Yugen Coffee Table Book Banner
Home Featured Consumer Corner સુરત-દક્ષિણ ગુજરાતમાં રિઅલ એસ્ટેટ માર્કેટમાં RE/MAX® ક્રાંતિકારી પરિવર્તન લાવવા તૈયાર

સુરત-દક્ષિણ ગુજરાતમાં રિઅલ એસ્ટેટ માર્કેટમાં RE/MAX® ક્રાંતિકારી પરિવર્તન લાવવા તૈયાર

વુમન ઈન્ટિગ્રેટેડ બિઝનેસ એક્સ્પો (WIBE) ઇવેન્ટને RE/MAX® દ્વારા પ્રોત્સાહન

Estimated reading time: 4 minutes

YUGEN REALTY, SURAT

 દેશનો રિઅલ એસ્ટેટ ઉદ્યોગ શહેરીકરણ, આર્થિક વિકાસ અને મિલકતોની વધતી માંગને કારણે નોંધપાત્ર રીતે વિકસી રહ્યો છે. સુરત-દક્ષિણ ગુજરાત, જે તેના હીરા અને કાપડ ઉદ્યોગો માટે જાણીતું છે, જે ઝડપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથનું સાક્ષી છે, , અહીંનું રિઅલ એસ્ટેટ માર્કેટ સરખામણીમાં અસંગઠિત છે જ્યાં પ્રોફેશનાલિઝમ વધારવા, પ્રેક્ટિસીસને સુધારવા, કાર્યોને સુવ્યવસ્થિત કરવા, બિનકાર્યક્ષમતા ઘટાડવા અને પારદર્શિતા વધારવાની અઢળક તક છે.

RE/MAX® : રિઅલ એસ્ટેટ સર્વિસીસમાં ગ્લોબલ લીડર

RE/MAX® રિઅલ એસ્ટેટ મેક્સિમમ્સનું શોર્ટ ફોર્મ છે, વર્ષ 1973થી રિઅલ એસ્ટેટ ઉદ્યોગમાં અગ્રણી રિઅલ એસ્ટેટ ફ્રેન્ચાઇઝર્સ છે અને તેનું મુખ્ય મથક ડેનવર, કોલોરાડો, યુએસમાં છે. યુએસ, કેનેડા, જર્મની, સ્પેન, ઇટાલી, યુકે, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ભારત, ચીન, તુર્કી, જાપાન સહિત 110થી વધુ દેશોમાં 1,40,000થી વધુ એજન્ટોનું નેટવર્ક ધરાવે છે. તેમના નવીન અભિગમ અને શ્રેષ્ઠતા માટેની પ્રતિબદ્ધતાએ રિઅલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શનમાં ક્રાંતિ લાવી છે. ચેનલ પાર્ટનર્સ, બ્રોકર્સ, એજન્ટો, રિઅલ એસ્ટેટ ડેવલપર્સ, રોકાણકારો અને પ્રોપર્ટી બાયર્સ માટે નિર્ણાયક રૂપે મદદરૂપ થાય છે.

સર્વિસીસ, ઉપયોગીતા અને લાભો

ચેનલ પાર્ટનર – બ્રોકર અને એજન્ટો

RE/MAX® સર્વિસીસની વિશાળ શ્રેણી સાથે રિઅલ એસ્ટેટ માર્કેટની વિવિધ જરૂરિયાતો પૂરી કરે છે. બ્રોકર્સ અને એજન્ટો માટે, RE/MAX® અદ્યતન ટ્રેનિંગ કાર્યક્રમો, અત્યાધુનિક ટેકનોલોજી અને વ્યાપક માર્કેટિંગ સંસાધનો પૂરા પાડે છે. RE/MAX® સતત પ્રોફેશનલ ગાઈડન્સ – ડેવલપમેન્ટ આપે છે, એજન્ટોને નવીનતમ ઉદ્યોગ જાણકારી, નોલેજ અને તાલિમના માધ્યમથી સજ્જ કરે છે. તે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ, લીડ જનરેશન અને ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ માટે ઉપલબ્ધ કરાવીને ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો કરે છે.

RE/MAX®ના મેમ્બર બનવાના ફાયદા

RE/MAX®નું બિઝનેસ મોડલ સ્પર્ધાત્મક બજારમાં ખીલવા માટે જરૂરી સંસાધનો સાથે ચેનલ પાર્ટનર્સ – બ્રોકર્સ અને એજન્ટોને સશક્ત બનાવે છે. એજન્ટ પ્રોડક્ટિવિટી અને નફાકારકતા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. સારું કમિશન ઓફર કરીને અને ઓવરહેડ ખર્ચમાં ઘટાડો કરીને, RE/MAX® એજન્ટોને તેમની કમાણી વધારવા અને વધુ નાણાકીય સફળતા પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે.

નેટવર્કિંગ અને માર્કેટ ગ્રોથ : RE/MAX®નું વ્યાપક વૈશ્વિક નેટવર્ક એજન્ટોને વિશ્વભરમાં ખરીદ-વેચાણ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે, સુરતમાં બેસીને તેઓ વિશ્વભરમાં વેપાર કરી શકે છે. આ કનેક્ટિવિટી ગ્રાહકોને વિકલ્પોની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે અને વૈશ્વિક ગ્રાહકો માટે પ્રોપર્ટીઝનું માર્કેટિંગ થાય તેની ખાતરી આપે છે.

ટ્રેનિંગ અને સતત શિક્ષણ : RE/MAX®ની સતત શીખવાની પ્રતિબદ્ધતા બ્રોકર્સ અને એજન્ટોને ઉદ્યોગના ટ્રેન્ડ્ઝની જાણકારીથી આગળ રહેવામાં અને બિઝનેસને વધારવામાં મદદ કરે છે. RE/MAX® યુનિવર્સિટી અને અન્ય ટ્રેનિંગ પહેલ કૌશલ્ય વધારવા અને કારકિર્દીમાં ઉન્નતિ માટે સંસાધનો પૂરા પાડે છે, ટ્રેનિંગ એજન્ટોને શ્રેષ્ઠ સર્વિસ આપવા માટે સજ્જ કરે છે.

રિઅલ એસ્ટેટ ડેવલપર્સ

RE/MAX® રિઅલ એસ્ટેટ ડેવલપર્સને બજારનું વિશેષ ઇન્સાઇટ અને ક્વોલિફાઈડ બાયર્સ અને ઇન્વેસ્ટર્સના વિશાળ નેટવર્ક સાથે જોડે છે. તેની વૈશ્વિક પહોંચ ડેવલપર્સને વ્યાપક ક્લાયન્ટ બેઝને આકર્ષીને આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ મેળવવા સક્ષમ બનાવે છે. RE/MAX® ડેવલપર્સને તેમના પ્રોજેક્ટ્સને અસરકારક રીતે સ્થાનિક જરૂરિયાતોને સમજીને કુશળતા સાથે માર્કેટિંગ કરવામાં અને શ્રેષ્ઠ વેચાણ પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તેઓ તેમના પ્રોજેક્ટ્સનું સંપૂર્ણ માર્કેટિંગ પણ RE/MAX® ચેનલ પાર્ટનર – બ્રોકર અને એજન્ટો દ્વારા અસરકારક રીતે કરાવી શકે છે.

ઇન્વેસ્ટર્સ

ઇન્વેસ્ટર્સ RE/MAX® માર્કેટ એનાલિસિસ અને ઇન્વેસ્ટર સલાહકાર સર્વિસીસનો લાભ મેળવી શકે છે, આકર્ષક અને નવી તકોને જાણીને તેનો ઉપયોગ કરી શકે છે  જેથી રોકાણકારોને જાણકાર નિર્ણયો લેવામાં, મહત્તમ વળતર અને જોખમ ઘટાડવામાં મદદ થાય છે. RE/MAX® ના એજન્ટો નફાકારક રિઅલ એસ્ટેટ પોર્ટફોલિયોના નિર્માણમાં સહાયતા કરીને માર્કેટ ટ્રેન્ડ્ઝ, પ્રોપર્ટીના મૂલ્યો અને ક્યાં રોકાણ કરવું લાભદાયક થશે તેના વિષે વિગતવાર જાણકારી આપે છે.

પ્રોપર્ટી બાયર્સ

પ્રોપર્ટી બાયર્સ માટે, RE/MAX® એક સીમલેસ અને વ્યક્તિગત અનુભવ આપે છે. એજન્ટો બાયર્સની જરૂરિયાતો અને પસંદગીઓને સમજીને તેને અનુરૂપ પ્રોપર્ટી સૂચવે છે અને યોગ્ય માર્ગદર્શન આપે છે. પ્રોપર્ટી જોવાથી લઈને વાટાઘાટો અને ડીલ ક્લોઝ કરવા સુધી, RE/MAX® દરેક પગલા પર બાયર્સને સહાયતા આપે છે, પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવીને જાણકાર નિર્ણય લેવામાં મદદરૂપ બને છે.

RE/MAX® અપનાવતા પ્રતિષ્ઠિત ડેવલપર્સ

સુરત સ્થિત પ્રતિષ્ઠિત રિઅલ એસ્ટેટ ડેવલપર ટ્રાયમ રિઅલ્ટીએ તેમના પ્રોજેક્ટ સેલ્સ માટે RE/MAX® સર્વિસીસ પસંદ કરી છે. ટ્રાયમ રિઅલ્ટીનો ઉદ્દેશ્ય વિશ્વસનિય અને RE/MAX®ના વ્યાપક નેટવર્ક દ્વારા વધુ સારું પરિણામ મેળવવાનો છે.

સુરત ખાતે મહિલા સાહસિકતાની ઉજવણી અને પ્રોત્સાહન માટે RE/MAX® દ્વારા WIBE ઇવેન્ટ સ્પોન્સરશિપ

RE/MAX® તાજેતરમાં સુરતના વિજય લક્ષ્મી હોલ ખાતે 26-28 જુલાઈ 2024 દરમિયાન યોજાનાર વુમન ઈન્ટિગ્રેટેડ બિઝનેસ એક્સ્પો (WIBE) માટે ટાઈટલ સ્પોન્સર બન્યા છે. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય મહિલાની બિઝનેસ સ્પિરિટને પ્રોત્સાહન આપવાનો છે, મહિલા સાહસિકોને તેમના બિઝનેસ એક્ઝિબીટ કરવા અને ગ્રાહકો અને ઇન્વેસ્ટર્સ સાથે જોડાવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. RE/MAX® ની સ્પોન્સરશિપ બિઝનેસ કમ્યુનિટીને ટેકો આપવા અને રિઅલ એસ્ટેટ સેક્ટરમાં સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :