Yugen Coffee Table Book Banner
Home National News આંન્ધ્ર પ્રદેશમાં અમરાવતી રાજધાની બનવાની સંભાવનાઓને લઇ જમીનોના ભાવમાં ઉછાળો

આંન્ધ્ર પ્રદેશમાં અમરાવતી રાજધાની બનવાની સંભાવનાઓને લઇ જમીનોના ભાવમાં ઉછાળો

મોદીના હકારાત્મક નિવેદનના કિસ્સામાં જમીનના ભાવમાં વધુ વધારો થવાની ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. પાંચ વર્ષ પછી

Estimated reading time: 2 minutes

YUGEN REALTY, SURAT

તાજેતરમાં જ પૂર્ણ થયેલી સંસદીય ચૂંટણીમાં  આંન્ધ્ર પ્રદેશમાં  TDP, જનસેના અને BJPના ગઠબંધનની જંગી જીતને કારણે કેન્દ્રમાં ફરી વખત નરેન્દ્ર મોદીએ સરકાર બનાવી છે. આવા સંજોગોમાં અમરાવતીમાં રિયલ એસ્ટેટના ભાવમાં 50% અને 100% ની વચ્ચેનો વધારો જોવા મળી રહ્યો છે.  હાલમાં ખરીદદારો પણ અમરાવતી તરફ નજર નાંખતા થયા છે. એન ચંદ્રબાબુ નાયડુના સીએમ તરીકેના શપથ ગ્રહણ સમારોહ બાદ અમરાવતીની તરફેણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની દરેક વ્યક્તિને અપેક્ષા છે.

મોદીના હકારાત્મક નિવેદનના કિસ્સામાં જમીનના ભાવમાં વધુ વધારો થવાની ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. પાંચ વર્ષ પછી, સરકારમાં ફેરફાર સાથે, અમરાવતીમાં રિયલ્ટી સેક્ટરમાં કિંમતોની દ્રષ્ટિએ ‘V’ આકારની રિકવરી જોવા મળી રહી છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન નાયડુએ કહ્યું હતું કે સત્તામાં આવતાં જ અમરાવતીને પુનર્જીવિત કરવામાં આવશે. ટીડીપીના રાષ્ટ્રીય મહાસચિવ નારા લોકેશે વધુ સ્પષ્ટતા આપતા કહ્યું કે તેમની પાર્ટીએ 2018માં સત્તા ગુમાવતા પહેલા તૈયાર કરેલા અમરાવતી માટેના માસ્ટર પ્લાનને બદલવાની કોઈ યોજના નથી. તેમણે કહ્યું કે હાલના માસ્ટરપ્લાનનો કોઈ સારો વિકલ્પ નથી, અને તેઓ તેને વળગી રહેશે. શહેરને સ્વ-ટકાઉ મોડેલ પર વિકસાવવાની  વ્યૂહરચના હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તેના પર અમલ થશે.

નાયડુ હવે ટ્રંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છે અને શક્ય તેટલી વહેલી તકે તમામ કેન્દ્ર સરકારની એજન્સીઓ પ્રાદેશિક કચેરીઓને અમરાવતી લાવવાનું વિચારી રહ્યા છે. આનાથી આ સંસ્થાઓની નજીકની જમીનોની માંગમાં વધારો થશે અને રોકાણકારો પણ હાલમાં આ તરફ નજર રાખીને બેઠા છે. આગામી દિવસોમાં અમરાવતી ખાતે રાજધાની ધમધમતી થવાની સાથે જ આ શહેરમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં હજુ પણ તેજી જોવા મળવાની આશા રાખવામાં આવી રહી છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.

યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | LINKEDIN  | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE

વધુ સમાચાર વાંચો :