેટમાં જતીન શાહની શરૂઆત રિલાયન્સ, એસ્સાર અને ગેઈલ જેવી હજીરાની મોટી ઔદ્યોગિક કંપનીઓના કર્મચારીઓમાં ગુણવત્તાયુક્ત રેસિડેન્ટની વધતી માંગ સાથે થઇ હતી. આ ક્ષેત્રમાં તકને પારખીને, જતીનભાઈ ઝડપથી આગળ વધ્યા જેમાં ફર્નિશ્ડ ફ્લેટથી લઈને રો હાઉસ અને બંગલા સુધીના ભાડાના વિકલ્પોની શ્રેણી તેમણે કર્મચારીઓની યોગ્યતા અને ડિમાન્ડ પ્રમાણે પૂરી પાડી. ગ્રાહકોની જરૂરિયાતો અંગેની તેમની ઝીણવટભરી સમજ અને તમામ વિગતોને ધ્યાનમાં રાખવાની કુનેહને કારણે તેઓએ લોયલ ગ્રાહકોનો મોટો બેઝ બનાવ્યો જેના કારણે તેમને આ વ્યવસાયમાં આગળનો પંથ ખૂબ સારી રીતે કાપવાની સતત પ્રેરણા મળતી ગઇ.

શરૂઆતના વર્ષો દરમિયાન, 1989 થી 1994 સુધી, જતિનભાઈએ અગ્રણી ડેવલપર્સ સાથે મજબૂત સંબંધો કેળવ્યા, અને કાયમી બિઝનેસનો પાયો નાખ્યો. આ સમયગાળા દરમિયાન તેમની પ્રતિષ્ઠા વિશ્વસનીય ચેનલ પાર્ટનર/બ્રોકર તરીકેની સ્થાપિત થવા લાગી જેમાં સંતુષ્ટ ગ્રાહકો લાંબા ગાળા માટે તેમની સાથે જોડાઈ રહ્યા, રેફરલ બિઝનેસ આપ્યો અને તેમના વ્યવસાયના વિકાસને વેગ આપ્યો હતો.
2006 પછી સુરતના કોર્પોરેટ ક્ષેત્રનો વિકાસ થયો હોવાથી, જતિનભાઈએ કોર્પોરેટ લીઝિંગની ડિમાન્ડ્સને પૂરી કરવાનું કામ ચાલુ કર્યું તેઓ નેશનલ રિઅલ્ટર એસોસિએશનના મેંબર બન્યા. કોર્પોરેટ ક્લાયન્ટ્સની વધતી જતી માંગને પૂરી કરવા માટે તેમની સર્વિસીઝમા ફર્નિશ્ડ ઓફિસ સ્પેસનો સમાવેશ કરવામાં આવ્યો. આ નવા વિકલ્પે તેમને ડેવલપર્સ, ઇન્વેસ્ટર્સ અને કોર્પોરેટ ઓફિસ સ્પેસ ભાડે લેનારાઓ માટે પરસ્પર ફાયદાકારક ઇકોસિસ્ટમ પણ બનાવી.
જતિનભાઈની નિપુણતા સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ માટે લીઝિંગ, લાભદાયી તકો ઓળખી, સમજદાર રોકાણકારોને લીઝડ મિલકતોના વેચાણની સુવિધા થકી, સામેલ તમામ સ્ટેકહોલ્ડરસ માટે વિન-વિન વાતાવરણ ઊભું કર્યું. આજે તેમના પ્રતિષ્ઠિત ગ્રાહકોના યાદીમાં SBI, કોટક મહિન્દ્રા બેંક, એમઆરએફ, ઓએનજીસી, ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિ., IIFL, HDFC, બ્લુ ડાર્ટ, ફર્સ્ટ ફ્લાઇટ કુરિયર્સ, વિજયા બેંક, રિલાયન્સ ઇન્ડ. લિ. વગેરે વગેરે સામેલ છે જેમને બેંકો, ઓફિસો, શોરૂમ્સ, દુકાનો, રિટેલ આઉટલેટ્સ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ, હોસ્પિટલો અને વેરહાઉસીસ માટે યોગ્ય પ્રોપર્ટીઝ આપી છે.

સચિન, કડોદરા, હોઝીવાલા, પાંડેસરા અને ઉધના જેવા ઇન્ડસ્ટ્રીઅલ હબમાં ઇન્ડસ્ટ્રીઅલ પ્રોપર્ટી લીઝ પર આપવાનું સાહસ જતિન ભાઇની કારકિર્દીમાં વધુ એક લેન્ડમાર્ક છે. તેમની નિપુણ વાટાઘાટો અને નાણાકીય સંસ્થાઓ સાથેના મજબૂત સંબંધોએ ઔદ્યોગિક રિઅલ એસ્ટેટમાં વિશ્વાસપાત્ર કન્સલ્ટન્ટ તરીકે તેમની સ્થિતિ મજબૂત કરી.
જતીન શાહ તેમની સફળતાનો શ્રેય તેમના મજબૂત નેટવર્ક, રિલેશનશિપ, સમર્પણ અને પ્રામાણિકતાને આપે છે. અર્થપૂર્ણ જોડાણો બનાવવાની અને બજારની ગતિશીલતાને સમજવાની તેમની ક્ષમતા સુરતના ગતિશીલ રિઅલ એસ્ટેટ માર્કેટમાં સફળતાનો પાયો બની છે. એક પ્રોફેશનલ રિઅલ્ટર તરીકે તેમને પોતાને સતત એજ્યુકેટ કરતા રહ્યા. તેમણે બેંગલુરુથી રિઅલ એસ્ટેટ મેનેજમેન્ટમાં ડિપ્લોમાનો કોર્સ કર્યો અને સુરતની એક ઇન્સ્ટિટ્યૂટમાંથી પણ રિઅલ એસ્ટેટ માટે એક કોર્સ કર્યો.
જતીન શાહ આગામી સમયમાં એલકેપી સવાણી રોડ, પાલ ગૌરવપથ રોડ, જહાંગીરપુરા-જહાંગીરાબાદ અને આઉટર રિંગ રોડ પ્રોપર્ટી માર્કેટને ઊભરતા વિસ્તારોમાં તરીકે જુવે છે. માર્કેટના ગ્રોથ ટ્રેન્ડ અંગેની તેમની દીર્ધ દૃષ્ટિ ડેવલપર્સ અને રોકાણકારોને બંનેને સારી તકો તરફ લઇ જવા માટે યોગ્ય છે. જતીન શાહની સફર મજબૂતી, સમયને પારખીને સમય સાથે ચાલવાની અનુકૂલનક્ષમતા અને તેમના ગ્રાહકોને બેસ્ટ વસ્તુઓ મળે માટે તેમનો આગ્રહ તેમની આ બ્રોકરેજની સફરને હજુ વધુ આગળ લઇ જવા તૈયાર છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE



















