Yugen Coffee Table Book Banner
Home Interior સ્પેસીસને રહેવા માટે ટ્રાન્સફોર્મ કરતું સ્ટાર્ટ-અપ વનસ્પેસ ઇન્ટિરિઅર સોલ્યુશન્સ

સ્પેસીસને રહેવા માટે ટ્રાન્સફોર્મ કરતું સ્ટાર્ટ-અપ વનસ્પેસ ઇન્ટિરિઅર સોલ્યુશન્સ

ઝડપી પ્રોજેક્ટ ડિલિવરીથી કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન સુધી, જાણો કેવી રીતે વનસ્પેસ ઇન્ટિરિઅર સ્પેસીસના એસ્થેટિક્સ અને કાર્યક્ષમતાને રી-ડિફાઇન કરે છે

From Rapid Project Delivery to Customized Designs, Discover How Onespace Interior Redefines Home Aesthetics and Functionality

Estimated reading time: 3 minutes

YUGEN REALTY, SURAT

નિકિત અગ્રવાલ અને ભૂમિ શાહ દ્વારા ફાઉન્ડેડ વનસ્પેસ ઇન્ટિરિઅર – ઇન્ટિરિઅર ડીઝાઈન ક્ષેત્રે સુરત સ્થિત એક અગ્રણી સ્ટાર્ટઅપ છે   જે તેની ઇનોવેટિવ સર્વિસીસ અને ઓપરેશનલ શ્રેષ્ઠતા દ્વારા અલગ પડે છે. દરેક સ્પેસ માલિકની વિશિષ્ટ જીવનશૈલી અને પસંદગીઓને દર્શાવે છે તેનું વિશેષ ધ્યાન રાખીને આ કંપનીએ પર્સનલાઇઝડ ઇન્ટિરિઅર સોલ્યુશન્સમાં વિશેષતા મેળવીને એક અગ્રણી સ્થાન બનાવ્યું છે. વનસ્પેસ ઈન્ટિરિઅર તેની ઝડપી – સ્વીફ્ટ પ્રોજેક્ટ ડિલિવરી માટે જાણીતું છે, જે 2BHK માટે 45 દિવસની અંદર અને 3BHK સેટઅપ માટે 60 દિવસમાં સંપૂર્ણ હોમ ઈન્ટિરિઅર પ્રોજેક્ટનું મેનેજમેન્ટ કરી આપે છે. તેમની પ્રોસેસ ગુણવત્તા અને કાર્યક્ષમતા માટે પ્રતિબદ્ધ નિષ્ણાતોની ટીમ દ્વારા સંચાલિત છે.

એફોર્ડેબિલિટીએ વનસ્પેસની ઓફરિંગનું મુખ્ય પાસું છે. વિવિધ બજેટ અને અપેક્ષાઓને સમાવી શકે તેવા ટેલર-મેડ ઇન્ટિરિઅર સોલ્યુશન્સ તેઓ આપે છે. કંપની ઇન્સ્ટન્ટ પ્રાઇસીંગ અને પારદર્શક ક્વોટ્સ આપવા માટે જાણીતી છે   જેનાથી ગ્રાહકો તેમના નાણાકીય આયોજનને અસરકારક રીતે મેનેજ કરી શકે. વધુમાં, વનસ્પેસ ઇન્ટિરિઅરમાં મોડ્યુલર ફર્નિચર વિકલ્પોની શ્રેણી છે જે સ્ટાઇલિશ હોવાની સાથે કલર, ફિનીશ, અને મટીરિઅલની દ્રષ્ટિએ કસ્ટમાઇઝ પણ કરી શક્યું છે. લિવિંગ સ્પેસની કાર્યક્ષમતા અને એસ્થેટિક લૂક પણ વધારે છે.

વનસ્પેસ ઇન્ટિરિઅરની એક બેસ્ટ સર્વિસએ તેમની ઝડપી હોમ ડિઝાઇનિંગ સુવિધા છે  જે તેમની વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા માત્ર 60 સેકન્ડમાં હોમ ડિઝાઇન કરવાની સુવિધા આપે છે. આ સર્વિસ તેમના વ્યાપક ટર્નકી સોલ્યુશન્સની પૂરક છે જે ઇન્ટિરિઅર પ્રોજેક્ટના તમામ પાસાઓને ડિઝાઇનથી એક્ઝિક્યુશન સુધી આવરી લે છે.

વનસ્પેસ ઇન્ટિરિઅરની મુખ્ય ટીમમાં અનુભવી આર્કિટેક્ટ્સ અને ડિઝાઇનર્સનો સમાવેશ થાય છે જેઓ સમગ્ર ડિઝાઇન પ્રક્રિયા દરમિયાન નિષ્ણાત સલાહ આપે છે. આ પ્રોફેશનલ્સ લાઇવ 3D ડિઝાઇન સાથે પ્રોજેક્ટને વિઝ્યુઅલાઈઝ કરવામાં મદદ કરે છે, પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલાં ગ્રાહકો તેમના ભાવિ હોમ-ડિઝાઇનથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે તેની ખાતરી કરે છે. નવીન ડિઝાઈન અને સમર્પિત સર્વિસ દ્વારા, વનસ્પેસ ઇન્ટિરિઅર સામાન્ય સ્પેસીસને સુંદરતા અને વ્યવહારિકતા સાથે બેસ્પોક (કસ્ટમ-મેડ) વાતાવરણમાં રૂપાંતરિત કરે છે.

વનસ્પેસ ઇન્ટિરિઅરએ છેલ્લા 36 મહિનામાં 350 થી વધુ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે  તેઓ વાપી, સુરત, અને દુબઈમાં ગ્રાહકોને સેવા આપે છે. અને હવે રાજકોટ, બરોડા અને અમદાવાદમાં ફ્રેન્ચાઇઝીની તકો આપી રહ્યા છે. માત્ર 6.5 લાખમાં, રોકાણકારો તેમના સફળ નેટવર્કમાં જોડાઈ શકે છે અને વ્યાપક સમર્થન સાથે નફાકારક સાહસ શરૂ કરી શકે છે. વનસ્પેસ સમૃદ્ધ બજારમાં ઉજ્જવળ ભવિષ્યની તક આપે છે.

નિકિત અગ્રવાલ: વનસ્પેસ ઇન્ટિરિઅર પર  અમે દરેક પ્રોજેક્ટમાં ક્વોલિટી અને સમયસર ડિલિવરીને પ્રાથમિકતા આપીએ છીએ. અમારા ગ્રાહકોનો વિશ્વાસ અમને ગુજરાતથી આગળ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ કામ કરવા પ્રેરિત કરે છે. પહેલે થીજ ચારથી વધુ ફ્રેન્ચાઈઝી સાથે  અમારું લક્ષ્ય ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાનું છે.

ભૂમિ શાહ: અમે ડિઝાઇન પ્રોસેસને સરળ બનાવીએ છીએ  જેથી તે વધુ હોમબાયર્સ માટે સુલભ બને છે. અમે હંમેશાં ક્વોલિટી અને સમયસર ડિલિવરી પર વિશેષ ધ્યાન આપીએ છીએ. જે અમને હોમ ઈન્ટિરિઅર ઉદ્યોગમાં વિશ્વસનીય લીડર તરીકે સ્વીકાર્યતા મળી રહી છે. પ્રમાણિકતા અને પારદર્શિતા સાથે વેપાર કરવાના અમારા મૂલ્યો પર અમે મક્કમ છીએ.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :