Estimated reading time: 6 minutes
YUGEN REALTY, SURAT
બાંધકામ ઉદ્યોગમાં કાર્યરત કામદારોનાં જીવનધોરણને સુધારવા, સેફ્ટી (સલામતી) વધારવા અને સ્ત્રી-પુરુષ વચ્ચેના કામકાજના સ્થળ પરના ભેદભાવને સમાપ્ત કરવા માટે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) અને કન્ફેડરેશન ઓફ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન્સ ઓફ ઈન્ડિયા (CREDAI) એ સહયોગ કામગીરી શરૂ કરી છે. આ ભાગીદારી આરોગ્ય, સલામતી અને સર્કલ ડેવલપમેન્ટ (કૌશલ્ય સશક્તિકરણ) પર ધ્યાન કેન્દ્રિત કરીને બાંધકામ ઉદ્યોગના કામદારોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને આ બન્ને સંસ્થાઓ કામદારોના વિશાળ સમૂહને પ્રાથમિક જીવન જરૂરિયાતની સુવિધાઓ મળી રહે તે માટે કાર્ય કરતી થઇ છે. બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ શરૂ કરાયા છે. CREDAI વુમન્સ વિંગ બાંધકામ ઉદ્યોગના કામદારોને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને પ્રાથમિક જરૂરિયાતોને પહોંચી વળવા જે સંઘર્ષ કરવો પડે છે એ સ્થિતિમાં સુધારો કરવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે.
સમગ્ર ભારતમાં બાંધકામ કામદારો અને તેમના પરિવારોના કલ્યાણને પ્રોત્સાહન આપવાના હેતુથી એક લેન્ડમાર્કરૂપી પગલાંમાં, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) અને કોન્ફેડરેશન ઓફ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન્સ ઑફ ઈન્ડિયા (CREDAI) એ એક પ્રગતિશીલ સમજૂતી કરાર એટલે કે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU)ને સમર્થન આપ્યું છે. આ વ્યૂહાત્મક ભાગીદારી બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે જીવનની ગુણવત્તાને ઉન્નત કરવા માટેના સંયુક્ત પ્રયાસોને દર્શાવે છે જેમાં આરોગ્ય, સલામતી અને કૌશલ્ય વૃદ્ધિને સમાવિષ્ટ બહુપક્ષીય અભિગમ દ્વારા વ્યાપક રીતે અમલમાં લાવવાની બાબત પર ભાર મૂકવામાં આવે છે.
આ સહયોગનો સાર સ્ત્રી પુરુષના ભેદભાવો પર વિશેષ ભાર સાથે બાંધકામ કામદારો દ્વારા આવતી વિવિધ જરૂરિયાતો અને પડકારોનો સામનો કરવાની તેની પ્રતિબદ્ધતામાં રહેલો છે. આ એમઓયુ બાંધકામ ક્ષેત્રની અંદર પુરુષ અને સ્ત્રી કામદારો બંનેને સશક્ત બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. વ્યાપક તાલીમ અને ક્ષમતા-નિર્માણ પહેલની સંયુક્ત રચના અને અમલીકરણ માટેના માળખા તરીકે કામ કરે છે.
આ કાર્યક્રમોના મુખ્ય હેતુ કામદારોને ટેક્નિકલ નિપુણતાઓથી સજ્જ કરવા, આરોગ્ય અને સલામતી પ્રોટોકોલ અંગે જાગૃતિ ફેલાવવી, નાણાકીય સાક્ષરતા વધારવી, ડિજિટલ ફ્લુઅન્સીને પ્રોત્સાહન આપવું અને કચરાના વ્યવસ્થાપન સહિત જવાબદાર પર્યાવરણીય પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. વધુમાં, સહભાગીઓને સરકારી કલ્યાણ યોજનાઓનો લાભ ઉઠાવવા, શ્રમ કાયદાઓની સમજ મેળવવા અને ઉદ્યોગ સાહસિક કુશળતાને પોષવા વિશે શિક્ષિત કરવામાં આવશે.
નોંધનીય છે કે આ સહયોગના માધ્યમથી બાંધકામ ક્ષેત્રે મહિલાઓને સશક્તિકરણ કરવા, તેઓને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને જે અવરોધો આવે છે તેને જાણી અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. CREDAI મહિલા પાંખ મહિલા બાંધકામ કામદારોની વિશિષ્ટ જરૂરિયાતો અને આકાંક્ષાઓને અનુરૂપ પહેલ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે, જેનાથી કામકાજના સ્થળે અને સમાન વાતાવરણને પ્રોત્સાહન મળે છે.
કામદારો પણ આ ભાગીદારીની સારી અસરની સંભાવનાઓ અંગે તેમનો આશાવાદ વ્યક્ત કરતા હોવાથી ઉત્સાહ ભરપૂર છે. QCI ના સેક્રેટરી જનરલ રાજેશ મહેશ્વરી, બાંધકામ કામદારોને અનિવાર્ય કૌશલ્યો અને જ્ઞાનથી સંપન્ન કરીને, તેઓને માત્ર મજૂર તરીકે નહીં, પરંતુ સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવા સક્ષમ વ્યક્તિઓ તરીકે સશક્ત કરીને ભારતના માળખાકીય માળખાના પાયાને મજબૂત કરવાની આકાંક્ષા વ્યક્ત કરે છે.

તેવી જ રીતે, CREDAI ના પ્રમુખ બોમન આર. ઈરાની, આરોગ્ય શિક્ષણ, નાણાકીય સાક્ષરતા અને એકંદર સુખાકારી આપવાના પ્રયાસો દ્વારા બાંધકામ કામદારોનાં જીવન ધોરણને વધુ ઉપર લાવવા માટેની દિશામાં કાર્ય કરે છે. આ ભાગીદારી ઉદ્યોગના પાયાના પથ્થર તરીકે કામ કરતા સમૃદ્ધિ અને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ, માત્ર બાંધકામના પ્રયાસોથી આગળ વધવા માંગે છે.

શ્રીમતી રૂપા શાહ, CREDAI મહિલા પાંખના રાષ્ટ્રીય કન્વીનરે, બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોની વિવિધ જરૂરિયાતોને પ્રાથમિક રીતે સમજી અને પ્રભાવશાળી કાર્યક્રમોનો અમલ કરવા સાથે યોગ્ય કાર્યવાહી કરવાની વાતને નિશ્ચિત કરીને, CREDAI અને QCIના કૌશ્યલ્ય પર ભાર મૂક્યો છે. એમઓયુની પ્રારંભિક અવધિ, એક વર્ષ સુધીની રાખવામાં આવી છે જેમાં વિસ્તરણ, કામદારોની પ્રાથમિક જરૂરિયાતોની વ્યવસ્થા અસરકારક રીતે કરવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

QCI ના ચેરપર્સન શ્રી જક્ષય શાહ, બાંધકામ કર્મચારીઓ માટે સલામત અને વધુ સંતોષકારક કાર્ય વાતાવરણ કેળવવા તરફના એક મહત્વપૂર્ણ પગલાં તરીકે માને છે, ઉદ્યોગની પ્રગતિને ચલાવવામાં તેમની અનિવાર્ય ભૂમિકા પર ભાર મૂકે છે. સહયોગ અને સશક્તિકરણની સંસ્કૃતિને ઉત્તેજન આપીને, ભાગીદારી કૌશલ્ય વધારવા, સલામતીનાં પગલાંને મજબૂત બનાવવા અને આખરે બાંધકામ કામદારો માટે જીવન ધોરણની ગુણવત્તામાં વધારો કરવાનો પ્રયાસ કરે છે.

“સુરતના ડેવલપર્સ બાંધકામ કામદારોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે પહેલ કરવામાં મોખરે છે. QCI સાથેનો અમારો સહયોગ બાંધકામ ઉદ્યોગમાં સલામતી, લિંગ સમાનતા અને સર્વગ્રાહી વિકાસ પ્રત્યેના અમારા સમર્પણને દર્શાવે છે. સુરતના ડેવલપર્સ કામદારોની સ્થિતિ ઉત્તરોત્તર સુધરે માટે સતત પ્રયત્નશીલ રહે છે.” – શ્રી સંજય માંગુકિયા, પ્રમુખ, CREDAI સુરત

યુગેન રિઅલ્ટીએ સુરત શહેરના પ્રતિષ્ઠિત ડેવલપર શ્રી મનીષ શાહ, વીર ગ્રૂપ સાથે બાંધકામ કામદારોની બહેતર સ્થિતિ અને સુરતમાં તેમની પરિસ્થિતિ વિશે વાત કરી. તેમને જણાવ્યું હતું કે, “વીર ગ્રૂપમાં અમે માનીએ છીએ કે બાંધકામ કામદારોની સુખાકારી સર્વોપરી છે. અમારા પ્રોજેક્ટ્સ માત્ર આર્કિટેક્ચરલ ઉત્કૃષ્ટતા પર જ ધ્યાન કેન્દ્રિત કરતા નથી પરંતુ અમારી લેબર ફોર્સના કલ્યાણને પણ પ્રાથમિકતા આપીયે છીએ છે. તેમેં સારી લિવિંગ અને વર્કિંગ કંડિશન્સ આપવી અને તેમની જરૂરિયાતોની સંભાળ રાખવી એ માત્ર જવાબદારી નથી પરંતુ અમારા પ્રયાસોના કેન્દ્રમાં છે. બાંધકામ મજૂર કલ્યાણ એ અમારા મૂલ્યોના કેન્દ્રમાં છે.”
QCI અને CREDAI વચ્ચેનું જોડાણ ભારતમાં કુશળ, સશક્ત અને પ્રતિષ્ઠિત બાંધકામ માટે પ્રશિક્ષિત કારીગરોની વર્ક ફોર્સ તૈયાર કરવા તરફ દ્રષ્ટિ રાખે છે. સતત સહયોગ અને અતૂટ પ્રતિબદ્ધતા દ્વારા, આ પહેલ કાયમી સકારાત્મક પરિવર્તનને પ્રભાવિત કરવાની, અસંખ્ય વ્યક્તિઓનાં જીવનને સમૃદ્ધ બનાવવા અને બાંધકામ ક્ષેત્રને શ્રેષ્ઠતા અને સર્વસમાવેશકતાની વધુ ઊંચાઈઓ તરફ લઇ જવાની ઈચ્છા ધરાવે છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Yugen Realty Newspaper is not responsible for any errors in the same.
યુગેન રિઅલ્ટી ન્યુઝ પર સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | LINKEDIN | INSTAGRAM | X (TWITTER) | PINTEREST | TELEGRAM | WHATSAPP | YOUTUBE













